________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
- પ્રબુદ્ધ જીવનો
પ્રબુદ્ધ જૈન- નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક: ૮
મુંબઈ, ૧૬ ઓગસ્ટ ૧૯૭૯, ગુરૂવાર
મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે દિલગ : ૪૫
છૂટક નકલ રૂા. ૦-૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
અને સમાજજીવન
વારા કેમના વડા લાંજી સાહેબનું કોમના સામાજિક જીવન ઉપર કેટલું મોટું આધિપત્ય છે, તે સંબંધની નથવાણી પંચના અહેવાલથી વડા મુલ્લાંજી સાહેબ અને તેમના અનુયાયીઓમાં ખળભળાટ મચ્યો છે. ધર્મગુર ને આવી ચિન્તાં શા માટે હોય? આ અહેવાલ વાંચતા કેટલાક પાયાના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, તે તરફ લક્ષ દોરવા આ લખું છું. ધર્મગુર નું સાચું કર્તવ્ય શું ? સામાજિક જીવનમાં તેમનું સ્થાન શું? તેમનું કાર્યક્ષેત્ર શું? તેની મર્યાદા શું? વિગેરે મુદાને વિચારવા જેવા છે. વડા મુલ્લાંજી સાહેબની વ્યાપક સત્તા વિશે . અહેવાલમાં જે લખ્યું છે તેને એક ઉદાહરણ તરીકે ગણી, આ પ્રશ્નોની થોડી ચર્ચા કરું છું.
વડા મુલ્લાંજીની વ્યાપક સત્તાના પાયામાં બે બાબતો રહેલી છે. એક છે: વફાદારીના શપથ - ‘મિસાક', બીજું છે સામાજિક બહિષ્કાર” - ‘બરાત'. - દરેક વહોરાએ વફાદારીના શપથ લેવા પડે છે. આ શપથથી પિતાના જાનમાલ, મુલ્લાંજી. સાહેબને ચરણે ધરી દે છે. તેમની સર્વ આશા સ્વીકારવાને બંધાય છે. આ શપથ લે તે જ વારા ગણાય. આપણે માનીએ છીએ કે દરેક વ્યકિત જન્મથી વહાર ગણાય છે. પણ શપથ ન લે ત્યાં સુધી, સામાજિક જીવન અને કોમી જીવનના અંગ થતા નથી.તેના લાભ મળતા નથી. દરેક વહોરા સ્ત્રી-પુરૂષેને દરેક બાળકે આ શપથ લેવાના રહે છે. શપથ વાંચીએ તો ગુલામી. ખેત લાગે.
આ શપથને ભંગ કરે, મુલ્લાંજી સાહેબની આજ્ઞાનું ઉલ્લંદાન કરે, તેનો મુલ્લાંજી સાહેબ સામાજિક બહિષ્કાર ફરમાવે છે. આ બહિષ્કાર કેટલે ત્રાસજનક થાય છે તે વિશે અહેવાલમાં કહ્યું છે:
It is not merely boycott in the sense of ex-communication. It involves positive persecution, harrassment, torture, assault, exclusion from the mosque, burial ground etc. The socially boycotted person does not suffer alone.
‘માત્ર કમ બહાર મૂકીને બહિષ્કાર કરવામાં આવે છે એટલી જ વાત નથી. આમાં ચોક્કપણે સતામણી, હેરાનગતિ, ત્રાસ અને હુમલાઓ કરવામાં આવે છે તેમ જ મજિદ અને કબ્રસ્તાનમાં નિધિ કરવામાં આવે છે. જે વ્યકિતને સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે તેને એકલાને જ સહન કરવું પડતું નથી.’ તેના નજીકના સગાઓ, તેની સાથે સંબંધ રાખવાવાળા આ ' બધાને સહન કરવું પડે છે.
અહેવાલમાં જણાવ્યાં છે.
Various methods are used to harass the socially boycotted persons. One of the most commonly used is attack on residence, shops or other work establishments. Physical attacks on persons concerned as also the close members of their families, if they have not broken away from them.
‘સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યું હોય એ વ્યકિતઓને સતાવવા માટે અનેકવિધ પદ્ધતિઓ અજમાવવામાં આવે છે. એક સૌથી સામાન્ય પદ્ધતિને જે ઉપયોગ થાય છે. એમાં રહેઠાણે, દુકાને, કે કામના સ્થળો પર હુમલા કરવામાં આવે છે. સંબંધિત
લોકો પર અને એમનાં કુટુંબના સભ્યોએ એમની સાથે સંબંધ ન તોડયો હોય તો એમના પર પણ શારીરિક હુમલા કરવામાં આવે છે.”
અહેવાલમાં ઘણાં કિસ્સામાં રાખ્યા છે. પિતા - પુત્રને: જુદા પાડે છે. પતિ - પત્નીને જુદા પાડે છે, ભાઈ - ભાઈ કે ભાઈ - બહેનને જુદા પાડે, બાળકોને સ્કૂલમાં પરેશાન કરે, લગ્ન, મરણ, વ્યવસાય, નેકરી વિગેરે બાબતમાં હાલ બેહાલ કરે.
જન્મથી માંડી મરણ સુધી દરેક પ્રસંગ માટે મુલ્લાજી સાહેબની રજા લેવી પડે. રજા વિના કાંઈ કર્યું હોય તો બહિષ્કાર થાય.
કોઈ સમાજસેવાનું કાર્ય કરવું હોય તો મુલ્લાંજી સાહેબની રજા લેવી પડે. કોઈ ટ્રસ્ટ કરવું હોય તે, કોઈ અનાથાશ્રમ કે પ્રકૃતિ ગૃહ સ્થાપવું હોય, કોઈ શિક્ષણ સહાય કરવી હોય, કોઈ સહકારી બેન્ક કરવી હોય, દરેક માટે રજા જોઈએ. રજા વિના કર્યું હોય તે વિસર્જન કરાવે, કરવું પડે.
ચૂંટણીમાં ઊભા રહેવું હોય, મ્યુનિસીપાલિટી કે, ધારાસભામાં તે મુલ્લાંજી સાહેબની રજા લેવી પડે. ચૂંટણીમાં મતદાન માટે મુલ્લાંજી સાહેબનું ફરમાન આવે. * જમાતમાં ચૂંટણી નથી થતી. મુલ્લાંજી સાહેબ જમાતેની રચના કરે.
મુલ્લાંજી સાહેબને કરોડો રૂપિયાની આવક છે. પંચના, અહેવાલ મુજબ વાર્ષિક ૭ કરોડ અંદાજે આવક હશે, વધારે હોય, મુલ્લાંજી સાહેબ ઘણાં કરવેરા ઉઘરાવે છે. ઉપરાંત નઝરાણાં, સલામ, ભેટે, પધરામણી વિગેરેથી લાખની ૨નાવક થાય છે. તેમના કરોડે રૂપિયાના ટ્રસ્ટો છે. જેમાં તેને રોકી જ ટ્રસ્ટી છે. તેમનું બહાનું કુટુમ્બ છે. કુટુમ્બમાં લગભગ ૧૮૦ સભ્યો છે. એક નાનું રાજ્ય છે.
વહોરા કોમના સામાજિક જીવનમાં પ્રત્યેક અંગ ઉપર મુલ્લાંજી સાહેબની જબરી પકડ છે.
અહેવાલને અંતે પંચે સાર કાઢયો છે, તે આ પ્રમાણે છે:
The facts found by us and the foregoing chapters will show that the position of the Dai-ulMutlaq as a religious head, the huge income under his dominion, the obligations of the Bohras under the Misaq; the right of the Dai to expel any member on any ground which he considers sufficient, the practice of Baraat leading to grave consequences to the dissidents, the absence of any communal control over the income & properties of the community, the absence of adequate legal regulation of the Trusts which are spread all over the world - all these have resulted in a huge concentration of power in the hands of one person who can control the entire lives of the Daudi Bohras right from the stage of conception to that of death and even thereafter. The root cause of the reformists' grievance can be attributed to the fact that the religious power which Syedna had and which was not intended to be used "for worldly ends” has been exercised since the beginning of the regime of 51st