________________
તા. ૧-૧-૮૨
એકથી વધુ બાબતે આ પ્રકરણ દૃષ્ટાંતરૂપ છે. અંતુલેને દેાપિત ઠરાવવા એટલે એક રાજકીય પદ્ધતિને, એક રાજકીય સમાજનેટૂંકમાં, સમગ્ર સમાજને પણ દોષિત ઠરાવવા જેવું થશે. અંતુલે એક દર્પણ છે જેમાં આખા દેશને એના ચહેરાની ઝાંખી મળે છે ખિન્નતા, વિષાદ અને સંશયની લાગણી સાથે, પણ આશાનું એક કિરણ એમાં એ સાંપડે કે ભયસૂચક દાંટનો ડંકો કોઈએ બજાવ્યો છે. માનવીના અંત:કરણની એક કટોકટી ઊભી થઈ છે. સાથે જ એ માનવ ચેતનાને ઢંઢોળનારી ઘટના પણ છે, જેમાં અખબારને માટે એ યશની બાબત ગણાય કે તે એક નિર્ણાયક તત્ત્વનો ભાગ ભજવે છે. આ પ્રકરણને લગતાં દરેક શબ્દ, કર્મ અને ટીકા-ટીપ્પણી તેના શૈક્ષણિક મૂલ્યની દૃષ્ટિએ ધ્યાનમાં લેવાને પાત્ર ઠરે છે.
પ્રભુ જીવન
ઘટનાના કેન્દ્રમાં છે તે માણસ અંતુલેના પોતાના પ્રત્યાઘાતો જ જુઓ: પોતાની વાતને વળગી રહેનારા એ એક લડવૈયા છે. વિરોધ પક્ષોએ તેમને જવાબદાર ગણવાનું ઠરાવ્યું છે ત્યારથી પત્રકારો સમક્ષ અંતુલે એક જ વાત કરે છે: “મને કશા અસાસ નથી.’ તેમણે વળતો હુમલા પણ આરંભ્યો છે અને પોતાના કેસની માંડણી આ રીતે કરે છે: કળાકારો, ગરીબા અને ગ્રામ વિસ્તારોને મદદરૂપ થવા કંઈક કરવાની તેમની ઈચ્છા હતી. પ્રતિષ્ઠાનો દ્વારા કાર્ય કરવાનું તેમણે એટલા માટે ઠરાવ્યું કે નોકરશાહીના—તુમારશાહીના અવરોધને ટાળવા માગતા હતા. બધું કાયદેસર, ખુલ્લી રીતે કર્યું છે, ચેકો લીધા છે અને પહોંચા આપી છે. (અલબત્ત, તેમના ટીકાકારો કહે છે કે ચેકને કારણે મેજ હેઠળ બીજા નાણાંની આપ-લે અવરોધાતી નથી) વિરોધીઓ તેમને સકંજામાં લેવા બહાર પડયા છે. કારણ કે તેઓ શ્રીમતી ગાંધીના ચુસ્ત ટેકેદાર છેઅને એ કારણ પણ ખરું કે તેઓ એક પ્રભાવશાળી રાજ્કીય નેતા છે. તેઓ કહે છેકે હકીકતમાં તેઓ એક કાવતરાંનો ભાગ બન્યા છે. મૂડીવાદી અખબારોએ તેમની સામે શરૂ કરેલી ઝુંબેશમાં અમેરિકાનાં જાસૂસી તવા સંડોવાયાં છે. સાબિતી તરીકે તેમના એ દાવા છે કે પાકિસ્તાનને અઘતન શસ્ત્રો પૂરાં પાડવાના અમેરિકાના નિર્ણયની તેમણે જાહેરમાં ટીકા કરી (ઓગસ્ટની ૨૬મીએ) તે પછી તરતમાં જ તેમની સામે આક્રમણ શરૂ થયું. અમેરિકાનો નિર્ણય ભારતીય લાકશાહીના નાશને નોતરનારો છે એમ તેઓ માને છે. એ વાત યાદ રહે કે અંતુલે પ્રમુખશાહી શાસન પદ્ધતિના પ્રખર હિમાયતી છે અને બ્રિટિશ સંસદીય પદ્ધતિના ટેકેદારોને એકવાર તેમણે ‘ગુલામી મનોદશા' ધરાવનાર તરીકે નવાજ્યા હતા.
તેમના બચાવ તેમના ઉદ્દેશ પર નિ:શંક પ્રકાશ ફેંકે છે. મોટા ભાગના અખબારોને જો કે એ અપ્રતીતિ લાગ્યો છે તેમ જ અલબત્ત, વિરોધ પક્ષોને પણ. વિરોધ પક્ષોને અંતુલેનું વર્તન કોંગ્રેસની વ્યૂહબાજીના પરિપૂર્ણ દષ્ટાંતરૂપ છે, જે અનુસાર બાહ્ય માળખાનું જ મહત્ત્વ છે. બીજા શબ્દોમાં, ગ્રામવિકાસ, વિવિધ સામાજિક વર્ગના લોકોને સહાય, પણ માટે ભંડોળ એકઠું કરવું – એ બધા ઉદ્દેશો પાર પાડવા માટે ગમે તે સાધના ઉપયોગમાં લઈ શકાય.
શ્રીમતી ગાંધીનું વલણ એવું છે કે જનતા પક્ષના શાંસન હેઠળ ભ્રષ્ટાચાર વધુ વ્યાપક હતો. ભ્રષ્ટાચાર સામે આજે જેઓ સૌથી વધુ બુલંદ પોકાર પાડી રહ્યા છે, તેમના હાથ ભૂતકાળમાં ખરડાયેલા હતા. એ ખરું કે, બહુમતી સભ્યો સંસદમાંના મુખ્ય વિપક્ષી નેતાઓનાં નામ આગળ કરે છે અને સરકારપક્ષી એક અખબાર સામ્યવાદી વર્ચસ હેઠળના પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ સ્થાપેલાં ટ્રસ્ટોના ઉલ્લેખ કરે છે.
એક સમીક્ષકે આને ‘વિચિત્ર તર્કશાસ્ર’ કહ્યું છે. તે જણાવે છે: “આના એવા અર્થ કરવા કે અત્યારનાં નીંદનીય કૃત્યો વાજબી ઠરે છે, કારણ ભૂતકાળમાં વિરોધ પક્ષો એ જ રીતે વર્ત્યા હતા ?” છતાં, શ્રીમતી ગાંધીએ પોતે ઉચ્ચ સ્તરીય પ્રારબ્ધવાદની જે વાત કરી તે હકીકતમાં આ પ્રકરણના આરંભવેળાએ મોટા ભાગનાં અખબારોએ અપનાવેલા વલણનો મહદ અંશે પડધા પાડે છે. ‘બ્લીટ્સ’ સામયિકે જેમાં ભ્રષ્ટાચાર જીવનનો એક ભાગ બન્યો છે તે રાજકીય પદ્ધતિના સંદર્ભમાં આને જોવામાં આવે તો સદીના Âભાંડ’ના કરતાં ‘સદીના બિલના બરા' રૂપે એને નિહાળ્યું છે. ભારતના દરેક રાજ્યમાં સમાન એવી એક પદ્ધતિની વેદી પર એક યુવાન અને તરવરિયા સરકારી વહીવટદારનો ભાગ આ રીતે લેવાય તેના ‘બ્લીટઝ’ને ખેદ છે.
અંતુલેએ રાજીનામું આપવું જોઈએ? તે દોષિત છે? ‘ક્વન્ટ’ સામયિક કટાક્ષની ભાષામાં લખ્યું છે કે પાપ કર્યું ન હોય એ જ પહેલા પથ્થર ફેંકે અંતુલેએ કશું અસાધારણ કર્યું છે? પક્ષની થેલી
૧૬૫
છલકાતી રહે તે હેતુથી પ્રતિષ્ઠાનોની સ્થાપના કરનાર એ જ એકમાત્ર રાજકારણી છે? એવા પ્રશ્નો કરીને ‘કરન્ટ’ સૂચવે છે કે અંતુલેની ભૂલ એ થઈ કે એ કૃત્ય કરતાં પકડાઈ ગયા. એમણે ઘણા દુશ્મનો ઊભા કર્યા છે, વળી શ્રીમતી ગાંધીને એમાં સંડોવ્યાં છે, એમ કરીને એમને વિરોધ પક્ષોનું સાચું લક્ષ્ય બનાવી દીધાં છે.
લગભગ દરેક જણ શ્રીમતી ગાંધીના ચુકાદાની રાહ જુએ છે. વિસ્તૃત તપાસ બાદ ‘ઈન્ડિયા ટુ-ડે” સામયિક એવા તારતમ્ય પર આવ્યું છે કે આ પ્રકારના ઘણા બોધપાઠો પૈકી એક એ છે કે શ્રીમતી ગાંધીએ એમના પક્ષમાં ભ્રષ્ટાચારીઓના અગ રૂપી જાળાંઝાખરાંની સાફસૂફી માટે સંમત થવું જ જોઈએ. ભ્રષ્ટાચારને વાજબી ઠરાવનારાઓને માટે લાક્ષણિક એવું આ વલણ છે. સત્તા લોકો પાસેથી નહિ, પાપનાં નાણાં વડે પ્રાપ્ત થાય છે એવી ‘ઈન્ડિયા ટુ-ડેના મતે ‘સહેલી’ પદ્ધતિની સાર્વત્રિક રીતે સ્વીકારાયેલી અને વગાવાયેલી ક્ષતિઓ છતાં આ વાજબીઘરા’માને છે કે શ્રીમતી ગાંધી તેનાથી પર અને બહાર છે. સાયિક એમને કોઈ જાતના ડાઘ વિનાનાં નેતા, ભ્રષ્ટચારના દૈત્યને સંહારવા તત્પર બનેલાં દેવીને રૂપે જુએ છે અને એમણે આ વિષય ઉપર કરેલાં જુસ્સાદાર નિવેદનોના હવાલા આપે છે.
ભારતની જનતાનો જે વિશે સર્વાનુમત અભિપ્રાય પ્રવર્તતાં હાય એવી કોઈ બે બાબતો હોય તો તે ફુગાવા અને ભ્રષ્ટાચાર છે એમ ‘ઈન્ડિયા ટુ-ડે કહે છે અને ભ્રષ્ટાચાર વિવિધ સ્તરે અસ્તિત્વમાં છે. નેાકરશાહી અને રાજકારણમાં જ નહિ, વેપારી જગતમાં પણ. અને જ્યાં સુધી આ કેન્સર રહેશે ત્યાં સુધી દેશના આરોગ્ય માટે જોખમ છે એમ સામયિક માને છે.
તો પછી બધું સરળ ને સમેસૂતર ચાલે, જો ‘ઈન્ડિયન એક્સપ્રેસ' તથા તેના સ્વસ્થ અને પદ્ધતિસરના પૃથક્કરણને વીસરી જઈએ ! એટલું જ કે આ પૃથક્કરણ ‘ઈન્ડિયા ટુડેના પૃથક્કરણથી જદુ પડે છે. એ અરુણ શૌરીનું જ અર્પણ નથી, નવા મુખ્ય મંત્રી નિહાલસિંહના પણ તેમાં હિસ્સા છે. (એમની નિમણૂંક વેળાએ બન્ને પત્રકારો વચ્ચે થોડા તણખા ઝર્યા હતા.) શેરી એ કંઈક રાલ્ફ નાડર જેવા છે. ઠંડી રીતે અને પદ્ધતિપૂર્વક એ આક્ષેપ કરી શકે છે. સિંહ એથી થોડા જુદા, ટાકવિલે જેવા વધુ લાગે. ઘણીવાર તેજાબી કલમે જેનું એ વર્ણન કરે છે તે ભારતીય સમાજને તેઓ એમની સ્વચ્છ અને વિષાદભરી નજરે નિહાળતા રહે છે.
તેઓ શું કહે છે? એ કે શ્રીમતી ગાંધીની પ્રકૃતિ જ એવી છે કે એ તરવરિયા નેતાઓ પ્રત્યે અવિશ્વાસની નજરે જુએ છે અને નિર્ભેળ વફાદરીની કદર કરે છે. રાજ્ય સરકારોનાં સૂત્રો સંભાળતા પોતાના ટેકેદારોને ‘સૈનિકો’ કહે છે. તેમની નિમણૂંક પોતે કરે છે અને તેમની નિયતિ પર અંકુશ ધરાવે છે. એથી જ શ્રીમતી ગાંધીને ખુશ કરવાનું આ નેતાઓને વળગણ હોય છે અને તેથી જ શરમજનક પરિણામો નીપજે છે. એથી જ કયારેક કાર્યસાધક પણ નિંદાપાત્ર પદ્ધતિઓને આશ્રાય લેવાય છે અને એથી જ પક્ષમાં હૃદયસ્થાને રહેલા પણ સત્તાની કોર પર ફેંકાઈ ગયેલાઓ દ્વારા અસાંતેષ ઉગ્ર બનાવાય છે. તેમનામાં વેરવૃત્તિ જ પ્રબળ હોય છે—સાધન ગમે તે ચાલે.
જૂજ અપવાદ બાદ કરતાં ખરેખરા વધુ રાજકીય પક્ષો નથી, એમ સિંહ કહે છે. સંસદના હવે કશ અર્થ રહ્યો નથી. પ્રધાનોમાં જવાબદારીની ભાવના રહી નથી. વિરોધ પક્ષો વેરવિખેર છે, હતપ્રભ બનેલા છે. સંશયવાદ અને ભ્રષ્ટાચારની જ બોલબાલા છે, પણ એક આગેવાન પગલું ચૂકી જાય તો તેને બદલવા જ જોઈએ. શ્રીમતી ગાંધીએ માત્ર પોતાને નહિ, પેાતાના પુત્ર રાજીવને પણ અંધપણે અનુસરે તેવા માણસા ગોતવા જ રહ્યા. આસપાસ જાતે જ શૂન્યાવકાશ સર્જ્યો હોય ત્યારે આ સહેલું તો નથી જ. આજે રાજકીય તખતા ખાલી થયા છે અને જેઓ ટકી રહ્યા છે તેઓ વામણા છે એમની સઘળી બુદ્ધિશકિત હા જી હા ભણવામાં રહેલી હોય છે. આ સંજોગોમાં દેશને પ્રગતિને માગે આગળ લઈ જઈ શકે તેવા નેતાઓને શેાધવા ક્યાં?
આ સાથે ખૂબ જ ગમગીન અવલોકન છે. પણ અંતિમ પૃથક્કરણમાં એવી લાગણી શેષ રહે જ છે કે પરિવર્તન માટેના સમય કયારનો પાકી ગયા છે પછી ભલે એ પરિવર્તન શ્રીમતી ગાંધી દ્વારા આવે યા કોઈ બીજી વ્યકિત દ્રારા.
અનુવાદક : હિં મતલાલ મહેતા
3