________________
તા. ૧૬-૬-૭૬
પ્રબુદ્ધ જીવન
ને ખર્ચ થયો હતો. વર્ષને અને રૂા. ૯૯૪-૦૭ નો વધારો રહ્યો છે.
હોમિયોપથી સારવાર રીઝર્વફંડ આ ખાતામાં ગયા વર્ષે રૂ. ૨,૯૮૮ હતા, તેના વ્યાજના રૂા. ૩૦૦ આવ્યા તે ઉમેરાતાં, આ ફંડમાં રૂ. ૩,૨૮૮ જેમાં રહે છે. આ ફંડ ઊભું કરવાને યશ આપણા વયોવૃદ્ધ સભ્ય શ્રી. મંગળજી ઝવેરચંદ મહેતાને ફાળે જાય છે.
શ્રી દીપચંદ બી. શાહ સ્મારક ટ્રસ્ટ જેઓ આપણા સંઘના ઘણા વર્ષો સુધી મંત્રી અને કારોબારી સમિતિના સભ્ય હતા, તે સ્વ. દીપચંદ ત્રીભોવનદાસ શાહ 'સ્વ. દીપાંદ ત્રી. શાહ સ્મારક ટ્રસ્ટ સંઘે ઊભું કરવું અને એ ટ્રસ્ટદ્વારા ‘જૈન દર્શન' ને લગતા પુસ્તકો પ્રગટ કરવા એ શરતે શ્રી. દીપરાંદભાઈના પુત્રી છે. તારાબહેન શાહ અને તેમના જમાઈ ડૅ. રમણલાલ ચી. શાહ તરફથી રૂ. ૩૦,૦૦૦ સંઘના એ સંભવિત ટ્રસ્ટને ભેટ મળ્યા છે, તેની નોંધ લેતા અમે આનંદ અનુભવીએ છીએ અને પ્રે. તારાબહેનને અને ઠે. રમણલાલ ચી. શાહને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. વર્ષ દરમિયાન કાર્યાલયમાં જાયેલાં સંમેલન - ૧૯૭૫ : ઓગસ્ટ ૧૬ : આજીવન સભ્યનું એક સ્નેહસંમેલન
જવામાં આવ્યું હતું જેમાં સુગમ સંગીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
એકટોબર : ૨૭: શ્રી ભંવરમલ સિંધીને જાહેર વાર્તાલાપ.
ઓકટોબર : ૩૧ : સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાંતિલાલ હરજીવનદાસ શાહને જાહેર વાર્તાલાપ.
નવેમ્બર ૭ : “રંગલે એક જીવનદષ્ટિ” એ વિષય ઉપર શ્રી જયંતિ પટેલ (રંગલો) ના જાહેર વાર્તાલાપ. - ડિસેમ્બર :૧૮: “સત્યકી અવધારણા” એ વિષય ઉપર શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહનો વાર્તાલાપ .
૧૯૭૬: માર્ચ: ૧૧: શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહને ૭ મું વર્ષ બેઠું, તેના અનુસંધાનમાં તેમને અભિનન્દન આપવા માટે કાર્યવાહક સમિતિના મિત્રો તથા શુભેચ્છકો તરફથી મરચન્ટ કલબમાં એક નાનકડા સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમને દીર્ધાયુ ઈર્યું હતું.
માર્ચ: ૨૪: “કેન્દ્રનું અંદાજપત્ર” એ વિષય ઉપર શ્રી નરોત્તમ શાહને વાર્તાલાપ.
એપ્રિલ૧૭: સ્વ. પરમાનંદભાઈની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે શ્યામા મિત્રાને ભજનને કાર્યક્રમ.
શ્રી મુંબઈ જન યુવક સંઘનું નવપ્રસ્થાન
અમને જણાવતા આનંદ થાય છે કે સંઘ તરફથી જિજ્ઞાસુનું એક અભ્યાસ - વર્તુળ આ વર્ષથી શરૂ કરવામાં આવેલ છે. શ્રી સુબોધભાઈ એમ. શાહની આ વર્તુળના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે કન્વીનર તરીકેની જે જવાબદારી સ્વીકારી છે અને જે રીતે સંચાલન કરી રહ્યા છે તે માટે અમે તેમના આભારી છીએ. અભ્યાસ વર્તુળને સભ્યો તરફથી સારો આવકાર મળી રહ્યો છે. આજ સુધીમાં અભ્યાસ - વર્તુળના ૧૨૫ સભ્ય થયા છે. આ અભ્યાસ વર્તુળની બેઠકો નીચે પ્રમાણે મળી હતી :
૧૯૭૪:૮: નવેમ્બર: (પ્રથમ બેઠક) વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ. વિષય : “જીવનના વ્યવહારમાં ધર્મને આવિર્ભાવ.”
૬. ડિસેમ્બર :વકતા: શ્રી રસિકલાલ જે. શાહ, વિષય : “ધર્મ અને વિજ્ઞાન.” - ૧૯૭૬ : ૩: જાન્યુઆરી . વકતા: શ્રી રમેશ ભટ્ટ, વિષય: “જીવનવ્યવહારમાં પ્રશ્નો અને સમશ્યા વચ્ચે વિવે.”
૫: ફેબ્રુઆરી :વકતા : શ્રી હરિન્દ્ર દવે, “પ્રશ્નોત્તરી અને વાર્તાલાપ.” * ૧૧: માર્ચ: વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, વિષય : “જીવન સાધના.”
૧૫: એપ્રિલ : વકતા : શ્રી અમૃતલાલ યાજ્ઞિક, વિષય : “કેળવણીનું પ્રથમ સોપાન.”
૬ : મે: વકતા નહિ તેમ જ વિષય પણ નહિ. સભ્યો વચ્ચે જ કોઈ પણ વિષય અંગે પ્રશ્નોત્તરી અને વાર્તાલાપ.
શ્રી પરમાનંદ કાપડિયા સભાગ્રહ ગયા વર્ષે આપણ સભાગૃહ સંઘના નિયમ પ્રમાણે જરૂરિયાતવાળી સંસ્થાઓને વાપરવા માટે આપ્યું હતું, તેની કુલ આવક રૂ. ૭૭૩ ની થઇ હતી, આગલા વર્ષ કરતાં આ પ્રમાણ ઘટયું કહેવાય. હવે આપણે ચાંદલા - સગપણ માટે પણ રૂ. ૧૦૧/ લઈને સભાગૃહ આપવાનું નક્કી કર્યું છે. આ રીતે વર્ષ દરમિયાન ચાંદલા માટે એક જ વખત સભાગૃહને ઉપયોગ થયો હતો. આ અંગે સભ્યોએ પોતાના વર્તુળમાં પ્રચાર કરવો આવશ્યક લાગે છે.
ગુજરાત રેલ-રાહત ફંડ સંઘ તરફથી એકબર માસમાં ગુજરાત રેલ–રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રાપ્ત થયેલા રૂા. ૧૧,૩૮૫/- ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યા હતા. શ્રી ચી. ચ. શાહના પુસ્તક પ્રકાશન અંગે ભટ
શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના લેખોના સંગ્રહનું એક પુસ્તક પ્રગટ કરવાનું સંઘે નક્કી કર્યું છે. ગયા વર્ષમાં આ કામ થઈ શકયું નથી. આ વર્ષે તે પુસ્તક પ્રગટ કરવામાં આવશે. આ પુસ્તક પ્રકાશનના અનુસંધાનમાં રૂ. ૧,૫00/- શ્રી ટપુલાલ ભગવાનજી મહેતા (કવેટ) તરફથી ગયા વર્ષે અને રૂા. ૧,૫00/- મેસર્સ ચીમનલાલ પેપર કંપની (મુંબઈ) તરફથી ચાલુ વર્ષે ભેટ મળ્યા છે. આ બન્ને દાતાઓને અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
સંધના આજીવન સભ્ય સંઘના એક હજાર આજીવન સભ્યો બનાવવાને લગતા આપણા સંકલ્પને મિત્રો અને પ્રશંસકો તરફથી ઘણો જ સારો આવકાર રાંપડે છે. આજ સુધીમાં ૭૪૫ આજીવન સભ્યો મેળવી શકયા છીએ એ પણ આપણા માટે એક ગૌરવ લેવા જેવી બીના ગણાય. બાકી રહેતા ૨૫૫ સભ્યો મેળવવા માટેના અમારા ભગીરથ પ્રયત્નો ચાલી રહ્યા છે. આના માટે નવા નવા સેર્સ અમે શોધી રહ્યા છીએ. ટૂંકા ગાળામાં જ આ લક્ષ્યાંકને પૂરો કરવાની અમારી ભાવના છે. એ માટે સંઘના દરેક સભ્ય, આજીવન સભ્ય અને શુભેચ્છકોના અંત:કરણપૂર્વકના ટેકાની અમને જરૂર છે. જે દરેક સભ્ય ફકત એક એક આજીવન સભ્ય મેળવી આપવાનો સંકલ્પ કરે તો તો એકાદ માસમાં જ અમારું લક્ષ્યાંક પૂર થઈ જાય - 'અમારી આટલી નાની એવી વિનંતિ પર લક્ષ્ય આપવા માટે દરેક સભ્યો અને શુભેરચ્છકોને અમારો નમ્ર અનુરોધ છે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ - વર્ષ દરમ્યાન સંઘની કાર્યવાહક સમિતિની ૭ સભા બોલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં રૂ. ૨૯,૧૮૭-૦૯ ની આવક થઈ હતી, અને ખર્ચ રૂ. ૨૭,૯૨૨-૪૯ને થયો હતો, સરવાળે રૂા. ૧૨૬૪-૬૦ નો વધારો રહ્યો છે. '
આપણું જનરલ ફંડ રૂ. ૨૧,૫૧૧૨૨ નું ગયા વર્ષે હતું, તેમાં સંઘની આવકજાવકના વધારાની રકમ રૂા. ૧૨૬૪-૬૦ ઉમેરતા તે રૂ. ૨૨,૭૭૫૮૨નું થયું, તેમાંથી “પ્રબુદ્ધ જીવન ” ની રૂા. ૨૮૮૯૩૩ ની ખટ બાદ કરતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂા. ૧૯,૮૮૬૪૯ નું રહે છે.
આપણું મકાન ફંડ રૂ. ૨૪,૦૧૯૧૯ નું છે.
આપણું રીઝર્વ ફંડ રૂ. ૧,૨૩,૩૩૯૮૯નું અગલા વર્ષે હતું, તેમાં આ વર્ષે આજીવન સભ્યોના લવાજમના આવેલ. રૂા. ૬૫૦૪- ઉમેરતાં વર્ષની આખરે રીઝર્વ ફંડ રૂા. ૧,૮૮,૩૪૩૮૯ નું રહે છે..
આપણું પુરતક પ્રકાશન ફંડ રૂ. ૨,૨૭૩/૨૫ નું ગયા વર્ષે હતું, જે તેટલું જ રહે છે.
અંતમાં સંઘના કાર્યક્રમને સારી પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી દનિકોને તેમ જ જૈન પત્રોને અમે આભાર માનીએ છીએ.
આપણી પ્રવૃત્તિને વધારે વેગ મળે અને તે વધારે વિસ્તરે એવી અમારી અંત:કરણની ભાવના પ્રગટ કરવાની તક લઈએ છીએ.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ
-મંત્રીઓ