SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૧૯૦ પ્રબુદ્ધ જીવન ગણવી સાત અલ મનાય ગ્રેવીસ દૂરવરવર વીસ તીર્થંકરને પ્રતીકરૂપ બની રહે છે અને ૪૪ દીર્ધસ્વર વીસ તીર્થકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માના પ્રતીકરૂપ બની રહે છે. નવકારમંત્રના અધ્યયનવરૂપ પ્રથમ પાંચ પદના પાંત્રીસ અક્ષર છે. તેમાં પ્રથમ પદ નમો અરિફ્રેતાળ ના સાત અક્ષર છે. અને તેવી જ રીતે ત્રીજા અને ચોથા પદના પણ પ્રત્યેકના સાત સાત અક્ષર છે. બીજા પદના પાંચ અક્ષર છે, તે પાંચમા પદના નવ અક્ષર છે. એ રીતે બીજા અને પાંચમા પદના મળીને ચૌદ અક્ષર થાય છે. એટલે એ બે પદના સરેરાશ સાત સાત અક્ષર થાય. પાંચે પદના સાથે અક્ષર ગણવામાં આવે તે પણ પાંત્રીસ અક્ષર પ્રમાણે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર આવે અને સાતને અંક પણ મોકારસ્વરૂપ અને અખંડિત મનાય છે. કેકને કદાચ પ્રશ્ન થાય કે પાંચમા પદમાં સ્ત્રો અને સસરા એ બે પદ પાંત્રીસની સંખ્યા પૂરી કરવા માટે તો નથી બેસાડી દેવામાં આવ્યાં ને? તેમ થયું હોય તે પણ તે પ્રયજન ગૌણ હોઈ શકે. સ્ટોર અને સદવ એ બે પદ એવાં છે કે માત્ર પાંચમાં પદમાં નહિ, પ્રત્યેક પદમાં તે પ્રયોજી શકાય છે. નમો સ્ત્રો સર રિહંતાણે કે ત્રણ સદણ વિજ્ઞાળ જેવી પદરચના પણ થઈ શકે છે. એલું “વ પદ કે એકલું હોઇ પદ પણ પ્રથમ ચાર પદમાં પ્રયોજી શકાય છે. મંત્રમાં બીજા પદમાં માત્ર ૩૫ પદ ઉમેરીને અને પાંચમાં પદમાં માત્ર સ્ટોપ રાખીને પ્રત્યેક પદના સાત સાત અક્ષર સ્પષ્ટ રીતે કરી શકાયા હોત. તેમ છતાં બીજા પદના પાંચ અક્ષર રાખી પાંચમા પદના નવ અક્ષર કેમ કરાયા હશે એ પ્રશ્ન થાય. વસ્તુતઃ રાષ્ટ્ર અને કરણ એ -બે શબ્દ પાંચમા પદમાં જ સુસંગત અને સર્વ દષ્ટિએ ઉચિત છે. ટોપ અથવા હટવ શબ્દમાંથી કોઈ એક શબ્દ અથવા તે બંને શબ્દો આરંભના કેઈ પણ પદમાં મૂકવામાં આવે તે અર્થની દષ્ટિએ ફરક નહિ પડે; પણ ત્યાર પછીના પદમાં તે અવશ્ય મૂકવાં જ પડે, નહિ તે અર્થ મર્યાદિત થાય અને સંશય જન્માવે. નમો ક્ષય રસાળ પદ પછી નમો Ha માથા ન હોય અને માત્ર નમો માયરિંવાળું હોય તે મનમાં પ્રશ્ન થાય કે શું બધા આચાર્યોને નમસ્કાર નહિ હોય ? એવી જ રીતે હોઇ શબ્દ બીજા પદમાં પ્રયોજવામાં આવે અને પછી ન પ્રયોજાય તે પણ અર્થ મર્યાદિત છે કે કેમ તે વિશે સંશય રહે, એટલે ટોણ અને સર બંને શબ્દ પાંચમા પદમાં વપરાય છે તે જ સર્વ રીતે ગ્ય છે કારણ કે છેલ્લા પદમાં હોય તે ઉપરનાં ચારે પદયાં એ અર્થ આપેઆ૫ આવી જ જાય છે એમ સ્વાભાવિક તર્કથી પણ સમજી શકાય. વળી પદના અક્ષરની દષ્ટિએ પણ સતના સંખ્યાંકની સાથે પાંચ અને નવના સંખ્યાંક પણ એટલા જ પવિત્ર મનાય છે. એટલે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર થવા સાથે પાંચ, સાત અને નવ એ ત્રણે સંખ્યાંક ગૂંથી લેવાયા છે. વળી લયબદ્ધ આલાપકની દષ્ટિએ પણ તે સુસંગત, સુસંવાદી અને વૈવિધ્યમય બન્યા છે. નવકારમંત્રમાં અંજનહિત વર આ પ્રમાણે છે : (મંત્રમાં તે કેટલી વાર આવે છે તેના સંખ્યાકે કૌંસમાં જણાવ્યા છે): અ (૧), આ (૧), ઈ (૧), ૬ (૧), એ (૨). સ્વરસહિત સંયુકતાક્ષરો આ પ્રમાણે છે : કકા (૧), જઝા (૧), દ્રિા (૧), ૫ (૧). બે (૨), બે (૧). “અ” સ્વર અને “અ” રસહિત એટલે કે અકારાન્ત વ્યંજન આ પ્રમાણે છે : અ (૧), ગ (૨), ૨ (૨), ૮ (૧), ન (૬), ૫ (૧), એ (૧), વ (૩), સ (૪), હ (૧), ૫ (૧), (૨). ‘આ’ રવર અને આકારાન્ત યંજનો આ પ્રમાણે છે : આ (૧), કકા (૧), જઝા (૧), ણ (૧), તા (૧), દ્રા (૧), પા (૧), યા૨), લા (૧), સા (૧) “ઇ” સ્વર અને અકારાન્ત વ્યંજને આ પ્રમાણે છે: ઈ (૧), રિ (૨), સિ (1), સિં (૧). ઉ અને ઊ સ્વર સહિત ઉકારાન્ત વ્યંજને આ પ્રમાણે છે : ઉ (૧), મુ (૧૩, (૧). “એ વર અને એકારાન્ત વ્યંજને આ પ્રમાણે છે : એ (૨), હવે (૧). એકારાન્ત વ્યંજને આ પ્રમાણે છે : ણે (૧), મે (૫), રે (૧), લે (૧), સે (૧). અંકારાન્ત વ્યંજને આ પ્રમાણે છે: ણું (૬), ૫ (૧), મં(૩), લં (૧), ૯ (૧). આમ અકારાન્ત (રપ), આકારાન્ત (11) કારાન્ત (૫), ઉકારાન્ત (૩), એકરાન્ત (૩), એકારાન્ત (૯) અને અંકારાન્ત (૧૨)-એમ ૬૮ અક્ષરે છે. નવકારમંત્રમાં કંઠસ્થાનીય વ્યંજને આ પ્રમાણે છે: કકા (૧), ગ (૨). તાલવ્ય વ્યંજન આ પ્રમાણે છેઃ ચ (૨), જઝા (૧). મૂર્ધન્ય વ્યંજનો આ પ્રમાણે છે: ૮ (૧), શું (૬), ણ (૧), ણે (૧). દત્ય વ્યંજને આ પ્રમાણે છે: તા (૧), ન (૬), દ્વા (૧). ઓષ્ઠ-સ્થાનીય વયંજનો આ પ્રમાણે છેઃ ૫ (૧), ૫ (૧), ૫ (૧), ૫ (૧), મુ (૧), મે (૫), મં(૩), અર્ધસ્વર આ પ્રમાણે છે: ૫ (૧), યા (૨), રિ (૨), રો (૧), લા (૧), લે (૧), સં (૧), વ (૩), વ્ર (૨), બે (૧). ઉષ્માક્ષરે આ પ્રમાણે છે: સ (૪), સા (૧, સે. (૧), સિ (૧), સિં (૧), હ (1), ૬ (૧), હે (૧). આમ નવકારમંત્રમાં ૬ સ્વર અને ૬૨ વરયુકત વ્યંજન (૩ + ૩ - ૯ + ૮ + ૧૩ + ૧૫ + ૧૧) એમ કુલ ૬૮ વર્ણ અથવા અક્ષર છે. ૬ શુદ્ધ સ્વર છે અને સંયુકતાક્ષરમાં રહેલા એવા કેવળ વ્યંજને સાત છે. એમાં વ્યંજન બે ત્રણ વાર વપરાય છે. નવકારમંત્રમાં ખ, ઘ, છ, ટ, ઠ, ડ, ધ, ફ, બ, ભ, ૨, છે જેવા વ્યંજને વપરાયા નથી. જો કે આમાંના ઘણુ વ્યંજન અન્ય માત્રામાં પણ એછા વપરાયેલા કે ન વપરાયેલા જોવા મળશે. વળી નવકારમંત્ર અર્ધમાગધીમાં હોવાથી તેમાં પ, ૬ જેવા વ્યંજનને અવકાશ નથી. આ પૃથકકરણ ઉપરથી જોઈ શકાશે કે નવકારમંત્રમાં અનુનાસિક સ્વર અને અનુનાસિક બંનેનું સંખ્યા-પ્રમાણ સૌથી વધારે છે. ૬૮ અક્ષરમાં વૈવિધ્યની દ્રષ્ટિએ વર અને વ્યંજને ઠીક ઠીક પ્રમાણમાં વપરાયેલા જોવા મળશે. કેટલાક મ અક્ષરની દષ્ટિએ કન્ટેચ્ચાયું હોય છે. નવકારમંત્ર કષ્ણાય નથી. તરત જીભે ચડી જાય એ આ મંત્ર છે. બાળક ખેલતાં શીખે એની સાથે નવકારમંત્ર બોલતાં શીખી શકે એટલી સરળતા એના ઉચ્ચારણમાં છે. ભાષાની દૃષ્ટિએ જેને હજુ સરખુ બોલતાં ન આવડતું હોય એવાં દોઢ-બે–અઢી વર્ષનાં બાળકે નવકારમંત્ર હોંશે હોંશે બેલતાં શીખી ગયાં હોય એવાં અનેક દુષ્ટતે. જોવા મળશે. મુખના ઉચ્ચારણના અવયની ખેડ કે ખામીવાળા માણસે પણ નવકારમંત્ર બોલી શકતા હોય છે.
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy