SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૧૯૯૦ પ્રાદ્ધ જીવન નવકારમંત્રનુ પદાક્ષર સ્વરૂપ રમણલાલ ચી. શાહુ મ શિરામણું નવકારમં ત્રના અભ્યંતર ` સ્વરૂપને મહિમા તે અપરંપાર છે. પરંતુ એનાં ખાદ્યસ્વરૂપના, એનાં પદ અને અક્ષરને મહિમા પણ ઓષ્ઠા નથી. મનુષ્ય પોતાનાં મુખનાં ક, જીભ, હોઠ, તાળવુ, પડછા, દાંત વગેરે અવયવેાની સહાય દ્વારા જુદા જુદા ધ્વનિએનુ ઉચ્ચારણ કરે છે. એવા કેટલાક ધ્વનિએ માટે સાંકેતિક કે પ્રતીકાત્મક સંજ્ઞા તરીકે વધુ' અથવા અક્ષર લખાય છે. પ્રત્યેક વણ'માં પેાતાનામાં જ કઇક અથખાધ કરવાની વિશિષ્ટ શકિત રહેલી છે. એને લીધે એવા વર્ણો તે પણ શબ્દ સમાન ગણાય છે. એવા કેટલાયે એકાક્ષરી શબ્દો છે કે જેના એક કરતાં વધુ અથ થાય છે. જુદા જુદા અક્ષરા મળીને શબ્દ થાય છે. સ્વર – વ્યંજનયુકત આવા કેટલાય શબ્દોના પણ એક કરતાં વધુ અથ થાય છે. કેટલાક શબ્દોમાં એક વાકય જેટલી શક્તિ રહેલી હેાય છે. શબ્દસમૂહ દ્વારા એક વાકયની રચના થાય છે. વાક્ય દ્વારા સવિશેષ, સર્વિસ્તર, સુનિશ્ચિત અથ વ્યકત કરી શકાય છે, પણ્ તે માટે શબ્દ ઉપર પ્રભુત્વ જોઇએ. અન્યથા વધુ પડતા શબ્દો દ્વારા અથ'ની વધુ ગૂઢંચવણ સદિગ્ધતા પણ જન્મી શકે છે. શબ્દને શુ વળગી રહે છે ? શબ્દના ઉચ્ચારણ કરતાં એના અનુ અને તેથી પણ વધુ તે તેના ભાવનું મહત્ત્વ છે' આવુ કહેતાં કેટલાકને આપણે સાંભળીએ છીએ. એક અપેક્ષાએ આ બહુ જ સાચું છે, પણ બીજી અપેક્ષાએ શબ્દનુ પણ એટલુ જ મૂલ્ય છે. વળી શબ્દ કરતાં પણ તેના ઉચ્ચારનારનુ એથી પણ વધુ મહત્ત્વ છે. એકના એક શબ્દ એક સામાન્ય કે અધમ માણસે ઉચ્ચાર્યા હોય અને તે જ શબ્દ કાઈ રાષ્ટ્રની સર્વ સત્તાધીશ વ્યક્તિએ જાહેરમાં ઉચ્ચાર્યાં હેય અથવા કાઇ તપરવી, નાની સત મહામાએ ઉચ્ચાર્યાં હોય તેા તે દરેકના પ્રભાવમાં ઘણો ફરક પડે છે. જો મહાત્માએાની સામાન્ય વાતચીતના શબ્દોન આટલે અવે પ્રભાવ પડતા હોય છે તે મહાત્માઓમાં પણ જે મહાત્મા ગણાતા હાય તેવા સાધક મનીષી મહાપુરુષાએ વિશિષ્ટ, ઉચ્ચ, કલ્યાણુકારી પ્રયેાજનપૂર્વક અક્ષરનું ઉચ્ચારણ કર્યુ હોય તે તે અક્ષરાનુ મૂલ્ય કેટલું બધું વધી જાય ! એવા અક્ષરા સંખ્યામાં ઝાઝા નથી હોતા, પણ તેની શકિત અદ્ભુત હોય છે. એ અક્ષા મંત્રરૂપ બની જાય છે. અ'ની અપેક્ષા વગર પણ એ અક્ષરાનુ ઉચ્ચારણુ સમય અને શક્તિસ્વરૂપ હોય છે. એ અક્ષરાના ધ્વનિતર ગામાં રહેલા અળ સામાથ્ય'ને કારણે fr તે મંત્રરૂપ બની જાય છે. મત્રવિદ્યા એ એક ગૂઢ વિદ્યા ગણાય છે. મત્રમાં એટલા માટે અક્ષરાનુ ઘણ મહત્ત્વ છે. એટલા માટે જ કહેવાય છે કે નિર્પીકમક્ષર] નાતિ *અથવા નાયનક્ષતૢ મંત્રમ્ – એટલે કૅ નિખી*જ (મ`ત્રશકિત-રહિત) એવા કાર્ય અક્ષર નથી અને અક્ષરરહિત મત્ર નથી. આમ, શબ્દના અર્થનું કે ભાવનું મહત્વ ઘણુ હાવા છતાં અક્ષરનું –મ ત્રાક્ષરનુ પણ એટલું જ મહત્ત્વ સ્વીકારાયું છે. જો મ ત્રાક્ષરામાં ભાવતી વિશુદ્ધિ પણ વણાય જાય તે પછી તેની શક્તિની તે વાત જ શી કરવી ! ૧૧ નવકાર મત્ર એ મંત્ર છે. ઉપર કહ્યું તેમ, મંત્રમાં અક્ષરનું ધણુ મહત્ત્વ હોય છે. સામાન્ય લખાણ કે વાતચીતમાં માત્ર અક્ષરને જ નહિ, શબ્દોને પણ વિસ્તાર હોય છે. મંત્ર અક્ષરની દૃષ્ટિએ સધન હોય છે. પ્રત્યેક અક્ષરનું વિશિષ્ટ પ્રયાજન અને મહત્ત્વ હોય છે. મ ત્રમાં અક્ષરને અનાવશ્યક ઉપયેગ ન હાય. મત્રના અક્ષરાને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી માંત્રની શક્તિ ઘટે છે અને કાયસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અક્ષરને મંત્રદેવતાના દેડ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના માએ કરતા હાય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, ર્ગ, રહસ્ય. શક્તિ પ્રત્યાદિને પેાતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેએ માંત્રમાં મુક્તની ષ્ટિએ અક્ષરાનુ સાજન કરે છે. તે મંત્ર સ્વીકારાયું નવકારમંત્ર અનાદિ સિદ્ધ ધુમનાયો છે. હાવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનુ` મહત્ત્વ છે. નવકારમ’ત્રને એક એક અક્ષર ધણા બધા અર્થે અને ભાવેથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્ધાં અને ભાવા રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અન્ય વિવરણ કરતા જઇએ અને વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતા જઈએ તે ચૌદ પૂર્વ' જેટલુ લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ પૂર્વ'ના સાર તરીકે ઓળખાવવામાં કે અતિશયેકિત થયેલી નથી. વળી, નવકારમ ત્રમાંથી પ્રણવ, માયા, અહ વગેરે પ્રભાવશાળી મયંત્ર બીજાક્ષરાની ઉત્પત્તિ થઇ છે એમ શાસ્ત્રકારોએ કહ્યુ છે. એટલે નવકારમંત્ર એ માના પણ મંત્ર છે, મહામત્ર છે. મંત્રમાં અક્ષરાના ઉચ્ચારણમાં પ્રમાદ કૅશિયિલતા ન ખપે. ‘ચાલશે’ એવી વૃત્તિ કે વલણ મંત્રસાધનામાં ન ચાલે. અક્ષર એ મ ંત્રદેવતાને દેવ હાવાથી ઉચ્ચારણમાં જો એલ્બુ વતું થાય આધુ પાછું થાય કે અક્ષરા ચૂકી જવાય તે તેથી મંત્રદેવતાનુ શરીર વિકૃત થાય છે એવી માન્યતા છે. એ માટે એ વિદ્યાસાધાનું દૃષ્ટાંત અપાય છે. ગુરુએ તેમને ગુપ્ત વિદ્યા આપી અને તેની આમ્નાય-સાધનાની રીત પણ શીખવી. તે અનુસાર તેએ ખતેએ વિદ્યાદેવીની સાધના કરી. પરંતુ એથી જે વિદ્યાદેવીએ તેમને પ્રત્યક્ષ થઇ તેમાંની એક લાંબા દાંતવાળી દેખાઈ અને બીજી એક આંખે કાણી દેખા આથી તેમને આશ્રય' થયું. તરત તેમને પેતાની ભૂલ સમજાઈ કે અક્ષરાના ઉચ્ચારણમાં કઇંક ફરક પડયેા હોવા તે એ. તેઓએ ફરીથી મત્રને પાડ અક્ષરની દૃષ્ટિએ બરાબર શુદ્ધ કર્યાં. એથી વિદ્યાદેવીએ ફરીથી પેતાના મૂળ સુદર સ્વરૂપે પ્રગટ થઈ. મત્રમાં અક્ષરા અને તેના સયેાજનનું તથા તેની પાડશુદ્ધિનુ કેટલુ મહત્ત્વ છે, તે આ દૃષ્ટાંત પી સમજાશે. જુદા જુદા કેટલાક મંત્રો એના અક્ષરેની સાથી પણ સુપ્રસિદ્ધ થયા છે. પંચાક્ષરી, સપ્તાક્ષરી ’· અષ્ટાક્ષરી, ષોડશાક્ષરી વગેરે માત્રાની જેમ નવકાર મંત્ર અડસઠ અક્ષરાથી જાણીતા છે. મ ંત્રાના અક્ષરોની સંખ્યા સુનિશ્ચિત અને સુપ્રસિદ્ધ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy