________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક : ૧૧
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧ ઓકટોબર ૧૯૭૯, સોમવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિબિગ : ૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ્પ રૂા૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
મન ની સ્વસ્થ તા
ચી રહી છે. આ વાય છે. પેલી પાઉન્ડમાં જ છે
આપણાં દેશમાં અને દુનિયાના કેટલાક દેશોમાં જે બનાવો
બની રહ્યા છે તેથી મન ઘણું અસ્વસ્થ થઈ જાય છે. અંગત રીતે ચિન્તા કે ભયનું કોઈ કારણ ન હોવા છતાં, અને વ્યવહારિક રીતે વિચારીએ તો બધી રીતે સુખી હોવા છતાં, મનને ચેન પડતું નથી. કોઈ અમંગળ થવાનું હોય અને તે માટે કોઈ કારણ જાણતા ન હોઈએ • તેથી ઊડે ઊંડે મનમાં વ્યથા રહે અને અશાન્તિ અનુભવાય તેમ થાય
છે. ચારે તરફની અસ્થિરતાથી એમ થાય છે, કે શું થવા બેઠું છે. કાંઈ લખવાનું પણ મન થતું નથી. શું લખવું અને લખવાથી પણ શું? અને છતાં લખવું હોય તો ઘણું લખવાનું છે એવી વિરોધી પરિસ્થિતિ છે. શું દુનિયા આવી જ ચાલ્યા કરશે? સંસાર અસાર છે એમ માની આ વાતનો વિચાર કરવો જ છોડી દે? નિરૂપાય, અને અસહાય, જોયા કરવું ? એવા બળે કામ કરી રહ્યા છે કે જેના ઉપર આપણે કોઈ કાબૂ નથી? ખાવું, પીવું, સુવું, યંત્ર પેઠે નિયત કાર્યો કરવા, ધંધો કર, કમાવું, કાંઈક સમાજસેવા કર્યાનો સંતોષ લે, બધું ચાલ્યા કરે છે છતાં કયાંય સંતોષ નથી, શાતિ નથી. કર્યું તે ય શું, ન કર્યું તો ય શું?
આપણા દેશની વાત લઈએ આટલો બધે સ્વાર્થ, સત્તા અને ધનલોલુપતા કયાં લઈ જશે? રાજકારણે જે વંટોળ પેદા કર્યો છે, તે જીવનના બધા ક્ષેત્રોને ઘેરી લે છે. એક દાખલો લઈએ. હરિયાણાના મુખ્યમંત્રી ભજનલાલે બંસીલાલ સામેના ચાર કેસ પાછા ખેંચી લીધા. કારણ એમ આપ્યું કે દેવીલાલ બંસીલાલને અન્યાય કર્યો હતો તે દૂર કરવો જોઈએ. કેટલું જુઠ્ઠાણું? બંસીલાલના કૃત્યો છાપરે ચડીને પેકારે છે. સુપ્રીમ કોર્ટના જજ જગહન રેડીને અહેવાલ આ ભયંકર દુષ્કૃત્યોને ઉઘાડા પાડે છે અને સબળ પુરાવા રજૂ કરે છે. ભજનલાલને ઉડાવવા દેવીલાલ ધમપછાડા કરે છે. તેમાંથી બચવા અને ઈન્દિરા ગાંધીના પક્ષના ધારાસભ્યોને ટેકો મેળવવા, બંસીલાલ સામેના કેસ પાછા ખેંચ્યા. ચાગલાએ પ્રકોપ ઠાલવ્યો. મારું મન પણ ખૂબ અસ્વસ્થ થયું કે આવું બને જ કેમ? પણ શું કરવું? વળી મનને એમ થાય કે એમાં આપણે શું? જે થાય તે થવા દે. પણ એમ સહન નથી થતું એટલે અજંપે થાય છે.
બીજો દાખલે લઉં. વારંવાર, સીધી કે આડકતરી રીતે કહેવામાં આવે છે કે જગજીવનરામે, ઈન્દિરા ગાંધી સાથે કોઈ અંદરની સમજૂતી કરી છે. અથવા છેવટ ચૂંટણી પછી ઈન્દિરા ગાંધીના પક્ષમાં ભળી જશે. સંભવ છે કે આ સાવ જાણું હોય. જનતા પાને તેડવા અથવા જગજીવનરામને નિર્બળ બનાવવા ઈન્દિરા ગાંધીના પક્ષને જુઠો પ્રચાર હોય. ચરણસિહ કહે છે, આ વાતના પુરાવા છે. બિહારમાં જનતાના મુખ્ય મંત્રીને ઈન્દિરા ગાંધીના પક્ષે ટેકો આપ્યો. હરિયાણામાં ભજનલાલે ઈન્દિરા ગાંધીના પક્ષના ધારાસભ્યોનો ટેકો લીધે. આ બધુ કાંઈ અંદરની સમજણ વિના થયું? જગજીવનરામ વિષે વિશ્વાસ પડતો નથી. આગામી ૨ચુંટણીમાં એકંદરે જનતા પક્ષને ટેકો આપ એવું અત્યારે માર વલણ છે. પણ જો આ સાચું હોય અથવા સંભવિત પણ હોય તો જગજીવનરામને અને તે સાથે જનતા પક્ષને ટેકો કેમ અપાય? શું કરવું?
આટલી બધી અનૈતિકતા સંભવે? તે શું ઘર ઝાલીને બેસી રહેવું? આની સામે લડવું? કેવી રીતે? વળી એમ થાય કે આ સંસાર અસાર છે, એમ જ ચાલ્યા કરશે. પણ વાત ભૂલાતી નથી. એનું શું થાય?
રાજકારણ છોડી બીજા એક બે દાખલા લઈએ. કાપડ બજારના ગુમાસ્તાઓ હડતાળ ઉપર છે. દુકાને ખેલવા દેતા નથી. તોફાન કરે છે. વેપારીઓએ તાળાબંધી કરી. ગુમાસ્તાઓ કહે છે બેનસ બે વર્ષથી નક્કી કર્યા મુજબ નથી આપ્યું. વેપારીઓ કહે છે, થયેલ કરાર મુજબ બેનસ આપ્યું છે. આને કાંઈ ઉપાય નહિ? સરકાર જોયા કરે છે. સમાજ જોયા કરે છે. માલિક અને મજૂરોના ઝગડાઓના નિરાકરણ માટે ગાંધીજીએ નો માર્ગ બતાવ્યો હતે. મજુર મહાજન રચયું. સરકારે ઘણાં કાયદા કર્યા છે. બધું કયાં ગયું?
કોચીનમાં તાતા એઈલ મિલમાં ૫૦ દિવસથી હડતાળ છે. મિલના અધિકારીઓના ૨૫ કટઓ મિલના કમ્પાઉન્ડમાં વસે છે. તેમને ઘેરો ઘાલ્ય છે. તોફાન થાય છે. પોલીસ જોયા કરે છે.
રચુંટણી આવી રહી છે ત્યારે મુસલમાનો સંગઠન કરી, પોતાના મત માટે કીંમત માગે છે. રાજકીય પક્ષો મત મેળવવા સોદાબાજી કરે છે. લઘુમતી કોમનું રક્ષણ થવું જોઈએ, એક વાત છે. લઘુમતી કોમ બહુમતી ઉપર શીરોરી કરે તે જુદી વાત છે. જનસંઘ કોમવાદી કહેવાય, અકાલીદલ કે મુસ્લીમ લીગ નહિ.
દુનિયાના કેટલાક તાજા બનાવો વિચારીએ. લોર્ડ માઉન્ટબેટનનું ખૂન થયું. આર્યલેન્ડને, ૫૦ વર્ષની લડત પછી, સ્વતંત્રતા મળી તે સાથે, આપણી પેઠે, દેશના ભાગલા થયા અને અસ્ટર-ઉત્તર આયલેંન્ડરચાયું. ત્યાં બધા ખ્રિસ્તી છે પણ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની બહુમતી, કેથલિક લઘુમતીમાં, રાજતંત્રમાં પ્રેટેસ્ટન્ટ કેથલિકને દૂર રાખે છે. વર્ષોથી હિંસક ઘર્ષણ ચાલે છે. બ્રિટિશ લશ્કર ત્યાં પડયું છે પણ અસરકારક પગલાં લઈ શકતું નથી. કેથોલિક બને આર્યલેન્ડને એક કરવાનું કહે છે. તો કેથલિકની બહુમતી થાય. તેમના ખાનગી સૈન્ય ઘણાં ભાગ લીધા. છેલ્લો ભાગ, બ્રિટિશ રાજ કુટુમ્બના નબીરા. માઉન્ટબેટનને લીધે. ઘણા ઉહાપોહ થયો. પણ લશ્કરી તાકાત વધારવા સિવાય કાંઈ સૂઝતું નથી.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આરબોને સંઘર્ષ ૩૦ વર્ષથી ચાલે છે. પેલેસ્ટાઈન મુકિત દળ પી. એલ. એ. ખૂનો કરે છે અને તેના ખૂને થાય છે.
પ્રમુખ કાર્ટરને રાષ્ટ્રસંઘને પ્રતિનિધિ એન્ડ યંગ હબસી છે. માર્ટીન લ્યુથર કીંગને શિષ્ય છે. તેણે હિંમત કરી, પેલેસ્ટાઈન મુકિતદળના પ્રતિનિધિઓ સાથે ૧૫ મિનિટ ખાનગી વાતચીત કરી. અમેરિકાની યહુદી લેબીનું એટલું બધું જોર છે કે અંગે રાજીનામું આપવું પડયું. પરિણામે, અમેરિકામાં હબસીઓ અને યહુદીઓ સામે, સંઘર્ષ વધ્યો. પ્રમુખ કાર્ટરની પ્રતિષ્ઠાને ફટકો પડયો. પેલેસ્ટાઈન મુકિત દળનું જોર વધ્યું. ઈઝરાઈલ છેડાયું. ન રહોડેશિયા, વિયેટનામ, કેમ્બોડિયા, ઈરાન, અફઘાનિસ્તાન, બધે હિંસક સંઘર્ષો વધતા જાય છે.
કયુબામાં એક રશિયન લશ્કરી ટુકડી લગભગ ૩૦ માણસે છે. તે માહિતી મળતાં અમેરિકામાં ભારે ઉહાપોહ થયેલે. રશિયા અમેરિકાના સંબંધોમાં તંગદીલી વધી.
અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશે બુમરાણ કરે છે અને વાત કદાચ સાચી હોય કે રશિયાની આક્શકિત અને લશ્કરી તાકાત એટલી બધી વધી ગઈ છે કે અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશે
ય અથવા અ એવું અત્યારે મારી યુટણીમાં એક દરજી