________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
ઇતિહાસ વિષેની [] યશવંત દોશી
ઈતિહાસ વિષે વિદ્વાનોમાં અનેક ભિન્ન મતો પ્રવર્તે છે. આપણે ત્યાં સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ એમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘સમૂળી
ક્રાન્તિ ' માં ઇતિહાસ વિષેની એમની દષ્ટિ વ્યકત કરીને વાચકોને સ્તબ્ધ કરી દીધા હતા. ઇતિહાસને નવલકથા કરતાં વધુ મહત્ત્વ નહિ આપવાને એમને! મત અતિશય ચર્ચાસ્પદ બન્યો છે. મને કિશોરલાલભાઈના મંતવ્યમાં ઘણું બધું તથ્ય જણાય છે, પણ એ વિષે ભવિષ્યમાં કયારેક લખવાનો ઈરાદો છે. આજે ઇતિહાસ વિષે
એક એવા જ બીજા તાત્ત્વિક મુદ્દાની ચર્ચા કરવી છે.
મુદ્દો એ છે કે ઇતિહાસ શું છે? એક મત એવો છે કે સમાજના માવડીએ જેવા મેટા માણસાનાં જીવન અને કાર્ય તે ઇતિહાસ. આનો અર્થ એ થયો કે રાજાઓ, મોટા સેનાપતિઓ, મહાન સંતમહતા વગેરેનાં જીવનચરિત્રા તે જ ઇતિહાસ. ઇતિહાસની
આવી સ્પષ્ટ વ્યાખ્યા આપ્યા વિના પણ આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે તે આવા જ છે. આપણે જે ઇતિહાસ ભણ્યા તેમાં રાજવંશા, રાજા અને રાજાનાં સારા-ખોટાં કાર્યોના જ સમાવેશ થયો હતો. જ્યારે રાજાને બદલે એમના પ્રધાન પેશવાઓનું શાસન ચાલવા લાગ્યું ત્યારના સમયનો ઇતિહાસ પેશવાઓને પગલે ચાલ્યો અને અંગ્રેજોના રાજ્ય દરમિયાનના ઇતિહાસ ગવર્નર જનરલા અને વાઈસરોયોની નામાવલીને અનુસર્યા.
ઇતિહાસ વિષેની આ દષ્ટિને પરિણામે ઇતિહાસ એટલે રાજકીય ઇતિહાસ એવી વ્યાવહારિક પ્રણાલિકા નીપજી. આ જાતના ઇતિહાસ ખોટો તો ન કહેવાય, પણ અધૂરો, એકપક્ષી, પૂર્વગ્રહયુકત કહેવાય. ઇતિહાસ વિષેની આ દષ્ટિ એકાંગી ગણાય.
આની સામેનો મત ‘ઈતિહાસ એટલે મોટા માણસાનાં જીવન અને કાર્ય નહિ, પણ સમગ્ર સમાજનું જીવન' એવા છે. સમ્રાટ અશોકના જીવનના અભ્યાસથી તે સમયના સમાજજીવનના સાચે કે પૂરો ખ્યાલ આવે એવું આ દષ્ટિ ધરાવનારાઓ માનતા નથી. એમને એમ નથી લાગતું કે ભારતના સોળમી અને સત્તરમી સદીને ઈતિહાસ બાબરથી ઔરંગઝેબ સુધીના મોગલ સુલતાનાનાં જીવનની કથામાં સમાઈ જાય.
આમ, ઈતિહાસ વિષેના એક મતભેદ વ્યકિતની વાત કે સમાજની વાત એ પ્રશ્ન પરત્વેનો છે. બીજે મતભેદ બનાવા અને પ્રવાહા-વલણો-વાતાવરણ વચ્ચેનો છે. આપણને ભણાવાતો ઈતિહાસ બનાવ ઉપર ઘણા વધુપડતો ભાર મૂકે છે. ઈતિહાસમાં બનાવ જેટલું જ એ બનાવ પાછળની ભૂમિકાનું, એનાં કારણાનું મહત્ત્વ હોય છે અને બનાવ બન્યા પછી એનાં શાં પરિણામા આવ્યાં એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. કારણા અને પરિણામેાના અભ્યાસ માટે વિચારના પ્રવાહો, સમાજના વલણા અને સમાજનું વાતાવરણ-એ સર્વ જોવું.,—તપાસવું પડે છે.
ઈતિહાસને જ્યારે આપણે વ્યકિત જીવનરૂપે કે કથારૂપે જોઈએ છીએ ત્યારે ઈતિહાસ રોમાંસ જેવો, કથાવાર્તા જેવો બની જાય છે. એક વાત સાચી કે બાળકોને ઈતિહાસ શીખવવાનો પ્રારંભ ઈતિહાસની વાર્તાઓ દ્રારા થાય તો તેમને એ વિષયમાં રસ ઉત્પન્ન થાય, ઈતિહાસશિક્ષણના ક્રમ પહેલાં વાર્તાઓ કહેવી, પછી સમયાનુક્રમ પ્રમાણે બનાવા શીખવવા અને છેલ્લે ઉચ્ચ કક્ષાએ સામાજિક પ્રવાહનું પૃથક્કરણ શીખવવું, એવો વાજમી છે. મુદ્દો એ છે કે, પ્રવાહોનું પૃથક્કરણ અને અર્થધટન એ જ ખરું–ઈતિહાસ ચિંતન છે અને આગળના તબક્કા આ ઈતિહાસદર્શનની ફ્કત તૈયારી છે.
By
૭૭
એ દષ્ટિ
વ્યકિત કે બનાવા કરતાં પરંપરા, વિચારપ્રવાહા, રીતરિવાજો, રૂઢિઓ વગેરેનું પૃથક્કરણ કદાચ વધુ સાચો પ્રજાકીય ઈતિહાસ આપી શકે એવા પણ સંભવ છે. કોઈ એક સમયે રાજાએ મેળવેલા વિજ્ય કરતાં તે સમયની પ્રજાના જીવનનું ચિત્ર વધુ સારા ઈતિહાસ પૂરો પાડી શકે.
ઈતિહાસ સર્વવ્યાપી શબ્દ છે. કોઈ એક સમયે, કોઈ એક સ્થળે વસતા સમાજની પૂરેપૂરી માહિતી તે ઈતિહાસ. એ સમાજની રાજકીય, આર્થિક, ધાર્મિક, સમાજશાસ્ત્રીય, કળાવિષયક, શૈક્ષણિક સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, ટેકનોલોજિકલ - એમ બધી જાતની માહિતીની અપેક્ષા ઈતિહાસ પાસે રખાય, અલબત્ત, કેટલાંક શાસ્રો પોતપોતાનાં ક્ષેત્રા પૂરતો અલગ ઈતિહાસ તૈયાર કરે છે. બધાં ક્ષેત્રાના આવા ઈતિહાસ ભેગાં કરીએ ત્યારે જ ખરો સામાજિક ઈતિહાસ, સંપૂર્ણ ઈતિહાસ પ્રાપ્ત થાય. બાકી બધા જુદા જુદા ઈતિહાસ આંશિક, એકાંગી ઈતિહાસ ગણાય. એ હિસાબે પર પરાગન ઈતિહાસ એ કેવળ રાજકર્તાઓને ઈતિહાસ છે.
ઈતિહાસની રજૂઆત હંમેશાં ઈતિહાસના નામે જ થાય એવું પણ નથી. ઘણીવાર રીતસરના ઈતિહાસ કરતાં કોઈ નવલકથા, કોઈ આત્મકથા, કોઈ જીવનચરિત્ર ઈતિહાસની વધુ નજીક આવે એવી કૃતિ હોય છે. નવલકથાઓમાં પણ ઐતિહાસિક ગણાવાયેલી નવલકથા હ ંમેશાં ઐતિહાસિક હોય એવું નથી બનતું. આથી ઉલટું સામાજિક ગણાઈ ગયેલી નવલકથા ઘણીવાર વધુ ઐતિહાસિક હોય છે. એનું કારણ પણ એમાં તે વખતની પ્રજાનું જીવન અનેક બાજુએથી બતાવવામાં આવ્યું હોય છે તે જ છે.
બે નવલકથાઓની તુલના કરી શકાય. મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ ઐતિહાસિક નવલકથા તરીકે પ્રગટ થઈ હતી અને ઐતિહાસિક નવલકથા ગણાતી આવી છે. બીજી બિમલ મિત્રની ‘સાહેબ, બીબી, ગુલામ’ લઈએ. એ એક કાલ્પનિક સામાજિક નવલકથા ગણાઈ છે. ‘ગુજરાતનો નાથ, ખરી રીતે તત્કાલીન રાજકર્તાઓની કાલ્પનિક કથા છે. એમાંનાં ઘણા બધાં પાત્રા ઈતિહાસમાં નોંધાયેલાં પાત્રા છે. એટલા પૂરતી એ ઐતિહાસિક નવલકથા કહેવાઈ છે. તે વાજબી છે. પણ તેમાં પ્રજાના કોઈ પણ સમુદાયનું જીવન તો પ્રતિબિંબિત નથી થતું પણ ખુદ સોલંકી રાજકર્તાએનું પણ સામુદાયિક જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવન પ્રતિબિંબિત નથી થતું. એમાં કેવળ વ્યકિતઓ છે, સમાજ નથી એટલે સમગ્ર કૃતિ વાંચ્યા પછી એ યુગનું કોઈ વાસ્તવિક ચિત્ર આપણા મનમાં બંધાતું નથી.
મુનશીને અન્યાય ન થાય તે ખાતર એ યાદ કરવું જોઈએ કે એમણે પોતે ઈતિહાસ આપવાનો નહિ પણ નવલકથા આપવાનો જ હેતુ રાખ્યો છે અને નવલકથામાં સૌથી વધુ મહત્ત્વ પાત્રાના પરસ્પર વ્યવહારનું અને એમનાં આંતરિક સંચાલનનું છે. સમાજજીવનનું દર્શન કરાવવું એ નવલકથા માટે અનિવાર્ય નથી, પણ ઈતિહાસ માટે અનિવાર્ય છે. આથી ‘ગુજરાતનો નાથ' નવલકથા છે, પણ સાચા અર્થમાં ઐતિહાસિક નથી એમ કોઈ કહી શકે.
અને એ જ ધોરણે ‘સાહેબ, બીબી, ગુલામ’ઐતિહાસિક છે એમ પણ કહી શકે. એ નવલકથાનાં પાત્રો તો બધાં કલ્પિત છે, ઐતિહાસિક નથી. પણ એ પાત્રામાં એ વખતનો વાસ્તવિક સમાજ રજૂ થયો છે. પાત્ર કેવળ પાત્ર નથી રહેતું, સમાજના એક વર્ગનું અથવા એક સમૂહનું પ્રતિનિધિત્વ બની જાય છે. એમાં