________________
તા.૩-૧૦-’૭૯
એમને લખાણ લખાવી જતું. છેલ્લું પ્રકરણ પૂરું થયું ત્યારે રાજા મમેહિન રાયના આકાઈ, સૂક્ષ્મ ભૂમિકામાં અદ્રશ્ય ઈંથ જતે દેખાયા હતા, પરંતુ ત્યાર બાદ આ રીતે લખવું તેમણે બંધ કર્યું હતું.
***
આમ શ્રી અરવિંદ, જ્યારે ભારત દેશમાં રહી પ્રખર સાધના કરા હતા ત્યારે શ્રી માતાજી, જેમનું નામ મીરાં હતું તે ટ્રાન્સમાં રહી પૃથ્વી પર પ્રભુના પ્રાગટય માટેની ગહન સાધના કરતાં હતાં.
મીરાંનો જન્મ ફ્રાન્સમાં, એમનું કુટુંબ એમના જન્મ પહેલાં, થોડા જ સમયથી ઈજિપ્ત આવ્યું હતું. તેથી તે મૂળ ઈજિપ્તનાં. પૈસાદાર પિતાનાં પુત્રી હોવા છતાં માતાએ નાનપણથી જ એમનું જીવન શિસ્તબદ્ધ, વ્યવસ્થિત, સુમેળભર્યું અને નિર્ભય બનાવ્યું હતું. બાળપણથી જ એમને પોતાનામાં અનેક શકિતઓનું દર્શન થતું હતું. અગિયારથી તેર વર્ષના ગાળામાં રૌત્ય ભૂમિકાની અને આધ્યાત્મિક અનુભૂતિઓની પરંપરા જાગ્રત થઈ હતી. ભગવાનના અસ્તિત્વનું જ નહીં, પણ મનુષ્ય ભગવાનને મળી શકે છે અથવા પોતાની ચેતના અને કર્મમાં પ્રભુને વ્યકત કરી શકે છે, પૃથ્વી ઉપર દિવ્ય જીવન પ્રાપ્ત કરીને તેમાં ભગવાનને પ્રગટ કરી શકે છે, એ વાતનું એમને પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું. રાતના સ્વપ્નમાં અનેક યોગીઓ તરફથી એમને સત્યનું શાન અને એને જીવનમાં ચરિતાર્થ કરવા માટેની વ્યવહારુ સાધના અંગે માર્ગદર્શન મળતું અને તેમાં ખાસ એક મુખાવિંદ, વારંવાર દેખાતું, જેમના તરફથી તેમને ખાસ યોગનાં સૂચના મળતાં, તેમને તેઓ કૃષ્ણ કહેતાં.
ગીતામાં શ્રી કૃષ્ણ મગવાને કહ્યું છે કે જ્યારે જગતના લોકો સૂતા હોય, ત્યારે યોગીઓ પ્રભુનું કામ કરવા જાગતા હેાય છે, તેમ બાળપણમાં જ થયેલા એમના એક અનુભવ જોઈએ.
ગુંબજીવન
મીરાં રોજ રાતેના સૂવા જાય ત્યારે પોતાના શરીરમાંથી બહાર નીકળે. પેાતાનું શરીર સોનાનો ઝભ્ભાથી આવરિત થયેલું જુએ. પછી સાનેરી ઝભ્ભા શરીરમાંથી બહાર નીકળે અને તે, ચારે તરફ લંબાતા જ જાય, તે એટલે સુધી કે સમગ્ર શહેર ઉપર ફેલાઈ જાય અને જાણે છત્ર હાય તેમ બની રહે, એની છાયામાં ચારે તરફ અસંખ્ય માણસા દુ:ખી, રીબાતા, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો, બાળકો, ગરીબો, પીડિતા બધાં જ સુવર્ણ ઝભ્ભા નીચે ભેગા થાય—જાણે દુ:ખ અને યાતનામાંથી મુકિત તલસતા માનવસમુદાય. દરેક જણ પોતાની વેદનાનું વર્ણન કરે અને મદદ માટે પ્રાર્થના કરે. ઝભ્ભા, દરેક વ્યકિતને સ્પર્શ કરતા જાય કે તરત દુ:ખદર્દ ગાયબ થઈ જાય. લોકોને આશ્વાસન મળી જાય અને હસતાં હસતાં પાછા જાય. કેળું પરવર્તન ! દિવ્ય ચેતનાના સુવર્ણમય સ્પર્શને કેવા સુખમય અનુભવ:
અને આ કાર્ય તેમણે જીવનપર્યંત કર્યું. પાંડિચેરીમાં વર્ષો સુધી વહેલી સવારે બાલ્કનીમાં ઊભા રહી દર્શન આપતાં. શાંતિ, સમતા, સુકિત, આનંદ, પ્રેમ, કરુણા એમની દષ્ટિમાંથી વહ્યાં જ કરે . અને અનેકોનું અદ્ભુત પરિવર્તન થઈ જાય.
નાનાં હતાં ત્યારથી જ મીરાં, કોઈ ને કોઈ કામમાં પ્રવૃત્ત રહેતાં. જીવનની કોઈ પણ ક્ષણ નકામી ન જવી જોઈએ એ સત્ય તેઓ ત્યારે જ સમજ્યાં હતાં; અને તેથી જ નકામી વાતા; ટાળટપ્પા કે ઠઠ્ઠામશ્કરીમાં તેમની બીજી સખીઓની જેમ તેઓ પ્રવૃત્ત રહેતાં નહીં. એમના આ ગંભીર સ્વભાવને લીધે તેમનાં માએ એક દિવસ એકળાઈને પૂછ્યું, “તું આટલી બધી ગંભીર કેમ રહે છે? જાણે કે જગતનાં દુ:ખનો ભાર તારે ઉઠાવવાના ન હોય !” અને તરત જ મીરાંએ સરળ શબ્દોમાં કહ્યું, “હા, સાચી વાત છે; મારે સમગ્ર જગતનાં દુ:ખના ભાર ઉઠાવવાના છે.”
};+
17 અને આમ પૃથ્વી પરનું એમનું કાર્ય એમને યુવાન વયે પહોંચ્યાં ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું; અને તેથી જે જગતનાં ઉત્કર્ષ માટે તેઓ લલિતકળાઓ અને યોગવિદ્યાની સાથે ગુહ્ય વિદ્યા (Occult Powers) : પણ શીખ્યા, આ વિદ્યા ઘણી જ કારી છે, એમાં શરીરમાંથી સભાનપણે બહાર નીકળવાનું હાય છે. સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરી ત્યાંની સત્તાઓ, સત્ત્વા, આસુરી શકિતઓ ઉપર વિજય મેળવવાના હાય છે; અને તે ત્યારે જ શકય બને કે મનુષ્યમાં સંપૂર્ણ પણે પવિત્રતા અને અભય હાય. મીરાં તો એ પણ શીખ્યાં અને એના ઉપયોગ એમણે જીવનસાધનામાં અનેક રીતે કર્યો. આવાં મીરાં, જેમને જીવનની સમગ્રતામાં રસ હતા, તેઓએ ટ્રાન્સના મહાન તત્ત્વચિંતક અને ઋષિ ગણાતા પેાલ રિશાર સાથે લગ્ન કર્યા અને બન્ને જણાએ સાથે આધ્યાત્મિક શોધ શરૂ કરી
છે
૧૦૫
૯૦માં શ્રી અરવિંદ જ્યારે પાંડિચેરીમાં યોગસાધના કરી રહ્યા હતા ત્યારે પાલ રિશારે પણ ચૂંટણી અંગે ત્યાં આવ્યા. પાંડિચેરીમાં તે વખતે ફ્રેન્ચ શાસન હતું. મીરાંનું હૃદય કહેતું કે પેાતાનાં સૂક્ષ્મ દર્શનામાં દેખાતા કૃષ્ણ ભારતમાં જ હોવા જોઈએ. એમણે પાતાના પતિને એક કમળ દોરી આપ્યું અને તેના અર્થ બતાવનાર પાતાના પતિને હિંદમાંથી શોધી કાઢવા કહ્યું. ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય, ઝીર નાયડુએ તેમની મુલાકાત શ્રી અરવિંદ જોડે કરાવી. કમળના અર્થ શ્રી અરવિંદે ક્ષણમાં જે' કરી બતાવ્યા, તેમણે કહ્યું કે કમળ તે પ્રભુના સ્પર્શે ખુલ્લી થતી ચેતનાનું ઘોતક છે.
કમળના વિસ્તૃત અર્થ શ્રી અરવિંદે આ પ્રમાણે આપ્યો, :: “નીચે ઊતરતા ત્રિકોણ, એ સત ચિત અને આનંદનું, પ્રાપ્તિ ઉપર ચઢતા ત્રિકોણ તે જડ તત્વમાંથી જીવન પ્રકાશ અને પ્રેમરૂપે પ્રગટતા અભીપ્સારૂપી પ્રત્યુત્તરનું પ્રતીક છે.
એ બન્નેનું મિલન, વચલા ચતુષ્કોણ એ પૂર્વ આવિર્ભાવ છે. એના કેંદ્રમાં કમળ એ પરમાત્માના અવતાર છે. ચતુષ્કોણની અંદરનું પાણી તે અનંતરૂપતાનું સૃષ્ટિનું પ્રતિક છે.
આ પ્રતીકાત્મક કમળને અત્યારે શ્રી અરવિંદના પ્રતીક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે.”
આમ શ્રી રિશારને સાચા ઉકેલ મળી ગયા. તેઓ એટલા તો પ્રવિત થઈ ગયા કે તેમણે જે પુસ્તક લાઈટ ઓવર એશિયા' લખ્યું છે, તેમાં શ્રી અરવિંદને વડીલબંધ યુગપુરુ ષ કહી ભવ્ય અંજલિ આપી છે અને જણાવ્યું છે કે ‘એમને લઈને પૂર્વની સંસ્કૃત, ધર્મ અને આધ્યાત્મિકતાં થોડા જ વખતમાં સમગ્ર વિશ્વમાં ફેલાંઈ જશે.
૧૯૧૪માં શ્રી પેાલ રિશાર ફરીથી પેડિચેરી આવ્યા. સાથે માદમ પેાલ શિર, મીરાં પણ આવ્યાં. પોંડિચેરીથી સ્ટીમર દસ માઈલ દૂર હતી ત્યારે જ તેમને શ્રી અરવિંદના સધન પવિત્રતેજવર્તુળાના અનુભવ થયા: પહેલીવાર મીરાં . શ્રી અરવિંદને પ્રત્યક્ષામાં મળ્યાં. મળતાં જ એમણે એમના મહાન આધ્યાત્મિક ગુરૂને ઓળખી કાઢ્યા અને મનમાં જ પેાતાનું સર્વ કંઈ એ ચરણેામાં સમર્પી દીધું, બીજે દિવસે એમને એમની ‘પ્રાર્થના અને ધ્યાન’ની ડાયરીમાં નોંધ્યું: “જગતમાં ભલે હજારો લોકો શાન અને અંધકારમાં ડૂબેલા હાય એની ચીંતા નથી, ગઈ કાલે અમને જેનું દર્શન થયું તે પૃથ્વી ઉપર છે. એની હાજરી પોતે જ એ વસ્તુ સિદ્ધ કરવાને પુરતી છે કે ગહનમાં ગહન અંધકાર પ્રકાશમાં પલટાઈ જશે • અને પૃથ્વી ઉપર અવશ્ય પ્રભુ તારૂં શાસન સ્થપાશે.”
આમ કેળા, સૌંદર્ય, જ્ઞાન અને સાધનામાં સર્વોચ્ચ કક્ષાએ મૂકી શકાય તેવાં પેરિસનાં જાજવલ્યમાન મીરાંને પ્રભુએ શ્રી અરવિંદ સાથે અતિમાનસ યોગ માટે પૂર્ણયોગની સાધના કાટે, જ્ઞાન, ભકિત અને કર્મની ઉપાસના માટે પૃથ્વી પર દિવ્યજીવનનાં પ્રાગટય માટે
એકત્ર કર્યા:
ગુરૂ પ્રત્યેની એમની અનન્ય શ્રદ્ધા અને ભકિત તેમજ એમના ચરણામાં સંપૂર્ણ આધ્યાત્મિક સમર્પણનું દર્શન, આપણને ‘રાધાની પ્રાર્થનામાં મળે છે.
‘હે પ્રભુ, તારૂ’પ્રથમ દર્શન થતાં જમને જણાયું કે તું જ મારા જીવનના સ્વામી છે, તું જ મારા દેવ છે. મારા સ્વાર્પણના સ્વીકાર કર.
મારા સર્વ વિચારો, મારી સર્વ લાગણીઓ, મારા હૃદયની ઊર્મિઓ, મારા જીવનની સર્વ ક્રિયાઓ અને સર્વ સંવેદના, મારા દેહના પ્રત્યેક કોષાણુ’, મારા રકતનું પ્રત્યેક બિંદુ, મારું સર્વ કાંઈ તારું જ છે. હું તારી જ છું, સર્વ ભાવે, સર્વ રીતે, સર્વથા તારી જ છું. મારે અર્થે તારી જે કાંઈ. ઈચ્છા હશે, તે હું બનીશ. તું મારે માટે જે કંઈ નિર્માણ કરશે, જીવન વા મૃત્યુ, સુખ વા દુ:ખ, હર્ષ વા શોક, એ સર્વે ને તારા તરફથી મળતી ભેટ ગણી તેમનો આનંદપૂર્વક સ્વીકાર કરીશ. તે` આપેલી પ્રત્યેક વસ્તુ મને સદા એક દિવ્ય ઉપહાર બનશે, મારું પરમ સુખ એમાં જ હશે
(ક્રમશ:)
ઢાંમિનિબહેન જરીવાળા