SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૯૯૦ હકકની મેળવેલી ચીજ કોઇએ લેવાય જ નહિ, એ ગુન્હો ગણવામાં આવ્યો હશે અને બીજાના હક્કનુ લેવાય જ નહિ એ નાયબદ્ધ નિયમના ચુસ્ત પાલનને નીતિ કહેવામાં આવી હશે. આ રીતે સમૂહજીવનમાંથી સહજીવન ઊભું થયું હશે. સહજીવનમાંથી કુટુંબ જીવન ઊભું થયું હશે. સમૂહજીવન અને સહજીવન બુદ્ધિપૂર્વકના નાયબદ્ધ નિયમો અને તેના પાલનથી વધુ અને વધુ વ્યવસ્થિત થતું રહ્યું હશે. આ નિયમ ન્યાય અને નીતિના પાયા ઉપર સમૂહજીવન અને સહજીવનનો વિકાસ થતો રહ્યો હશે. આ વિકસિત સમૂહ કે સહજીવનમાં માનવ સમાજના બીજ રોપાયેલાં છે. તેના પર જેમ જેમ માનવ વિવેકબુદ્ધિની વર્ષા થતી રહી હશે તેમ તેમ સમાજનો વિકાસ થતો રહ્યો હશે એમ માનવું વાસ્તવિક હકીકત ગણાય. આ ન્યાયબદ્ધ નિયમો અને નીતિના ચુસ્ત પાલનને સમાજમાં સદાચાર ગયો છે અને આ સદાચારના પાયામાં સમાજ જીવનનું બીજ રોપાયેલ છે. માનવ સમાજના વિકાસની પ્રક્રિયા અને પ્રગતિનો ઇતિહાસ જાણવા માટે તો આપણે સમાજશાસ્ત્રીઓના અનેક ગ્રંથો જોવા રહ્યા. 0. મહાવીર વંદનાનો કાર્યક્રમ અને વખતે સમૂહમાંથી કોઈ બુદ્ધિશાળી બે-ચાર ડાહ્યા માણસો આ સમસ્યાનો ઉપાય શોધવા મથતા રહ્યા હશે જે દરમ્યાન એક વિચાર આવ્યો હશે કે આપણે કાંઈક એવું બંધન કરીએ કે જેથી આ ઝગડનું કારણ ટળે. આના ઘણા ઘણા ઉપાયો વિચાર્યા પછી એક માત્ર કામયાબ ઉપાય એ સૂઝયો હશે કે પ્રત્યેક પુરુષે . પોતાના પ્રીતિપાત્ર એક જ સ્ત્રી સાથે રહેવુ આ , બંધનને નિયમનું સ્વરૂપ આપવામાં આપ્યું હશે અને સમૂહજીવનમાં પહેલો આ નિયમ આવ્યો હશે. ખુબ વિચારણા થઈ તે દરમ્યાન ચર્ચામાં કોઈએ એમ પણ સૂચવ્યું હશે કે એકને બદલે બે સ્ત્રીઓ સાથે રહેવાની , છૂટ આપીએ તો શું વાંધો છે? તો પછી કયાંય તકરાર ક થવાનો સંભવ જ નહિ રહે. આ સૂચનના જવાબમાં | | એક પીઢ સ્ત્રી જે સમૂહજીવનમાં માતા સમાન લેખાતી હતી તેણે સખ્ત વિરોધ દર્શાવી સહેજે તું જ હશે કે : 'સ્ત્રીઓને પૂછો તો ખરા કે એક પુરુષ સાથે બે સ્ત્રી ઓ રહેવા માંગે છે? બે સ્ત્રીઓ સાથે રહેવાની વાત તો એકપક્ષીય છે. તેમાં કયાંય ન્યાય જેવું નથી. વળી - તે સ્ત્રી-સહજ પણ નથી. એ તો સહજીવનમાં મોટા - ખટરાગનું કારણ બની જાય. ' વળી એક ડાહ્યા વયોવૃદ્ધ પુષે બે સ્ત્રી અંગે તો એવો જડબાતોડ જવાબ આપ્યો કે તેમ કરવાથી તો માનવ સહજ ઘણાં ઉપદ્રવો ઉભા થાય. તે પૈકી પ્રથમ તો આપણે એ વિચારવું જોઇએ કે ગમે ત્યા સમૂહમાં જુઓ તો લગભગ જેટલી જ સંખ્યામાં સ્ત્રીઓ છે. થોડી વધુ કે ઓછી સંખ્યા હોય, પણ એક પુસ્મ બે સ્ત્રીઓ સાથે રહે તો બાકી રહી જાય તેમને પાછું તકરાર કે મારામારી કરવાનું ખરેખર કારણ રહે. એટલે બધું સરખું જીવન મળી જાય એટલા માટે પ્રત્યેક પુરુષે એક જ સ્ત્રી સાથે રહેવું જોઇએ. આ સરખું જીવન મળવાના વિચારમાં ન્યાય સમાયેલો છે. એટલે સહજીવનમાં ન્યાય આવ્યો. પહેલાં નિયમ અને 'પછી' ન્યાય આ રીતે સમૂહજીવનમાં આવ્યા હશે એમ માની શકાય અને વધુ વ્યવસ્થિત સમૂહજીવન કરવાના પ્રયાસોમાં બુદ્ધિશાળીઓ ન્યાય બદ્ધ બીજા નિયમો કરી સમૂહજીવન વધુ શંતિભર્યું અને સુખી બનાવવા પ્રયાસ ‘કરતા રહયા હશે. જેમ કે જમીનમાંથી પેદા કરવા માટે અશક્ત કે બાળકો સિવાય સૌએ સાથે એક સરખો - પરિશ્રમ કરવાનો નિયમ કર્યો હશે. અને જે કંઈ ઉપજ આવે તે ન્યાયપૂર્વક સરખે ભાગે વહેંચી લેવા નિયમ 'કર્યો હશે. આમ સમૂહ જીવન વધુ અને વધુ વ્યવસ્થિત કરવા માટે નાયબ નિયમો થતાં રહ્યા હશે અને આ 'નિયમોના પાલન માટે આગ્રહ પણ રખાતો હશે. નિયમનો ભંગ ન કરે તેને માટે કંઈક વ્યવસ્થા પણ બુદ્ધિપૂર્વક ગોઠવી હશે. ભંગ કરનારને કાંઇક શિક્ષા પણ કરવાની જોગવાઈ થઈ હશે. ' * આ સમૂહજીવન વધુ વ્યવસ્થિત થવાની પ્રક્રિયા દરમ્યાન માનવસહજ પહેલી કસૂર એ થઈ હશે કે જમીનમાંથી પેદા કરવા માટે એક સરખો પરિશ્રમ કર્યા પછી પરિણામે જે કાંઈ કુળફળાદિની ઉપજ થઇ ને સરખે ભાગે વહેંચી દીધા પછી કોઇએ બીજાને મળેલ ચીજ તેનું ધ્યાન નહિ હોય ત્યારે લઈ લીધી હશે. ત્યારે આ નિયમભંગ મોટો ગણાયો હશે. કારણ બીજાના 1 સંધના સભ્યોનું વાર્ષિક સ્નેહમિલન આધિક સહયોગ : શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાલા , સંઘના સભ્યો માટે મહાવીર વંદનાના કાર્યક્રમ સાથે વાર્ષિક સ્નેહમિલન રવિવાર, તા. ૧૫મી એપ્રિલ, ૧૯૯૦ના રોજ નીચે પ્રમાણે યોજવામાં આવ્યું છે : | 1 મહાવીર વંદના - ભકિત સંગીત | રજૂઆત : શ્રી રાજેન્દ્ર ઝવેરી, શ્રીમતી તૃમિ છાયા અને કલાવૃન્દ સમય : સવારના ૧૦-૩૦ થી ૧૨-૦૦ 0 બુફે ભોજન : બપોરના ૧૨-૧૫ કલાકે T સ્થળ : બિરલા ક્રિીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઇ-૪૦૦ ૦૦૭. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ સંયોજક , નિરુબહેન એસ. શાહ મંત્રીઓ - અગત્યની નોંધ : (૧) આ વાર્ષિક સ્નેહ મિલનનો કાર્યક્રમ ફકત સંઘના સભ્યો માટે જ છે. (૨) પ્રત્યેક સભ્યને ફકત એક જ પ્રવેશકાર્ડ આપવામાં આવશે. (૩) મોડામાં મોડું તા. ૬-૪-૧૯૯૦ના સાંજના પાંચ) વાગ્યા સુધીમાં સ્નેહ મિલન અંગેનું પ્રવેશકાર્ડ સંઘના કાર્યાલયમાંથી મેળવી લેવું. (૪) બિરલા દડા કેન્દ્રના સભાગૃહમાં સીટની સંખ્યાની મર્યાદા હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશકાર્ડ આપવામાં આવશે. '
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy