________________
Regd. No. MH. By South 54 icence No.: 37 ' '
I
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ
વર્ષ ૪૨: અંક : ૯
પ્રબુદ્ધ જીવન
*
મુંબઈ, ૧ સપ્ટેમ્બર ૧૯૯, શનિવાર
મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિબિગ : ૪૫
• છુટક નક8 રૂા ૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ * રાજકીય ધરતીકંપ જ
બુદ્ધ જીવન’ પાક્ષિક છે તેના લાભ અને ગેરલાભ બને છે. ગેરલાભ એ છે કે કોઈ મોટો બનાવ બન્યો હોય તેને વિશે કેટલાય દિવસો પછી લખવાનું આવે. લાભ એ છે કે તે વિશે ઘણું લખાઈ ગયું હોય તેને સાર કાઢવાની તક મળે..
આપણા દેશમાં, રાજકીય ધરતીકંપ થયો છે, માટે વાવાઝોડું આવ્યું છે તેમાં બધાં તણાઈ ગયા, કોઈ બાયું નથી, કોઈની આબર રહી નથી. રાષ્ટ્રપતિ પણ તેમાં સપડાયા. - લોકસભાનું વિસર્જન કરી, નવી ચૂંટણી થાય ત્યાં સુધી, ચરણા સિંહની સરકારને રખેવાળ સરકાર તરીકે ચાલુ રાખવાના રાષ્ટ્રપતિના નિર્ણયે ગંભીર વિવાદ જગાવ્યો છે. પૂર્વયોજિત કાવવું હતું એ અભૂતપૂર્વ આક્ષેપ રાષ્ટ્રપતિ ઉપર થયે. આવો આક્ષેપ બિનજવાબદાર વ્યકિતએ કર્યો નથી. મોરારજીભાઈએ કહ, જગજીવનરામે કહ્યું, ચન્દ્રશેખરે કહ્યું. દેશ સમક્ષ જે રાજકીય કટોકટી આવી પડી તે અદ્રિતીય હતી. બંધારણમાં તેને માટે સ્પષ્ટ જોગવાઈ નથી. બંધારણના ઘડવાવાળાએ આવી કટોકટીની કલ્પના કરી ન હતી. બંધારણના નિષ્ણાતમાં રાષ્ટ્રપતિએ શું કરવું જોઈએ અથવા શું કરી શકે તે વિશે તિવ્ર મતભેદ હતે. એટલે રાષ્ટ્રપતિને. નિર્ણય સર્વમાન્ય થાય એવી અપેક્ષા ન રખાય. પણ આ નિર્ણય પ્રમાણિક હતું, દેશ હિતમાં હતું, એવી પ્રતીત તે થવી જોઈએ. મતભેદને અવકાશ રહે, પણ પ્રામાણિકતાને અભાવ છે એવી છાપ રહે તે ભારે ખેદની વાત છે. સંજીવ રેડી માટે આ પ્રસંગ કલ્પનાતીત હતો. તેને પહોંચી વળવાનું તેમને માટે સહેલું નહોતું. પણ પ્રામાણિકતાની છાપ તે પડવી જોઈએ. સંજીવ રેડીના નિર્ણયમાં ઘણાને આ વાતને અભાવ લાગ્યો છે; તે કારણે રાષ્ટ્રપતિપદને લાંછન લાગ્યું છે, તેનું ગૌરવ હણાયું છે.
બનાવની શૃંખલા જોતાં, મુખ્ય પાત્રોના પરસ્પરના સંબંધે જોતાં, પ્રત્યેકનો ભૂતકાળ લક્ષમાં લઈએ તે, આ નિર્ણય નિષ્પક્ષપણે, દેશ હિતમાં લેવાયો જ છે એવી છાપ રહેતી નથી.
કાંધારણમાં, બે બાબત ઉપર નિર્ણય લેવામાં રાષ્ટ્રપતિને કંઈક સ્વતંત્રતા - ડીસ્ટ્રેશન - છે. એક, વડા પ્રધાનની પસંદગીમાં અને બીજું, લોકસભાના વિસર્જનમાં- આ સ્વતંત્રતા ઘણી મર્યાદિત છે. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી હોય તે તેના નેતાને જ વડા પ્રધાન તરીકે પસંદ કરવા પડે. કોઈ પક્ષને બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાનની પસંદગીને પ્રશ્ન આવે. તે પ્રમાણે, કોઈ પક્ષ સ્થિર સરકાર રચી શકે એવી શકયતા ન હોય ત્યારે લોકસભાવિસ
નને પ્રશ્ન આવે. રાષ્ટ્રપતિએ મંત્રી મંડળની સલાહ મુજબ વર્તવાનું રહે છે. બંધારણમાં ફેરફાર કરી, ઈન્દિરા ગાંધીએ આ વાત પાકી કરી હતી.
હકીકતમાં, મોરારજીભાઈએ રાજીનામું આપ્યું ત્યારે મેરારજીભાઈ લેક્સભાના વિસર્જનની સલાહ, રાષ્ટ્રપતિને આપી શકત અને રાષ્ટ્રપતિએ સ્વીકારવી પડત. તે મોરારજીભાઈ રખેવાળ સરકાર તરીકે ચાલુ રહેતા અને તે બધી રીતે, બંધારણીય તેમ જ નૈતિક રીતે યોગ્ય થાત. મોરારજીભાઈએ આવી સલાહ ન આપી તે ભૂલ કરી એમ લાગે છે. પક્ષની બહુમતી ગુમાવવા છતાં, વડા પ્રધાન તરીકે પોતે ચાલુ રહી શકશે એવા ખ્યાલ અને મેહથી તેમણે આવી સલાહ આપી નહિ હોય તેમ લાગે છે. ત્યાર. પછી મોટા પાયા ઉપર સોદાબાજીની શરૂઆત થઈ.
ચવ્હાણને સરકાર રચવા આમંત્રણ આપ્યું તે બંધારણીય વિધિ - ફોમે લિટી -હતી. ચવ્હાણ અને ચરણસિંહ વચ્ચે સાદો થઈ ગયો હતે. ચરણસિંહ અને મોરારજીભાઈ બનેને પિતાના ટેકેદારોની નામાવલિ રજૂ કરવાનું કહ્યું તે ખોટું હતું. મોરારજીભાઈએ ના પાડવી જોઈતી હતી. હારી ગયેલ વડા પ્રધાનને ફરી આવું આમંત્રણ કેમ અપાય એ પ્રશ્ન હોય તે, મેરારજીભાઈને નામાવલિ ‘આપવાનું કહેવું જ ને તું જોઈતું.
મોરારજીભાઈને એક દિવસને વધારે સમય આપવાનું વચન આપી રાષ્ટ્રપતિએ વિચારબદલ્યો અને મોરારજીભાઈએ ઉતાવળથી નામાંવલિ રજૂ કરવી પડી. કેટલાંક નામે ખેટાં નીકળ્યાં. કદાચ બેટાં ન હતાં પણ એ લોકો દ્વિધામાં હતા કે ફરી બેઠા. જે હોય તે, આ વખતે રાષ્ટ્રપતિને સ્પષ્ટ થવું જોઈતું હતું. કે ચરણસિહ અથવા મેરારજીભાઈ, બેમાંથી કોઈને સ્પષ્ટ અથવા સ્થિર બહુમતિ નથી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકત. સરકાર રચવા કોઈને આમંત્રણ આપવું હતું તે મેરારજીભાઈને વધારે સ્થિર ટેક હતા. તેમના પિતાના પક્ષના જ ૨૦૨ સભ્યો હતા. ઈન્દિરા ગાંધીના કહેવાતા ટેકા ઉપર, ચરણસિંહને આમંત્રણ આપવું સર્વથા અયોગ્ય હતું. ઈન્દિરા ગાંધીની કુટિલતાથી દેશ પરિચિત છે. ચણસિંહને તેમને ટેકો છે તેમ સ્વીકારી શકાય જ નહિ. રાષ્ટ્રપતિએ અહીં ભૂલ કરી કે ઈરાદાપૂર્વક કહ્યું એ વિશે શંકાને સ્થાન છે. ચરણસિંહ સરકારની રચના નો'તી થઈ, ત્યાં તે ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે ચરણસિંહને વડા પ્રધાન બનાવવા પૂરતો જ ટેક હતું, હવે નથી. આવી unscrupulousness ઈન્દિરા ગાંધી જ બતાવી શકે. તેમની આ જાહેરાત સાથે ચરણસિંહનું ભાવિ પતન નિશ્ચિત થઈ ગયું. બિનશરતી ટેકામાં કેટલી શરત હતી તે સ્પષ્ટ થયું. ચરણસિંહને વિશ્વાસને મત લેવાની તક આવી ત્યારે આ ઉઘાડું પડયું. ચરણસિહ, મૂર્ખ નથી. તેમણે જાણવું જોઈતું હતું કે રેતી ઉપર વડા પ્રધાનપદની ખુરશી ટકતી નથી છોટા છત્રપતિ યશવંતરાવ ચવ્હાણ, જિદગીભર તકવાદી રહ્યા છે. તેમણે રહીસહી કોંગ્રેસને ખતમ કરી. ઈન્દિરા ગાંધીના ભાવ વધી ગયા.
ચરણસિંહે રાજીનામું આપવાની સાથે લોકસભાના વિસર્જનની સલાહ આપી. પિતાના પક્ષની મોટી બહુમતિ હોવા છતાં, મોરારજીભાઈએ જે ન કર્યું, તે, અલ્પસંખ્યક બળ ઉપર ચરણસિંહે કહ્યું, એમ માનીને – અથવા પૂર્વ જનાથી કે રાષ્ટ્રપતિ આ સલાહ સ્વીકારશે અને રખેવાળ સરકાર તરીકે પોતે ચાલુ રહેશે.
+ રાષ્ટ્રપતિ માટે નવી પરિસ્થિતિ અને નવી સમસ્યા ઉભી થઈ. મેરારજીભાઈએ રાજીનામું આપ્યું ત્યારે કટોકટી હતી તેનાં કરતા વધારે જટિલ કટોકટી આવી પડી. મારા નમ્ર મત મુજબ, લોકસભાનું વિસર્જન અનિવાર્ય હતું. મેરારજીભાઈએ રાજીનામું આવ્યું ત્યારે જ થવું જોઈતું હતું. રાષ્ટ્રપતિએ ભૂલથી કે ઈરાદાપૂર્વક
આ ન કર્યું. હવે પ્રશ્ન એટલે જ હતું કે રખેવાળ સરકાર કોણ રચે. ચરણસિંહને રખેવાળ સરકાર તરીકે ચાલુ રાખવા તે, બંધારણીય રીતે, નૈતિક રીતે અને સર્વ પ્રકારે, અયોગ્ય હતું. ચરણસિંહને કોઈ અધિકાર ન હતો, કોઈ લાયકાત ન હતી. ચરણસિંહને ૪-૬ મહિના વડા પ્રધાન તરીકે ઠોકી બેસાડવા, અયોગ્ય હતું.
રાષ્ટ્રપતિ માટે એક જ માર્ગ હતા. જગજીવનરામને રારકાર