SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૭૬ મહાત્માએ કહ્યું કે એક તવંગર માણસ તને મળવા બહાર રાહ જોઈને ઊભે છે. તે તને નાણાં ભેટ ધરવા ઈચ્છે છે. . રાબીઓએ કહ્યું: પ્રભુની નિંદા કરનારને પણ પરમાત્મા ભૂખ્યાતરસ્યા રાખતો નથી, તો જેના રુંવાડેરુંવાડે અને શ્વાસોચ્છવાસમાં ભગવાનનું નામ છે તેની શું ભગવાન ચિંતા નહીં કરે? મેં મારી જાત પરમાત્માને સમર્પણ કરી દીધી છે. તે જ મારી સંભાળ રાખશે. મારે કશાની જરૂર નથી. તે ઝુંપડીની બહાર ઊભેલે પેલે ધનવાન આ વાર્તાલાપ સાંભળો હતે. નર્યા ધનને જ જીવનનું સર્વસ્વ માનનાર તેણે જ્યારે સાંભળ્યું કે ઈશ્વર આગળ ધનની કોઈ વિસાત નથી, એટલે એને ગર્વ ગળી ગયો અને તે પોતાને રસ્તે પડ. મહાત્મા હુસેન ઝૂંપડીમાંથી બહાર નીકળ્યાં ત્યારે સૂર્યનારાયણ તે દિવસ પૂરતી આ ધરતી પરની લીલા સંકેલી રહ્યા હતા, પંખીઓ' પિતાના માળાની શોધમાં હતા. તેઓ વિચારતા હતા. જીવનભર અખંડ બ્રહ્મચર્ય પાળી ઈશ્વરની પÚપાસનામાં જીવન વ્યતીત કરનાર રાબી જેવી તપસ્વિની સ્ત્રીઓ સંસારમાં કેટલી હશે? -કાન્તિલાલ કાલાણી શાકાહારી અહિંસક જીવનપદ્ધતિ સ્વીકારીએ [શ્રી મુંબઈ જીવદયા મંડળી અને આંતરરાષ્ટ્રીય શાકાહાર સંઘની પ્રાદેશિક શાખા તરફથી, શ્રીયુત ચીમનભાઈ લંડન ગયા તે જ દિવસે , બ્રિસ્ટોલ વેજિટેરિયન રેસ્ટોરાં ખાતે એક શુભેચ્છા વિદાય - સમારંભ યોજવામાં આવ્યો હતો. તે દિવસે શ્રીયુત ચીમનભાઈ જે બોલેલા તેની નોંધ લેવાઈ નહિ હોવાના કારણે ગતાંકમાં ફકત ટૂંકી નોંધ જ પ્રગટ કરવામાં આવી હતી. પાછળથી એમ લાગેલું કે, એ વકતવ્ય ઘણું મૂલ્યવાન હતું અને તેની નોંધ ન લેવાઈ તે ભૂલ થઈ. પરંતુ મે ૧૯૭૬ ના “જીવદયા” ના અંકમાં તે સમારંભને આ અહેવાલ પ્રગટ થયા છે, તેમાંથી શ્રી ચીમનભાઈના વકતવ્યને મહત્વને ભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે. શાન્તિલાલ ટી. શેઠ] - શ્રી ચીમનભાઈએ બોલતાં જણાવ્યું કે, જે વકતાઓએ આ પ્રસંગે મારે માટે સદ્ભાવના બતાવી છે તેથી મારા લાંડને ખાતેના કાર્યમાં મને બળ મળ્યું છે. માટે અલાભ હોય કે અન્ય કોઈ લાભ કે લોભને કારણે આ ઉંમરે હું કદી વિદેશ જવાનું સ્વીકારું નહિ, પણ આ પ્રવાસન નિમિતની સાથે મારા આત્માને પ્રિય માનવકલ્યાણ અને અહિંસા સંકળાયેલા હોઈ, બધી જ અંગત અડચણોને વિચાર બાજુએ રાખી મેં જવાનું સ્વીકાર્યું છે. પણ વાસ્તવિક રીતે એ ક્ષેત્રમાં જેણે જીવનભર આપણા દેશમાં અને વિદેશમાં જીવદયા શાકાહાર - અભયદાન આદિ ક્ષેત્રે પ્રત્યક્ષ કાર્ય કર્યું છે તેવા ભાઈશ્રી યંતિલાલ માસ્કર આ કાર્ય માટે વધારે ઉપયોગી થાય, પણ હું તેમના વતી, તેમના પ્રતિનિધિ તરીકે જ હોવાનું માનું છું અને તેમને અનુભવ અને પરિચય મને માર્ગદર્શક નિવડશે. જૈને તરીકે આપણે શાકાહારી તે છીએ, પણ તેની પાછળ રહેલી અહિરાની વિશાળ ભાવના અંગે આપણે બહુ વિચાર કર્યો નથી. તેથી આપણામાં આજે પણ આહાર - વિહારમાં છૂટછાટો વધતી જાય છે. મેં અભ્યાસ પૂરો કર્યા પછી મને વેંકટરોએ ટી.બી.ને રોગ હોવાનું જણાવ્યું. તેમણે ઈડાને સુપ લેવાને આગ્રહ કર્યો. મેં જણાવ્યું કે, જીવ - હિંસા કરીને જીવવા કરતાં હું મરવાનું વધારે પસંદ કરું છું. ડોક્ટરે કહ્યું, તમારા માતા પિતા ધર્મચૂસ્ત છે તેથી તમે ઘરમાં તે બનાવી ન શકો તે હું દવાખાનામાં તૈયાર કરી તમને બાટલીમાં મેકલીશ. હું ચોંકી ઊઠ અને મેં તેમને જણાવ્યું કે, તમારે તસ્દી ન લેવી. હવે તમે મારા ડોકટર તરીકે પણ ચાલુ નહિ રહી શકો. હું સમજું છું કે, માત્ર શાકાહાર કરવાથી આપણે અહિંસક નહિ થઈ શકીએ. આપણે શાકાહાર જીવનપદ્ધતિ સ્વીકારવી જોઈશે. એટલે કે, બીજાને મારીને મળતો ખેરાક જેમ ન લેવાય, તેમ બીજાઓ પ્રત્યે મન, વચન અને કર્મથી હિંસાની ભાવના પણ ન રખાય, એ છે શાકાહારી અહિંસક જીવનપદ્ધતિ. અને આ વાતને પ્રચાર કરવાની ખૂબ જ આવશ્યકતા છે. ‘નેલીથ' ને એ આદર્શ મને ગમ્યો હોવાથી એ કામમાં મેં સહકાર આપવાનું સ્વીકાર્યું છે. ભાઈશ્રી જયંતિલાલ માસ્કરે મને આપેલ સાહિત્ય જોતાં હું મારા વિચારોમાં વધારે દઢ થ છું. માત્ર આર્થિક કે તંદુરસ્તીના કારણેને આધારે શાકાહાર ટકશે નહિ. જેમ મહાત્મા ગાંધીએ લંડન ખાતે સને ૧૯૩૧માં કહેલું તેમ “નૈતિક આધાર પર જ શાકાહાર ટકશે.” જ્યાં સુધી જીવમાત્રનું ઐકય ન સ્વીકારાય અને જીવમાત્ર પ્રત્યે આદર ન કેળવાય ત્યાં સુધી હિંસાના પ્રત્યાઘાત સમજી શકાય નહિ. આલ્બર્ટ સ્વાઈટઝર પણ તેમના અનેક સંશોધનો અને અનુભવોને અંતે ‘રવરન્સ ફેર લાઈફ” - જીવમાત્ર પ્રત્યે આદર પ્રેમ અને કરુણા એ જ જગતને, લડાઈ - હિંસામાંથી બચાવી શકે એવા નિર્ણય પર આવ્યા હતા. આમ જે કારણસર હું લંડન જવાને છે તેમાં અહિરાની સાધના અને જીવમાત્રના કલ્યાણનો સંભવ છે. આપ સર્વની શુભેચ્છાથી હું મારું કર્તવ્ય કરી શકીશ અવી મને આશા અને શ્રદ્ધા છે. ચીમનલાલ ચકુભાઈ શબ્દોની માયાજાળ શબ્દોની માયાજાળ' લેખ વાંચી શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સુરતથી લખે છે: સ્નેહી ભાઈશ્રી ચીમનભાઇ, - શ્રેયસાધનાને નામે જે આચારવિચાર ફેલાય છે તે વિશે આપની વ્યથા યોગ્ય અને સમયસર છે. આપના વલણ સાથે લોકહિત વિચારકો સંમત થશે. જે અર્થ ધર્મ વિચારધારાએ તર્કનિષ્ઠ અને બુદ્ધિયુકત છે સર્વથા રામક રહેવાને આદર્શ સેવે છે તેની આ કેવી દશા ! ગુરુની અંધભકિત, ચમત્કારમૂઢતા, વહેમ, કર્મકાંડની અતિશયતા ને વિકૃતિઓ, દેશમાં આજે સાર્વત્રિક છે; લગભગ બધા સાધનામાર્ગોમાં પેઠી છે, બધા આધ્યાત્મિક વર્ગોમાં છે, શહેરમાં તેમ ગામમાં છે. દૈવત’ ને પ્રભાવ પાડનારા ચારેકોર છે. આપણે આ બાબતમાં એક શતક પાછળ હટયા છીએ. આ આ પ્રશ્ન વ્યાપક સામાજિક હિતને છે, અને આધુનિક સામાજિક સંદર્ભમાં અને મનોવૈજ્ઞાનિક દષ્ટિએ તપાસવા જેવું છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સોદર નમસ્કાર જીવનવીણા” એણે વીણા હાથમાં લીધી. એ વીણાવાદન શીખી રહ્યો હતે. તેણે તાર પર પોતાની આંગળીઓ ફેરવી, ફરીફરીને ફેરવી પણ તેમાંથી ન સૂર ગૂંજ કે ન લય. તે આંગળીઓ ઘસી ઘસી થાકી ગયા. આ જોઈ ઉસ્તાદે કહયું, “બેટા, જરા તારી વીણા તો જો, તેના તાર ઢીલા છે, એક તાર તે તૂટેલે છે. ઢીલા અને તૂટેલા તાર સૂર નથી વહાવતા. પહેલાં તાર બાંધ અને પછી તેને વગાડ. જીવનસંગીતનું પણ એવું છે. ચારિત્ર્ય તૂટેલું છે, જ્ઞાન અને શ્રદ્ધા ઢીલાં છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રય-ત્રણેય તાર અખંડિત અને બરાબર બાંધેલા હોય તો જ જીવનવીણા ગુંજી ઊઠે અને વિશ્વસમસ્તને પણ હલાવી મૂકે, આત્મમસ્ત કરી મૂકે. પરંતુ આજને માનવી તો તૂટેલા ચારિત્ર્યથી જ પિતાની જીવનવીણા વગાડવા માગે છે, તે એ કયાંથી મન મૂકીને ગુંજી ઊઠે? (“બાધિ” માંથી)
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy