________________
તા ૧૬-૮-૭૯
આવ્યા અને સર્વને આશા કરતાં કહ્યું:
એ ગુરુ પોતાના શિષ્ય - પરિવારને લઈને એક પહાડ પાસે
પ્રબુદ્ધ જીવન
સત્યના
ત્યાંથી
વત્સા ! આ પહાડની ટોચ ઉપર સત્ય છે, જો તમારે સત્ય જોઈતું હોય, તો તમે તમારી શકિતથી આ પહાડ પર ચડી, સત્ય મેળવી લ્યો.! બધો જ શિષ્યો દાંડયા. પહાડ ચઢવા લાગ્યા. પરંતુ પહાડ ચડવાના કોઈ આધાર નહાતા ! બધા જ જેવા ચડતા હતા, તેવા જ પાંછા પડતા હતા! કેટલાક તો વળી, કોઈ પોતાનાંથી આગળ જતે હતા એને પાડીને સત્ય મેળવવા જતા પણ તે ય આખરે ગબડી પડતા હતા !
આ સર્વમાં એક શિષ્ય એવા હતા, જે સ્થિતપ્રજ્ઞ થઈ ઊભા હતો. એ સર્વને ચડતા અને પડતા જોઈ રહ્યો હતો. એ મૌન ઊભા હતા!
આખરે સાંજ પડી. સર્વ શિષ્યોમાં કોઈ પહાડ ચડી શકયું નહીં! અને પહાડ ન ચડી શકવું એટલે કોઈ સત્ય પ્રાપ્ત કરી શક્યું નહીં! સાંજ પડી. ગુરુ આવ્યા. બધાં જ શિષ્યો થાકીને લાથપેથ થઈને પડયા હતા. ગુરુ એ સૌની પાસે આવ્યા ને પૂછ્યું: ‘કહે વત્સ, તમારામાંથી કોણ પહાડની ટોચ ઉપર પહોંચ્યું અને સત્ય લઈ આવ્યું !?'
“ગુર ુદેવ ! અમે તમારા પાલન કર્યું છે! પણ તમારા નથી કર્યું!”
બધાં શિષ્યો ઊંધું ઘાલી નિસ્તે જ ચહેરે ઊભા હતા. એમાં પેલા એક શિષ્ય સ્વસ્થ ને સ્થિતપ્રશ ઊભા હતા. ગુરુને કોઈએ સત્ય લાવ્યાના સમાચાર તે ન જ આપ્યા પણ એક શિષ્ય પેલા પહાડ ન ચડેલા શિષ્યની ફરિયાદ કરતાં કહ્યું:
બધાં જ શિષ્યોએ તમારી આજ્ઞાનું આ શિષ્યે તમારી આજ્ઞાનું પાલન
ગુરુએ એ શિષ્ય સામે જોયું. ગુરુ ની આંખના ભાવ હતા: “શું આ શિષ્ય કહે છે, તે સત્ય છે? '
પેલા શિષ્યે કહ્યું: “ગુરૂદેવ ! હું એ સર્વે ની આગળ એ સત્યના પહાડની ટોચ સુધી જઇ આવ્યો છું!”
અને બધાં જ શિષ્યો બરાડી ઊઠયા :
“નહીં ગુરુદેવ! એ જુદું બેલે છે, એણે તમારી આજ્ઞા માની નથી, એને શિક્ષા કરો !”
ગુરુદેવે એને પૂછ્યું: “વત્સ! સત્ય કહે, તું આ પહાડ પર ચડયા જ નથી તો પછી. જુઠ્ઠું કેમ બોલે છે?”
પેલા શિષ્યો બાલ્યો; “ગુરુદેવ! એ બધાં જ તન એટલે કે શરીરથી પહાડ પર ચડતા હતા, હું મનથી એ પહાડ પર. ચઢયો છું. મારું મન સત્યની ટોચ પર જઈ આવ્યું છે!”
ગુરુદેવે બધાં જ શિષ્યા સામે જોયું. કહ્યું: “બાલા, એ કહે છેકે, એ પાંતે મનથી આ પહાડ ચડયા હતા અને તમે સૌ તનથી! તમારામાંથી એકાદ પણ જો મનથી પહાડ ચડયો હોય તે જ કહી શકત કે એ સત્ય બોલે છે, કે અસત્ય.”
ગુરુની વાત સાંભળીને બધાં જ શિષ્યો મૌન બની ગયા - કારણ કે સૌ તનથી ચડયા હતા, તનથી પાછા પડયા અને કોઈને સત્ય લાગ્યું નહાતું.
ગુરુદેવે પેલા શિષ્ય તરફ જોયું. એને પૂછ્યું: “વત્સ! તું મનથી પહાડ ઉપર ચડયો તે હતા, પણ તને ત્યાંથી
- પહાડ
સત્ય લાગતું હતું ખરું?’
“ના ગુરુદેવ. મને ત્યાંથી, તમે કહ્યું હતું તે સત્ય લાધ્યું નહાવું !”
ગુરુદેવને પાતાના એક જ શિષ્યમાં સત્ય મેળવવાના સાચા મૂલ્યાંકનનું દર્શન થયું. એણે શિષ્યને ફરી પૂછ્યું :
“તા વત્સ! તને ત્યાંથી સત્ય નહીં તે શું લાધ્યું ?’ “ગુરુદેવ! હું મનથી પહાડ પરની ટોચ ગયા ત્યારે ત્યાનાં સત્ય મને કહ્યું: “હે વત્સ! તારે જે સત્ય જોઈએ છે, તે સત્ય તો તારામાં જ છે! તું તારામાંની સુષુપ્ત ચેતનાઓને, જગાડ! તારામાંના બૂઝાઈ ગયેલા સાચા સંસ્કારને ઢંઢોળ ! ... તું જ સત્ય છે, ને તું જ સત્ય બની જઈશ !– સાચું સત્ય તારામાં જ છે!” શિષ્યના જવાબ સાંભળીને ગુરુદેવે શિષ્યો તરફ જોયું ને કહ્યું: “વત્સા! હું તમને વર્ષો થયાં પ્રાધન કર છું! સત્ય કર્યાં એ પણ મેં તમને કહ્યું છે, એ વિશેના શાસ્ત્રોકત - પ્રમાણસિંદ્ધાંતો અને સત્ય વિશે તમને વિસ્તારથી સમજાવ્યા આ બધામાં તમે કેટલું “શું પ્રાપ્ત કર્યું છે, એ જોવા માટે જ તમને સૌને કહ્યું હતું કે, આ પહાડની ટોચ પર સત્ય છે, અને તમે સૌ ત્યાં દોડી ગયાં! પણ સત્ય કર્યાં છે, એ તમે પામી ન શકયા!સત્ય કયાંય શોધવાની જરૂર નથી, પહાડ પર સત્ય નથી, સત્ય તમારામાં જ છે! આટલું ય સત્ય તમે હજુ સુધી ન પામી શક્યા !”
છે
બદ્ધ
છે.
મેં
અને પછી, ગુરુએ પેલા એક શિષ્યને કહ્યું: “વત્સ ! જા તું આ જગતમાં વિહર ! અસત્ય સત્ય સમજીને રહેલા લોકોને સત્ય સમજાવ ! કારણ કે વુંજ એક સત્ય સમજી શકયા છે!”
આપણે પેલા શિષ્યા, જે પહાડની ટોચ પર ચડે છે’તે છીએ! આપણે સત્ય કર્યાં છે તે જાણતા નથી અને મંદિરોના પગથિયાં ને ઓટા · ઘસાઈ ગયા છે અને સાથે સાથે આપણુ જીવન ઘસાઈ જાય ત્યાં સુધી ભગવાન મેળવવા દોડાદોડી કરીએ છીએ અને પાછા પડીએ છીએ, તે ય સત્ય તે શું સત્યાંશ પણ લાધતું નથી! પ્રસાદાના પૈસા ઉધરાવીએ છીએ, પ્રસાદ વહેંચીએ છીએ - ખાઈએ છીએ, પડીકાઓ ભેટ આપીએ છીએ ને આખુંય જીવન આમ વહી જાય છે, સત્ય મળી ગયું છે' એવા ભ્રમમાં જીવી જીવીને જ પૂર્ણ થઈ જાય છે! પણ આપણને સત્ય લાધતું નથી! આપણામાંથી - લાખામાંથી એકાદને, સત્ય મળે છે! અને દુ:ખ તો એ વાતનું છે કે, જેને સત્ય મળ્યું છે, એ આપણને સત્ય કહે છે—એને જ આપણે અસત્ય માની બેઠાં છીએ! - પછી સત્ય, પેલા પહાડની ટોચ ઉપર છે અને એના ઉપર આપણે શરીરથી સત્યને મેળવવાના પ્રયત્ન કરીએ છીએ!
‘મને જીવન
પરંતુ સત્ય કયાં છે, એ ય હજુ આપણે સમજવાનું છે! જો એ કયાં છે, એ સમજીએ અને પછી મેળવવાનો પ્રયત્ન કરીએ તે જ આપણને સત્ય લાધે ને!
અને દુ:ખ તો એય વાતનું છે કે, આજે જે આપણને સત્ય વિશે પ્રબોધન કરે છે, એ પણ સત્ય કર્યાં છે એ ય જાણતા નથી - પછી આપણને સત્ય મળે કયાંથી? અને એનાથી દુ:ખની વાત તો એ છે કે, પોતાને સત્ય મળ્યું છે - હું સત્ય જાણુ છું એ પોતે જ માણસ મટીને ‘ભગવાન' બની ગયા છે! અને એ ભગવાન માણસને માણસ બનાવી જાણે તે ય ઘણું!
ગુણવંત ભટ્ટ