________________
(૧૦)
પૂર્વ
પ્રબુદ્ધ જીવન
હુકમનામું મળી શકતુ. હવે આ આખી કલમને સ્થાને એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે કારણેાસર છુટા છેડા મળી મળી શકે તે જ કારણાસર કાયદેસર જુદા રહેવાનું –Judicial Separtion હુકમનામું પણ મેળવી શકાય. છુટાછેડા અંગેની કલમમાં પણ એમ ઠરાવવામાં આવ્યું છે કે, છુટાછેડાનું કારણ સાબિત થાય તો પણ અદાલતને વાજબી કારણા લાગે તે છુટાછેડાને બદલે કાયદેસર જદા રહેવાનું હુકમનામું આપી શકે.
‘તજી દેવાની' (desertion)ની વ્યાખ્યા એવી છે કે પતિ એ પત્નીને કે પતિએ પત્નીને વાજબી કારણ સિવાય ને તેની સંમતિ કે તેની ઈચ્છાવિરુદ્ધ તેને તજી દીધેલ હોય કે ઈરાદાપૂર્વક તેની ઉપેક્ષા કરી હોય કે તેનાં પ્રત્યે બેદરકારી દર્શાવી હોય.
લગ્નનાં હક્ક પૂરા કરવાના .દાવાની જોગવાઈ હજુ રહી છે. પતિ પત્નીને સાથે ન રાખે કે પત્ની પતિને ત્યાં રહેવા ન જાય તે લગ્નનાં હક્ક પૂરા કરવાનો દાવો કરી શકાય છે. આમાં જે પક્ષ બીજાથી અલગ રહે તેમ હોય તેણે પેાતાને એ રીતે અલગ રહેવાનું વાજબી કારણ સાબિત કરવું જૉઈએ. લગ્નનાં હક પૂરા કરવાનું હુકમનામું થાય તો પણ અદાલત જેની સામે હુકમનામું થયું હોય તેને સામા પક્ષને ત્યાં જવાની ફરજ પાડી શકતી નથી. એટલે હકીકતમાં તે હુકમનામું કાગળ ઉપર રહે છે, પણ પત્ની ભરણપોષણ માગી શકાતી નથી. કાયદેસર જુદા રહેવાનું હુકમનામું થાય કે લગ્નનાં હક પૂરા કરવાનું હુકમનામું થાય તે પછી જે એક વર્ષ સુધી બંને પુન: સાથે ન રહે તો કોઈ પણ પક્ષ છુટાછેડાની માંગણી કરી શકે છે તે તેને છુટાછેડા મળે છે.
છુટાછેડા અંગેની આ મુખ્ય જોગવાઈઓ છે. પણ તેને આનુપંગિક બીજી પણ જાણવા લાયક બાબતો છે. છુટાછેડાના દાવા લગ્ન થયાં પછી એક વર્ષની પહેલાં થઈ શકતા નથી. સિવાય કે, અસાધારણ હાડમારી હોય તો કોર્ટની રજા લઈને થઈ શકે છે.
આ કાયદા નીચેની અરજી જીલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ને જ્યાં સીટી સિવીલ કોર્ટ હોય ત્યાં તે કોર્ટમાં થઈ શકે છે. જો (૧) તે કોર્ટની હકુમતમાં લગ્ન થયાં હોય. (૨) સામેા પક્ષ અરજી દાખલ કરતી વખતે તે કોર્ટની હકુમતમાં રહેતા હોય. (૩) અથવા પતિ - પત્ની કોર્ટની હકુમત છેલ્લાં સાથે રહ્યાં હોય ને (૪) જે સામા પક્ષ જે વિસ્તારોને આ કાયદો લાગુ પડે છે તે વિસ્તારની બહાર રહેતો હોય અગર સાત વર્ષથી તેના પત્નો ન હોય તે અરજદાર જે કોર્ટની હકુમતમાં રહેતો હોય ત્યાં અરજી થઇ શકે છે.
લગ્ન—વિચ્છેદ થયાં પછી ને અપીલની મુદત વીતે ત્યાં સુધી અપીલ ન થઈ હોય અગર અપીલ થાય તે તે નીકળી જાય તો બંને પક્ષકારો ફરીથી લગ્ન કરી શકે છે. આ કાયદા નીચેની અરજી ચાલુ હોય ત્યારે પતિ પત્ની સામે કે પત્ની પતિ સામે ભરણપોષણની રજી કરી શકે છે ને અદાલતને યોગ્ય લાગે તે રકમ કામચલાઉ ભરણપોષણ તરીકે અપાવી શકે છે. છૂટાછેડાનું હુકમનામું થાય ત્યારે કે તે પછી પતિ કે પત્ની અરજી કરે તો અદાલત તેને યોગ્ય લાગે તેટલી રકમનું કાયમી ભરણપોષણ અપાવી શકે છે. આ રીતે જેની સામે ભરણપાષણની અરજી મંજૂર થઈ હોય તે વાજબી કારણ હાય તો ભરણપાષણનો હુકમ ફેરવવા કે રદ કરવા અરજી કરી શકે છે. જેમ કે પત્ની ફરી લગ્ન કરે અગર તે ચારિત્ર્યહીન જીવન ગુજારે.
આ કાયદા નીચેની અદાલતની સર્વ કાર્યવાહી બંધબારણે ચલાવાશે અને સુપ્રિમ કોર્ટના કે હાઇકોર્ટનાં સત્તાવાર પ્રસિદ્ધ થયેલાં ચુકાદાનાં મજકુર સિવાય બીજો કોઈ અહેવાલ અખબારમાં કે અન્યથા પ્રસિદ્ધ કરી શકાશે નહી. જો પક્ષકારોએ અલગ અલગ કોર્ટમાં
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: મુંબઈ ૪૦૦ ૦૦૪–ટે. નં. ૩૫૦૨૯૬
તા. ૧૭–૩૬
સામસામી અરજીઓ કરી હશે તો પ્રથમ ଜ કોર્ટમાં અરજી થઈ. હશે તે કોર્ટમાં બીજી અરજી બદલવામાં આવશે. તે બંન્ને સાથે જ ચાલશે.
બીજી અગત્યની જોગવાઈ એ કરવામાં આવી છે કે, આ કાયદા નીચેની અરજીની સુનાવણી એક વખત શરૂ થઈ તેની તારીખ પડશે નહીં; તે દરરોજ ચાલશે. સિવાય કે, વાજબી કારણસર અદાલત તારીખ આપે. અરજીની નોટિસ સામા પક્ષને બજાવ્યા પછી છ મહિનામાં તેના નીકાલ કરવા પડશે. તે અપીલ દાખલ થયા પછી તેની નાટિસ સામા પક્ષ પર બંનેને તે પછી ત્રણ મહિનામાં અપીલના નિકાલ કરવાના રહેશે. આ કાયદા નીચેની અરજી પરસ્પરની ચામપાપીથી કરેલી નહાવી જોઈએ તથા અરજીનું કારણ ઉત્પન્ન થયાં પછી બિન જરૂરી વિલંબ થયો ન હોવા જોઈએ.
બીજી એક અગત્યની જોગવાઈ એ છે સ્ટેમ્પના કાયદા નીચે જો કોઈ દસ્તાવેજ પર કાયદા મુજબનો સ્ટેમ્પ લગાડવામાં ન આવ્યો હોય તો તે પુરાવામાં દાખલ થઈ શકતો નથી, પણ આ કાયદા નીચેના કાર્યવાહીમાં કાયદેસરના સ્ટેમ્પ ન હોય તે પણ તે દસ્તાવેજ પુરાવામાં ગ્રાહ્ય થઈ શકશે. આ કાયદા નીચે થયેલાં હુકમનામાની નકલ કોર્ટ પક્ષકારને મફત પૂરી પાડશે.
આ પ્રકારનાં મુકદમાઓમાં ખૂબ જ મહત્ત્વની વાત ને સૌને જેની ચિંતા હોય છે તેવા બાળકોનું શું? મુકદમા ચાલતો હોય કે પૂરો થાય ત્યારે રાગીર બાળકોના કબજા‚ ભરણપોષણ તથા શિક્ષણ માટે અદાલત યોગ્ય લાગે તેવા હુકમા કરી શકે છે. સગીરો તથા વાલીનાં કાયદા નીચે રાગીર બાળકોના વાલી પિતા ગણાય છે. ને તેના કબજાના હક્ક પિતાનો છે, પરંતુ પાંચ વર્ષની વય સુધીનાં બાળકોનો કબજે માતા ધરાવી શકે છે. બાબતમાં બાળકોની ઈચ્છા પણ અદાલત લક્ષમાં લે છે. વળી બાળકોને પિતા પાસે રાખ વામાં કે માતા પાસે રાખવામાં બાળકોનું હિત ન હોય તો અદાલત યોગ્ય લાગે તેને સોંપી શકે છે તથા તેમના નિભાવ ને શિક્ષણ માટે રકમ આપવાનું ઠરાવી શકે છે.
આ
છેલ્લી મહત્ત્વની વાત એ છે કે, આ કાયદો અમલમાં આવ્યા ત્યાર પહેલાંનાં કાયદા નીચે જે અરજીઓ ઊભી હોય તેને પણ આ કાયદાની જોગવાઈઓ લાગુ પડશે ને તે મુજબ અરજદારો દાવા અરજીમાં સુધારા કરી શકશે .
બાળકો વિષે કાયદાની પરિસ્થિતિ જાણવા જેવી છે. જે લગ્ન પ્રથમથી જ ગેરકાયદેસર (vcid) હોય, એક લગ્ન બાળકો ગેરકાયદેસર જ ગણાય પછી લગ્ન કોર્ટ દ્વારા રદબાતલ થયાં હોય કે નહીં. આવા લગ્નની પત્નીને પત્ની તરીકે કોઈ હક્ક મળતો તેમ નથી. જે લગ્ન ગેરકાયદેસર (voidable) કરાવી શકાય હોય તે જ્યાં સુધી કોર્ટદ્રારા રદબાતલ ન થાય ત્યાં સુધી કાયદેસર છે. એમ માની લેવાય. પણ રદબાતલ થતાં તે લગ્નના બાળકો પણ ગેરકાયદેસર ગણાય. છેલ્લા. સુધારા પહેલાં આવા લગ્નોનાં બાળકો અંગે પરિસ્થિતિ જરા ગુંચવાડાભરી હતી.. હવે નવા સુધારામાં એમ ઠરાવવામાં આવ્યું છે કે લગ્ન ગેરકાયદેસર (void) હોય કે ગેરકાયદેસર જાહેર (voidable) થાય તો પણ તે લગ્નનાં બાળકો કાયદેસર ગણાશે. પરંતું તેમને તેમનાં માતા તથા પિતાની મિલકત સિવાય બીજા કોઈની મિલ્કતમાં હક્ક પ્રાપ્ત થશે નહી. છુટાછેડામાં તે લગ્ન કાયદેસર ગણાય છે એટલે બાળકો કાયદેસર ગણાય છે.
-કેશવલાલ શાહ
શ્રી ચીમનલાલ તારું, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, -હસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૧