________________
Regd. No. MA, By South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જીવન
"મyદ્ધ જેન'નું નવસંસ્કરણ વર્ષ ૩૮ : અંક: ૧૦.
મુંબઈ, ૧૬ સપ્ટેમ્બર, ૧૯૭૬, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છુટક નકલ ૦-૫૦ પિસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ,
કે
બંધારણમાં ફેરફાર
જરૂર
બંધારણ અને તેના સૂચિત ફેરફાર વિશે ‘પ્રબુદ્ધ જીવન' માં મે અનેક વખત લખ્યાં છે. ફરી એક વાર તે વિશે લખું છું તેનું કારણ એ છે કે હવે ફેરફારોની ચોક્કસ દરખાસ્ત રજૂ કરતો ખરડો સરકારે પાર્લામેન્ટમાં રજુ કર્યો છે. અને ટૂંક સમયમાં પાર્લામેંટની બેઠક બોલાવી તે મંજૂર થશે.
સ્વર્ણસિંઘ સમિતિએ કરેલ ભલામણોમાં કેટલાક અગત્યના સધારા વધારા કર્યા છે. આ ફેરફારો સામાન્ય ફેરફારો નથી. બંધા- રણનું સ્વરૂપ કેટલેક દરજે પલટાવી નાખે છે. વડા પ્રધાને કહ્યું છે કે લોકોના માનસિક વલણો (Mental attitudes) બદલાવવા છે. પાર્લામેંટને બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાને અધિકાર નથી એવું કેશવાનંદ ભારતીના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. સરકારી પ્રવકતાઓએ ભારપૂર્વક કહ્યું છે કે બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવાના પાર્લામેંટને અધિકાર છે. આ હકીકત સ્પષ્ટ કરવા બંધારણની કલમ ૩૬૮ માં એક પેટા કલમ ઉમેરવામાં આવે છે, જેમાં જણાવ્યું છે કે આ પહેલાં કે હવે પછી બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તેને કોર્ટમાં પડકારી શકાશે નહિ. જો સુપ્રીમ કેટે" બંધારણનું કરેલ અર્થધટન સારું હોય તો આ ખાસ કલમ ઉમેરવાથી બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાની સત્તા પાર્લામેંટને મળી જતી નથી. તો આ કલમ જ ગેરબંધારણીય થાય છે. કલમ ૩૬૮ ની ખૂબ વિશદ છણાવટ કરી, શ્રી. સીરવાઇએ અભિપ્રાય આપ્યો છે કે :
"The amending power is wide but does not extend to destroying or damaging the basic structure. The doctrine of basic structure gives a correct interpretation to Art, 368'
પાયાના માળખામાં પાર્લામેંટને ફેરફાર કરવાનો અધિકાર નથી, એ સિદ્ધાંત ઉપર, વડા પ્રધાનના ચૂંટણી કેસમાં સુપ્રીમ કોર્ટે ૩૯ માં બંધારણીય ફેરફારને અમુક ભાગ ગેરકાયદેસર ઠરાવ્યો.
સુપ્રીમ કોર્ટ હવે શું કરશે? બે માર્ગ છે. પ્રસંગ આવે ત્યારે કાં તે સુપ્રીમ કોર્ટે એમ કહે કે આ ફેરફારોથી પાયાના માળખામાં ફેર પડતો નથી અને તેમ કહી પોતાને ચુકાદો કાયમ રાખે. અથવા આ ફેરફારોમાં પાયાના માળખાના ફેરફારો હોય તેને ગેરબંધારણીય કરાવે અથવા પિતાને ચુકાદો બદલાવે - સરકારી પ્રવકતાઓએ
સ્પષ્ટ કર્યું છે કે બંધારણમાં પાયાના માળખા જેવું કાંઇ નથી The theory of basic structure itself is wrong. URL સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ પાયાના માળખા જેવું કાંઇ હોય તો આ ફેરફારો કેટલેક દરજજે પાયાનું માળખું બદલતા નથી એમ કહી શકાય તેમ નથી. Some of them do make fundamental changes in the basic structure of the constitution. જે નવી પેટા કલમ ઉમેરે છે તે એ હકીકત સ્પષ્ટ કરવા માગે છે કે પાયાના માળખા જેવી કોઇ વસ્તુ હોય તે તેને બદલવાની પણ પાર્લામેંટને સત્તા છે– આનું પરિણામ ભવિષ્યમાં ખબર પડે.
પાયાના માળખાની હકીકત એક બાજુ રાખીએ તે પણ આ ફેરફારોથી નાગરિક જીવનને ગંભીર અસર થશે અને તેના પરિણામો દરગામી છે તે હકીકત સ્પષ્ટ છે. વર્તમાન પત્રોએ આ ફેરફારોને far-reaching and sweeping કહ્યા છે તે યથાર્થ છે. તે સાથે એમ પણ કહેવાય કે ઘણાં વ્યાપક છે, It is almost a revision of the Constitution.
કરવા ધારેલા બધા ફેરફારોનો ઉલ્લેખ અથવા તેનું વિવેચન કરવાનો આ પ્રસંગ નથી, અવકાશ નથી. મુખ્ય ફેરફારોને સંક્ષેપમાં નિર્દેશ કરીશ.
મૂળભૂત હકકો અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો વચ્ચેના સંબંધમાં ધરમૂળને ફેરફાર થાય છે, હવે, નિદેશક સિદ્ધાંતને સર્વોપરિતા અપાય છે અને એમાંના કોઇપણ સિદ્ધાંતના અમલ માટે પાર્લામેંટ કે કોઈ રાજ્ય ધારાસભા કાયદો કરે અને તે કાયદો કલમ ૧૪, ૧૯ અને ૩૧ ના મૂળભૂત હકકોને બાધક હોય તે પણ તે કાયદેસર ગણાશે. મિલ્કતને લગતા મૂળભૂત હકકને ગૌણ ગણવામાં આવે તે સમજી શકાય. પણ કલમ ૧૪ ચાને ૧૯ માં આપેલ વ્યકિત સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય, સમાનતા, જેવા માનવીય હકોને પણ ગૌણ બનાવાય તેમાં વ્યકિતનું ગૌરવ હણાય છે. આપણા બંધારણે રાજય અને વ્યકિતને પરસ્પર અધિકારો વચ્ચેનો સમન્વય સાધ્યો છે. લેકશાહી તંત્રમાં વ્યકિતનું ગૌરવ છે. રાજયને સર્વોપરિ બનાવવા જતા વ્યકિત એક સાધન માત્ર બની જાય છે. આવી સત્તા દરેક રાજ્ય ધારાસભાને પણ આપવામાં આવે છે, તેણે માત્ર રાષ્ટ્રપતિની સંમતિ મેળવવાની રહે. આવી સત્તાને પરિણામે કેવા કાયદા થશે અને શું પરિણામ આવશે તે ભવિષ્યમાં ખબર પડે.
સ્વર્ણસિંધ સમિતિની ભલામણોમાં ન હતી એવી એક બાબત આ ખરામાં ઉમેરી છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્ર વિરોધી સંસ્થાઓને અટકાવવા અથવા નિધિના કાયદા કરવાની પાર્લામેંટને સત્તા આપવામાં આવે છે. આવો કાયદો કલમ ૧૪, ૧૯ અને ૩૧ ના મૂળભૂત હકોને બાધક હોય તો પણ કોર્ટે તેને ગેરકાયદેસર ઠરાવી શકશે નહિ. વર્તમાનમાં આવો કોઈ કાયદો હોય - અને કટોકટી દરમ્યાન આવા કાયદાઓ કર્યા છે .. તે કાયમ રહેશે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવિરોધી સંસ્થાની વ્યાખ્યાઓ આપી છે અને તે ઠીક ઠીક વ્યાપક છે. આમ જોઇએ તે, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કે રાષ્ટ્ર વિરોધી સંસ્થા ઉપર અંકુશ મૂકાય તે સર્વથા વ્યાજબી છે. પણ તેના નિમિત્તે હવે કાયદા થશે અને તેને કેવો અમલ થશે તે જોવાનું રહે છે-અત્યારે પાર્લામેટને આવી સત્તા આપવાની જરૂર કેમ પડી ? કલમ ૧૪ અને ૧૯ નો છેદ ઉડાડાય છે ત્યારે વિચાર કરવો પડે.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના અધિકારમાં વ્યાપક કાપ મૂકાય છે. તેની વિગતથી ચર્ચા અહીં થાય તેમ નથી-તેમાં એક મુખ્ય હેતુ છે કે પાર્લામેંટ અને રાજ્ય ધારાસભાએ કરેલા કાયદાઓ બને તેટલા સુરક્ષિત રહે. વધારે વિચાર માગી લે એવી વસ્તુ એ છે કે કારોબારી હુકમ કરે તેની સામે નાગરિક કોર્ટોમાં રક્ષણ માગી શકતો તે હવે નામશેષ રહે છે. ક્લમ ૨૨૬ નું સ્વરૂપ સર્વથા બદલાઈ જાય છે. આ કલમને કેટલેક દૂરપયોગ થતો હતો. દૂરપયોગ અટકાવવા જતા હવે સાવ બીજે છેડે જઇને બેસીએ છીએ.
The citizen's remedy against buraucratic excesses by writ Pitition is severely curtailed.
કેટલીક બાબતોમાં કોર્ટોની સત્તા બિલકુલ લઇ લેવામાં આવે છે અને તેને બદલે ખાસ અદાલતે (Tribunals) રચવામાં આવશે. કરવેરા, આયાત નિકાસ, વિદેશી હૂંડિયામણ, ઔદ્યોગિક અને મજૂરોની તકરારો, ખેતીની અને શહેરી જમીનની ટોચમર્યાદા,