________________
(90
४०
પ્રબુદ્ધ જીવન
ફંડ રૂા. ૧૯૨૦૩.૫૧ નું હતું. આ રકમ એક દરખાટમાંથી બાદ કરતાં જનરલ ફ્ડ - આવક ખર્ચ ખાતે શ. ૩,૦૯૯૮૧ દેવા ઊભા રહે છે.
આપણુ રીઝર્વ ફંડ ગયા વર્ષે રૂા. ૨,૮૫,૨૨૭.૮૯ નું હતું, તેમાં આ વર્ષે નવા આજીવન સભ્યાના લવાજમના આવેલા, રૂ. ૨૦,૫૮૨.૦૦ ઉમેરતાં વર્ષની આખરે આપણુ રીઝર્વ ફંડ રૂા. ૩,૦૫,૮૦૯.૮૯ નું રહે છે.
આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂા. ૨૨૭૩.૨૫ નું
હતું, તે તેમ જ રહે છે. સંઘના કાર્યક્રમે।ને સારી દૈનિકોના તેમ જ ‘જૈન
પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી પત્રને અમેા આભાર માનીએ છીએ. કારોબારીનાં સૌ સભ્યોએ અમને જે પ્રેમભર્યો સહકાર આપ્ય છે એ માટે અમે તે સૌના ખૂબ જ આભારી છીએ. સૌને સહકાર - પ્રેમ - અમને કામ કરવાની પ્રેરણા અને જોમ આપશે અમારા ઉત્સાહમાં વધારો કરશે.
અને
અંતમાં આપણા સંઘની પ્રવૃત્તિઓ હજુ વધારે વેગ પકડે અને તેને વધારે ને વધારે વિકાસ થતા રહે. એમ કરવાનું અમને બળ મળે એવી અમારી ઈશ્વરને પ્રાર્થના છે.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ
સઘની વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૧૬/૬/૭૯ ના રોજ સાંજના છ વાગ્યે સંઘના શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી.
તેમાં ગત વાર્ષિક સભા તા. ૩-૮-૭૮ની મિનિટ્સ વાંચવામાં આવી અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. બાદ નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
સંઘના વાર્ષિક વૃત્તાંત અને સંઘ તેમજ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલયના ૧૯૭૮ ના વર્ષના ઓડિટ થયેલા હિસાબે મંજૂર કરવામાં આવ્યા અને તેના પર ચર્ચા વિચારણા થયા બાદ તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.
ત્યારબાદ ૧૯૭૯ ના વર્ષ માટેનાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં.
ત્યાર બાદ ચાલુ વર્ષ ૧૯૭૯ માટે સંઘની કાર્યવાહક સમિતિના પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું.
ચૂંટણીનું પરિણામ
ગયા વર્ષે જે કાર્યવાહક સમિતિના હતા તે ૨૫ નામેામાંથી પાંચ અધિકારીઓની ચૂંટણીનું કામ હાથ ધરતા, જે અધિકારીઓ ગયા વર્ષે પણ તેમના જ નામો સૂચવવામાં આવ્યાં અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં.
ત્યાર બાદ બાકીના ૨૦ સભ્યો ગયા વર્ષે હતા તેના નામે વાંચવામાં આવ્યા અને નવા નામેા સૂચવવાનું જણાવવામાં આવ્યું પરંતુ કોઈ જ નવું નામ ન આવતાં પ્રમુખશ્રીએ ૨૦માંથી પ્રથમ પંદર નામેા રજૂ કર્યાં અને તેમને કાર્યવાહક સમિતિના સભ્યો તરીકે ચાલુ રાખવાનું સૂચવ્યું તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં.
એટલે ૧૯૭૯ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિના સભ્યો નીચે પ્રમાણે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી રસિકભાઈ એમ. ઝવેરી
શ્રી પ્રવિણચંદ્ર કે. શાહ શ્રી ચીમનલાલ જે. શાહ શ્રી કે. પી. શાહ
પ્રો. રમણલાલ ચી. શાહે
શ્રી સુબોધભાઈ એમ. શાહ
શ્રી તારાબેન આર. શાહ
શ્રી નીરૂબેન એસ. શાહ
શ્રી એ. જે. શાહ
શ્રી અમર જરીવાલા
શ્રી પ્રતાપભાઈ ગાંધી
શ્રી કમલબેન પીસપાટી
શ્રી ગણપતભાઈ એમ. ઝવેરી
શ્રી ટોકરસી કે. શાહ
શ્રી શાંતિલાલ દેવજી તન્દુ
શ્રી રતિલાલ સી. કોઠારી
શ્રી મફતલાલ બી. શાહ શ્રીપ્રવિણભાઈ મંગળદાસ શાહ શ્રી ચીમનલાલ ડી. મહેતા
તા. ૧૬-૬-૭૯
પ્રમુખ
ઉપ-પ્રમુખ
કોષાધ્યા
મંત્રી
મંત્રી
સભ્ય
23
27
33
"9
..
39
"2
"
93
39
1,
39
39
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
અમે આભારી છીએ-વીશા પ્રિન્ટર્સના
જન્મભૂમિમાં હડતાલના કારણે એક અંક બંધ રાખવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. બેચાર પ્રેસામાં તપાસ કરી તો દરેક જગ્યાએ માણસાની તકલીફ જાણવા મળી. ત્યાર બાદ સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રીયુત દામજીભાઈને વિનંતિ કરી. તેમને ત્યાં પણ એ જ પરિસ્થિતિ હતી. આમ છતાં, તકલીફ વેઠીને પણ તેમણે ગયો. આખા બેંક તૈયાર કરી આપ્યા. તેમની આ પ્રેમાળ લાગણી માટે અમે તેમના અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
આ તમે જાણેા છે ?
એક માજણી અનુસાર દેશનાં કુલ બાળ±માંથી ૨૦ ટકા બાળકો નિશાળે જતાં નથી, અને જાય છે તેમાંથી ૭૫ ટકા બાળકો ચાર ધારણ પૂરાં કરતાં નથી. સારું શિક્ષણ લેનારાં બાળક પૈસાદારનાં જ હોય છે. અંગ્રેજી માધ્યમવાળી શાળામાં ભણતાં બાળકોનું પ્રમાણ અડધો ટકો જ છે. પણ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના પરીક્ષામાં એ બાળકોમાંથી જ ૯૦ ટકા જેટલાં પસાર થાય છે.
આપણા દેશમાં સને ૧૯૭૭-૭૮ ના વર્ષમાં કુલ ૧૯૬૫૯ પુસ્તકો બહાર પડયાં. તેમાં બાળકો માટે માત્ર ૪૭૩ પુસ્તકો જ હતાં, બાળકીનાં બહાર પડેલાં આ પુસ્તકોમાં ૨૦૭ પુસ્તકો હિન્દીમાં હતાં. બંગાળી, ઉડિયા, તેલુગુ, ઉર્દૂ અને સંસ્કૃતમાં બાળકો માટે આ વર્ષમાં એક પણ પુસ્તક બહાર પડયું નથી. જ્યારે બ્રિટનમાં આ જ વર્ષમાં બાળકો માટે ૨૭૦૦ પુસ્તકો બહાર પડયાં હતાં.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક 1 શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૪ ૐ, નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦૦૦૧,