SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ન જ થાય. કોઇ કહેશે, પોતાના હિતના રક્ષણ માટે થાય. બીજાનું હિત હણીને પાતાનું હિત થતું હોય ત્યાં હિતના રક્ષણનું કહેવું નર્યા સ્વાર્થ છે. માણસ આવા ભ્રમમાં સદા પડે છે, પણ આ બધી ઝીણવટમાં અહીં ન ઉતરું, સંતપરંપરા એવી છે કે બધું સહન કરવું, કારણકે પોતે બધું તજવા તૈયાર છે, પોતાના દેહને પણ. તેમાં એવી માન્યતા છે કે અન્યાય અથવા અનિષ્ટની ઉપેક્ષા કરવાથી આપોઆપ તે અટકી જશે. અથવા અંતે તેના પાપે મરશે. આ વસ્તુ ચાર રીતે મૂકી શકાય. પ્રબુદ્ધ જીવન 1. Resist not evil 2. 3. 4. Resist not evil by evil Resist evil by evil Resist evil by good પહેલા માર્ગ સંતાનો છે. સાંસારિક પ્રવૃત્તિઓ સાથે તેમને બહુ સંબંધ નથી. વ્યકિતગત આધ્યાત્મિક વિકાસના એ ગ્રંથ છે. બીજો માર્ગ પણ સંતાનો છે. પણ વ્યવહારમાં એટલા જ ઉપકારક છે. બીજો માર્ગ ત્રીજા માર્ગના નિષેધ કરે છે. ત્રીજો માર્ગ દુનિયાદારીનો છે, હું અને આપણે બધા એ માર્ગે છીએ. આપણે અન્યાય સહન નથી કરતાં, સહન કરી નથી શકતાં પણ તેના પ્રતિકાર એ જ માર્ગે અને એ જ સાધનાથી કરીએ છીએ. પરિણામે એ જ વિષચક્રમાં ફરીયે છીયે. બધા ધર્મોના અને બધા સંતાનો એ અનુભવ છે કે વેરથી વેર વધે છે, ક્રોધથી ક્રોધ વધે છે, હિંસાથી હિંસા વધે છે. છતાં દુનિયા એ જ માગે છે. ચોથા માર્ગ ગાંધીએ બતાવ્યો છે. દુનિયાને માટે નવા છે, ગાંધીએ કહ્યું હતું કે કાયર થઇ અન્યાય સહન કરવા તેનાં કરતાં હિંસાથી પણ તેનો સામનો કરવો. આ વાક્યના ઘણા અનર્થ થવા સંભવ છે — ગાંધીને કહેવું હતું કે નિર્ભયતામાં જીવન છે, ભયભીત રહેવું મૃત્યુ છે. ગાંધીના માર્ગમાં સત્ય અને અહિંસા બન્ને છે. ગાંધીએ બન્નેને એક જ સિક્કાની બે બાજુ માની છે. ગાંધી માટે એકના વિના બીજું અશકય છે. પણ સત્ય ખાતર બલિદાન આપવું પડે ત્યાં અહિંસા હોવી જ જોઇએ એવું દુનિયાએ સ્વીકાર્યું નથી. ગાંધીએ સંતાનો અનુભવ સ્વીકાર્યો છે. વેરથી વેર કોઇ દિવસ શમે નહિ, હિંસાથી હિંસા વધે. ગાંધીના માર્ગમાં એ છે કે અન્યાય સહન ન થાય. તેના પ્રતિકાર માટે પ્રથમ પગથિયું અસહકાર અને બીજું સત્યાગ્રહ. There can be no co-operation with evil or injustice. directly or indirectly. તેને માટે જે બિલદાન આપવું પડે તે આપવું. આવા પ્રતિકારની સફળતા તુરત અથવા ટૂંક સમયમાં દેખાતી નથી, ત્યારે અધીરા થવાની જરૂર નથી, ત્યાં ગાંધીની શ્રાદ્ધા હતી કે અંતે વિશ્વના નૈતિક નિયમMoral Law of the Universe જેનું બીજું નામ સત્ય છે, તે અનિવાર્યપણે વિજયી થાય છે. ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે. બલિદાન કોઇ દિવસ નિષ્ફળ જતું નથી. સાક્રેટિરો ઝેરનો પ્યાલો પીધા, ક્રાઇસ્ટ ફ્રાંસ ઉપર ચડયા. સદી સુધી માનવજાતે તેમનાં જીવનમાંથી પ્રેરણા મેળવી છે. આ વિશ્વની રચના કે ઘટમાળ કોઇ એવી છે કે તે ત્યાગ અને શહાદત માગે છે–નિર્દોષ અને બત્રીસલક્ષણાના ભાગ માગે છે. 2 ક્ષમાના વિચારમાંથી ક્યાં પહોંચી ગયા ? જીવનરહસ્યના તાગ પામવા સહેલા નથી. સંવત્સરી- ૨૮-૮-૭૬ ચીમનલાલ ચકુભાઈ પ્રકીણ નોંધ તા. ૧-૯-૭ P પ્રેસિડન્ટ ફોર્ડની ઉમેદવારી રિપબ્લિક પક્ષે છેવટે પ્રેસિડન્ટ ફોર્ડને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે – બહુ પાતળી બહુમતીથી ચૂંટાયા – આવી પસંદગી માટે અમેરિકામાં બન્ને પક્ષના સંમેલન થાય છે. તે મોટા સરઘસના તમાશા જેવા લાગે. લગભગ ૫૦૦૦ પ્રતિનિધિઓ હોય, હોટલા ઊભરાય, ભાતભાતની તરકીબો અજમાવાય, રિપબ્લિકન પાના આ સંમેલનમાં છેવટ સુધી અનિશ્ચિતતા અને ખેંચાતાણ રહી. ધક્કામુક્કી ઘણી થઇ, ઉપપ્રમુખ રોકફેલર પણ તેમાં સપડાયા, લાંચા અપાયાના આક્ષેપેા થયા. અમેરિકામાં બધું અસામાન્ય હોય છે. રેલપણું કાંય ન લાગે. ઊભરાતી શકિત, ઊભરાતી દોલત, આધુનિક સાધનો, બધાના અતિરેક. હવે ફોર્ડ અને કાર્ટર વચ્ચે હરીફાઇ જામી - અત્યારે કાર્ટરની સરસાઇ દેખાય છે. કાર્ટર ચાલાક, બાહોશ, શકિતશાળી જણાય છે. ફોર્ડ સીધો, સાદા, પ્રામાણિક, સામાન્ય લાગે. અઢી મહિના દેશભરમાં ધમાલ ચાલશે. પ્રજાની પસંદગી છેવટ કોના ઉપર ઊતરશે તે કહેવું મુશ્કેલ છે. અંતે, જે ચૂંટાય તે. તેથી દુનિયામાં બહુ ફેર પડવાનો નથી. જાપાનનું વૉટરગેટ લોકહીડ કંપનીના ભ્રષ્ટાચારે જાપાનમાં મોટો ખળભળાટ મચાવ્યો છે. તેના ભૂતપૂર્વ વડા પ્રધાન ટનાકાની ધરપકડ થઇ અને જેલમાં પૂર્યા તે અસાધારણ બનાવ છે. ટનાકા, લિબરલ ડેમેક્રેટિક પક્ષમાં બહુ લાગવગ ધરાવતી વ્યકિત છે. આ પક્ષ ૨૫ વર્ષથી સત્તા ઉપર છે. આ પક્ષને માટા ઉદ્યોગપતિઓના ટેકો છે. આ ભ્રષ્ટાચારથી પક્ષને મોટો ધક્કો પહોંચે તેથી તેના ઉપર ઢાંકપીછેડો કરવા ભગીરથ પ્રયત્નો થયા પણ વર્તમાન વડા પ્રધાન મીકી, ધાકધમકીઓ અને દબાણને વશ ન થયા. હવે મીકીને હટાવવા જોરદાર પ્રયત્નો ચાલે છે. તેના પક્ષના આગેવાન સભ્યો તેની વિરુદ્ધ પડયા છે, પણ મીકીને એક દરે પ્રજાનો ટેકો છે અને તેને હટાવે તા લિબરલ પક્ષ ઉપર ઘણાં વિપરીત પ્રત્યાઘાતો પડે. પાર્લામેન્ટનું વિસર્જન કરી મીકી ચૂંટણી કરાવે તે પક્ષ ભયમાં મૂકાય. લાંચરુશ્વતની બદી જાપાનમાં ઘણી વ્યાપક હશે તેમ લાગે છે. ટનાકાને ચાર લાખ પાઉન્ડના જામીન ઉપર છે.યા છે. હવે કેસ ચાલશે. વિચિત્રતા તો જુઓ – એ જ કહીડ ક ંપનીને બ્રિટને કરોડો પાઉન્ડનો કોન્ટ્રાકટ આપ્યો. મૂડીવાદનું ભૂંડું સ્વરૂપ (Ugly face of capitalism ) ચારે તરફ જોવા મળે છે. ધનની લાલસા અનહદ વધી પડી છે. રાજકીય પક્ષોને કંપનીઓનું દાન રાજકીય પક્ષો અને ચૂંટણીઓ, પૈસાને જોરે નભે છે. કરોડો રૂપિયા એકઠા કરે. પરિણામે વ્યાપક ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વત અને પૈસાદારોનું સીધી કે આડકતરી રીતે જોર અને લાગવગ વષૅ. દુનિયાભરમાં આવા કૌભાંડો ચાલે છે. મોટા ઉદ્યોગપતિઓ મોટી રકમે આપી શકે. કોઇ રાજકીય પક્ષ સાચા પ્રજાકીય આર્થિક ટેકા ઉપર નિર્ભર નથી. સત્તા ઉંપર હોય તે પક્ષને સ્વાભાવિક વધારે ટેકો મળે. તેથી થોડા વર્ષ પહેલાં કંપનીધારામાં ફેરફાર કર્યો કે કોઇ કંપની કોઇ રાજકીય પક્ષને ફાળા આપીન શકે. તેથી જાહેર જીવનમાં કોઇ શુદ્ધિ આવવાને બદલે ભ્રષ્ટાચાર વધ્યો. કાળાં નાણાંનું જોર વધ્યું. લેનાર અને આપનારની મૂંઝવણ વધી. હવે ફરીથી કંપની ધારામાં ફેરફાર થાય છે. કંપની રાજકીય પક્ષોને ફાળો આપી શકે, તેનાં નફાના પાંચ ટકા અથવા પચાસ હજાર, જે વધારે હોય તે, માટી કપનીઓ, જેને કરોડો રૂપિયાનો નફો હાય તે લાખો રૂપિયા
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy