SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પદ પ્રબુદ્ધ જીવન ઈશ્વરની એક ગંભીર લેખા જેમાં સાધારણ રીતે વાંચવા મળે છે તેવા ‘પ્રબુદ્ધ જીવન ” માં ઉપરના મથાળાના લેખ જોઈને આનંદ થયો. થયું કે આમાં હું પણ કંઈક ઉમેરું, આપણામાં કહેવત છે કે હસ્યાં તેના ‘વસ્યાં.’ આ હસવાની કળા આ કપરા કાળમાં જાણવાની, અપનાવવાની ખૂબ જ જરૂર છે. હાસ્ય શું છે એ પહેલા જરા સમજી લઈએ, હાસ્ય અને રુદન એ માનવીની પ્રાથમિક ચેષ્ટાઓ છે; નાનું બાળક બીજું કંઈ ન કરી શકે ત્યારે પણ એ રડી અને હસી તે। શકેજ છે. પશુ—પંખી, અરે ઝાડ પાન રડી શકે છે, પરન્તુ હસવાની અમાલી ભેટ તો ઈશ્વરે માનવીને જ આપી છે, જેના માટે એક પૈસો પણ ખર્ચ કરવા પડતા નથી અને ફાયદા ખૂબ જ કરે છે એ જાણવા છતાં એનો ઉપયોગ જ આપણે કરતા નથી, અગર કરીએ છીએ તે ખૂબ જ કંજૂસાઈપૂર્વક. સોક્રેટીસ કહેતા કે હાસ્ય એ તો દુ:ખી દુનિયા પર ઈશ્વરનો પ્રેમાળ હાથ છે. ગાંધીજી કહેતા કે “જેમ હું પ્રાર્થના વગર જીવી શકું નહિ તેમ હસ્યા વગર પણ જીવી શકુ નહિ. ” એ સુકલકડી કાયા પર, મન પર, આખા દેશના ભાવિના ભાર હતા છતાં ઘડી ઘડી ગાંધી બાપુના ઓરડો હાસ્યથી ગુંજી ઊઠતા, બાપુજીનું એ બેખું હસતું મોં આપણે ભૂલી શકવાના નથી. વિનેબાજી પણ કહે છે કે: “ એક ગણુ ખાઓ, બે ગણુ પીઓ, ત્રણ ગણી હવા ખાઓ, ને ચાર ગણુ હસેા. ” હાસ્ય તે આપણા માટે ટોનિકનું કામ કરે છે, એમાં “એ” થી માંડીને “ઝેડ ” સુધીના વિટામિન ભર્યા છે, એ હાસ્ય અનેક રીતે ઊપજાવી શકાય છે, કોઈ ગલગલિયાં કરે તે! હસવું આવે, કોઈને ખડખડાટ હસતાં જોઈને પણ હસવું આવે, કોઈના આંગિક અભિનય જોઈને હસવું આવે, રમુજી ટુચકો સાંભળીને--વાંચીને હસવું આવે, અને કોઈ જાતો માણસ કેળાની છાલ પરથી લપસી પડે તો યે હસવું આવે, પરન્તુ કોઈના દુ:ખમાંથી, કોઈની પીડામાંથી ઊપજતું હાસ્ય એ હાસ્ય નથી, હાસ્યની ક્રૂર મશ્કરી છે. હાસ્યના અનેક પ્રકારો છે, કોઈ ફકત મોં મરકાવીને જ હસે, કોઈની આંખમાં જ હાસ્ય રમે, કોઈ ફકત સ્મિત જ કરે, કોઈનું માં બાલે ત્યારે હસું હસું જ થતું લાગે, કોઈ ખડખડાટ પણ હસે. પ્રકાર ગમે તે હોય પરન્તુ નાનું બાળક પણ હાસ્યનેં જાણી જાય છે, ફકત મોંના મરકાટ કે સ્મિતની લિપિ પણ બાળક ઉકેલીને આપણી તરફ દોડતું આવે છે. હાસ્ય અભિનય માટે પણ હોઈ શકે છે દાખલા તરીકે પ્લેઈનમાં આપણને આવકાર આપતી એર હ્રાસ્ટેસનું હાસ્ય, એ અભિનય જ છે, એની પાછળ કોઈ ભાવ નથી. આપણે ઘેર પેાતાના માલ વેચવા આવનારનું હાસ્ય, એ સાડા -વાટરના ઊભરા જેવું છે. ” જા નથી લેવું. એટલા શબ્દો સાંભળતાં જ એના મોં પરનું હાસ્ય વિલિન થઈ જાય છે ને ત્યાં બીજો જ ભાવ જાગી જાય છે. અમેાલી ભેટ ઝડપી સુધારો પણ થવા લાગ્યો, એટલા ઝડપી કે ખૂદ ડોક્ટરો પણ અંચંબામાં પડી ગયા. * તા. ૧૬-૭-૭૬ ટૂંકમાં દવા ને ડોકટર જેન કરી શકયા તે હાસ્ય કર્યું. સૌને હસતું માનવી ગમે છે. રોતલ કે રોદણાં રોતું કોઈને ગમતું નથી. તેથી જ એક કવિએ કહ્યું છે કે: “હરાવું હોય તે તારી સાથે હસવા આખા જગતને નાતરજે પણ રડવું હોય તો છાનેખૂણે બેસીને એકલા જ રડી લેજે, " મોટાની વાત જેમ જ બાળક પણ હસતું હોય છે તે જ સીને રમાડવું ગમે છે,રડે કે તુરત એની માને સોંપી દઈએ છીએ. હાસ્ય એ બગાસા જેવું ચેપી છે; તમે હસેા તો સામે પણ હસશે. દવા-હવા કરતા હાસ્ય, રોગ મટાડવામાં વધુ સહાયભૂત થાય છે, તેને અખતરો એક દરદીએ કર્યો છે. એ લાંબા સમયથી રોગને કારણે હાસ્પિટલમાં હતા, ખૂબ જ દુ:ખી હતા, ત્યાં એક દિવસ એના હાથમાં બે ચિત્રા આવ્યાં, જેમાં બાળકો ખડખડાટ હસતાં હતાં, એ જોતાં પોતે પણ હસી પડયો, એને ખૂબ સારુ લાગ્યું. પછી તે એવી જ જાતના ચિત્રા ભેગા કરવા લાગ્યો. એક આલ્બમ બનાવ્યું અને એ જોતાં એનું દુ:ખ હળવું થવા લાગ્યું. પછી તો એ બીજા દરદીઓને પણ ચિત્ર દેખાડવા લાગ્યો, એ પણ હરાવા લાગ્યા, ને તબિયતમાં વર્તમાન યુગની આર્થિક સંકડામણા,ઉપાધિ, બેકારી, ચિન્તા, એ બધી મુસીબત સામે ટક્કર ઝીલવાનો એક જ ઉપાય છે અને તે છે હાસ્ય. અને તેથી જ એક મહાન લેખકે ઈશ્વર પારો યાચના કરતા કહ્યું છે કે: “ પ્રભા, હું હસી શકું એવી બુદ્ધિ આપ, હાસ્ય માણી શકું એવું મન આપ, પોતાની જાત પર પણ હસી શકુ એવું દિલ ચાપ, જેથી હું સુખી થઈ શકું અને બીજાને કરી શકુ અંગ્રેજીમાં કહેવત છે કે: “ An apple a day keeps the doctor away, “ અર્થાત એક સફરજનમાં એટલું સત્ત્વ છે કે દિવસમાં એક ખાઓ તો ડૉક્ટર પાસે જવા વારો આવે નહિ, પરન્તુ સફરજન કરતાં યે હાસ્ય વધુ અસરકારક છે. માટે હવે નવી કહેવત શરૂ કરીએ કે A hearty laugh a day keeps the doctor away. કસ્તુરીભૃગની ડૂંટીમાં જ કસ્તુરી છે, સુગંધ ત્યાંથી જ આવે છે, પરન્તુ એનું એને જ્ઞાન નથી તેથી એ સુગંધ ક્યાંથી આવે છે તે જાણવા ફાંફાં મારે છે. આપણી પણ કંઇક અંશે એવી જ દશા છે. રોગ, શાક, દુ:ખ, દરદ, વેદના, ટેન્શન, ચિંતા એ બધાને હરનાર હાસ્ય રૂપી સંજીવની આપણી પાસે છે છતાં એ વાત આપણે વિસરી ગયા છીએ, કાં જાણતાં નથી અને તેથી જ તો એનો પૂરો ઉપયોગ કરતા નથી. આગળના લેખકોને આની જાણ હતી, રાજામહારાજાઓને પણ જાણ હતી, તેથી જ તો ગંભીરના નાટકોની વચમાં કોમીક દ્રશ્યો મુકાતાં. રાજા રાજ્યકારભારને ભાર હળવા કરવા વિદુષકો રાખતા. અકબર બિરબલની વાતો એ વાતની સાક્ષી પૂરે છે. સરકસમાં પણ એ જ રીત અજમાવે છે. વાઘ - સિંહની રમત બાદ, કે કોઇ હેરત પમાડે તેવાં પ્રયોગ બાદ, તુરત લાઉન આવે છે, અને એ આવતા જ ‘ટેન્સ ” થયેલી પરિસ્થિતિ હળવી બની જાય છે એક કવિએ કહ્યું છે : “એ શમા, તેરી ઉમ્ર તબઈ હૈં એક રાત, હંસ કર ગુજર યા ઇસે રોકર ગુજાર દે. આપણે આપણી જિંદગી કઇ રીતે ગુજારવી એ આપણા – રંભાબહેન ગાંધી હાથની જ વાત છે. LP LP શ્રી વર્ધમાન ભારતી એગ્લારની નવી રેકાર્ડ/કેસેટો “રાજપદ” LP (શ્રીમદ્ રાજચેંદ્રજી કૃત બિના નયન, બહુ પુણ્ય, હે પ્રભુ! અને “રાજકિત પદ” EP (બંનેના રૂા. ૬૩-૦૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” સાદુ જેકેટ (શ. ૬૦) “શ્રી ભકતામર “મહાવીર દર્શન” “વીર વંદના” સ્તોત્ર” LP EP (રૂ।. ૧૮) “આનંદ (પ્રત્યેક ! ૪૨-૫૦), “અપૂર્વ અસર” ધન કે પદ” EP અને અનંતક કી અનુગૂંજ" EP (પ્રત્યેક ।. ૧૬-૫૦) વગેરે ગ્રામેાફોન રેકર્યો અને (૧) શ્રી આત્મસિદ્ધિ ભકતામર (૨) મહાવીર દર્શન વીરવંદના (૩) રાજપદ --રાજ ત્રણ કેસેટ) ભકિત પદ + આનંદધન + અનુભૂંજ વગેરેની (પ્રત્યેક રૂા. ૬૫-૦૦: સી -૯૦ દોઢ કલાક, ટુડિયો રેકર્ડ કરેલી ઊંચી જાતની) ઉપરાંત (ચ) શ્રીમદનાં અન્ય પદોની ખાસ સળ`ગ કેરોટ “પરમગુરુપદ” (શ. ૫૫) હવેથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયેથી પણ મળ શકશે
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy