________________
તા. ૧૬–૨–૧૯૯૦ :
પ્રશા જીવન
ઉદયરત્ન ચરિત – નેમિનાથ તેરમાસા
' (પૃષ્ઠ ૨૦ થી ચાલુ) રાત્રી કેમેય ખૂટતી નથી.
આ મહિનામાં કવિ મિલન-વિયોગને આમ મૂકે છે: જિણિ રતિ મોતી નીપજે સીપ-સમુદ્ર માંહિ, તિણિ રાઁ કત-વિજોગિયાં ખિણ વરસાં સે થાઈ.
જે ઋતુમાં-શરદમાં, સમુદ્રમાં છીપમાં મેતી પાક, તે ઋતુમાં કંથથી દૂર હોય એ તે ક્ષણ પણ વરસ જેવી લાગે છે. કારતક મહિનાની રાત્રીની વાત કવિ આમ મૂકે છેઃ
મુખિ નીસાસા રે મેલતાં રાત્ય ન ખૂટે રેખ; ચંદે રથ થંભી રહ્યો, મેઘો મુઝ મુખ દેખ.”
કારતક મહિનાની રાત ખૂટતી નથી તે રાજલ વિચારે છે. આ ચંદ્ર પણ મારું માં જઈને મહી ગયો લાગે છે તેથી પિતાને રથ થંભાવીને ઉભા રહી ગયા છે, રાત ખૂટતી નથી.
પોષ મહિનામાં વિરહિણી નાયિકા કહે છે: કંચૂકીની કસ કસતાં તનમાં તાપ ઊઠે છે. આગળ કહે છે, શીતકાલમાં સુંદર નાથ વગર નિરાધાર બની જાય છે, નાગરવેલીને જેમ ફળ નથી આવતાં તેમ અફલ અવતાર બની રહે છે.
માહ મહિનામાં તે આંબા નવપલ્લવ થયા છે, મંજરીનાં તે પૂર આવ્યાં છે.
ફાગણમાં કવિ રાજુલના વિરહને અંત આણે છે. તે પિતાના નાથ નેમકુમારને મળે છે :
“ગગન મંડલમાં ગાજે રે દુંદુભિનાદ અપાર; સહસા વનમાં સમસય સ્વામી શ્રી ગિરનારિ. રાજલ નેમને જ0 મિલી ઉદ્ધાટ આણી અંગ; ભગવંત માંહે ભલી ગઈ, સમુદ્રિ મલી જિમ ગંગ. વિજોગ તણું દુઃખ વિસર્યા, ભાગ્ય ભવનો કંદ;
આણંદ-રંગ-વધામણાં, પામી પરમાનંદ” ફાગમાં કવિ કહે છે: રાજુલ નેમનાથ પહેલાં મુકિત પામી, શાશ્વત સુખને પામી. હે ભવ્ય જીવો! જિનગુણ ગાવાથી લાભ થાય છે. '
છે. શિવલાલ જેસલપુરાએ “પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહનું સંપાદન કર્યુ છે. જેમાં ૧૩માંથી ૧૯મા શતકના બારમાસા કાવ્યની ૨૯ કૃતિઓમાંથી ૨૬ તે નેમિનાથ-રાજેમતિના કથાવસ્તુના આધારે છે. અન્ય ત્રણમાં બે વૃદ્ધિ અને એક રાયચંદસૂરિગુરુ વિશે છે. આ પરથી જોઇ શકાય છે કે, જૈન સાધુ કવિઓએ નેમ-રાજુલનાં પાત્રોને બારમાસા માટે સવિશેષ પસંદ કર્યા છે. ડે. જેસલપુર ઉ. ઉદયરત્નની આ કૃતિની રચનાસાલ સં. ૧૭૫૯ નેધે છે. જયારે “ઉદય-અર્ચના'માં સંપાદકે કાંતિભાઈ બી. શાહ, વિનોદચંદ્ર ર. શાહ અને કીર્તિદા ૨. જોશીએ સં. ૧૭૫ નોંધી છે. ઉપાધ્યાય ઉદયરત્ન મહારાજે ઉનાઉઆ ગામમાં ચાતુર્માસ દરમ્યાન શ્રાવણ સુદ પૂનમ અને સેમવારે આ રચના કરી હતી.
ઉદયરત્ન મહારાજને રને ભાવસાર નામના ગુજરાતી કવિએ પિતાના ગુરુ માન્યા હતા. કવિ રત્ન ખેડાના વતની હતા. કવિ રત્નોએ વિરહના બારમાસ’ નામે રચના કરી છે. બૃહદ્ કાવ્ય દેહન ભાગ-૧માં રત્નનું “મહિના” નામે બારમાસા કાવ્ય સં. ૧૭૯૫ માગસર મહિનાની સુદ એકાદશીએ રચ્યું હતું.
રત્નની નાયિકા રાધા છે અને એ કાવ્ય કારતક માસના વર્ણનથી શરૂ થાય છે. એણે પણ તેર માસ લખ્યા છે.
ઉદયરત્ન અને રત્નોમાં મળી આવતી સમાન પંકિતઓ. નોંધવાનું રસપ્રદ બનશે.
ઉદયરત્ન વૈશાખના વર્ણનમાં લખે છે : કેસુ ફૂલ્યાં વન. રત્નો ફાગણના વર્ણનમાં લખે છે : કેશુ કૂલ્લાં રસાળ.
ઉદયરત્ન આષાઢના વર્ણનમાં લખે છેઃ નેમજી ના'ભારે સખી !
રને ફાગણના વર્ણનમાં લખે છે: ફાગણ આવ્યું છે સખી !
ઉદરરત્ન ફાગણના વર્ણનમાં–
અબીર ગુલાલ ઉડિ બહુ, રાતિ થઈ તિણિ વાટ, કુમ જનભરી પચરકી છાંટ રાતી છાંટ. રને ફાગણના વર્ણનમાં
અબિલ ગુલાલ ઉડે ઘણું, વાગે તાલમૃદંગ, કેકિલ શબ્દ સહામણા, કંપે અબળાનું અંગ. ઉદયરત્ન લખે છે : પચરંગ નભ દીસે રે, હીસે નીમાં તૃણ, રને લખે છે : પંચરંગના આભમાં, મેટા તાણ્યા રે મછ. ઉદયરત્ન લખે છે: નીલાંબર ધરણી ધરિ, રને લખે છે : લીલા ચરણ અવનિયે ધર્યા. ઉદયરને ફાગણમાં લખે છે : રંગભરી રમણી રાતી રે, રાતે કેસર-ઘેલ, રાતા સાલું એાઢણી, રાત અધર તલ. રત્ન લખે છે :
વસંત વધાવવા હું જતી, કુમકુમ ભરીને કાળ, કેસરી સાળુને પહેરવા, મુખ ભરીને તાળ. ઉદયરત્નની આ કૃતિ તથા એમના જીવનકવન વિશેની માહિતી ‘ઉદય-અર્ચના' પુસ્તકમાંથી લીધી છે. કાંતિભાઇ બી. શાહ, વિનોદચંદ્ર ૨. શાહ અને કીર્તિદા ૨. જોશી સંપાદિત આ પુસ્તક ઉદયરત્નજી રચિત સ્તવન, સજઝાય, સલેકા આદિને. એક સુંદર સંચય છે. સંપાદકે એ સૂઝપૂર્વકના આ સંપાદનમાં ઉદયરત્ન જેવા સમર્થ કવિની પ્રતિભા પરિચય સુપેરે આપ્યો છે.
નેલ્સન મંડેલા
(પૃષ્ઠ ૨થી ચાલુ) આપ્યું છે એ ગ્ય સમયનું, ઉચિત અને ઉદાર પગલું છે. એની કદર મંડેલાએ કરી છે અને સૌ પ્રથમ પિતે ભારતની મુલાકાત લેશે એવી દઇચ્છા પણ તરત વ્યકત કરી છે, જે બંને દેશ વચ્ચે સુમેળ સ્થાપવાની દષ્ટિએ અને દક્ષિણ આફ્રિકામાં
વસેલા ભારતીય લોકોના હિતની દષ્ટિએ એગ્ય છે. - દક્ષિણ આફ્રિકામાં ભારતીય લોકેએ ગિરમિટિયા મજૂરો તરીકે જઈને જે કાળી મજુરી કરી છે અને ગેર લેકના હાથે જે અત્યાચાર સહન કર્યા છે તેને પરિણામે એ ભારતીય લોકોની આ બીજી ત્રીજી પેઢીના માણસે કાળા લોકેા કરતાં વધુ સુખી થયા છે. એટલે એમની પ્રત્યે એથી કાળા લોકોને ધિકકારની લાગણી થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ લાગણીને વધુ ઉશ્કેરવામાં ગરી સરકારને એ છે હાથ નથી. સ્થાનિક પ્રજાઓને લડાવીને રાજ્ય કરવાની એમની નીતિ જાણીતી છે. પરંતુ મંડેલા પિતે એમ ગોરાઓથી ભરમાય એવા નથી. એટલે જ પિતાને એક સાચા શુભેચ્છક રાષ્ટ્ર તરીકે તેઓ ભારતને ગણે છે. મંડેલાની ભારતની મુલાકાત પછી દક્ષિણ આફ્રિકાની રાજદ્વારી પરિસ્થિતિ કેવું સ્વરૂપ ધારણ કરે છે તે હવે જોવાનું રહ્યું!
રમણલાલ ચી. શાહ