SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન સાચા આશ્રમવાસી રમણીકલાલભાઈ સત્યાગ્રહ આશ્રમવાસી સ્વ. કેદારનાથજીના પટ્ટશિષ્ય, કિશોરલાલ મશરૂવાળાના પરમ મિત્ર, આશ્રમ રાષ્ટ્રીય શાળાના આચાર્ય, દાંડી કૂચના સ્વાતંત્ર્ય સૈનિક, હરિજન આશ્રમના મુખ્ય હિસાબનીશ સ્વ. સુખલાલજીનાં કાશીના સહાધ્યાયી શ્રી રમણીલાલભાઇ હમણાં ૮૫મે વરસે આશ્રામમાં સ્વર્ગવાસ પામ્યા. ગાંધીજીના જમાનામાં ૬૦ વરસ સાથે રહીને કામ કરનારા આશ્રમમાં તપસ્વી જીવન જીવનાર છેલ્લા રમણીકલાલભાઈ ગણાય. તે પણ આશ્રમને છોડીને ચાલ્યા ગયા. ગઇ સાલ સ્વ. પંડિતજી ખરેના પત્ની લક્ષ્મીબેન સ્વર્ગવાસ થયા હતા, એમ અત્યારે આશ્રમ સૂમસામ બની ચેકસાગરમાં ડૂબી ગયેલ છે. રમણીકલાલભાઇએ લગ્નજીવનમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે યોગસાધના કરી હતી. તેમના પત્ની તારાબેન તેમના ખરા જીવનસાથી છે. તારાબેનને યુવાનીમાં વાઇ આવતી હતી. ત્યારથી એટલે સાઠ વરસ પહેલા ૧૯૨૧થી રમણીકલાલભાઇની જોડાજોડ હું શાળાવિભાગના મકાનમાં રહેતા હતા. તારાબેનની વિદ્યોપાસના અને બીજાને ઉપયોગી થવાની વૃત્તિ જોઇને હું પ્રભાવિત થતા હતા. તારાબેનને આશ્રામની સાયં પ્રાર્થના પછી જે દુનિયાના અલક મલકના સમાચાર હું આપતા ત્યારે તેઓ રસપૂર્વક સાંભળતા હતા અને દેશપરદેશના રાજકીય, સામાજિક અને આર્થિક પલટાઓ કેમ થાય છે તે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછીને સમજતા. સારા શિક્ષિકા થવા માટે તેઓએ મુ. શ્રી જુગતરામભાઈ પાસે વેડછી જઈને બાલમંદિરની શિક્ષાનું ઉપાર્જન કર્યું હતું: ગાંધીજીની સાથે તારાબેનને પત્રવ્યવહાર પણ સારો થયો હતા. સ્વાતંત્ર્ય લડતમાં પરદેશી કાપડ તથા દારૂની દુકાનો પર પિકેર્ટીંગ કરવા કસ્તુરબા સાથે તેઓ જેલમાં પણ ગયા હતા. આ તારાબેન છેલ્લા પાંચ સાત વરસ પહેલા બસમાંથી પડી જવાને કારણે પગના હાડકા ભાંગી જવાથી તેમના પગ નકામા જેવા થઈ ગયા હતા તે પથારીવશ રહેતા હતા. ગયે મહિને હુંઆશ્રામમાં રમણીકલાલભાઈને અને તારાબેનને મળવા ગયા હતા ત્યારે તારાબેન પડ પણ પાતાની જાતે ફરી શકતા નહોતા. એમાં મદદની જરૂર રહેતી એટલું જ નહીં પણ બન્ને હાથની આંગળીઓ થરથર ધ્રુજયા કરતી હતી અને કોળિયા પણ મોઢામાં પેાતાના હાથે લઈ શકતા નહાતા ત્યારે રમણીકલાલભાઈ, મા બાળકને જમાડે એવી રીતે તારાબેનને જમાંડતા હતા. પાટ-પથારી ઉપર જ ઝાડો-પેશાબ, ખાવા પીવાનું કરવું પડતું હતું. નહાવાનું તે કયાં હોઈ જ શકે પણ સ્પંજ કરવાનું, પુજારી જેમ મૂર્તિને વાઘા પહેરાવે અને સજે એવી રીતે કાળજીપૂર્વક તેમની સેવા કરતા હતા. આવી માંદગીમાં પણ ચાંદલા તા કરવાના-કરાવવાના તારાબેન આગ્રહ રાખતા. જોનાર આ જોઈને મંત્રમુગ્ધ થઈ જતાં અને આંખમાં ઝળઝળિયાં આવી જતાં હતા. અને બહેનો તે ઘરમાં અંદર અંદર વાતા કરતા હતા કે વશિષ્ઠ અરુંધતીના જેમ બહેનોને તારાબેન રમણીકલાલભાઈનું સૌભાગ્ય મળે તો કેવું સારું ! પતિ, પત્નીની કેવી સેવા કરી શકે ? રમણીકલાલભાઈએ જેવી સેવા તારાબેનની કરી એવી કોઈ ન કરી શકે. જેઓ આશ્રમમાં રમણીકભાઈને મળવા આવતા તેઓ આ જોઈને છક થઈ જતા હતા. ઇશ્વરની ગતિ અકળ છે. રમણીકલાલભાઈ ઘરમાં કામ કરતાં કરતાં પગ લપસી જતા પડી ગયા અને પગમાં ફૂંકચર થઈ ગયું. તેઓ પણ ખાટલાવશ થયા, કોણ કોની સેવા કરે ? રમણીકલાલ ભાઈ તો બ્રહ્મચારી અને વ્રતધારી હોવાને કારણે ઘરમાં ઘેાડી બંધાયું નહોતું. પડોશી આશ્રામવાસીઓ તેમની સેવા કરતા હતા ! પણ રમણીલાલભાઇની માંદગી, પડી ગયા પછી વધી અને તેઓ સ્વર્ગવાસ પામ્યા, એવી વાત છાપામાં વાંચીને મારા જેવા અનેક રચનાત્મક કાર્યકર્તાઓને સાથીઓને, સ્વાતંત્ર્ય સેનાનીઓને, સગાભાઈ ગુજરી ગયા હોય એવા આઘાત થયો હશે. તારાબેને તે નાથજીના સાન્નિધ્યમાં જીવનદીક્ષા લીધી છે એટલે મહાદુ:ખમાં પણ ઈશ્વરની ઈચ્છા માનીને તે શાંત થયા હશે. તા. ૧-૮-’૭૯ કેદારનાથજીનું અમૂલ્ય પુસ્તક “વિવેક અને સાધના ” ગુજરાતીમાં જે તૈયાર થયું છે તે રમણીકલાલભાઈની સહાય વિના પ્રસિદ્ધ ન જ થઈ શકત. રમણીકલાલભાઈ સ્નાતક હતા. જૂના જમાનામાં ૭૦ વરસ પહેલા ગ્રેજયુએટ થવા છતાં પ્રાચીન પાલી ને જૈન શાસ્ત્રના અભ્યાસી કાશીના પંડિત સુખલાલજી સાથે રહીને અભ્યાસ કરતા હતા. અસહકારની દુંદુભી ગાજી અને રમણીકલાલ ભાઈ ગાંધીજીના આશ્રમમાં કાકાસાહેબ અને નરહરિભાઈ સાથે રાષ્ટ્રીયશાળાના શિક્ષક બન્યા. જે સમાજને ઉપયોગી કામ છે તે પછી નાનું કે મેટું હોય તે બધા કામમાં પાવરધા થવું એ રમણીક જ્ઞાભાઈના જીવન મંત્ર હતા, એટલે હું આશ્રમમાં મંત્રી બન્યો ત્યારે આશ્રમના મોટા હિસાબામાં, રોજમેળ, ખાતાવહી લખવામાં, હવાલા નાખવામાં મદદગાર થયા અને પછી તા હિસાબનીશ તરીકે એટલા બધા તેઓ તજજ્ઞ બની ગયા કે, છેલ્લાં વરસામાં હિરજન સેવક સંઘમાં કોઈ પદવની ઈચ્છા રાખ્યા સિવાય છાત્રાલયોના, શાળાના, બાલવાડીઓના, અસ્પૃશ્યતાનિવારણ સેવકોના, મેટા ચેપાર વ્યવસ્થિત રાખીને અમને બધાને અશ્ચર્યચકિત કરી દીધા હતા. બધા ધર્મના જૈન, બૌદ્ધ, હિન્દુ ધર્મના મૌલિક પુસ્તકોન તેમણે અભ્યાસ કર્યો હતા. ઉપનિષદના શ્લોકોના ઉચ્ચાર અને અર્થ એમની પાસેથી હું શીખ્યો હતો. માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરીને અંતેષ માનવાને બદલે એના અમલ એમણે જીવનમાં કર્યો હોવાથી જે કોઈ વિદ્યાર્થી, કાર્યકર્તા કે ઉમેદવાર કે સાથી તેમને મળવા આવતા તે તેમનામાં ચિતનું અપાર સમત્વ જોઈને અંતરથી પગે લાગ્યા વિનારહેતા નહીં. જૈન સમાજના અગ્રણીઓ રમણીકલાલભાઈ પ્રત્યે ઘણા આદરભાવથી જૉતા અને સલાહ લેવા આવતા હતા. ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રથમ ખજાનચી અને સરદારના પરમ મિત્ર શેઠ પૂંજાભાઈ કચરાભાઈ, શ્રમમાં મિલનભાવે ઘણીયે વાર રમણીકભાઈની સલાહ સૂચના મેળવવા અને વિચાર વિનિમય કરવા આવતા. એવી જ રીતે ઇંડરમાં શ્રીમદ રાજચંદ્રના મંદિરના ટ્રસ્ટી સંરક્ષક ભાગીલાલભાઇ પણ રમણીકલાલભાઈ પાસે જૈન ધર્મના કેટલાંક કોયડાઓ ઉકેલવા માટેની ચર્ચા કરતાં હોય ત્યારે હું પણ એમાં ભાગ લેતો ને પ્રસન્ન થતે! હતેા. વખત ગાંધીજીની દિનાવરીના લેખક અને મહાદેવભાઈની ડાયરીના સંપાદક: ચંદુલાલભાઈને રમણીકલાલભાઈની પાસે કેટલીક સત્યની શોધની ચર્ચા કરતાં મેં જોયા છે. કેદારનાથજીએ કોઇ શિષ્યો બનાવ્યા નથી પણ કિશોરલાલભાઈએ એમને ગુરુ તરીકે જાહેર કરેલ એ નાથજીના આંતરમંડળના મુખ્ય ગણધર કાકુભાઈ, મુંબઈ ખાદી ભવનના સંચાલક પુરુષોત્તમ ભાઈ કાનજી, રમણીકલાલભાઈને આ અવસ્થામાં કેવી રીતે સાથી તરીકે ઉપયોગી થઈ શકાય એની ચિંતા કરતા મેં જોયા છે. માણસની સોબત કેવી છે એના ઉપરથી માણસની પરખ થાય છે એમ રમણીકલાલભાઇના સાથીઓમાં મુનિ જિનવિજયજી, વિદ્યાપીઠના રાજચંદ્ર સંશોધન સંસ્થાના આચાર્ય રમણીકલાલભાઈના સાથી બન્યા હતા. જિન વિજયજીની પડોશમાં વરસો સુધી રમણીકલાલભાઈ રહીને અનેક મૌલિક કામો કર્યાં છે. શાળાના રમણીકલાલભાઈ સ્વાતંત્ર્ય સૈનિક હોવા છતાં એમણે કોઈ રાજકીય પદને માટે સ્વપ્નાં પણ સેવ્યા નહોતા. આશ્રમની આચાર્ય થઈ શકે એવી શકિત હોવા છતાં “મધપૂડો” કે “વિનિમય” હસ્તલિખિત માસિકાના લેખોની હાથે નકલ કરવામાં તેઓ હંમેશા પહેલ કરતાં હતા. સફાઈના કામમાં શાળાના નાના વિદ્યાર્થીઓની સાથે હારોહાર રહીને એમણે નાના મોટા વિદ્યાર્થીઓના હૃદય જીતી લીધા હતા. એટલે જ ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર ત્રિકમલાલ શાહે પોતાના ભત્રિજાને રમણીકલાલભાઈને ઘેર ભણાવવા રાખ્યા હતા. રમણીકલાલભાઈ ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા. એમના ભાઈએ જૈન છાત્રાલયો અમદાવાદ અને મુંબઈમાં બંધાવવા માટે મોટી રકમોની સહાય કરેલ છે, પણ . રમણીકલાલભાઈએ
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy