________________
૧૮૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧ ૮૮૧-૨-૮૮
કરી અને વચ્ચેના સર કર્યો. જ્યાર
નહિ સમજે. તેની દષ્ટિએ વિરાજ એટલે પિતાના વિચારે અનુસાર, જરૂર જણાય તે બ્રિટિશ અમલદારની મદદથી પણ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ચાલતું રાય. બ્રિટિશ સામ્રાજયના અંતગત ભાગ તરીકે હોય કે બ્રિટિશ સામ્રાજ્યથી અલગ એ વાત સાથે એને નિરબત નહોતી. ' ', ' . ' - જવાહરલાલ નહેરુ ને સુભાષચંદ્ર બોઝ જેવા ઉદ્દામ માનસના રાષ્ટ્રવાદીઓને ગાંધીજીની દષ્ટિ રુચિ નહિ. તેઓ બ્રિટિશ સામ્રાજ્ઞી બહાર પૂર્ણ સ્વાતંત્ર્યના આગ્રહી હતા. ત્યાં તેમના ઉદ્દામવાદી વિચારે. વધુ ઢ બન્યા. ભારત પાછા આવી તેમણે ૧૯૨૭ની મદ્રાસ કેગ્રેસમાં રાષ્ટ્રના મેય તરીકે, પૂર્ણ સ્વતંત્ર્યને ઠરાવ રજૂ કર્યો અને કોંગ્રેસે તે સ્વીકાર્યો. ગાંધીજીએ જાહેરમાં તેની કડક ટીકા કરી, જેના વિરોધમાં જવાહરે તેમને જરા તીખે પત્ર લખ્યો. ગાંધીજી તેમના મતને વળગી રહ્યા અને નહેમ્ના પત્રના ઉત્તરમાં તેમણે જવાહરલાલને તેમની વચ્ચેના મૂળભૂત મતભેદે જેતા જાહેર રીતે છૂટા થંઈ પિતાના વિચારેને વિરોધ કરવાને અનુરોધ કર્યો. જવાહરલાલે તેમ ન કર્યું. અને બે વચ્ચેના મતભેદે તેમની વચ્ચેના પ્રેમસંબંધને આંચ લાવ્યા વિના, ચાલુ રહ્યા. ૧૯૨૮માં કેગ્રેિસે મોતીલાલ નહેરુના પ્રમુખપદ નીચે સર્વપક્ષીય બંધારણ સમિતિ નીમી હતી. તેણે બ્રિટિશ , સામ્રાજ્યમાં સાંસ્થાનિક દરજજાના સ્વરાજને રાષ્ટ્રના ધ્યેય તરીકે રાખ્યું વર્ષને અંતે મેતીલાલના પ્રમુખપદે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીએ નહેરૂ સમિતિને અહેવાલ સ્વીકારતા ઠરાવ મૂક્યો તેને જવાહર અને સુભાષ બોઝ-બંનેએ ઉગ્ર વિરોધ કર્યો. ગાંધીજીએ બ્રિટિશ સરકાર બે વર્ષમાં સાંસ્થાનિક દરજ્જાના રવરાજની માગણી ન સ્વીકારે કોંગ્રેસે પૂર્ણ સ્વાતંત્રયનું ધ્યેય જાહેર કરવું એ સુધારે સૂચવ્યું. તે પણ જવાહર ને સુભાષે ન રવીકાર્યો. છેવટે એક વર્ષની સમયમર્યાદા આપતા સુધારા સાથે ગાંધીજીનો ઠરાવ પસાર થયો. જો કે નહેરુ અને બેઝના મનનું હજુ પણ સમાધાન નહોતું થયું અને સુધારેલા ઠરાવની ચર્ચા થવાની હતી તે અધિવેશનની બેઠકમાં તેઓ હાજર ને રહ્યા. એક વર્ષની મુદત પૂરી થવા આવી ત્યારે વાઈસરોય લેડ ઈરવીને ૧૯૨૯ના એકબરની ૩૧મીએ દેશનું નવું બંધારણ કરવા ગોળમેજી પરિષદ બેલાવવાના બ્રિટિશ સરકારના નિર્ણયની જાહેરાત કરી. કોંગ્રેસ તરફથી ગાંધીજી અને મોતીલાલ નહેરુએ વાઇસરોય પાસે એ પરિષદ દેશ માટે સાંસ્થાનિક દરજજાના સ્વરાજનું બંધારણ ઘડવા માટે હશે એવી ખાતરી માગી. વાઈસરોયે તે આપી અને કલકત્તાના અધિવેશનમાં પસાર થયેલા ઠરાવ અનુસાર ડિસેમ્બરની ૩૧મીએ મધ્યરાત્રીએ સંપૂર્ણ વાતને ઠરાવ પસાર કર્યો. (૧૯૪૭ ના ઓગસ્ટની ૧૫મીએ દેશને સ્વરાજ મળ્યું તે પણ મધ્યરાત્રીએ !).
મર્યાદિત પ્રાંતિક સ્વરાજ આવ્યું તે સાથે પ્રજાની અને છે. પ્રજાના સેવક મનાતા કાર્યકર્તાઓની નિર્બળતા પ્રગટ
થવા લાગી. હિન્દુ – મુસલમાન ભેદે ઉગ્ર સ્વરૂપ પકડયું અને ૧૯૪૦માં મુસ્લિમ લીગે પાકિસ્તાનની માગણી ઉચ્ચારી તેને ઝનૂની પ્રચાર શરૂ કર્યો. એ પ્રચારની વચ્ચે ગાંધીજીએ ૧૯૪રની “હિન્દ છોડો'ની લડત ઉપાડી ત્યારે : તેમાં ૧૯૩ની 'સવિનય કાનૂનભંગની લડતના સાત્વિક અહિંસક આદર્શવાદનું નામનિશાન નહતું. ઊલટું ભારત છોડી જપાન પહોંચેલા સુભાષ બો રેડિ ઉપર દેશની પ્રજાને, ગાંધીજીની નેતાગીરીની અવગણના કરી, હિંસક ક્રાંતિને અનુરોધ કરતા, તેને પ્રજાના મેટા વર્ગમાં સમભાવી પડે પડતું. આ વાતાવરણમાં છેવટે વરાજ આવ્યું ત્યારે લેહીની નદીઓ વહ્યા પછી દેશના ભાગલા પડયા. ગાંધીજીની શહીદીએ પ્રજાની માનવતાને સર્વનાશમાંથી બચાવી લીધી અને દેશે બિનસાંપ્રકાયિક પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યું. ૧૯૫માં નવા બંધારણનો અમલ શરૂ થયે તે પછી પાંચેક વર્ષ વિરાજ નો ઉત્સાહ ટક. ૧૯૫૬માં તેનાં વળતાં પાણી શરૂ થયાં. જાણે તેને પા પાડતા હોય તેમ ઉમાશંકરે “હું છિન્નભિન્ન છું નું પ્રખ્યાત કાવ્ય લખ્યું. - ૧૯૫૬ પછી આજ સુધી પ્રજાની નૌતિક ભાવનાઓમાં એટ અવતી રહી છે. જો કે ૧૮૨૮માં રાજા રામમોહન રાયે બ્રહમ સમાજની સ્થાપના કરી. અને ૧૯૩ માં ગાંધીજીની દાંડીકૂચ થઈ તે વચ્ચેનાં સો વર્ષના સમયગાળામાં દેશના નેતાઓએ સમર્થ પુરુષાર્થ કરી પ્રજાને જે સંસ્કાર પાયા હતા તે હજુ પૂરા નિજીવ નથી થયા અને દેશના લોકશાહી રાજકીય માળખાનાં મૂળ કયારેક હાલી જતાં જણાય છે; પણ તે ઊખડી જશે એ ભય ઉપસ્થિત નથી થે. આપણે આશા રાખીએ કે ઢીલાં પડેલાં મૂળ દ્રઢ થશે અને તે અર્થે ગાંધીજીએ ચીધેલ પ્રબુદ્ધ જીવનની સાધના શરૂ કરવા. દેશની પ્રજા, વિશેષે તેને યુવા વગર, કૃતસંકલ્પ થશે. -
અસ્થિ સારવાર કેન્દ્ર - સંધના ઉપક્રમે નિષ્ણાત અથિ ચિકિત્સક છે. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંના રેગેની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કે-એ પરેટિવ સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, મુબઈ-૪૦૦૦૦૪ (નઃ ૩૫૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. .. આ ઉપરાંત સંધના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બરના ર-૩૦ થી પ-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફવાલા માગ, જહુ લેન, અધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડે. જે જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેને લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
ગાંધીજીની આદામિક શકિતએ પ્રજામાં ચમત્કારી પ્રાણ રેડ હવે તે માત્ર બ્રિટિશરોને પ્રતિકાર કરવાના જુસ્સાને. નહેાતે. તેની પાછળ ૧૯૨૦ના અસહકારથી શરૂ થયેલી, પ્રજાજીવનની સર્વાગી શુદ્ધિની સાધના હતી. સવિનય કાનુનભંગની લડત દરમિયાન એ સાધના ચાલુ રહી અને પ્રજાના બહુ મેટા વર્ગમાં આદર્શવાદના ઉત્સાહની ભરતી આવતી જેણઈ. પણ તે પાંચેક વર્ષથી વધુ ન ટકી. ૧૯૩૭ માં
પ્રવીણચંદ્ર મંગલદાસ શાહ.
મંત્રીઓ