SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રબુદ્ધ જીવન ✩ બાળવર્ષ અને ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય બાળવર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, પરંતુ જયાં અજ્ઞાન અને ગરીબી છે ત્યાં એનાં કશાં જ એધાણ નથી. આ સ્તરના સમાજમાં બાળકોની સુખાકારી અને વિકાસની બાબતોને તે સ્થાન નથી, પરંતુ પતિ-પત્નીના ઝઘડામાં બાળકોને કેવું સહન કરવું પડે છે એ જયારે છાપાંદ્ગારા જાણીએ છીએ ત્યારે ઘણું લાગી આવે છે કે આપણા સમાજજીવનને ઊંચું લાવવા કેટલી તો હજી મહેનત કરવાની છે. આ વાત એટલા માટે લખવી પડે છે કે થોડા દિવસેા પહેલાં એક અંગ્રેજી વર્તમાનપત્રમાં અહેવાલ હતા કે નીચલા સ્તરના એક કુટુંબમાં પતિ-પત્ની વચ્ચે એક વાર પૈસાની બાબતમાં કંકાસ થયો. પિત ઘેરથી બહાર ગયા અને બપેારના બે વાગે ઘેર આવી ક્રોધના આવેશમાં પત્ની પાસે ભર ઊંઘમાં સૂતેલા પેાતાના કેવળ ચાર જ માસના કુમળા પુત્રને ઊઠાવી કૂવામાં જઈને ફેકી આવ્યા. પત્ની સાથે થયેલા ઝઘડાને રોષ હતા, અને પાતે દારૂડિયા અને જુગારી પણ હતા, એટલે ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એમ આવા અઘટિત કરૂણ બનાવ બની ગયો અને એક તદ્ન નિર્દોષ બાળક જે પેાતાના સગા પુત્ર હતા તેની ઊગતી જિંદગી રહે સાઈ ગઈ. કોના હાથે ? પોતાના બાપના જ હાથે ને ! આવા તે ખૂણે ખાંચરે કંઈક અઘટિત બનાવો બને છે જે આપણી જાણમાં કેવળ છાપાંઓ દ્વારા જ આવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય બાળવર્ષ છે, પરંતુ બાળકોને ખુદ પોતાના માબાપના હાથે જ સહન કરવું પડે એ ઘણી વસમી વાત છે. ગરીબ સ્તરમાં ઘણાં કુટુંબ એવાં છે, જેમાં કુટુંબ વસ્તારી હોવાથી માબાપ નાનપણથી જ બાળકોને કામે ધકેલી દે છે. તેમને રમવા-ભણવાનું કે ગમ્મત કરવાનું તે મળે જ કર્યાંથી? સવારથી સાંજ સુધી આ બાળકો કામ કરે છે અને થાકીપાકીને ઘેર જઈ ઘરમાં જે હોય તે ખાઈ પી ઊંઘી જાય છે અને સવાર પડે કે વહેલી સવારથી જ તેમને કામે જવાની ચિંતા પાછી હોય છે. આ બધાં બાળકોની સ્થિતિ સુધરે તો જ ખરા અર્થમાં કહી શકાય કે આપણે આંતરરાષ્ટ્રીય બાળવર્ષ ઉજવ્યું છે. પૈસાદારનાં બાળકોને તા વિકાસની બધી જ તકો પ્રાપ્ત છે, કંઈ કામ થવું જોઈએ તે ગરીબ બાળકો માટે થાય તે ખાસ જરૂરી છે. આ પ્રશ્નને બીજી રીતે વિચારીએ તો ગરીબ સમાજમાં માબાપનું અજ્ઞાન પણ તેમના બાળકોના વિકાસને ભયંકર રીતે રુંધે છે. એક દાખલા જોઈએ. એક પૈસાદાર ઘરમાં એક બાઈ ઘરનોકર તરીકે કામ કરતી હતી. તેની બારતેર વર્ષની દીકરી માને કામમાં અવારનવાર મદદ કરતી અને સાથે શાળામાં અભ્યાસ પણ કરતી હતી. ચાર શ્રેણી ભણ્યા પછી આગળ તેના ભણતરનો ખર્ચ માબાપથી ભાગવી શકાય તેમ ન હોવાથી માએ) તેને ઊઠાડી કયાંક ઘર નાકર તરીકે કામે લગાડી દેવાનું નક્કી કર્યું. આ વાતની જે ઘરમાં આ બાઈ નોકરી કરતી હતી તે શેઠાણીને ખબર પડી. આ પૈસાદાર બાઈ દયાળુ અને શિક્ષિત હતી એટલે તેણે પેાતાની નેકરબાઈની દીકરીના ભણતરના બધા જ ખર્ચ ઉપાડી લેવાની તૈયારી બતાવી. છેકરીનું ભવિષ્ય સુધરે અને ભણેલી દીકરી હેાય તેા માબાપને પણ ઘણી રીતે ઉપયોગી નીવડે એ બધી વાત નોકરબાઈને સમજાવી છે.કરીને આગળ ભણાવવા ખૂબ આગ્રહ કર્યો, પણ બાઈને ગળે આ વાત ન જ ઊતરી અને તેણે છેાકરીને શાળામાંથી ઊઠાડી લઈ એક કુટુંબમાં ઘર નાકરના કામે લગાડી દીધી. આ દાખલા પરથી એ ફલિત થાય છે કે જયાં અજ્ઞાન છે ત્યાં લાંબી દષ્ટિથી વિચાર કરવાની બુદ્ધિ જ હોતી નથી. પોતાની દીકરી ભણે તે એની જિંદગી સુધરે એ લાંબા ગાળાના ફાયદો જોવાને બદલે ઘરકામની નોકરી કરે તો પચાસ—સાઠ રૂપિયાની ઘરમાં આવક થાય અને માને થેાડી નિરાંત રહે એ ટૂંકા ગાળાના ફાયદા માએ પોતાના અજ્ઞાનને લીધે જોયો. આવા તા અનેક દાખલા આપણને જોવા મળશે. જયાં ગરીબાને માટે કંઈક કરવાની ધગશ ઉપલા સ્તરના દયાળુ લાકો બતાવતા હોય છે, પણ એનો અમલ થવામાં ગરીબાની નિરક્ષરતા અને અજ્ઞાન આડાં આવતાં હાય છે. મારે ત્યાં પણ એક ચૌદ—પંદર વર્ષની છે.કરી કામ કરે છે જેને હું રોજ થાડીવાર ભણાવું છું, પરંતુ શાળામાં જે વ્યવસ્થિત શિક્ષણ મળે એ નોકરીના બાજા તળે એને કઈ રીતે મળી શકવાનું ? સંખ્યાબંધ ગરીબ બાળકોની આજે આ દશા છે, જે વિષે વિચારીએ તો અત્યંત દુ:ખની અને ચિંતાની વાત છે. જયાં સુધી અશાન નહિ જાય ત્યાં સુધી ઉન્નતિ નથી એ વાત તે આપણે સૌ સમજીએ છીએ, પણ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સાંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી મુંબઇ-૪૦૦ ૦૦૪ 2. નં. ૩૫૦૨૯૬ તા. ૧-૧૦-’૭૯ આપણી ફરજ ✩ ભયંકર ગરીબીને લીધે અજ્ઞાનને પોષણ મળી રહ્યું છે એ આ દેશના સંખ્યાબંધ માણસાની બાબતમાં છે. નહીંતર કુમળાં બાળકોને નેકરી કરવાની હોય જ શાની? આ સ્થિતિમાં આપણી ફરજને વિચાર કરીએ તે એક અપનાવવા જેવા રસ્તો એ છે કે આપણે ત્યાં નેકરી કરતાં કુમળી વયનાં છાકરા-છેકરીઓને થોડો સમય કાઢીને કંઈક વિદ્યા—દાન આપવું. જેમનાથી થઈ શકે તેમણે આ ઉમદા કાર્ય જરૂર કરવું જોઈએ અને મનમાં થાડી ધગશ હશે તો એ જરૂર થઈ શકશે એ શંકા વિનાની વાત છે. મારે ત્યાં કામ કરતી છોકરીને રોજ ભણાવીને વ્યવહારમાં કામ લાગે એવા કેટલાય અંગ્રેજી શબ્દો મે એને શીખવી દીધા છે. ઉપરાંત તેનું જ્ઞાન વધે એવી કંઈ ને કંઈ વાતા કહેવાથી તેની સમજમાં ઘણા ફેર પડયા છે. શાળામાં જે વિવિધ વિષયો શીખવાના મળે એની સામે જો કે આ ધણું અલ્પ છે, પણ માણસ સાવ અજ્ઞાની રહે એ કરતાં થોડું પણ શીખે એ એને માટે ફાયદાકારક છે અને સમાજને ઊંચે લાવવામાં પણ કંઈક સહાયભૂત છે. આ રીતે જ આપણે અજ્ઞાનને દૂર કરવા આપણા ફાળા આપી શકીશું. જેમનાથી થઈ શકે તેમણે વિદ્યા-દાનનું આ ઉમદા કાર્ય જરૂર કરવું જોઈએ. આપણે આડીઅવળી બાબતોમાં અને આપણા સુખચેનમાં સમયને ઘણા વેડફી નાખીએ છીએ, પણ મનમાં લઈએ તો સમય બચાવીને આવું કંઈક સારું કામ જરૂર કરી શકીએ તેમ છીએ જેની સમાજની ઉન્નતિ માટે ઘણી જરૂર છે. ચાલુ આંતરરાષ્ટ્રીય બાળવર્ષમાં ગરીબ અને પછાત બાળકો માટે પણ ઘણુ કાર્ય થઈ રહ્યું છે એની ના નથી, પરંતુ કુટુંબની ગરીબીને લીધે જે બાળકોને નાનપણથી જ કામ કરવું પડે છે અને ભણવાનું મળતું નથી તે બાળકોને કંઈક શિક્ષણ મળે એ ચિંતા આપણને આ વર્ષ પૂરું થયા પછી પણ રહેવી જોઈએ, અને આ દિશામાં આપણાથી થઈ શકે તે વિદ્યાદાનનું કાર્ય કરવાનું ભૂલવું ન જોઈએ. શિક્ષિત બહેનો, શાળા-કૉલેજના વિદ્યાર્થી ભાઈબેનો વગેરે પાતાને ત્યાં કામ કરતા બાળ ઘર-નોકરોને કંઈક શિક્ષણ મળે એની ખેવના રાખે તો સમાજની એ ઘણી મેાટી સેવા છે, – શારદાબેન ખાખુભાઈ શાહે પ્રેમળ જાતિ * * જણાવતા અતિ હર્ષ થાય છે કે, મે. રાયચંદ એન્ડ સન્સવાળા શ્રી મનુભાઈ રાયચંદ સંઘવીએ પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને તે રકમ તેમના વતી એ જ મહિનામાં વાપરી નાખવી એ શરતે દર મહિને રૂા.૫૦૧/- બે વર્ષ સુધી તે આપશે, એવું વચન આપ્યું છે અને પ્રથમ હપ્તાન .. ૫૦૧ ના ચેક પણ મોકલી આપ્યા છે. આ રીતે સંઘની પ્રવૃત્તિ પ્રત્યે તેમણે જે આત્મીયતા બતાવી છે તે માટે સંઘ તેમને આભારી છે. જૈન કલીનિકમાં પ્રેમળ જ્યોતિના કાર્યકર બહેનો નિયમિત રીતે જાય છે. અને જરૂરિયાતવાળા દર્દીઓને સર્વ પ્રકારની મદદ આપવામાં આવે છે. અન્ય જગ્યાએ પણ મુલાકાતો લેવાતી રહે છે. બીજું, જૈન કલીનિકને તાત્કાલિક બ્લડની ખૂબ જ જરૂર રહે છે. દર અઠવાડિયે આઠેક વ્યકિતએ બ્લડ આપે એવી હાસ્પિ ટલની અપેક્ષા તેમ જ જરૂરિયાત છે. તે સંઘના શુભેચ્છકો તેમ જ સભ્યામાંથી જેમની બ્લડ-ડોનેશન કરવાની ઈચ્છા હોય તેઓને તેમના નામેા ફોન નંબર સાથે સંઘના કાર્યાલયમાં જણાવવા વિનંતી. શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલયમંત્રી સાભાર - સ્વીકાર મિનિ ડિક્ષનેરી : પ્રકાશક: અનડા બુક ડીપેા, ગાંધી રોડ, અમદાવાદ - ૧, મૂલ્ય રૂપિયા ૬, આ ગુજરાતી - અંગ્રેજી શબ્દકોષ, શિક્ષક તથા વિદ્યાર્થી ભાઈ – બહેનને ઉપયોગી થઈ પડે એમ છે. પ્રસ્તુત ડિક્ષનેરીમાં સંપાદકોની સૂઝ, ચીવટ અને શિક્ષણક્ષેત્રના અનુભવ જોવા મળે છે. આ નાનકડો નાજુક શબ્દકોષ આમ તો સૌને ઉપયોગી છે, એટલે અમે એને આવકારીએ છીએ. ~ મંત્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુક્ષુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy