________________
તા. ૧૬ ૧૧-૭૯
પ્રાદ્ધ જીવન
પ્રેમ અને કરુણાની મૂર્તિ મધર ટેરેસા
૬૯ વર્ષની જેમની હાલ ઉંમર છે એવા સાધ્વી મધર ટેરેસા ભારતમાં આજે જે દિનદુ:ખિયાની સેવા કરી રહ્યા છે તે બેનમૂન છે. ભારતમાં ઋષિની પરંપરા લગભગ લુપ્ત થઈ રહી છે, ત્યારે એક પરદેશી સ્ત્રી-સાચી સાધ્વી તરીકે ભારતના દિનદુ:ખિયાના આંસુ લૂછી રહેલ છે તે આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત છે.
કોઈ અનાથ હોય, રસ્તાની ફૂટપાથ પર કોઈ અસહાય વ્યકિત છેલ્લા શ્વાસમાં હાય, કોઈ અસહાય રોગી હોય, જેને જીવનમાં કે જગતમાં કોઈ સધિયારો ન હાય-એવી નિરાધાર વ્યકિતઓના આધાર છે મધર ટેરેસા. જયાં પણ આવી વ્યકિત તેમના કાર્યકરોની નજરે પડે તેને પોતાના આશ્રમમાં લઈ જાય અને સેવા-સુશ્રુષા કરે. ભારતભરમાં, આવા સેવાયજ્ઞ કરતાં મધર ટેરેસાના આશ્રામા છે અને કોઈપણ જાતની આર્થિક અપેક્ષા વિના આવા દિનદુ:ખીઓની તેઓની સેવા– દિક્ષિત બહેના દ્વારા સારવાર કરવામાં આવે છે સહારો આપવામાં આવે છે. મુંબઈકલકત્તા જેવા મોટા શહેરોમાં અને તેનાં પરાંઓમાં પણ તેમની આ પ્રવૃત્તિને લગતી શાખાઓ છે. દુ:ખની અને આશ્ચર્યની વાત તા એ ગણાય કે જયારે આપણા અસહાય અને દિનદુ:ખી બાંધવાની આવી રીતે એક પરદેશી શ્રી સેવાસુશ્રુશા કરી રહેલ છે, જે કરવાની આપણી ફરજ છે, તેના વિષે આપણામાંના મોટા ભાગના સમાજને જાણકારી પણ નથી. મધર ટેરેસાની એ સેવા– વૃત્તિ ભારતના અનેક શહેરોમાં ચાલી રહી છે. કેટલાય વર્ષોથી તેઓ આવી નિસ્વાર્થ માનવસેવા કરી રહ્યા છે. તેના અનુસંધાનમાં તાજેતરમાં તેમને શાન્તિ માટેનું નેબેલ પારિતોષિકનું પ્રદાન કરવામાં આવ્યું છે.
તા. ૯ નવેમ્બરના રોજ આપણા રાષ્ટ્રપતિએ તેમને મુલાકાત આપી હતી અને તેમને મળેલા નોબેલ પારિતોષિક માટે તેમના પ્રત્યે આનંદની લાગણી વ્યકત કરી હતી. રાષ્ટ્રપતિએ તેમને કહ્યું હતું કે તમે ગયા એપ્રિલમાં જે પ્રાર્થના પુસ્તક મને માકલ્યું હતું, તે મારું સાથી બની રહ્યું છે. રાષ્ટ્રપતિ, મધર ટેરેસાને વળાવવા માટે, રાષ્ટ્રપતિ ભવનના આંગણા સુધી ગયા હતા. એ રીતે તેમનું બહુમાન કર્યું ગણાય.
યુનાઈટેડ નેશન્સની સ્ત્રીઓ માટેના દાયકાની વિશ્વ પરિષદ તરીકે યોજાયેલી એસ્કેપ રીજીઓનલ પેપરેટરીની બેઠકની પૂર્ણાહૂતી વખતે પ્રવચન આપતાં મધર ટેરેસાએ ટૂંકું પણ અંત:કરણને હલબલાવી નાંખે તેવું પ્રવચન આપ્યું હતું. તેમણે એક નવતર વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું કે, “ગર્ભપાત એ ગર્ભાશયમાં બાળકની હત્યા જ છે.” તેમણે કહ્યું કે “જો માતા તેના પેાતાના જ બાળકને મારી નાંખી શકતી હોય તો બીજાઓ માટે શું બાકી રહ્યું?”
તેમણે પેાતાની મૌલિક મૃદુભાષામાં કહ્યું હતું કે “એક નારીની "હત્વાકાંક્ષા એક સુખી ઘરની ગૃહણી તેમજ માતા થવાની હોય છે.”
“આપણે બીજા પ્રત્યે પ્રેમ રાખવા અને બીજાઓના પ્રીતિપાત્ર બનવા માટે સર્જાયા છીએ. તમે સૌ પોતાના દેશમાં જઈ અનુકંપાનો પ્રચાર કરો. આજે સર્વત્ર યાતનાની પરાકાષ્ટા દેખાય છે. અનુકંપાની લાગણીના પ્રચાર કરવાનું કામ તો સ્ત્રીઓનું છે. લોકો ભગવાનનું નામ કેવી રીતે બાલે છે તે મહત્ત્વનું નથી, પરંતુ દરેક કુટુંબે અને વ્યકિતએ હળીમળીને રહેવું જોઈએ અને અન્ય દુ:ખીજનો પ્રત્યે અનુકંપા બતાવવી જોઈએ એનું મહત્ત્વ વધારે છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે મને મળેલા શાન્તિ માટેના પારિતોષિકો માટે હું પાત્ર નથી, એમ છતાં આ પારિતોષિક એ એવા પ્રેમના કાર્યની કદર છે કે જે બદલામાં શાન્તિ આપે છે.
મધર ટેરેસાએ ગર્ભપાતના કાયદો રદ કરવાના સરકારને અનુરોધ કર્યો હતો. મધર ટેરેસાને મળેલા નોબેલ પારિતોષિકના વિજયના માનમાં દિલ્હીમાં યોજવામાં આવેલ એક સરકારી સમારંભમાં વડા પ્રધાન શ્રી ચરણસિંહ પણ હાજર હતા, ત્યાં મધર ટેરેસાએ કહ્યું હતું કે, “આ કાયદાની નાબૂદી એ આંતરરાષ્ટ્રીય બાલવર્ષમાં બાળકોને માટે મહાન ભેટ ગણાશે.
કોઈએ તેમને રાજકારણ વિષે અછડતો પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં તેમણે સ્વસ્થતાપૂર્વક કહ્યું કે “મારા મીશનનું
૧૩૭
કાર્ય એટલું મોટું અને મહત્ત્વનું છે કે રાજકારણ વિષે વિચાર સુદ્ધાં કરવાનો મારી પાસે સમય નથી.”
તેમણે કહ્યું કે, “બાળકોને પ્રેમ એ મારા માટે ઈશ્વરની મહાન ભેટ છે. હું ઈચ્છું છું કે દરેક બાળકને હું ખૂબ વહાલ કર્યું.”
તેમણે કહ્યું કે “ગરીબોને દયાની જરૂર નથી તેમને પ્રેમની જરૂર છે. તરછોડાયલા અને પ્રેમવિહાણા લાકો માટે મકાનો બાંધવામાં હું પારિતોષિકની રકમનો ઉપયોગ કરીશ. આવા ૧૫૮ મકાનામાંથી ૯૮ મકાનો ભારતમાં બાંધવામાં આવશે.
આવા વિશ્વમાતા જેવા મધર ટેરેસાને આપણા કોટી કોટી વંદન હા- તેમના સેવાકાર્ય અંગે આપણે વધારે માહિતગાર થઈએ, તેમાંથી પ્રેરણા લઈએ અને તેમના કાર્યમાં સહયોગ આપીએ એ જ અભ્યર્થના.
– શાન્તિલાલ ટી. શેઠ
ઝાલાવાડી જૈન સભાના અમૃત મહાત્સવ અને પત્રિકાની રજત જયંતી
શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભાને અમૃત મહોત્સવ અને સભાના મુખપત્ર ‘માસિક પત્રિકાના રજત જ્યંતી ઉત્સવ ગઈ તા. ૧૦ અને ૧૧મી નવેમ્બરના દિવસેએ મુંબઈમાં ભારે શાનદાર રીતે ઉજવાયા હતા. સી. સી.આઈ.ના વિશાળ ચોગાનમાં આ બંને દિવસોએ સાંજે ૫-૬ કલાક સુધી ઝાલાવાડી સ્થાનકવાસી સમાજની ચારેક હજારની મેદનીએ સભાની સાડાસાત દાયકાઓની પ્રવૃત્તિઓના જવલંત ઈતિહાસની વિગતો સાંભળીને પ્રસન્નતા અનુભવી હતી અને ‘માસિક પત્રિકા'એ ૨૫ વર્ષના ગાળામાં સભાની પ્રવૃત્તિઓમાં અને પ્રગતિમાં કેવા જબ્બર ફાળા આપ્યા હતા. તેની માહિતી મેળવી હતી.
હતા.
બંને દિવસેાના સમારંભના પ્રમુખસ્થાને જૈન સમાજના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી સી. યુ. શાહ છેલ્લા ૩૦ વર્ષથી સભાનું સુકાન સંભાળી રહેલા જૈન સમાજના અગ્રણી અને ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે, સમારંભમાં ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સમાજની આટલી વિશાળ હાજરી નિહાળીને અત્યંત આનંદ વ્યકત કર્યો હતો અને સમાજની તેમણે જે સેવાઓ કરી છે તેમાં તેમના સન્નિષ્ઠ અને કાબેલ સહકાર્યકરોના જે રીતે સાથ અને સહકાર સાંપડે છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા આ સહકાર્યકરો વિના હું કાંઈ કરી શકું તેમ નથી.
સમાર ંભના પ્રમુખસ્થાનેથી શ્રી સી. યુ. શાહે સભાના આગેવાનાને અભિનંદન આપ્યા હતા અને સભા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
‘માસિક પત્રિકા’ના રજય જયંતી વિશેષાંકની જાણીતા પત્રકાર શ્રી મનુભાઈ મહેતાએ પ્રકાશનવિધિ કરી હતી.
૨૩
સભાના એક મંત્રી શ્રી પ્રેમચંદ ઉજમશી શાહની છેલ્લા વર્ષની સેવાઓને તેમજ ‘માસિક પત્રિકા’ના સંપાદક શ્રી. કેશવલાલ મગનલાલ શાહની સંસ્થા અને પાત્રકાને ૨૫ વર્ષની સેવાઓને બીરદાવવામાં આવી હતી અને આ પ્રસંગે તેમને ચાંદીના કાસ્કેટ અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સમારંભના પહેલા દિવસે ‘ડાયરો’ના મનારંજન કાર્યક્રમ રજૂ થયા હતા. બીજા દિવસે ઝાલાવાડી સ્થા. જૈન સભાના સભ્યોના સંતાનોએ અને બહેનોએ રાસ-ગરબા, નૃત્ય અને બીજો મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યો હતો. સભાના મહિલા મંડળા દ્વારા રજૂ થયેલ રાસગરબાની સ્પર્ધા એટલી શ્રેષ્ઠ પ્રકારની હતી કે તેના ત્રણ નિર્ણાયકો માટે ઈનામેાની ફાળવણી કરવાનું કાર્ય કપરું બની ગયું હતું. આ મનાર'જક કાર્યક્રમથી શ્રોતા એટલા બધા પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા કે દરેક કાર્યક્રમ માટે ઈનામેાના વરસાદ વરસ્યો અને લગભગ રૂપિયા ૨,૫૦૦૦ના ઈનામેા અપાયા.
આ બે દિવસના સંમેલન અને મિલને, મુંબઈમાં વસતાં ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સમાજની એકતા, એકનિષ્ઠા અને ઉદારતાનાં દર્શન કરાવ્યાં.
સકલન: રમણલાલ શેઠ