________________
તા. ૧-૧૧-’૭૯
પ્રાદ્ધ જીવન
આપણી ` તેમ જ સમાજની તંદુરસ્તી માટે મહત્ત્વનું....
વિશ્વ આરોગ્ય સંસ્થાના શીતળા માહિતી એકમના પ્રવકતા “જીમ મેાગી” એ જીનિવામાં તા. ૨૫ ઓકટોબરના રોજ કહ્યું કે” શીતળા પૃથ્વી પરથી નાબૂદ થઈ ગયા છે, એવી જાહેરાત થાય ત્યારે બધા દેશેાએ યિાત રસી મૂકવાનું બંધ કરવું જોઈએ. કારણ, રસીનું જોખમ કદાચ, રોગ કરતાં વધુ છે. આ રસીથી સંખ્યાબંધ આડ અસરો ઊભી થાય છે, અને તે જીવલેણ નિવડે એવા સંભવ છે. એથી મેનીનજાઈટીસ જેવા રોગે! થવાના સંભવ છે.”
કેવી ચાંકાવનારી આ વાત છે! વિશ્વભરમાં આજ સુધી આંખા મીંચીને શીતળાની રસી મૂકવાનું મરજિયાત જ નહિ પરંતુ જિયાત ચાલતું હતું. કેટલા બધા વર્ષો પછી ડો. જીમ માગીએ આ ભ્રમ ભાંગ્યો અને અત્યાર સુધીમાં કરોડો માણસોને અન્યાય થયો એ જુદો.
વર્ષો પહેલા ચક્રવર્તી રાજાગેાપાલાચાર્યે રાજાજીએ–રસી મૂકવાના સખત વિરોધ કર્યો હતા, પરંતુ કોઈએ તે કાને ધર્યો નહોતા, મારી માન્યતા પણ પ્રથમથી આવી જ રહી છે.
મારી દષ્ટિએ એલાપથીની ઝેરી દવાઓ અને ટીકડીઓ પણ માણસ માટે ભયંકર ઝેર સમાનજ સાબિત થઈ છે અને આજે જે રોગાને વધારો થઈ રહ્યો છે તે તેને કારણે જ થયા છે, એવી મારી દઢ માન્યતા છે. આ ટીકડીઓ તાત્કાલિક એક રોગને દાબે છે અને શરીરની નર્વઝને ઝેરી અસર કરે. અન્ય અનેક રોગા ઊભા કરે છે. માટે, દરેક નાગરિકે આ બાબત 'સાવધ તેમજ જાગૃત રહેવાની ખાસ જરૂર છે, અને બાળકો માટે તે। આ ટીકડીઓ ભયંકર જૉરની ગરજ સારે છે. હા, જે રોગ શસ્ત્રક્રિયા વિના મટે તેમ ન હોય તેને માટે એ લાપથી ખરેખર આશિર્વાદરૂપ છે.
1.
બીજું, ડી.ડી. ટી. જંતુનાશક ઔષધાના આપણે પ્રમાણભાન ગુમાવીને ઘરમાં છંટકાવ કરીએ છીએ, ખેતરોમાં છાંટીએ છીએ તેની પણ ખતરનાક અસર થાય છે.
ગ્વાતેમાલાના ગ્રામવિસ્તારોમાં મેલેરિયાને અંકુશમાં લેવા માટે છેલ્લાં પંદર વર્ષથી ડી. ડી. ટી. છાંટવામાં આવે છે. ત્યાં માતાના દૂધમાં કુલ ૦-૩થી ૧૨-૨ પી.પી. એમ, જેટલું ડી.ડી. ટી, જણાયું હતું. આ પ્રમાણનો અર્થ એ થયો કે રોજની સ્વીકાર્ય માત્રા કરતાં લગભગ ૫૦ ગણુ. ડી. ડી. ટી. ત્યાંના માતાનું દૂધ પીતાં બાળકોના પેટમાં જાય છે. આનાથી બાળકોના સામાન્ય વિકાસ પર પ્રતિકૂળ અસર થાય છે. ડી. ડી. ટી. જેવી જંતુનાશક દવાઓ પશુનેઓ માટે પણ હાનિકર્તા છે.
તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે ડી. ડી. ટી. અને અન્ય કલારીનેટેડ હાઈડ્રોકાવેન્સના વધુપડતા ઉપયોગથી હોજરીની કામગીરી પર માઠી અસર થાય છે. એનાથી કોલેસ્ટેસેલના પ્રમાણ પર તેમજ જ્ઞાનતંતુઓ પર માઠી અસર થાય છે.
સંયુકત રાષ્ટ્રસંઘ પર્યાવરતા કાર્યક્રમે લોકોને ઘરમાં ડી.ડી. ટી. છાંટવાથી થતી પ્રતિકૂળ અસર સામે ચેતવણી આપી છે.
આવી જ રીતે બંધ ડબાના ખારાક પણ મારી દષ્ટિએ હિતાવહ ન ગણાય. આવા બધા તત્ત્વોનો બેફામ રીતે ઉપયોગ કરીને આપણે પેતે આપણી પોતાની અને આપણા બાળકોની તંદુરસ્તીને ભયંકર રીતે હાનિ પહોંચાડી રહ્યા છીએ.
લીપસ્ટીક વિગેરે સૌ દર્યપ્રસાધનોના ઉપયોગ પણ આજે બેફામ રીતે વધી રહ્યો છે. તેની પણ લાંબે ગાળે શરીર તેમજ ચામડી પર ભયંકર હાનિકારક અસર થવા પૂરો સંભવ છે.
તો, આપણે આવી બાબતોમાં થોડા જાગૃત થઈએ અને જૂની પ્રથા હતી એવી. ઘરમાં ડી. ડી.ટી.ના બદલે લાબાન-ગુગળના કે લીંબડાના પાનનો ધૂપ કરીએ અને નાહવામાં ચણાનો લોટ, તેલ તેમજ હલદરનો ઉપયોગ કરતા થઈએ. અને દવાઓમાં આયુર્વેદ કે હોમિયેાપથીની દવાને વધારે મહત્ત્વ આપતા થઈએ તે આપણને, આપણા કુટુંબને અને સમગ્ર સમાજને ખૂબ જ ફાયદો થાય. સાથે સાથે જીવન જીવવાની એવી જાગૃતિ રાખીએ. ખાટા આહાર-વિહાર ન કરીએ અને માંદા જ ન પડાય તેને માટે કાળજી રાખવામાં આવે તે। દવાની જરૂર જ ન રહે, બાકી તે જેમ દવા
૧૨૭
વાળાઓ અને નવી નવી દવાઓ વધી રહ્યા છે. તેની સામે રોગે પણ એટલા જ વધી રહ્યા છે. માટે આપણે જાગૃતિપૂર્વક જીવન જીવીએ અને આપણાં બાળકોને તેની સમજણ આપીને ટેવ પાડીએ, તે આજના જમાના માટે ખૂબ જ આવશ્યક છે.
આજે આપણે ભૌકિતકતા તરફ પણ પૂરવેગે દોડી રહ્યા છીએ. તેને બ્રેક મારીને આંતરમનની ખાજ તરફ વળવાની પણ એટલી જ તાતી જરૂર જણાય છે. આમ કરવાથી જીવનમાં પરમ
શાંતિ મળશે.
શાંતિલાલ ટી. શેઠ
“પ્રેમળ
જચેાતિ”
આપણા સંઘની આ પ્રવૃત્તિ તા. ૨૧-૧૦-૭૬ ધનતેરશના શુભ દિને આપણે શરૂ કરેલી, તેનાં તા. ૨૧-૧૦-૭૯ના રોજ ત્રણ વર્ષ પૂરા થયા. તા. ૨૧-૧૦-૭૯ ના રોજ ધનતેરશના દિવસે “પ્રેમળ જ્યોતિ ” ના કાર્યકર બહેનોએ ભિન્ન ભિન્ન સંસ્થાઓની મુલાકાત લીધી અને આપણી શકિત પ્રમાણે એ સંસ્થાઓની જરૂરિયાતમાં ફ લપાંખડી રૂપે આર્થિક સિંચન કર્યું.
રૂપિયા
૫૦૦/- આપેડીક હાસ્પિટલને બે કેલીપર માટે ૩૨૧/- હેન્ડીકેપ બાળકોને દવા તેમ જ નાસ્તા માટે ૧૫૧/- સાન્તાક્રુઝમાં, મધર થેરેસા સંચાલિત સંસ્થામાં ૧૫૧/- વીલેપાર્લેમાં મધર થેરેસા સંચાલિત સંસ્થામાં ૧૫૦/- અંધેરીમાં હાજી અલારખિયા આશ્રમને ૧૭૦/- સામળદાસ ગાંધી માર્ગ પર આવેલા, સેાસાયટી ફોર ધી વોકેશનલ રીહાબીલીટેશન ઓફ ધી રીટાર્ડેડને. ૧૪૦ - પાર્લા – બારભાયા અનાથાશ્રમ તેમ જ જૈન ક્લિનીકમાં.
*
૧૫૮૩
આમ એકંદર રૂા. ૧૫,૮૩/- ધનતેરશના શુભ દિને શુભ કાર્યો માટે “ પ્રેમળ જ્યોતિ ” મારફત ખર્ચાયા.
આ સંસ્થાઓની ટૂંકી માહિતી નીચે પ્રમાણે છે: સાન્તાક્રુઝમાં, મધર થેરેસા સંચાલિત મહિલાઓ માટેનું અનાથાશ્રામ છે, તેમાં અત્યારે ૭૬ મહિલાઓ રહે છે. જેનું કોઈ જ ન હોય તેવી અનાથ મહિલાઓને અહીં રાખવામાં આવે છે.
બીજું અનાથાશ્રમ પણ સાન્તાક્રુઝમાં જ મધર થેરેસા સંચાલિત છે, તે બાળાઓ માટેનું છે. જ્યાં રસ્તા પરથી મળેલી તેમ જ અન્ય અનાથ બાળાઓને રાખવામાં આવે છે અને સારી રીતે ઉછેર કરવામાં આવે છે.
એ જ રીતે વીલેપાર્લેમાં “ બારભાયા અનાથાશ્રમ” ચાલે છે. આ પણ મહિલાઓ માટેનું અનાથાશ્રમ છે. ત્યાં વાલીનીં સહીથી કોઈપણ કામની બહેનને દાખલ કરવામાં આવે છે. ઘરકામને લગતી તેમ જ હુન્નર ઉદ્યોગને લગતી સારી તાલીમ
આપવામાં આવે છે.
અંધેરીમાં હાજી અલાખિયા સેાનાવાલા અંધ - સ્રી આશ્રામ છે. આ સંસ્થાને ખાસ કરીને સાડીઓની જરૂર છે. તેમજઆર્થિક મદદની પણ જરૂર છે. તે એના માટે સંઘના કાર્યાલયમાં સાંઠીઓ મેાક્લવા માટે વિનંતિ છે.
“ પ્રેમળ જ્યોતિ ” ની પ્રવૃત્તિદ્વ્રારા આપણને આ બધી જાણકારી મળે છે.
આવા અનાથા પર પ્રેમ વરસાવવાનું સૌને નિમંત્રણ આપવામાં આવે છે.
જૈન કલીનીકના જનરલ વોર્ડની મુલાકાત તો પ્રેમળ જ્યોતિના કાર્યકર બહેનો નિયમિત લે જ છે. અને જરૂરિયાતવાળા ભાઈ-બહેનને