SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૬-૭૯ ધર્માન્તર અને ધાર્મિ ક સ`કુચિતતાથી થતા નુકસાનને પેાતાને સ્પષ્ટ ખ્યાલ આવી જતાં, પોતે પથના આગ્રહથી મુકત થઈને વિશ્વશાંતિ માટે કાય કરશે એ વાતને નિર્દેશ આપતાં, સને ૧૯૫૭માં, તેઓએ જાહેર કર્યું હતું કે, “મહાત્માજીએ મને કેટલીક સૂચનાએ અને ચેતવણીએ આપી હતી, એનું મહત્વ હવે સમજાય છે. હવે પછી મારી બધી શકિત હું વિશ્વશાંતિ પાછળ જ ખવના છું. અમુક પંથના આગ્રહ લઇને કશુ નહીં કરૂં.” એમના આટલા થેાડાક શબ્દો પણ તે કેવી ઉચ્ચ કક્ષાના વિશ્વનાગરિક છે, એની ગવાહી પૂરે છે પ્રબુદ્ધ જીવન આવું દિવ્ય, ભવ્ય અને લેાકેાપકારક જીવન જીવી રહેલા ૯૫ વષઁના આ કમ યાગના સાધક વૃદ્ધપુરૂષે, એમને તેહરુ એવાર્ડ અર્પણ થયા તે વખતે, અત્યારે જેવી ચેમેર ઉપેક્ષા થઈ રહી છે એ ધર્માંની શાશ્વત ઉપકારતા તરફ સૌનું ધ્યાન દારતાં કહ્યું હતુ` કે— “જ્યાં ધર્માંનું અસ્તિત્વ નથી ત્યાં સારા અને ખરાખ તત્ત્વ વચ્ચેની ભેદરેખા આંકી શકાતી નથી. અને આવી ભેદરેખા આંકયા વગર જીવનમાં શાંતી આવવી શકય નથી. આને અ એ છે કે, સૌથી પહેલાં, આપણે જીવનમાં ધાર્મિક શ્રદ્ધા કેળવવાના પ્રયાસ કરવા જોઈએ,” ધી ટાઇમ્સ ઑફ ઈન્ડયા” દૈનિકના ખબરપત્રીને નવી દિલ્હીમાં મુલાકાત આપતા ગુરુજીએ કેટલીક પાયાની, મહત્ત્વની અને વેધક વાતા કહી હતી, તે જાણવા જેવી છે. તેઓએ કહ્યુ* હતું કે~ મને ભારતીય પ્રજામાં રહેલી ધમ પરાયણતામાં વિશ્વાસ છે, અને એની ધાર્મિક સભ્યતા—સ ંસ્કૃતિએ દુનિયામાં વિજયી બનવું જોઇએ. 'હું સને ૧૯૧૮ની સાલથી જાપાનના યુદ્ધુસ ધની સંભાળ રાખું છું અને મેં સમગ્ર એશિયામાં “શાંતિના મંદિરે ” ( પીસ પેગેાડા) ખાંધ્યાં છે.” દુનિયાના અત્યારનાં દુઃખ અને અશાંતિનાં કારણાનું પૃથ્થકરણ કરતાં તેઓ કહે છે કે— k 'હું માનું છું કે, માનવીના ચિત્તમાં રહેલી લેાભવૃતિ અને પૈસા એકત્ર કરવાની તથા વિલાસી જીવન વિતાવવાની કામના એ સતત વધી રહેલ અણુ શસ્રોનું પાયાનું કારણ છે. લાભવૃત્તિમાં વધારે થવાનુ કારણ પશ્ચિમની સભ્યતા (રહેણીકરણીની પધ્ધતિ) છે. આ કામ કેવળ ધાર્મિક-ધર્મ પરાયણ સભ્યતા એટલે કે સંસ્કૃતિથી જ થઈ શકવાનું છે.” “લાભ પાપનું મૂળ” એ પ્રચલિત લેાકેાહિતનું જાણે પોતે વિદેશીકરણ કરતા હોય એમ એમણે લેાલ વધવાના કારણનું અહીં કેટલુ' પ્રતીતિકર નિરૂપણ કર્યુ છે, અને એને કાથ્યૂમાં લેવાને ઉપાય પણ કેવા સચોટ સૂચવ્યા છે.. જાણે પોતાની લાભવૃત્તિને કાબૂમાં લેવા માંગતા હોય એમ આ પ્રસંગે તેઆએ વિશેષમાં કહ્યું હતુ` કે— * આ રકમના ઉપયોગ હું (દિલ્હીમાં) રાજઘાટ અને શાંતિવનમાં શાંતિનાં દિશ બાંધવામાં કરવાના છું.” વ્યાપાક ધર્માભાવનાના અવતારરૂપ અને લોકકલ્યાણુ તથા વિશ્વ—શાંતિના ધ્યેયને સ`ભાવે સમર્પિત થયેલ ફૂજી ગુરુજીને આપણી ભાવભરી વંદના હા !' _CG R ૨૧ માગ દશ ન દાન શ્રી બાપુભાઇ ગુલાબચંદ શાહ, જે બી. જી. શાહના ટૂંકા નામે જાણીતા છે. તેમની દાન આપવાની રીત અનેાખી છે. તેઆ જે દાન આપે છે તેની પાછળ કાઈ શરત નથી હોતી એટલુ' જ નહિ પરંતુ પોતાના નામના પણ આગ્રહ નહિ આજે મોટા ભાગના દાના પ્રીતી દાના હાય છે-નામના માટે જ અપાતા હાય છે. એવા યુગમાં આ રીતના દાનનુ અતિઘણું મહત્વ ગણાય અને તે અનેક શ્રીમાનેા માટે મા દશક પણ અની રહે. શ્રી બાબુભાઈ યુવક સંઘમાં પણ ઘણા સમય સક્રીય રહયા. સઘને કાર્યાલય માટે મકાન હાવુ જોઇએ એવી વાત ઉપરાઉપર બે વર્ષ સુધી વાર્ષિક રીપોર્ટ માં તેમણે વાંચી, ત્રીજે વર્ષ કાય વાહક સમિતિમાં તેમણે પોતા તરફથી પાંચ હજારને ચેક મૂકયે! અને મકાનક્ડની શરૂઆત કરાવી. તરત જ કા વાહક સમિતિના બીજા સક્રીય સભ્ય શ્રી દામજીભાઇએ પણ પાંચ હજાર લખાવ્યા અને મકાનક્ડ શરૂ થઇ ગયું. સંઘનું કાર્યાલય આજે જે વિશાળ જગ્યા ધરાવે છે એના ચશ શ્રી ખી, જી. શાહને ફાળે જાય છે. સત્રના કાર્યાલયના રીનેવેશનમાં સળવટમાં પણ તેમણે અગ્રીમ ફાળે આપેલા. સયુક્ત જૈન વિદ્યાથી ગૃહમાં પણ ઘણા વર્ષોં સુધી તે મ`ત્રીપદે રહયા ગૃહને! એક પ્લાટ ખાલી પડયા હતા, ત્યાં મકાન કરવા માટે મકાન ક્રૂડની ચર્ચા વિચારણા ચાલતી હતી અને કમિટિની મીટીગમાં તેમણે એકાવન હજારના ચેક મૂકયા અને મકાન ક્રૂ'ડની શરૂઆત થઈ. આટલું મોટુ દાન, કાઈ પણ જાતની શરત વિના આપ્યું-નામની પણ ખીલકુલ અપેક્ષા સિવાય. ત્યાર બાદ તેમણે દેવનારમાં જગ્યા લીધી ત્યારે સઘ તેમજ ગૃહની મેનેજીંગ કમિટિના સભ્યાને સહપત્ની જમવાનું નેતરૂ આપ્યુ. સાંજે છૂટા પડતી વખતે તેમણે જાહેર કર્યુ કે મારી રૂા, ૩૮,૦૦૦ ની વીમાની પોલીસી હું... ગ્રહને ભેટ આપુ છુ. અન્ય જગ્યાએ તે આવાં અનેક દાને આપ્યા હશે. પરંતુ આપણી ખન્ને સંસ્થાઓને તેમણે આટલી ઉદારતાથી ખીનશરતે દાતા આપ્યા તેની તેોંધ લેતાં હવ થાય છે. આજે આ લખવા માટેનું નિમિત્ત એ કારણે ઉભું થયું કે તેમણે ઉપરની જ રીતરસમથી રૂપિયા પાંચ લાખ જેવી રકમનુ ઉદાર દાન આપ્યું અને તે પણ કાઈ જાતની શરત વગર. તેની વિગત નીચે મુજબ છે. શ્રી બાબુભાઇ ધાઘારી વીશાશ્રીમાળી જૈન સમાજની અગ્રીમ વ્યક્તિ છે. તેમણે અઢી અઢી લાખના બે ટ્રા બનાવ્યા છે. એક ટ્રસ્ટ વિદ્યાથી આને કેળવણીમાં દરેક રીતે ઉપયેાગી થવા માટે કરવામાં આવેલ છે, અને બીજી ટ્રસ્ટ ધંધાકીય લાન આપવા માટે કરવામાં આવેલ છે. આ બન્ને ટ્રસ્ટોની વિશિષ્ટતા એ છે કે ટ્રસ્ટીમ`ડળમાં પોતાનું એકલાનુ જ નામ ટ્રસ્ટી તરીકે રાખેલ છે, પેાતાનાં કુટુંબીજનેમાંથી કાઈનું પણ નામ રાખેલ નથી. ખીજા બધા ટ્રસ્ટીની બહારથી વરણી કરવામાં આવેલ છે. આજીવન કે વંશપર પરાગત કાઈ હક્ક અનામત રાખવામાં આવેલ નથી. આ ટ્રસ્ટનું નામ ' શ્રી વર્ધમાન ટ્રસ્ટ” રાખવામાં આવેલ છે. તેમના પત્ની શ્રી શારદાબહેન ખાખુભાઈ શાહ પ્રમુદ્દ જીવન” માં અવારનવાર મનનીય લેખા લખે છે. અન્ય સાયિકામાં પણ તેમના ચિન્તનાત્મક લખાણા પ્રગટ થાય છે. તેએ આધ્યાત્મિક વૃત્તિના બહેન છે અને શ્રી ખાખુભાઇની તેમને સતત પ્રેરણા મળ્યા કરે છે, શ્રી આખુભાઇ ગુલાખચંદ શાહે ઈ પણ જાતની પ્રતિષ્ઠાના માહ વિના આટલી મેોટી રકમનુ ટ્રસ્ટ રચ્યું તે માટે તે આપણા અભિનંદનના અધિકારી અને છે. ચીમનલાલ જે. શાંહુ કે. પી. શાહ મ`ત્રીઓ, મુંબઇ જૈન યુવક સઘ
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy