________________
૧૧
પ્રબુદ્ધ જીવન
અનિષ્ટ છે. તેમાં સમાજ અને વ્યક્તિ ઉભયને હાણ છે. આટલી વાત જાગ્રતસમાજને દીવા જેવી ચાખ્ખી જણાવી જોઇએ. જો અન્યાયઅપરાધની બાબત ધૂંધળી હોય તે સ્પષ્ટતાને સાર તપાસ આદરવાની નિરામય જાગૃતિ કેળવવી જોઇએ. સમાજના ઇષ્ટ ને તેથી ચિંત અને સચેત રહેવું જોઇએ. ક્ષમાભાવ મનની ભીતરમાં હાય તે પણ તેના આચરણમાં દઢતા અને ઊંગ વિવેક જોઇએ. સ્વાર્થ કે લોકપ્રતિષ્ઠા એવા અન્ય હેતુથી તે ધર્મ ધૂંધળા ન બનવા જોઇએ. કારણ, નિરપરાધીને અન્યાય એ જ મેટો અપરાધ છે. તેમાં ઇષ્ટને હાણ અને અનિષ્ટને સુવાણ છે. એવા અનિષ્ટમાં ભળેલા તમામની દપ્તિન સરવાળા હોય છે. એ સરવાળાની બહુમતિથી નિર્દોષને આક્ષેપેઆરાપાઆળાથી નાદાર કરવામાં આવે છે. એ માર્ગે પોતાને ન્યાયી ઠરાવવાની નિર્ભીક દુષ્ટતા હાય છે. સત્તાને બળે હિટલરે અને તેના સાથીદારોએ પાશવી બળપૂર્વક કરેલા અત્યાચારોવડે યરતાવેલા કાળા કેર, માનવસંસ્કૃતિને કેટલા જોખમી જખમી નીવડયો હતો, તે અહીં સંભારવા જેવું છે. જાગ્રત અને નીતિપરાયણ સમાજ, તેને ન જ ચલાવી લે; અને જે સમાજ એવા અપરાધીને જેર કરવાને બદલે બહુમાન કરે તેની અધાતિનું કહેવું શું?
પણ અન્યાય પામેલ સબળ વ્યકિત ! પોતીકા પ્રતિકારધર્મ? નિરપેક્ષપણે, નિદ્ર ષપણે ક્ષમાના ધર્મ તા છેતેને છે જ. પણ ઠરીને વિચારતાં તેને શ્રેયસ્કર આચરણના માર્ગ મળી રહે. આત્મનેપદી એટલે કે આત્મલક્ષી દષ્ટિએ અન્યાય પામનાર માટે આત્મતિના તેમજ સર્વના હિતના આચરણના જ માર્ગ હાઇ શકે. કારણ કોઇનું અનિષ્ટ આચરણ એ પાતાના આચરણનું ધારણ હોઇ શકે નહિ. ‘તું પાપ સાથે નવ પાપી મારતા’એ ઇશુ અને ગાંધીજીવનભાવના લક્ષમાં રાખી, તે પેાતાની વર્તનદિશા નક્કી કરી શકે.
સહ થી પડેલું, નિરપરાધી વ્યકિતએ અન્તા”નો ભાગ બન્યા પછી પશુ, પે ડાને શુદ્ધતર-ઉજ્જવલતર કરતાં જઇને, સ!પાના હૃદયમાં પ્રતીતિ ઉપજાવવાનું કે પલટવાનું તપેાબળ સવિશેષ કેળવવું રહ્યું. આ પૂર્વપ્રથમ કરવી જેઇતી પ્રક્રિયા સાધના છે; તે જ તેની સતની શ્રદ્ધા અને નિરપેક્ષભાવે સેવેલી નિષ્ઠા પુરવાર કરે છે.
તે રાથે, તેણે ક્ષમા આપવા અંગેની પેાતાને અર્થે જરૂરી એવી સમજ કેળવવી જોઇએ. ક્ષમા આપવા જેટલી ઉદારતાની સાથેસાથે પેાતાના તે અંગેના આચારની રૂપરેખા મનમાં આંકી લેવી જોઇએ. જેવા ને જેગ્લા ગંભીર ગુના, તેવા, તેટલા ને તેટલા સમયના પ્રતિકાર, એવા કાઇક ઉપક્રમ મનમાં ઘડાવા જોઇએ.
આ પ્રતિકારના પ્રકાર, સત્યાગ્રહ, અસહકાર અને બહિષ્કર, જે જરૂરી લાગે તે પ્રયોજી શકાય. સામાના હૃદયને તેનું ભાન થાય ત્યાં લગી એ હાય. કારણ દબાઈને અન્યાયને જે સહી લે છે, તેની ચેતના નાશ પામે છે. એ પ્રતિકાર અલબત્ત, હિતબુદ્ધિથી, પ્રેમથી ઘેરાયેલા હાવા જોઇએ. પ્રેમ જે માનવસમાજને સહયોગ સાધી આપે છે, તે આવશ્યક ત્યારે અસહયોગ-અસહકારના પણ અધિકાર ધરાવે છે. આનું ઉદાહરણ અને રૂપક, ગેરવર્તન કરતા સંતાનને માતા તરફથી થતી શિક્ષાનું ધરી શકાય. જે ક્ષણૅ અપરાધી પેાતાની ક્ષતિથી સભાન બને, તે જ ક્ષણે તે નિરપરાધીની ક્ષમાના અધિકારી આપેાઆપ બની રહે, એ ભાવ ક્ષમાવાને સદા ધબકતા રાખવા જોઇએ.
પ્રશ્ન થાય છે; શું અપરાધી દરેક દાન્તમાં પેાતાની ક્ષતિથી જાગ્રત હોય છે? એકાર, પશ્ચાત્તાપ સહેલાઇથી કરતા હાય છે? બીજી બાજુ, શું દરેક અન્યાય વેઠનાર વ્યકિત ક્ષમાવાન બની જાય છે? માનો કે તેણે ક્ષમા બક્ષી; તો શું તેના હૃદયમાં ત્યારબાદ કશે ડંખ રહેતા નથી? એ બન્ને અતિ દુષ્કર છે. એ મહાન, લોકોત્તર વ્યકિત માટે જ કંઇકે શક્ય છે. એવા કોઈ ખમીરવંત, કોઇ સમર્થ
તા. ૧૬-૧૦-૭૬
સમાજને પ્રતિનિધિ હોય તે। કંઇકે તે શક્ય બને છે. અત્યારના, પેાતાના વ્યકિતત્વના મહિમાના જમાનામાં, એટલેા અ ંત્યાગ ને નમ્રતા અશકય નહિ, તો વિરલ તો છે જ; કદાચ મધ્યકાલીન યુગની સરલનામાં તેને કંઇકે વધારે અવકાશ હોય, તેમ બને. આમ છતાં આટલું બની શકે. અન્યાય કરનાર અને સહેનાર, બન્નેની માદમાં કાળે કરીને પેાતાના માનસને સમારવાની કંઇકે શક્યતા રહેલી છે. સામાન્ય વ્યવહારમાં વ્યક્તિને થયેલ અન્યાય વિસારે પડે અને ધીમે ધીમે વ્યવહાર એની મેળે ચાલે, એવું બની શકે; તેમ અન્યાય કરનાર પણ કાળક્રમે પાતે કરેલા અન્યાયને ખાનગી રીતે મનમાં સ્વીક ત્યારે-ભલે વચનના એકરારથી નહિ, પણ વર્તનદ્વારા પેાતાને સુધારવા પ્રયત્ન કરે, એવી શક્યતા ઊમી થાય છે. ચાહનપણે એકરાર કરે યા ન કરે: છતાં સમાજના સામાન્ય માણસના અંતરાત્મા સદંતર નિર્ભર ન બની શકે, એમ લાગે છે.
આ થયો એક મુદ્દો હવે બીજો મુદ્દો:
૨. Resist not evil by
અનિષ્ટના મુાબલા અંગે ચીમનભાઈએ ચીંધી બતાવેલા ચાર જુદા જુદા માર્ગો અથવા લેવાં જોઈતાં જરૂરી પગલાં વિશે થોડી વિગતોની સ્પષ્ટતા કરીએ. આ પગલાં, કહો કે માર્ગ નીચે મુજબ છે: ૧. Resist not evil (અનિષ્ટના પ્રતિકાર ન કર.) evil (અનિષ્ટનો અનિષ્ટ વડે પ્રતિકાર ન કર.) ૩. Resist evil by evil (અનિષ્ટને અનિષ્ટ વડે પ્રતિકાર કર.) ૪. Resist evil by good (અનિષ્ટના ઈષ્ટવડે પ્રતિકાર કર.) આમાંનો ત્રીજો આચરણમાર્ગ સદંતર અનિષ્ટ ન હોઈ, નિ:સંદેહપણે વર્જ્ય છે. તો પછી એમ કહી શકાય ખરું? કે પ્રથમનાં બે પ્રકારનાં પગલાં મળીને કંઈક એવી ઘટના સાવી જોઈએ કે તેમાંથી છેવટનું ચાલું પગલું નીપજી આવે ? જો સમજવા પ્રયત્ન કરીએ તેા ૧, ૨ અને ૪થા પગલાં વચ્ચે આંતરસંબંધ યોજી શકીએ. કેવી રીતે, તે કળીએ.
પહેલું પગલું છે, અનિષ્ટનો પ્રતિકાર જ ન કરીશ. એનો અર્થ શું એવા ઘટાવીશું કે જડ થઈને રહેજે? હરિંગજ નહિ. બે અર્થીની શકયતા છે: આત્મલક્ષી અને પરલક્ષી દષ્ટિએ. પહેલાં પરલક્ષી દષ્ટિએ જોઈએ: તે એવો અર્થ થાય કે સાપના અનિષ્ટને પ્રતિકારથી છંછેડીશ નહિ; તેની સમજપૂર્વક ઉપેક્ષા કરજે, કારણ અનિષ્ટના વિરોધી તે દુરસ્ત થશે, તેવી કોઈ ખાતરી નથી. ઊલટું જે ઊંડું ને ઉગ્ર અનિષ્ટ છે, તે સામના કર્યાથી ઘવાય છે, સામું થાય છે. બમણા વેગથી, દ્વેષથી વરવા ધસે છે. કદાચ એવું બને: વિનાપ્રતિકા૨ે એની મેળાએ શાંત પડી જાય; સદ્ભાવનાની આબોહવામાં કે આંતરનિરીક્ષણથી પોતાની ઈચ્છાથી તે ઈષ્ટ પ્રતિ વળી યે જાય. કારણ માણસના મનમાં પોતાના વર્તન અંગેની અનંત શકયતાઓ પડેલી છે. ઈષ્ટ પુનિત ધૈર્યથી શ્રાદ્ધાથી, સ્નેહથી ઉપકારક વૃત્તિથી તેની રાહ જોવાની રહી. આ છે પરલક્ષી દૃષ્ટિએ, ઈષ્ટના અનિષ્ટ જોડેનો જ્યવહારના નિષેધનું
અર્થઘટન.
હવે આત્મલક્ષી દષ્ટિએ, અનિષ્ટ જોડેના વ્યવહારના નિષેધન અર્થ ઊકેલીઓ. અનિષ્ટના પ્રતિકાર-વિરોધ સામના તે ગમે તેવા પુણ્ય હેતુથી, ન્યાયપુર:સરનું પગલું હોય; છતાં તે નકારાત્મક (Negative) પગલું છે. માટે જ સાધક જીવ માટે તેમાં જોખમ- ભયસ્થાનનો સંભવ છે. તેમ કરતાં, કદાચ એવું બને કે ઈષ્ટ જનમાં - કસ્તરકવાણ પ્રગટી નીકળે. તેની સાવચેતીરૂપે પહેલા પગલાના એવા અર્થ ઘટાવાય, કે જેમ સામી વ્યકિતની ખાતર તેમ તારી પેતાની ખાતર પણ અનિટ જોડે વ્યવહારથી તેની સાથે પાનું ન પાડજે. અર્થાત