SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ૨૦૦|--- મૃદુલાબહેન જે. શાહ ૨૦૦૨- રામદાસભાઈ . કાચરિયા ૨૦૦૨- નનીબાળા વી. શાહ "" .. 37 આ રીતે આ પ્રવૃત્તિનો દિનપ્રતિદિન વિકાસ થઈ રહ્યાં છે. તેને ધારીએ તેટલી વિકસાવી શકાય તેમ છે. હજુ સદ્દભાવી કાર્યકરોની પણ અમને જરૂર છે. પ્રથમ વન પ્રશાચક્ષુ વ્યકિતઓ માટે રીડરની વ્યવસ્થા કરવામાં આવી છે, તો જેને આવા રીડરની જરૂર હોય તેઓ કયા સમય માટે કયા દિવસે રીડરની જરૂરિયાત છે તે પેાતાના નામ - સરનામાં અને શકય હોય તો ફોન નંબર સાથે જણાવે.. અને જેઓ રીડર તરીકે પાતાની સેવા આપવા ઈચ્છા ધરાવતા હોય એ લોકો પણ ક્યા દિવસે કેટલે સમય આપી શકશે તે વિગત નામ - સરનામા - ટેલિફોન નંબર સાથે જણાવે. બહેને માટે નવા સાડલા પણ સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે, તો સાઢલા મેકલવા માટે પણ વિનંતિ કરવામાં આવે છે. નીચલા મધ્યમ વર્ગના કોલેજના વિદ્યાર્થીઓ માટે ફી આપવી એમ વિચાર્યું છે તો આના માટે ખાસ ઉલ્લેખ કરીને પણ દાન મોકલી શકાય છે. પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે તેનું માર્ગદર્શક ધ્યેય. વિચારવામાં આવ્યું હતું તેને અહીં ફરીથી તાજુ કરવામાં આવે છે. · * આપણે હવે કર્મભૂમિ ઉપર તન - મન અને ધનથી સેવા કરવાની છે. • * સામાજિક કામ કરનારામાં જો સચ્ચાઈનો રણકો હશે તો કામ સફ્ળ થશે. દિન - દુ:ખિયાની સહાય એટલે આપણાં જ ચિત્તની શુદ્ધિ આચરણ એ જ દીવા. પ્રત્યેક વ્યકિતમાં પરમાત્મા છે અને આ કામ આપણે અનાસકતભાવે કરવાનું છે. ઉપરના સૂત્રેાને ચોક્કસ રીતે નજર સમક્ષ રાખીને આ કામના શુભારંભ કરવામાં આવ્યો હતો. એ કારણે આજે આ પ્રવૃત્તિના પ્રારંભના તેત્રીસમે મહિને તેના પાયા ઘણા મજબૂત થયા છે. તેનો વ્યાપ વધારવા માટે : (૧) આ પ્રવૃત્તિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર સદ્ ભાવી ભાઈ - બહેના નાનાં- મોટાં દાના માલે. ( ૨ ) ટ્રસ્ટ, પેઢીઓ, ઈન્સ્ટિટયૂટો પણ દાનો મેકલે (૩) લગ્નાદિ જેવા શુભ પ્રસંગોએ આ પ્રવૃત્તિને યાદ કરી દાન માકલવામાં આવે. (૪) અનાજ, સાડલા, કપડાં, ગ્લુકોઝના ડબા, શકિતની દવાઓ પણ મોકલી શકાય છે, જે દર્દીઓને ઘેર પહોંચાડવામાં આવે છે. ચેક, “ Bombay Jain Yuvak Sangh "ના મોકલવા. નામના આ પ્રવૃત્તિને પોતાનો પ્રેમાળ સહકાર આપનાર દાતાઓના હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલય મંત્રી ભગવાનની સેવા એક ક વખત એક ફકીરે એક નાઈને જમીનદારની હજામત કરતાં જોયો. એણે એ નાઈને પૂછ્યું, 'મારી હજામત કરી આપીશ?” તા. ૧૬-૭-’૭૯ નાઈ ધનવાન ગ્રાહકનું કામ પડતું મૂકીને એ ફકીરની હજામત કરવા માંડયા, અને અંતે એની પાસેથી પૈસા લેવાને બદલે સામા પૈસા આપ્યા. ફકીરે નિશ્ચય કર્યો કે આજે જે પણ કાંઈ દાન મળે તે આ નાઈને આપવું અને બન્યું પણ એવું જ. થોડા જ સમયમાં દાનમાં મળેલું ધન લઈ ફકીર નાઈને આપવા આવ્યા અને એને આપવા માંડયા. નાઈએ રીસના માર્યા કહ્યું, જે કામ મેં ભગવાનની સેવા સમજીને કર્યું તેની આપ કિંમત ચૂકવે છે? ☆ ભગવાનની અમેાધ કૃપા સંસારમાં આપણા સૌના ચિત્ત સ્વાભાવિક જ ભૌતિક પદાર્થોની કામનાથી વ્યાકૂળ રહે છે, અને જ્યાં સુધી ઈન્દ્રિય - મન – બુદ્ધિ આ કામના - કલુપથી કલંકિત રહે છે, ત્યાં સુધી ભગવાનની ઉપાસના કરવા છતાં પણ મનુષ્ય પોતાના ઉપાસ્ય દેવતા પાસે જાણ્યું - અજાણ્યે ઈચ્છા પૂર્તિની જ પ્રાર્થના કરે છે. માનવીના એ સ્વભાવ જ બની ગયા છે. એથી જ તેઓ ભગવદ્ ભાવના પરમ સુખથી વંચિત રહે છે. અસલમાં ઉપાસનાનો પવિત્રમ ઉર્દૂ શ્ય છે. ભગવદ્ ભાવથી હ્રદયનું સર્વથા અને સર્વદા પરિપૂર્ણ રહેવું. પરંતુ એ ઉદ્દેશ્ય જો નશ્વર ધન - જન, યશ, માન, વિષય – વૈભવ, ભાગ - વિલાસ વગેરેની લાલસાથી વ્યાકૂળ રહે તે એમાં ભગવદ ભાવ પ્રવેશે નહિ અને ઉપાસનાનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય નહિ, પરંતુ સત્સંગાના પ્રભાવથી જો કોઈ ભગવાનની અમોઘ કૃપાનો આશ્રય લેતો દયામય ભગવાન અનુગ્રહ કરી એના હ્રદયથી વિષય - ભાગની કામના - વાસનાને હટાવી એમાં પોતાના સેવનની કામના જાગૃત કરી દે છે. ચરણારવિન્દ ✩ કાવ્ય પઠન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ગુજરાતનાં અગ્રણી કવિ શ્રી નાથાલાલ દવે એમનાં સ્વરચિત માતબર કાવ્યોનું પઠન તેમ જ ગાન સંઘના શ્રી પ્રમાનંદ સભાગૃહમાં, મંગળવાર તા. ૨૪-૭-૨૭૯ના સાંજના ૬-૧૫ વાગે કરશે. જાણીતા કવિ શ્રી હરીન્દ્ર દવે અધ્યક્ષાસ્થાન ભાવશે, આ પ્રસંગે સંઘના સભ્યો તથા આજીવન સભ્યાને તથા સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા હાર્દિક નિમંત્રણ. ટોપીવાલા મેન્શન, ૨જે માળે, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ફોન. ૩૫૦૨૯૬ ચીમનલાલ જે. શાહ, કે. પી. શાહ મંત્રીઓ
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy