SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા.૧૬-૭-૮૨ ( ગાલિબની ફૂલપાંખડી -3 હરિદાન દારીની આ કિતાબ કયારેક કોઈ પૂરી સંપાદન કરી શકે તે ગમે – પણ એ સંપાદન વિકટ છે. એટલું જ કદાચ અશકય પણ છે. આ ઘર અમારા જ ન રોતે ભી તે વીરાં હોતા, . . બહુર અગર બર ન હતા તે બયાબાં હતા! વેરાની એક જ પ્રકારની હોય એવું નથી. વિષાદ એક જ રીતે પ્રગટ થતા નથી. એ રીતે જ મનુષ્યની એકલતા પણ અલગઅલગ રીતે પ્રગટ થતી હોય છે. અમે રડયા : અને ઘરમાં સાગર છલકાઈ ઊઠો. પણ ન રડત તે કંઈ ઘરમાં બગીચે ખીલી ઊઠવાને ન હતો. દરિયે જો દરિયે ન હોય, એનું તમામ પાણી શોષાઈ જય તે પણ એની રેતીને કારણે એ માત્ર રણ બનીને રહે. અહબાગ ચારા સાઝિ એ - વાહશત ન કર સકે ઝિન્દા મેં ભી ખયાલ, બયામાં નવર્ટ થા. કોઈ માણસ પાગલ થઈ જાય તે આપણે એને કોટડીમાં પૂરી દઈએ. ઉર્દૂ કવિતામાં પાગલપણાને રાંબંધ મજનૂ રાણે, મજનૂની રણમાંની – સહરામાંની રઝળપાટ સાથે છે. આ બેને આશ્રય લઈ કવિ એક સરસ અંદાજી કહે છે : મિત્રાએ મારી વહશતને (પાગલપણાને ) ઉપચાર કરવા મને પૂરી દીધે, પણ તેઓ નિષ્ફળ ગયા. મારો વિચાર તે બયાબાંમાં - રણમાં, વેરાનમાં ભટકી રહ્યો છે. - તમે મારાને બાંધી શકે, માણસના વિચારને નહીં. દિલ મેં, જોક - એ- વસ્લ - એ - યાદ - એ - યાર તક, * બાકી નહીં આગ ઈરા ઘર મેં લગી ઐસી કિ જે ઘા જલુ ગયા. જે કંઈ હાથ એ બધું જ નામશેષ થાય એવી પણ હાણ આવે છે. મિલનને ઉત્સાહ ચાલ્યો જાય એ આવી જ એક ક્ષણ છે. મિલનની ક્ષણ આવે અને હૃદયમાં એ માટે ઉત્સાહ પણ ન હોય, પ્રિયતમની સ્મૃતિ પાન શેપ ન હોય તો એના જેવી કરુણ ક્ષણ એકે ય નથી. એવું બને તે નક્કી જાણવું કે કોઈક એવી આગ લાગી હશે જેમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું. મિલનને ઉત્સાહ કે પ્રિયતમાની સ્મૃતિ. - હૃદયની આગની આ વાત જેટલી ચોંકાવનારી છે, એટલી ઉદ્દામ પણ છે. ફેંજ-એ - બેદિલી, નૌમીદિ-એ- જાવેદ સાસાં છે કશાઈશ કો હમારા ઉકદા-એ-મુશ્કિલ પરાંદ આયા. ઉદાસીનતાની ઉદારતાથી ચિરકાલીન નિરાશા, નાઉમ્મીદી હવે આસાન થઈ ગઈ છે; બાલવાના પ્રયત્નોને અમારી સરળતાથી ન ખૂલે એવી કઠણ ગાંઠ જ પસંદ આવી. ‘ગાલિબ કા હૈ અંદાજે - બયાં એર’ એ પંકિતની સાર્થકતા એકેએક શેરમાં થાય છે. ઉદાસીનતાની ઉદારતાને કારણે હવે શાશ્વત ના ઉમ્મીદી હવે હાથવગી બની ગઈ છે : મારી ગુંચ સરળતાથી ન ખૂલે એવી છે. ભાગ્યને એ ગૂંચ જ વધારે પસંદ આવી ગઈ છે. પાતાની નિરાશા માટે અને પોતાની ઉકેલાઈ ન શકે એવી સંકુલ સમસ્યા માટે આટલી હળવાશથી ગાલિબ જ કહી શકે. : ચિંતને અર્જ કીજે જૌહર - સે - અંદેશકી ગરમી કહાં - કુછ ખયાલ આયાથા વધશતકા કિ સહરા જલ ગયા. અતિશયોકિત દ્વારા વેદનાની વાત કરવી એ ગાલિબને પ્રિય અંદાજ છે. અહીં પણ પ્રથમ વાચ્યાર્થ જ જોઈએ. : “ અંદેશાના રત્નની ગરમી કેટલી હશે અને વિચાર કરે; જરાક પાગલપણાને વિચાર આવ્યો કે રણ સળગી ઊઠયું ! અંદેશાનું જૌહર - એની ગરમી, વહતને વિચાર અને સળગતું રોગ ' ‘વસ્ત્ર ફડતી મહોબ્બત' સાથે રણમાં ફરી રહેલા કેસની કથા યાદ આવે છે? કથાનું અર્થઘટન આ શેર કરવા બેસે તે તમને જેવી તમારી કલ્પના એવું અર્થઘટન થઈ શકે એટલી વિશાળતા આ વિચારમાં છે. તમને ભલે ગમે તેટલી ખાતરી હોય, પણ એ વાત ખચિત માનજો કે તમે ભયંકર રીતે બીજા લોકો જેવા જ છે. - જેમ્સ આર. લેવેલ પિતાના અalન વિશે અatત હોવું એ જ છે અશાનીને - એ. બી. આજકોટ હું એવા માણસોને જાણું છું કે જે જૂઠું ન બેલવા વિષે બહુ જ કાળજી રાખતા હતા, પરંતુ તેઓ જ્યારે સમૂહમાં હોય ત્યારે સત્ય બોલવાને બદલે આપોઆપ તેમનાથી તરત જ જઠું બાલાઈ જતું. એમને એમ કરવાને ઈરાદો તે નહોતો જ રહેતો, પણ એ એમ’ બદલાઈ જતું શા માટે? કારણ કે તેઓ જા માણસની સોબતમાં હતા. ત્યાં એક અસત્યનું વાતાવરણ રહેતું અને એમને માત્ર એ રોગ લાગુ પડી જતો - શ્રી માતાજી જ્યારે જયારે આપણે આપણા હૃદયમંદિરના દરવાજા સર્વોત્કૃષ્ટ પ્રેરણાઓને પ્રવેશ કરવા માટે ખુલ્લા રાખીએ છીએ ત્યારે ત્યારે તે પ્રેરણાઓ જરૂર પ્રવેશ કરે છે અને જો તેમ કરવામાં ભૂલ થવા પામે તેનું પરિણામ સારુ નહિ આવે. - રાહટ વાડ્રો ટ્રાઈન લોકો દૂર છે, પણ મનુષ્ય માયાળુ છે. -ટાગોર, તાલીફ - એ - ખહલ - એ - વફા કર રહા થા મેં મજમૂ અ - એ - ખયાલ અભી ફર્સ્ટ ફ્રર્દ થા. વફાદારી, નિષ્ઠા, પ્રેમ વગેરે આ દુનિયાની વિરલ સંપત્તિ છે. વફાદારી પ્રાપ્ત કરવી કે આપવી એ બંને ઘટના બને તો અદભુત કહી શકાય એવી ઘટના જ કહેવાય, કવિ કહે છે કે હું વફાદારીની કિતાબનું હજી તે સંકલન જ કરી રહ્યો હતો : મારી કલ્પનાનું સંકલન હજી ટુકડા ટુકડા જ રહ્યું છે. વફાદારીને એક સતત પ્રવાહ કયાંય જોવા મળ્યું નથી. વફા પાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫ સરદાર વી. પી. રોડ, બઈ-૪૦૦૦:૪, ટે. નં: ૩૫૦૨૯૬: પુણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ--૪૦૦૦૦૧.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy