________________
૧૧૨
પક જીવન
તા. ૧૬-૧૦-૭૬
=
=
=
- પ્રકીર્ણ નેધ
આચાર્ય સંમેલન મુલતવી
આ મહિનાની આખરે મોટું આચાર્ય સંમેલન થવાનું હતું તે વિનોબાજીએ મુલતવી રાખ્યું છે. તેમના તરફથી બહાર પડેલ એક નિવેદનમાં જણાવ્યું છે કે સમાધાનકારી પગલાં લેવાં સરકારને પૂરી તક મળે તે માટે સંમેલન મુલતવી રાખ્યું છે. સરકાર તરફથી આવાં પગલાં લેવાશે એવાં ચિહને તેમને દેખાયાં હશે ત્યારે આ પગલું લીધું હશે. આપણે ઈચ્છીએ કે વિનોબાજીની આશા સફળ થાય.
પ્રથમ આચાર્ય સંમેલન થયું અને તેણે જે સર્વાનુમતિ નિવેદન બહાર પાડયું તેમાં વાસ્તવિકતા, તટસ્થતા અને નીડરતાનાં દર્શન થતાં હતાં. તેને માટે અભિનંદનને પાત્ર મુખ્યત્વે શ્રીમનારાયણ હતા. આ નિવેદન સરકારને બહુ આવકારપાત્ર થયું ન હતું. બીજું સંમેલને જૂન મહિનાની આખરે થવાનું હતું, તેના બે-ત્રણ દિવસ પૂર્વે, બનારસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. બાળીની આગેવાની નીચે કેટલીક યુનિવર્સિટીઓના ઉપકુલપતિ વિનબાજીને મળ્યા હતાં. એમ કહેવાય છે કે આ ઉપકુલપતિઓએ કટોકટીથી વિદ્યાર્થી આલમમાં, શિક્ષણ સંસ્થાઓમાં અને યુનિવર્સિટીઓમાં જે લાભ થયા છે અને શિસ્ત આવી છે તે ભારપૂર્વક બતાવી હતી. બીજી જે કાંઇ વાત થઇ હોય તે, પણ વિનેબાજીએ તાબડતોબ, બે ત્રણ દિવા પછી મળનાર આચાર્ય સંમેલન રદ કર્યું.
ધારણ માન્યું હોય ત્યાં, જીવનદષ્ટિ ને બદલાય ત્યાં સુધી, સંઘર્ષ જ રહે.
સામ્યવાદી દેશને આ મૂંઝવણ નડતી નથી, કારણકે પ્રજાના સમગ્ર જીવન ઉપર તેને સંપૂર્ણ કાબૂ છે. ત્યાં ભૂંડી આર્થિક અસમાનતા નથી, તે સ્વતંત્રતા પણ નથી. રશિયામાં, ૬૦ વર્ષના સામ્યવાદી તંત્ર પછી પ્રજાનું જીવનધોરણ, પશ્ચિમ યુરોપ અને
અમેરિકાના પ્રમાણમાં નીચું છે, છતાં રશિયા અનર્ગળ લશ્કરી ખર્ચ - કરે છે. અમેરિકાની બરોબરી કરે છે એટલું જ નહિ પણ તેમાં સર
સાઇ મેળવવી છે. શેને માટે? : - અમેરિકાને આવા પ્રશ્ન હજી બહુ મૂંઝવતા નથી, કારણકે તેની વૈજ્ઞાનિક પ્રગતિ, ઉત્પાદન શકિત અને આર્થિક સમૃદ્ધિ ને મર્યાદા નથી. અમેરિકાની આ શકિતએ દુનિયાનું જેટલું ભલું હ્યું છે એટલું બૂરુ છે, વિનાશક શસ્ત્રો અમેરિકા જેટલા બીજા કોઇ દેશે દુનિયામાં વેર્યા નથી.
દક્ષિણ અમેરિકાના દેશમાં લોકશાહીનંત્ર કયાંય નથી. કેટલાક સામ્યવાદી છે. મોટેભાગે લશ્કરીતંત્ર છે અથવા સરમુખત્યારી છે. બ્રાઝીલ, આરજીન્ટીના, અને ચીલી જેવા મોટા દેશમાં પણ રાજકીય અસ્થિરતા છે. તંત્રપલટાઓ વખતોવખત થાય છે.
એશિયાના દેશોમાં ભારત અને જાપાનને બાદ કરતાં લોકશાહી તંત્ર ક્યાંય નથી. ૧૯૪૯માં ચીન સામ્યવાદી બન્યું તે ઇતિહાસને બહુ આ માટે બનાવ લેખાય. જાપાનની આર્થિક સમૃદ્ધિ એશિયામાં સૌથી
વધારે. પશ્ચિમનું અનુકરણ જાપાન જેટલું એશિયાના બીજા કોઇ દેશમાં નથી. એશિયાના કેટલાક દેશ, વિયેટનામ, લાઓસ, કેડીયા રસામ્યવાદી થયાં. થાઈલેન્ડમાં ફરી લશ્કરીતંત્ર સ્થપાયું.
પશ્ચિમમાં મનાય છે તેવી રીતે જીવનધોરણ ઊંચું હોય ત્યાં સ્વચ્છંદતા વધે, ભોગવિલાસ વધે. વર્તમાન સમાજ permissive સમાજ છે. દંભ ઓછા કરવા એક વાત છે અને આત્મસંયમ ગુમાવી બીજી વાત છે. - આ બધામાં આપણો દેશ કયાં? સ્વતંત્ર થયા પછી આપણે બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિ સ્વીકારી. આર્થિક દષ્ટિએ વેલફેર સ્ટેટનું ધ્યેય અપનાવ્યું. ૨૬ જૂન ૧૯૭૫ પછી નવી દિશામાં જતા હાઇએ તેવું જણાય છે. બંધારણના ફેરફારો પસાર થશે પછી
આ દશા કાયમી થશે એમ લાગે છે. ફૂગાવે અને મોંઘવારી કાબૂમાં રાખી શક્યા છીએ, કારણકે જે નવી હવા પેદા થઇ છે તેમાં મજૂરો અને સરકારી નોકરોના પગારો, મોંઘવારી ભથ્થા, બોનસ વિગેરે મર્યાદામાં રાખ્યાં છે છતાં વિરોધ થયો નથી. કરચારી, નફાખોરી વિગેરે સામે કડક પગલાં લેવાયાં છે તેની પણ અવાર છે. લોકમતને એક દિશામાં વાળવા પ્રચારના બધા સાધને ઉપર કડક નિયંત્રો છે અને તે સરકારને આધીન છે. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, સમાચાર સંસ્થા ઉપર સરકારી અંકુશ છે અને તેના તાબે છે. લોકશાહીની એક વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે લોકોને ધાર્યા માર્ગે દોરી જવાની કળા.
આ બધું તો ઠીક છે પણ આપણે હજારો વર્ષોને નૈતિક અને સાંસ્કૃતિક વારસો છે તેને વિસારીશું તે બધું ગુમાવશું. ચૂંટણીઓ, પાર્લામેન્ટ, ધારાસભા, બધું હોય કે ન હોય પણ જીવનના નૈતિક મૂલ્ય, સાદાઈ, સંયમ એ આપણો સાચો વારસો છે. એ ખરું છે કે દુનિયા સાંકડી થઈ છે, કોઈ દેશ અલિપ્ત રહી શકે તેમ નથી. આપણે વારસે દુનિયાને વારસો નહિ બનાવી શકીએ તો આપણે તે પ્રવાહમાં ઘસડાઈ જશું. વેલ્ફર સ્ટેટ મુખ્યત્વે આર્થિક દષ્ટિ છે. છે તેના પરિણામે પશ્ચિમમાં જોઈએ છીએ. રાજય આપે અને આપણે
ખાઈએ તે તો સદાવ્રત છે. પોતાના પરિશ્રમ વિના પારકાની આપેલ સહાય ઉપર કોઈ પ્રજા અને ખાસ કરી, આટલું મોટો દેશ, નભે નહિ. વેલફેર સ્ટેટ એટલે concentration of Power, Economic & Political. તેની ગેરરીતિઓ અને અનૈતિકતાને પાર નથી. ચૂંટણી એટલે જ લોકશાહી નથી. આ બધી બાબતે ધરમૂળથી ફરી વિચારવાની જરૂર છે. કોઈનું આંધળું અનુકરણ કરવા જેવું નથી. આપણો દેશ દુનિયાને જીવનનાં સાચાં મૂલ્યો આપી શકે છે, જો આપણે તે અનુસરીએ તો. પ્રજામાં આવી ભાવના જાગ્રત કરવા ત્યાગી, સંયમી અને નિ:સ્વાર્થ આગેવાનો જોઈએ.
સત્તાસ્થાને બેઠેલ વ્યકિતઓ, દરેક દેશમાં, એમ માની બેસે છે કે પ્રજાનું કલ્યાણ કરવાની જવાબદારી ઈશ્વરે તેમના શીરે નાખી છે. ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે આવી જવાબદારીમાંથી તેમને મુકત કરે અને પ્રજાને પોતાનો પુરુષાર્થ કરવાની તક આપે. ૧૦-૧૦-૭૬.
', ' . . - ચીમનલાલ ચકુભાઈ
મેટું આચાર્ય સંમેલન થયું હતું તે વિનોબાજીની કલ્પનાના, નીડર, નિષ્પક્ષ, નિર્વેર, આચાર્યો કેટલા મળે તે વિચારવા જેવું છે. પ્રથમ આચાર્ય સંમેલન મળ્યું પછી ગંગા બહુ પાણી વહી ગયાં.
વિનોબાજીનો આશાવાદ આવકારપાત્ર છે. પણ આચાર્ય સંમેલન લન રદ કર્યું તેમાં ડહાપણ છે. વળી દારૂના દૈત્યને ઘણ ભગ
ફરી એક વખત ઇન્દોરમાં ૧૧૦ માણસે ઝેરી દારૂના ભાગબન્યા છે. આવી ભયંકર દુર્ઘટનાઓથી આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે હૃદયને આંચકો લાગતો નથી. સુરત, મદ્રાસ, ખાપલીએ આવા દારુણ દશ્ય જોયાં છે. નાના પાયા ઉપર રોજ આવા બનાવે બનતા હોય છે. ૧૦૦- ૧૨૫ માણસ મરી જાય ત્યારે વાત છાપે ચડે અને પછી ભૂલી જવાય.
મોટે ભાગે ગરીબ માણસો જ આવા દુષ્કોના ભોગ બને છે. આવો ઝેરી દારૂ વેચનારાઓ પોલીસથી અજાણ્યા નથી હોતા. ચાંપનાં પગલાં લેવાં જોઇએ તે લેવાતાં નથી. તપાસ સમિતિ નીમાય, કેસ ચાલે અને પછી શું થાય તેની કાંઇ ખબર ન પડે. કેટલાક દારૂબંધીને દેપ આપે અને દારૂબંધી રદ કરવાની કે હળવી કરવાની હિમાયત કરે. દારૂબંધી જ્યાં નામશેષ થઇ છે ત્યાં પણ આ ગેરકાયદેસરને ‘વ્યાપાર' બંધ થશે નથી. સરકારની જવાબદારી સાથે સામાજિક કાર્યકર્તાઓની પણ મોટી જવાબદારી છે. માણસને આવા વ્યસનમાંથી મુકત કરવા સેવાભાવી વ્યક્તિઓએ ' ઘણી મહેનત કરવી પડે. આદિવાસીઓમાં, મજુમાં, ગામડાઓમાં આ રોગ ફેલાતો જાય છે. સરકાર અથવા સરકારી સંસ્થાઓ ઉપર બધો આધાર રાખવાથી કામ થવાનું નથી. ગાંધીજીએ દારૂબંધીના કાર્ય માટે મુખ્યત્વે બહેનોને પ્રેરણા આપી હતી. કામ કઠણ છે પણ અશકય નથી. ૧૧૭૬
- ચીમનલાલ ચકુભાઈ