SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુદ્ધ જીવન તા. ૧૬-~૭૬ કરી શકે તેને બંધારણમાં પ્રબંધ છે. જે બાબતોને કાયદાથી અમલ કરાવી શકાય એવી બધી બાબતને તેમાં ઉલ્લેખ છે. પ્રકીર્ણ નેંધ એક અભિપ્રાય એવો હોય છે આ ઉપરાંત નાગરિકની કેટલીક નૈતિક જે છે જેને બંધારણમાં ઉલ્લેખ કરવો, જેથી લોકો સમક્ષ આ આદર્શ રહે. દા. ત. રાજયનીતિના નિર્દેશક સિદ્ધાંત રાજ્ય માટે આ આદર્શ રજૂ કરે છે. કોર્ટ મારફત તેને અમલ નથી થઇ શકતો પણ રાજ્ય તેને અમલ કરવાની ફરજ છે. પણ નાગરિકની જે ફરજોને અહીં ઉલ્લેખ થાય છે અને જેના બંધારણમાં સમાવેશ કર છે તે માત્ર નૈતિક કે આદર્શરૂપ નથી. પાર્લામેંટના કાયદાથી તેને અમલ કરાવવો છે અને અમલ ન થાય તે તેને માટે શિક્ષા કરવી છે, એટલું જ નહિ પણ આવી શિક્ષાના કાયદાને, તે કોઇ મૂળભૂત અધિકારને બાધક હોય અથવા બંધારણની બીજી કોઇ જોગવાઇ સાથે અસંગત હોય તે પણ, તેને કોર્ટમાં પડકારી ન શકાય એવી ભલામણ છે. જે આઠ ફોને અહીં ઉલ્લેખ કર્યો છે તેમાં કેટલીક એવી છે કે જેના વિશે કોઈ વાંધો કે મતભેદ હોય જ નહિ. બંધારણને અને કાયદાને આદર કર, દેશની એકતા અને અખંડિતતા જાળવવી, હિરા વજર્ય ગણવી, શહેર મિલકતનું રક્ષણ કરવું અને સલામતી જાળવવી, કાયદા પ્રમાણે કરવેરા ભરવા એમાં મતભેદને અવકાશ નથી. આ માટે કાયદાઓ અને શિક્ષાએ છે. આવી ફરજોને ઉલ્લેખ કરવાની હવે જરૂર કેમ પડે છે? તેને અમલ કરાવવા કેવા પ્રકારના કાયદા થશે? કેટલીક ફરજો એવી છે જે ઘણી અસ્પષ્ટ છે. દા. ત. કોઈ પણ પ્રકારના કોમવાદને તિલાંજલી આપવી. કોમવાદ કોને ગણવે? કોમ કોમ વચ્ચે ધિક્કારની લાગણી ફેલાય એવું વર્તન અત્યારે પણ ગુનો છે જ. પોતાની કોમના લોકોને શિક્ષણ માટે, તબીબી રહિત માટે કે ગરીબાઇમાં મદદ કરવી તે કોમવાદ ગણાય? હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, બધી કોમને આવી સંસ્થાઓ છે. કાયદાને આદર કરો અને તેનું પાલન કરવું. કોઇ કાયદો અન્યાયી હોય છે તેને વિરોધ કે પ્રતિકાર ન થાય? રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતના અમલમાં મદદ અને સહકાર આપવે. આ સિદ્ધાંત જ ઘણા અસ્પષ્ટ છે અને તેને મદદ અને સહકાર આપવાની ફરજ વિશેષ એસ્પષ્ટ બને છે. લશ્કરી સેવા ફરજ્યિાત કરવામાં આવશે? બંધારણમાં સમાવિષ્ટ લોકશાહી સંસ્થાઓને આદર કરો અને તેના ગૌરવ અને અધિકારને બાધ આવે તેવું કાંઇ ન કરવું. આ લેકશાહી સંસ્થાઓ એટલે પાર્લામેંટ અને ધારાસભાએ. તેના ગૌરવ કે અધિકારને હાનિ પહોચે તે પાર્લામેટ કે ધારાસભાને તિરસ્કાર કર્યો ગણાય જેને માટે સજા કરવાની પાર્લામેંટ કે ધારાસભાને સત્તા છે. આ ફરજોને બંધારણમાં સમાવેશ થાય તેથી એટલા વિષયમાં કાયદા કરવાની પાર્લામેંટને વિશેષ સત્તા મળે છે. એ ફરજો સ્પષ્ટ હોય અને તેના અમલ માટે જ કાયદા થાય તે સમજી શકાય તેવું છે. પણ આવી અસ્પષ્ટ ફરજોના એઠા નીચે કાયદો બીજા હેતુથી કરવામાં આવે અને આવી કોઇ ફરજ સાથે તેને સીધો સંબંધ ન હોય તે પણ તેને કોર્ટમાં પડકારી ન શકાય એટલી બધી કોર્ટની ભડક શા માટે? સમિતિની ભલામણના વર્તમાનપત્રોમાં પ્રકટ થયેલ અહેવાલ ઉપર કેટલીક સ્પષ્ટતા માગતી બાબતોને સંક્ષેપમાં અહીં ઉલ્લેખ કર્યો છે. પાર્લામેંટના ખરડામાં આ દરખાસ્તો ચોક્કસ સ્વરૂપ લેશે ત્યારે કદાચ સ્પષ્ટતા થશે. અદ્ભુત પરાક્રમ . પિતાની મુરાદ નિષ્ફળ જાય અને પોતાને ઘેર અન્યાય થયો છે એવી મનોદશા પેદા થાય ત્યારે મરણિયા થયેલ લેક હિંસાને માર્ગે વળે છે. પછી તેમના વર્તનમાં સારાસાર - વિવેક રહેતો નથી. આંધળી દોટ મૂકી, વિનાશ સર્જવા પ્રત્યે જ વલણ રહે છે. દુનિયામાં કેટલાયે સ્થળે આવી પરિસ્થિતિ પ્રવર્તત છે. એવું એક સ્થળ પેલેસ્ટાઇન છે. જ્યારથી પેલેસ્ટાઇનના ભાગલા કરી ઇઝરાયલનો જન્મ થયો અને ઈઝરાઇલમાં વસતા લાખ આરબેને હિજરત કરવી પડી. ત્યારથી -- ૨૮ વર્ષથી – આ પ્રદેશ સળગતે રહ્યો છે. પેલેસ્ટાઇનના ગેરીલાએ વેર વાળવા ભયંકર લાગે તેવા દુષ્ક તરફ વળ્યા છે. ઇઝરાયતા ઓછું ઊતરતું નથી. ગેરીલાઓની એક પ્રવૃત્તિ વિમાન તેની ચાંચિયાગીરી કરવાની, નિર્દોષ ઉતારુ, એને બાન બનાવી, તેમના જાન જોખમમાં મૂકી, પોતાના માણસને છોડવાની ફરજ પાડવાની છે. આવી જોહુકમીને કેટલીક વખત તાબે થવું પડે છે. તાજેતરમાં આ રીતે તાબે ન થતાં, ઇઝરાયલે અદ્ભુત પરાક્રમ કરી, નિર્દોષ ઉતારુ એને મુકિત અપાવી. તેલઅવીવથી પેરિસ જતું એર ફ્રાન્સનું જ વિમાન ગેરીલાએએ આકાશમાં આંતર્યું અને યુગાન્ડાના એન્ટબી હવાઇ મથક ઉપર લઇ ગયા. લગભગ ૨૦૦ ઉતારુ એના જાન જોખમમાં મુકાયા. અતિ તંગ વાતાવરણમાં આઠ દિવસ વાટાઘાટો થઇ અને વખતેવખત સમય - અવધિ મુકાતી ગઇ. છેવટ ઇઝરાઇલની ધીરજ ખૂટ. એકપ્ય અને અણધાર્યું સાહસ કર્યું. ચાર હજાર માઇલને અંતરે, પોતાના વિમાનમાં લશ્કર લઇ જઇ, એન્ટબી હવાઇ મથક ઉપર છાપે માર્યો, અને સાતે ચાંચિયાઓને સર કરી, યુગાન્ડાના સૈનિકોને સામનો કરી, તેના સંખ્યાબંધ વિમાનને નાશ કરી, ૧૦૩ ઉતારુ એને પિતાના વિમાનમાં સલામત પાછા લાવ્યા. આ સાહસ અને પરાક્રમની પ્રશંસા કર્યા વિના ચાલે તેમ નથી - તેમાંથી ઘણાં આંતરરાષ્ટ્રીય પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેની ચર્ચા રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિ કરી રહી છે. આ ચાંચિયાઓને યુગાન્ડાની સરકારની મદદ હતી તેમ સ્પષ્ટ લાગે છે. આ સાહસમાં કેનિયાએ ઇઝરાયલને અનુકૂળતા આપી તે આશ્ચર્યજનક છે. યુગાન્ડા અને કેનિયા વચ્ચે સંબંધ ખરાબ હતા તે વધારે બગડયા, આફ્રિકાના રાજ્યએ આક્રમણને વખોડી કાઢયું. પશ્ચિમી દેશોએ આ સાહસને બિરદાવ્યું. રાષ્ટ્ર સંઘના મહામંત્રીએ આ આક્રમણને વખાણ્યું. એક રીતે, યુગાન્ડાની ધરતી ઉપર ઇઝરાયલનું આક્રમણ હતું, તેને ઇનકાર કરાય તેમ નથી. પણ એ કોઇ દેશ કબજે કરવા માટે આક્રમણ ન હતું. નિર્દોષ ઉતાર એને જોન બચાવવા માટે હતું. સલામતી સમિતિમાં આફ્રિકાના દેશ તરફથી આ આક્રમણને વખોડી કાઢતો પ્રસ્તાવ રજૂ થયો છે પશ્ચિમી દેશે તરફથી આવી હિંસક ચાંચિયાગીરીને વખોડતે પ્રસ્તાવ રજૂ થયો છે. બન્ને પકો ઘણું કહેવાય તેવું છે. મૂળ રોગને ઇલાજ ન થાય ત્યાં સુધી આવા વિવાદો વિતંડાવાદ જ છે. ઇઝરાયલના આ હિંમતભર્યા પગલાંથી શેડો સમય કદાચ આવી ચાંચિયાગીરી દબાશે, પણ તેને અંત નહિ આવે. દારૂના દૈત્યને ભયંકર ભેગ મદ્રાસમાં ઝેરી દારૂ પીવાથી ૧૪૦નાં મૃત્યુ થયાં અને બીજા કેટલાય ગંભીર હાલતમાં પડયા છે. આવી ભયંકર દુર્ધટનાએ વારંવાર સાંભળી આપણા હૃદય બધીર થઇ ગયા છે અને કર્તવ્યમૂઢ બની જઇએ છીએ. મૃત્યુ પામ્યા તેમાં સ્ત્રીઓ હતી, વિદ્યાર્થીઓ હતા, રેલવે કર્મચારી હતા, મજૂરો હતા. કોઇ વખત એમ થઇ જાય છે કે માણસ આને જ લાયક છે, ભલે ભગવે. પણ પછી જણાય ૧૦-૭-૭૬ ચીમનલાલ ચકુભાઈ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy