SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન . તા. ૧-૧૨-૭ રની, દઢ મનોબળની અને ત્યાર બાદ આચરણની. વિચારના બળ વિષે લખવાને વિચાર આવ્ય, લખવા બેઠો, જે ર્યું તે લખાયું તે આપની સમક્ષ રજુ કર્યું છે. આ લખાણ કોઈ અંશમાં પણ કોઈના જીવનને સ્પર્શ થશે તો મારી મહેનત લેખે લાગશે. શાન્તિલાલ ટી. શેઠ તારું મારું સૂર્ય ફૂલ (મરાઠી કવિતા). તારું મારું એક સૂર્ય પૂલ. કોઈક સૂર્ય ફલ જેવી આપણી જિંદગી - સૂર્યસ્તત્ર થઈ જાય. તારો હાથ છે મારા હાથમાં, હવે આ રસતે કપરો નહીં લાગે, આ અનાદિ અંત રસ્તો અને આપણે બે જ હાથ ગૂંથેલા. અન્યના ખેટાપણા વિશે બેધ્યાન રહીને તેની સારી અને સાચી વસ્તુ પ્રત્યે જ અહોભાવ ચિત્તવો જોઈએ. સ્વાર્થને પણ ધીરે ધીરે ઓગાળવો જોઈએ. સહૃદયી બનવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને સત્યને દઢ આગ્રહ રાખવો જોઈએ, આચરણમાં તેમજ વર્તનમાં, અન્યનું બૂરું થાય એવો વિચાર ત્યજ જોઈએ અને ગમે તેવા સંજોગોમાં પણ સમભાવી થઈને જીવવાનો પ્રયત્ન કર જોઈએ, સુખ કે દુ:ખ કે ચિત્તા જે આવે તેને મન પર સવાર થવા ન દેવા જોઈએ. જેમ આપણા શરીર પર કયાંકથી ઝેરી જીવડું આવીને આરિતા બેસે અને તેની આપણને માહિતી થાય અને જે ત્વરાથી ઝટકો મારીને તેને આપણે ફગાવી દેતાં હોઈએ છીએ, એટલી જ ઝડપથી આપણે સુખ કે દુ:ખ કે ચિતાને ગાવી દેતાં શીખવું જોઈએ કારણ કે તે કર્માધિન કે ઈશ્વર આધીન હોય છે. એટલે તેને મન પર સવાર થવા ન દેવાં જોઈએ. આ બધી ઘણી કઠણ વાત છે. કારણ, વર્ષોને આપણે મહાવરો જુદો છે. પરંતુ પ્રયત્નથી બધું જ થઈ શકે છે, માણસ માટે કોઈ વસ્તુ અશકય નથી. આમ કરવા પાછળ માત્ર વિચારની દ્રઢતા જ જરૂરી છે. ઉપદેશે તે ઘણા આપ્યા અને ઘણાં સાંભળ્યા. ધાર્મિક તેમજ આધ્યાત્મિક એવા અસંખ્ય પુસ્તકોનું વાંચન કર્યું. બુદ્ધિને તે આપણી પાસે ભંડાર ભર્યો પડે છે. બધું જ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. આપણે એટલું બધું વાંચ્યું-વિચાર્યું અને સાંભળ્યું છે કે હવે નવું વાંચવા, વિચારવા કે સાંભળવાની જરૂર જ નથી. તેમાં સાર શું અને ખોટું શું તેની તુલના કરવાની શકિત પણ આપણામાં ભરી પડી છે. પરંતુ દુ:ખની વાત એ છે, કે આપણે બધું જ જાણતા-સમજતા હોવા છતાં આપણે પોતે પિતાની જાતને જ છેતરી રહ્યા છીએ. અને હજ વધારે વ્યાખ્યાને સાંભળવા તત્પર રહીએ છીએ. કંઈક નવું જાણવા મળશે એમ સમજીને હજ પણ વિશાળ વાંચન તરફ ઢળીએ છીએ. પરંતુ જે જાણીએ છીએ તેને અમલ કરતા નથી, જે કરવા જેવું છે તે કરતા નથી. આમ કરવું અતિ આવશ્યક છે, પરંતુ તેમ કરવું ભારે કઠણ છે, થઈ શકતું નથી. યમરાજના પહેરેગીરે દ્વારની સામે ઊભા હોય છે એટલી ઉમ્મરે પણ, બધું જાણતા હોવા છતાં પણ લાચારીથી કહીએ છીએ કે એ મારાથી થઈ શકતું નથી. માણસ કેટલું બધું વિચિત્ર પ્રાણી છે? ઉપરની બધી વાત તે જાણે છે. તેને અમલ કરવાથી તેનું જીવન અવશ્ય ઉર્ધ્વગામી બની શકે તેમ હોય છે. એવો સીધો અને સરળ રસ્તો તેની નજરની સામે રસ્પષ્ટ હોવા છતાં તે તેમ કરવા પ્રયત્ન નથી કરતો અને રસીદીભાઈના ડાબા કાનની જેમ તે ઊંધો રસ્તો પકડે છે. તે હીમાલય જાય છે, આશ્રમમાં જાય છે, કપડા બદલીને સાધુ-સાધ્વી કે સંન્યાસી થાય છે અને એમ કર્યા પછી પણ તેને માંયલે તો એને એ જ વળગણવાળા હોવાથી તે ત્યાં નવ સંસાર ઉભો કરે છે. ત્યાં પણ ગમા-અણગમા, મારૂંતાર, સાચું-ખોટું, ભયંકર સ્વાર્થ બુદ્ધિ, વેર-ઝેર, આ બધું, ચાલુ જ હોય છે. તે પોતાની જાતને અને જગતને ખુલ્લે આમ છેતરે છે. એમ છતાં પોતે અને તેના અનુયાયીઓ તેને મહાત્મા કહે છે પૂજે છે. સામાના અહંને પોષે છે અને પોતે ભયંક્ય રીતે છેતરાતે હોવા છતાં, તેને આનંદ માણે છે. વિચિત્ર અને દ્વિધામય છે આજના માનવીની સ્થિતિ? આ રીતે ખુલ્લી નજરે જગતનાં અને તેમાં વસતા માનવીના દર્શન કરીએ છીએ ત્યારે મનમાં વિષાદ જન્મે છે. સામાન્ય સમજણના માનવીઓ તે તેને મનુષ્ય જન્મ શેના માટે મળે છે તેને વિચાર સુદ્ધા કરવાની સ્થિતિમાં નથી. પરંતુ કહેવાતા બૌદ્ધિકોની પણ આવી જ સ્થિતિ જોવા મળે છે ત્યારે નિરાશા જન્મે છે અને મનમાં પ્રશ્નોની પરંપરા જાગે છે કે આમ કેમ ? એને જવાબ નથી મળતે. આપણે સ્વાર્થમાં એટલા બધા અંધ બન્યા છીએ કે પોતાના સાચા સ્વાર્થને પણ નથી સમજી શકતા અને જે થોડા ઘણા સમજી શકે છે તે નથી આચરી શકતા. અને અનેક જન્મેના ફેરા ફરવાનું ચાલુ જ રહે છે. હા, કોઈ રમણ મહર્ષિ, કે કોઈ શ્રીમદ્ રાજચન્દ્ર જેવી વિભૂતિઓ પાકે છે, કે જેમણે દેહાધ્યાસમાંથી મુકિત મેળવી હોય. પરંતુ એની સંખ્યા કેટલી? માટે માણસે વિચારનું બળ કેળવવું જોઈએ, સતત ચિત્તનશીલ રહેવું જોઈએ, આંતરદર્શન કરવાની ટેવ પાડવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, અડધો મણ ઉપદેશમાં ડૂબવા કરતા અળ આચરણના દરિયામાં તરતા શીખવું જોઈએ. માણસ સ્વસ્થ ચિત્તે, શાંતિથી વિચાર કરે તો તેના પિતા માટે શું હિતકારી છે તેનો જવાબ તેને પોતાને તેને માંહ્યલે જ આપશે! કોઈને પ્રશ્ન પૂછવા જવાની જરૂર નથી રહેતી કે પોતા માટે સાર શું છે, જરૂરી છે! ફકત સાચા વિચા તું એકલી નથી (મરાઠી કવિતા) ચંદ્ર મને અહીં જુએ છે, તને ત્યાં જેતે હશે. તું એકલી નથી એમ મારે કહેવું છે વસંત ડહાકે : જયા મહેતા ૯ પ્રેમળ જ્યોતિ ak ગતાંકમાં આપેલ અહેવાલના આધારે અંધેરીના હજી અલારખીયા આઝામને સાડલા ખરીદીને ભેટ આપવા માટે ભાવનગરથી એક બહેને રૂા. ૧૫૧) ને ચેક મેકલ્યો તે માટે તેમને આભાર. શ્રીયુત મનુભાઈ રાયચંદ સંઘવી તરક્શી દવાઓ માટે બીજ " હપ્તાના રૂા. ૫૦૦/- મળ્યા છે. તે માટે અમે તેમના આભારી ---- છીએ. આથી વિનંતી કરવામાં આવે છે કે સાડલાઓની ખાસ જરૂર છે, તે જેમની ઈચ્છા હોય તે સંઘના કાર્યાલયમાં સાડલા મોકલી આપે. શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલય મંત્રી સંધના આજીવન સભ્ય શ્રી રમેશચંદ્ર ચુનીલાલ લાલન પીએચ. ડી. થયા - સંઘના આજીવન સભ્ય શ્રી રમેશચંદ્ર ચુનીલાલ લાલને “દંડ નીતિ અને જૈન આગમ ”( Penology અને jain Scriptures)” વિષે તૈયાર કરેલ મહાનિબંધને મુંબઈ યુનિવસિટીએ પીએચ.ડી. ની ડિગ્રી માટે માન્ય રાખે છે. એમણે આ શોધ નિબંધ સુ કૅલેજના આચાર્ય ડૉ. પી. ડબલ્યુ. રેગેના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતે. માનવી ગુના કરે છે. તેના કારણોમાં કર્મ, તત્ત્વજ્ઞાનને ફાળો અને માનવી ગુના કરતા અટકે તે માટે સંવરને ઉપાય મહાવ્રત અને અણુવ્રત મારફત સૂચવીને સમાજશાસ્ત્રીઓ, કેળવણીકારો અને ન્યાયાધિકારીઓનું આ દિશામાં ધ્યાન ખેંચવાને આ મહાનિબંધદ્રારા પ્રયાસ કર્યો છે. શ્રી લાલન વ્યવસાયે મુંબઈમાં પોલીસ પ્રેસીકયુટર છે. એમની સફળતા માટે હાર્દિક અભિનંદન!
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy