SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૭૬ પ્રબુદ્ધ જીવન તા *. ૬૦ - ' અંદરથી મરી ગયેલા માનવી કે “ આ ગુઢ શકિત મ ત કે તેને મરત્વ * જ. વેચવા તૈયાર પણ ફસ્ટસ વાત તેલ ઓફ ફોર ૧૫૨૩ની સાલમાં સ્પેનના સાહસિક પ્રવાસી પેન્ટા 'દ લિઓનને જગતના જુદા જુદા દેશે શોધીને તેનો પ્રવાસ કરવાની એટલી બધી તાલાવેલી લાગી હતી કે તેને જણાવ્યું કે આટલી એવડી જિંદગીમાં આખી દુનિયા જોઈ શકાશે નહિ, એટલે ૮૦થી ૧૦૦ વર્ષના આયુષ્યને બદલે માણસે અમર બનવું જોઈએ, તેવી તેની ઈચ્છા થઈ. તેને કેઈએ કહ્યું કે અમેરિકાના ખંડમાં કયાંક અખંડ જુવાની આપતે ઝરે (ફાઉન્ટન એફ યુથ) છે. તે ઝરામાં સ્નાન કરવાથી અખંડ જવાની રહે છે. એ ઝરાની શોધ કરવા જતાં પિરા “દ લિઓને અમેરિકાને ફ્લૉરિડા પ્રાંત શોધ્યું હતું. આ પેનીશ વિશ્વપ્રવારીએ અમર થવાની શોધ કરી, પણ કામિયાબ શો નહિ. એક ગલી અમેરિકનનાં ઝેરી તીરથી તે મરી ગયે. અમર બનવા માટે ચીનાઓએ પણ બહુ પ્રયાસ કર્યા હતા. જર્મનીના જાદુગર ફેસ્ટસનું નામ ઘણાએ સાંભળ્યું નહિ હોય. ફેસ્ટસ જે ફેસ્ટ તરીકે પણ જાણીતા હતા. તેણે ૧૫૩૫ આરપાસ અમર બનવાની શકિત મેળવવા ઘણા પ્રયાસ કર્યા. કોઈએ તેને કહ્યું કે “અખંડ જવાની કાવી રાખવા તું તારા આત્માને સેતાનને તેડી ? તો તને ગઢ શકિત મળશે.” એ સાંભળીને ફસ્ટસ તેને આત્મા વેચવા તૈયાર થયા હતા. જો કે તેને અમરત્વ મેળવવાની ગુરુ ચાવી મળી નહિ પણ ફસ્ટસ વાર્તાઓ લખતો તેમાં જે પાત્ર હોય તેની પાસે સંવાદ બોલાવતા હતા. હેલન ઓફ ટ્રોયની વાર્તામાં હેલનને ચાહક હેલનને કહે છે “હે હેલન, તું મને તારા દીવ્ય એક્કોનું ચુંબન આપીને મને અખંડ જવાની આપ.” આવી કલ્પનાઓ દ્વારા ફસ્ટસ અમરત્વ માટેની ફાંફા માર્યા કરતા હતે. બીજા સાહિત્યકારોએ પણ અમરત્વના વિચારને વાગોળ્યા કર્યો છે અને અંતે અમરત્વને. અર્થહીન ઠરાવેલ છે. ઍડસ હકસલીએ તેની “આફ્ટર મેની એ સમર ડાયઝ ધી સ્વાન” નામની નવલકથામાં અમરત્વને કારણે ઊભી થતી ઉપાધિઓનું કરૂણીજનક વર્ણન કર્યું છે. અમરત્વ નિર્ભેળ સુખ આપતું નથી તેમ શ્રી આઇસ હકસલીએ પુરવાર કરવા ધાર્યું છે. અઢારમી સદીમાં જે-સ્ટેયર નામના કોઈ તરંગી ધનપતિએ ડા. ઓબી નામના એક વિજ્ઞાનીને જવાની ટકાવવા માટેની જડીબુટ્ટી શોધવા માટે ભાડે રાખ્યો. ડૅ. એબી એ શોધ કરી કે ઈગ્લાંડના કોઈ અર્લ ઓફ ગનીસ્ટક નામને : ઉમરાવ તેના પેટમાં બાના આંતરડા ભરાવીને રોજ પેટ સાફ કરે છે. આને કારણે ગીનીસ્ટર ૨૦૦ વર્ષથી વધુ જીવ્યો હતો. પણ એ ગનીસ્ટર કયાંય મળે નહિં. પણ પછી માલૂમ પડયું કે ગીનીસ્ટર - અમરતી મેળવવાના આ વિધિને કારણે એટલું લાંબુ જીવ્યો કે તે ધીરે ધીરે વાંદરા જે બનતે ગય! આમ આપણે મૂળ વાનરવંશના . હતા તે કડવું સત્ય બહાર આવ્યું! • સ્ટીયર નામના ધનપતિ અને ડા. - ઓલી એ આઇસ હકસલીના વાર્તાના પાત્રો છે. શ્રી. હકસલી જેવા તેવા વાર્તાકાર નથી, વિજ્ઞાનના ઊંડા અભ્યાસ પછી તેમણે અમરત્વ માટેની ઉત્કંઠાની ના હાંસી ઉડાવી હતી. ૧૯ઢ૦ના દાયકામાં ડચ શરીરવિજ્ઞાની 3. લુઈ બેકે શોધી કાઢયું હતું કે ઘણા પગા પ્રાણીઓ જુવાનીમાં - પહોંચે ત્યાં સુધી જે લક્ષણો બતાવે છે તેવા લક્ષણે માનવીમાં છે. આઇસ હકસલીના ભાઈ જલિયન હકસલીએ પણ વિજ્ઞાની હતા અને તેઓ પણ માનવીના શરીરમાં જે રાસાયણિક ફેરફારો થતા હતા તેના અચ્છા અભ્યાસી હતા. વાનરે અને આપણા શરીરની અંદર થતી કેટલીક ક્રિયાઓનું સામ શોધાતું હતું. વાનર અને મનુષ્યના શરીરના અંદરના અંગો જલ્દી વિકસે છે, માત્ર મગજને વિકાસ બહુ મંદ રીતે થાય છે. આના ઉપરથી આડસ હકસલીએ સુંદર તારણ કાઢયું કે “આપણે વિકાસ થાય છે, પણ તે વિકાસ અટલે મંદ થાય છે કે આપણા અસલ બાપદાદા જેવા મજબૂત બનીએ તે પહેલાં આપણે મરી જઈએ છીએ. પરંતુ આને અર્થ એમ નથી કે આપણા મગજને વિકાસ જલદી થવો જોઈએ. મગજ જેટલું જલદી વિકસે તેટલું આયુષ્ય ઓછું થાય છે. આ પ્રકારનું વિધાન કોઈને વિચિત્ર લાગશે, - પણ તે માટે વાનરને દાખલો લેવો પડશે. ચાલું વાંદરાનું મગજ તેના પૂરા શરીરના કદમાં ૬૫ ટકાને હિસ્સો ધરાવે છે. ચિમ્પાન્ઝી વાંદરાનું મગજ નાનું હોય છે. એ મગજ ૪૦.૫ ટક્ષ હિસ્સો ધરાવે છે. જયારે માનવ મગજ વિકસીને માત્ર ૨૩ ટકા હિસ્સો ધરાવે છે. આને કારણે આપણે જોઈએ છીએ કે ચિમ્પાન્ઝી વાંદરો વધુ જીવે છે અને મોટા મગજવાળે વાંદરે ઓછું જીવે છે મગજના જે વિકાસની વાત અહીં કરી છે તે બચપણના ગાળાને લગતી છે. એટલે આપણું બચપણ જેટલાં લંબાય તેટલું આપણે જીવન માણી શકીએ છીએ. બચપણમાં જ મગજને વધુ પડતે વિકાસ થઈ જાય તો આયુષ્ય લાંબુ થતું નથી. - આપણે જલદી જલદી જીવીને બધું જ મહાણી લેવા માંગીએ છીએ. મહાણી લેવાની એ અબળખાને કારણે આપણે લાંબુ જીવી શકતા નથી, વળી જીવનને પુરતું પાણી પણ શકતા નથી. કવિ વર્ડઝવર્થે કહ્યું છે “ગ્રીવ નેટ, રાધર ફાઈન્ડ સ્ટ્રેન્થ ઈન વેટ રિમાઈન્સ બીહાઈન્ડ.” અમરત્વ મેળવવા માંગનાર કે લાંબા આયુષ્ય કરીને એ હાલતમાં માત્ર તંદુરસ્તી જ ઈચ્છનારાઓને વર્ડઝવર્થે કહ્યું છે કે હાથમાંથી છટકી ગયું છે તેના ઉપર અફસ ન કરે. તેમ જ જીવનને અમર કરવાની કોશિષ ન કરો. હાથમાં જે બાકી રહ્યાં છે તેને પૂરી રીતે માણે. અત્યારનો માનવ અજર-- અમર બનવાની કોશિષ કરતા નથી પણ તેને જે ભાગ, વિલાસ, સત્તા, મે અને સગવડ મળી છે તે સગવડો “યાવતચંદ્ર દિવાકરી” સુધી ચાલે તેવી વેતરણમાં તે પડ રહે છે. આને કારણે માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે, છતાંય અંદરખાનેથી થતું સરેરાશ મત વધતું જાય છે. આંતરીક મતનું પ્રમાણ પણ વધ્યું છે. ફ્રાંસના ર્ડો. સ્ટીફન જે ગાઉલ્ડને કોઈએ પૂછયું કે માનવીએ અનેક દવાઓ શોધી તેને કારણે તે લાંબુ જીવવા માંડે છે અને દરેક દેશનું સરેરાશ આયુષ્ય લાંબુ થતું જાય છે, ત્યારે ડૅ. ગોઉડે કહ્યું કે “જેને તમે જીવતે જુઓ છો તે અંદરથી કેટલો મરી ગયો છે તેનું માપ કાઢયું છે?” પ્રિયકાન્ત શાહ આગામી પર્યુષણ વ્યાખ્યાન માળા સંઘ તરફથી યોજાતી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી જાતી વ્યાખ્યાનમાળા આ વખતે પણ ભારતીય વિદ્યાભવનમાં તા. ૨૧-૮-૧૯૭૬ શનિવારથી તા. ૨૯-૮-૧૯૭૬ રવિવાર સુધી એમ નવ દિવસની જવામાં આવી છે. હાલ નક્કી થયેલા વકતાઓનાં નામે નીચે પ્રમાણે છે : શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ ડૅ. રમણલાલ સી. શાહ શ્રી રોહિત મહેતા શ્રી શ્રીદેવી મહેતા આચાર્ય શ્રી યશવંત શુકલ આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદી, ડો. વી. એન. બગડિયા ડે. ચન્દ્રશેખર જેના છે. નંદલાલ પાઠક, શ્રી મૃણાલિની દેસાઇ શ્રી કિરણભાઇ શાહ શ્રી યશવંત દોશી ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ, મંત્રીએ વિશા ના રાતના નાનપતિ અને માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૪-ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy