________________
તા. ૧૬-૧૨-૯
પ્રબુદ્ધ જીવન
૧૫૭
ફાધર વાલેસ સાથે પ્રશ્નોત્તરી
પ્રશ્ન : આપે કહ્યું એ મુજબ સ્પેનથી આજથી બરાબર ૩૦ વર્ષ પૂર્વે ભારતમાં આપે પ્રદાર્પણ કર્યું તે વખતે આપને માત્ર સ્પેનીશ ફ્રેન્ચ અને અન્ય બે ત્રણ યુરોપીય ભાષા જ આવડતી હતી, ગુજરાતી - હિંદી - અંગ્રેજી મુદ્દલ નહીં તે પણ ભારત જેવા સાવ અજાણ્યા દેશમાં અને અપરિચિત ભાષાવાળા વાતાવરણમાં આવવાની શા માટે તૈયારી દર્શાવી?
* ઉત્તર : પ્રથમ તે અમારા ગુરુની આજ્ઞાનું પાલન અમારે કરવાનું હોય છે. બીજું. મને ઈશ્વરની પ્રેરણા હતી, ત્રીજે, આત્મશ્રદ્ધા હતી કે અલ્પ સમયમાં હું ભારતની ભાષા તેમ જ લોકોથી પરિચિત થઈ જઈશ અને બન્યું પણ એમજ. જયારે જયારે હું કંઈ પણ મુંઝવણમાં મુકાઉં છું ત્યારે હું પ્રભુપ્રાર્થના કરું છું અને મને એને રસ્તે મળી જાય છે.
પ્રશ્ન: ગુજરાતી ભાષા પ્રત્યે આપની આટલી બધી અભિરુચિ અને અનુરાગ કેમ થયો?
ઉત્તર : મારે ગુજરાતમાં-અમદાવાદમાં જ વસવાટ કરે એ આદેશ મળે એટલે વર્ષોથી ક્રમે ક્રમે મેં ગુજરાતી ભાષા શીખવા માંડી મને એની મધુરતા ગમી ગઈ. અને આજે તો હું ગુજરાતીમાં એટલો પારંગત થ છું કે આ ભાષામાં પ્રવચને આપું છું ને અનેક પુસ્તકો લખ્યાં છે ને લખ્યું છે. ગુજરાતી મારી માતૃભાષા બની ગઈ છે.
પ્રશ્ન: આપની દિનચર્યા શું છે? લખવા માટે આટલો બધો સમય ફાજલ કયાંથી પાડો છો !
ઉત્તર : પ્રાત:કાળે ધ્યાન અને પ્રાર્થના, ત્યાર પછી નિત્યક્રમ, થોડુંક વાંચન લેખન ને ભજન, પશ્ચાત ૧૧થી ૫ સુધી સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત વિષયનું અધ્યાપન કરું છું.' સાંજે નિત્ય ક્રમ પછી લગભગ ૩ થી ૪ કલાક સતત લેખનકાર્ય સામયિકો માટે લેખપુસ્તકો માટે નોંધ ઈત્યાદિ અંતે પ્રભુપ્રાર્થના પછી હું રાત્રિવિશ્રામ કરું છું પ્રશ્ન : મુલાકાતીઓને કયાં અને ક્યારે મળે છે?
: કોલેજમાં અમુક સમયમાં જ્યારે મારે વર્ગ લેવાના ન હોય તે સમયે આગળથી મુકરર કરેલા સમયમાં જ આ જ સ્થળે આ જ પ્રમાણે હું મુલાકાતીઓને મળું છું અને આનંદ અનુભવું છું.
પ્રશ્ન: મુંબઈમાં દર વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપ પધારે છે અને આપના પ્રભાવિત પ્રવચન આપે છે. એથી અમે બધા તો ખૂબજ ધન્યતા અનુભવીએ છીએ, કારણ આપની હાજરીથી વ્યાખ્યાનમાળા શોભી ઊઠે છે. આપને કેવું લાગે છે?
ઉત્તર: સામાન્યત: ઘણાં આમંત્રણ મળવા છતાં અમદાવાદથી બહાર પ્રવચન આપવા હું જ નથી. પરંતુ મુંબઈ જૈન યુવક સંઘ સાથે વર્ષોથી મને આત્મીય ભાવ છે. વળી ત્યાં મારા મિત્રોને મોટો સમુદાય છે અને એથી ત્યાં આવવાનું ખૂબ ગમે છે એટલે દર વર્ષે આ રીતે આવવાની ઈચ્છા રાખું છું.
નોંધ:- ઉપરની પ્રશ્નોત્તરી અક્ષરસ: નથી કારણ એની ત્યાં ને ત્યાં નોંધ લેવાઈ નહોતી. અત્રે આવ્યા બાદ યાદ કરતા પ્રશ્નોતરીને સારાંશ ને ભાવાર્થ લખવાનો પ્રયાસ છે.
- ગણપતભાઈ મ. ઝવેરી. મિતાહાર સુખી જીવન જીવવાની કલા
ખોરાકથી શરીરનું પણ થાય છે. ખેરાક વિના ૨-૩ મહિનાથી વધુ જીવી શકાતું નથી.
આહાર કેટલા વખત લે, કેટલે લે, કે લે અને કેવી રીતે લે એની વૈજ્ઞાનિક સાચી સમજણ આપે, અને તે પ્રમાણે, આચરણ થાય તે તંદુરસ્તી જળવાઈ રહે અને ગમે તેવી નાની મોટી બીમારી દુર કરી શકાય. * કેટલી વખત જમવું:
૨૪ કલાકમાં એક વખત જમવું એ કદાચ સૌથી ઉત્તમ આહાર ટેવ છે. ગ્રીસ અને ઈટાલીન લેકે જયારે દિવસમાં ફકત એક જ વખત ખાતા હતા ત્યારે તેમને બીમારીઓ તે થતી નહીં, પરંતુ તેમના શરીરના બાંધા પડછંદ (પાચ હાથા) હતા,
બે વખત જમવું એ કદાચ અત્યારના જમાનામાં વધુ યોગ્ય ગણાશે. બે વખતના ભોજન વચ્ચે ૭ થી ૧૦ ક્લાકને ગાળે હવે જોઈએ. સવારના નાસ્તો કે કંઈ પણ નહીં અગર નાસ્તામાં ફકત
રસાળ ફળ પા કીલો લેવા જોઈએ.
ત્રણ કે વધુ વખત ખાવાથી બીમારી અવશ્ય આવવાની. વધુ વખત ન ખાવાથી, પાચનના કામમાંથી બચેલી જીવનશકિત શરીરને સ્વચ્છ, આરોગ્યવાન રાખે છે. કેટલું જમવું:
કડકડતી ભૂખ લાગી હોય અને ભૂખ પૂરી સંતોષાય તે પહેલા જ ભાણા પરથી ઊઠી જવું, બે કોળિયા બાકી હોય ત્યારે હાથ ધોઈ નાખવા જોઈએ. જમ્યા પછી પેટમાં થોડી ખાલી જગ્યા રહેવાથી, વલોણુંની પાચનક્રિયા સારી રીતે થાય છે. કેવો ખોરાક
સંપૂર્ણ જીવંત રાકન અલ્પાહાર ઉત્તમ છે. અગ્નિ પર જે રસોઈ થાય છે તેમાથી કિવ (Enzymes ), વિટામિને, ક્ષારો
અમુક પ્રમાણમાં નષ્ટ થઈ જાય છે. અને અમુક પ્રમાણમાં રૂપાંતરિત થઈ શરીરને ઉપયોગી રહેતા નથી. જોષક તત્ત્વ પ્રેટીન, કાજી-શર્કરા ચરબીમાં પણ આગથી ફેરફાર થાય છે જે તેમને દુપાચ્ય બનાવે છે. શરીરમાં અનેક પ્રકારની ક્ષતિ (Deficiances) થાય છે, શરીર માંદલુ બને છે, અકાળે વૃદ્ધાવસ્થા આવે છે.
શાકાહારીનો મુખ્ય ખોરાક અનાજ છે. અનાજને રાંધ્યા વગર, ધોઈને ૪ થી ૧૨ કલાક પાણીમાં પલાળી, ત્યાર બાદ પાણી કાઢી નાખી, ભીના કપડામાં બાંધી, લટકાવી રાખતા, ૧૨ થી ૪૮ કલાકમાં અંકર ફૂટી નીકળે છે. અનાજના દાણામાં સુષપ્ત રહેલ જીવન જાગૃત બને છે. આ ક્રિયા દરમિયાન અનેક કિવ પેદા થાય છે. જે શરીરને જવાની બહો છે. અનાજના દુકા દાણામાં રહેલા વિવિધ વિટામીનેમાં અનેકગણો વધારે થાય છે. અનાજ એકદમ સુપાચ્ય અને હલકું બની જાય છે. અલ્પ પ્રમાણમાં આવા ફણગાવેલા અનાજ, કઠોળ કે તેલીબિયાં લેવાથી પૂરતું પોષણ મળી રહે છે.
શાકભાજી કાચાર્બર કે સલાડ બનાવીને મીઠ, મરચું કે મરી નાખ્યા વગર લેવા.
તાજાં પાકાં ફળ, સુકો મે, નાળિયેર, ખજુર વગેરે લેવાં.
અપક્વાહારમાં અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.
આવા જીવંત ખોરાકને પચતા અલ્પ સમય લાગે છે. પેટ હળવું રહે છે. આંતરડામાં સડો થતો નથી.
જે રાંપૂર્ણ અપકવાહારી ન બની શકે તે ૮૦ ટકા અપકવાહાર અને ૨૦ ટકા પાકેલું એટલે કે રાંધેલું લે, તંદુરસ્તી જાળવવા રોજ ઓછામાં ઓછું ૬૦ ટકા જીવંત ઑકાક લેવો જ જોઈએ. કેવી રીતે જમવું:
૧ કડક્તતી ભૂખ લાગે ત્યારે જ જમવું. ૨. અશાંત મન સાથે ને જમવું. ૩. થાકેલાએ થોડા સમય આરામ કરી જમવું.
૪. બરાબર ચાવીને ખાવું. મોઢામાં લાળ રસથી કાંજીનું પાચન થઈ શર્કરા બને છે. ત્યારે ખોરાક મીઠો લાગે છે. અને પેટમાં પાચન સરળ બને છે.
પ. બે ભેજનની વચ્ચે પાણી સિવાય કંઈ પણ ન લેવાં.
૬, બે ભોજન વચ્ચે ૬-૮ કલાકનું અંતર અવશ્યક છે. એટલા સમયગાળામાં હાજરી પહેલા ભેજનથી ખાલી થઈ, જરા આરામ મેળવી, બીજા ભેજનના પાચનકાર્ય માટે તૈયાર બને છે.
૭. જમતાં પહેલાં અડધા કે એક કલાકે જરૂર હોય તે પાણી પીવું. જમવાની વચ્ચે કે જમવાના અંતે પાણી ન પીવું. ત્યારે પાણી પીવાથી પાચક રસે ઢીલા પડે છે. અને અપચ થવા સંભવ છે.
૮, ૮, ૧૦ કે ૧૫ દિવસે એક ઉપવાસ ફકત પાણી પર કરવાથી સતત પાચનનું કામ કરતા અવયવને આરામ મળે છે. તેનાથી તેમની શકિત વધે છે. આયુષ્ય વધે છે, બિમારીઓ દૂર રહે છે. દૂર થાય છે.
મોટા ભાગના દર્દીને મિતાહારથી એટલે કે પ્રમાણસર યોગ્ય ખેરાક લેવાથી મટાડી શકાય છે. મિતાહાર શ્રેષ્ઠ ઔષધ છે. મિતાહારમાં તદુરસ્ત જીવન જીવવાની ચાવી છે. મિતાહાર એ સુખી જીવન જીવવાની કલા છે.
મહાવીરે એક જ વખત ખાવાની સલાહ આપી છે. ઉણાદરી એટલે કે ઓછું ખાવાના વ્રતને સૌથી ઉત્તમ તાપમાં ગણ્યું છે. શુદ્ધ ભિક્ષુઓએ મધ્યાહન બાદ જમવાને નિધિ કર્યો છે.
- રોઈ ખાઈને, છતાં પૂરતું પોષણ મેળવીને, માનવ વધુ સ્વસ્થ તથા જાગૃત રહી શકે છે. મનને નિર્મલ રાખવા, સાધના પંથે મિતાહાર અત્યંત આવશ્યક છે.
ડે. બી. જી. સાવલા