________________
તા. ૧-૧૦-૭૬
પ્રબુદ્ધ જીવન
૧૦૩
(3
આપણે ફૂલ-ઝાડથીએ ગયા?
-
ફૂલને છુંદો, કચરો તોયે એ તમને સુગંધ આપે છે, અગર બત્તીને બાળી નાખે છે કે તમને સુગંધ આપે છે, રાંદનને ઘસી નાખો તે યે સુગંધ આપે છે, ઝાડને પથ્થર મારો તો યે ફળ આપે છે, આશ્રય આપે છે, ઠંડક ને શીતળતા આપે છે. નદી સરવરમાં ફાવે તેટલો ગંદવાડ ફેંકો તો યે એ તે તમારી તૃષા છીપાવે છે, મનને તૃપ્ત કરે છે.
ફૂલ બીજા માટે ખીલે છે, ઝાડ પરાર્થે જ જીવે છે, તે ન ખાતાં બીજાને ફળ આપે છે, નદી પરાર્થે વહે છે, અરે પશુપંખી પણ પરને માટે જીવે છે. ગાય પોતાના વાછરડાને છોડીને તમને દૂધ આપે છે. કૂતરા જેવા કૂતરા પણ બટકું ખાઈને જીવનભર તમારી સેવા કરે છે, જીવતાં તે સેવા કરે છે મરીને પણ તમારું જ કલ્યાણ કરે છે. એના હાડ, ચામ, માંસથી આપણને પપે છે. હાથીથી માંડીને પેલા રેશમના કીડા સુધી માનવજાત માટે ખપી જાય છે અને તે પણ કશાયની આશા અપેક્ષા વિના જ.
માનવી તે આ બધાથી ઊંચે, પાંચ ઇન્દ્રિય જેને છે, મન છે, બુદ્ધિ છે, વાણી છે, વિચાર છે, અર્થાત નારાયણની પ્રતિકૃતિ છીએ એવા આપણે શું સાવ ફૂલ-ઝાડથી યે જઇશું?
આપણે આપીએ છીએ પર ગુપ્તદાન કરીએ છીએ ખરા? ઇસુએ કહ્યું છે કે જમણે હાથ આપે તેની ખબર ડાબાને પણ ન પડવી જોઇએ એવી વાત આજે આપણે માનીએ છીએ?
નથી જ માનતા. માનતા હતા તે, ઓરડેરડે તની ન મુકાવત. નાની એવી રકમ છાપામાં છપાવી જ જોઇએ એમ ન માનત. નામમાં શું છે એમ કહેનારા આપણે નામ પાછળ આટલા ઝાવાં ન નાખત!
કોઇએ કહ્યું છે કે “ઇવરે તમને આપ્યું છે તે બીજાને આપવા, તમે તે નિમિત્ત માત્ર જ છે. ઈશ્વરને ઉપકાર માને કે લેનારા હજુ છે, જે લેનાર જ નહિ હોય તો દેશ કોને? દઈને ઉપકાર કરીએ છીએ એ વાત ભૂલી જઇએ, માનીએ કે પેલા લઈને આપણી પર ઉપકાર કરે છે કારણ કે આપણને થોડું પુણ્ય કમાવાની તક આપે છે.
એક સમજદાર ધનવાન જ્યારે દાન દેતા ત્યારે નીચી નજરે જ દેતા. કોઇએ પૂછ્યું: આમ શા કારણે? જવાબ દીધો કે લેનાર દેનારની આંખે મળે, લેનારને શરમ ઊપજે અને દેનારને મનમાં ગર્વ થાય એ બન્ને વાત હું ટાળવા માગું છું.
ઈશ્વરે તક આપી છે, ધન આપ્યું છે, સમય આપ્યો છે તે બાપે, નિઃસ્વાર્થભાવે આપ, દાન આપે, સેવા આપે, ધન આપે, દુ:ખિયાને દિલાસે આપે, એકલા પડી ગયેલાને સાથ આપે, પડતાને Bધિયારો આપે, સ્નેહ આપે, હુંફ આપે, દુ:ખને ટાણે હીજરી પાપે, આશ્વાસન આપે, બસ આપ્યા જ કરો, નિર્વ્યાજ આપે,
મ ડીમ વગાડયા વિના આપે, લેનારને સુખ થાય, સંતેષ થાય નેદેનારને આત્માનંદ થાય તેવી રીતે આપે. 'ફકત ધન આપવું એ જ દાન નથી, ઉપર કહ્યું તેમ ઘણું આધ શકાય છે. આપવાની વૃત્તિ, સેવાની વૃત્તિ જોઇએ અને આપીને
Gી એ, લેનાર સદાયે તમારું એશિગણ થઈને જ રહે તે ભાવ દૂર કરો, કશીયે આશા અપેક્ષા વિના પેલા ઝાડ જેમ, ફૂલ જેમ, વહેતી નો જેમ આપે. . તમાશા છે ત્યાં નિરાશા છે અને નિરાશા છે ત્યાં દુ:ખ છે. આપીને કઇ જાતની આશા રાખવી જ નહિ. આશા રાખીએ તે નિરાશ થય ને?
આપણે સંસારી, આપણામાં નામની લાલસા જાગી અને સાધુ - સાધ્વીને પણ આપણા સંગને રંગ લગાડ છે..
સાધુ - સાધ્વી માટે વ્યાખ્યાન આપવાં, ધર્મોપદેશ કરવો એ એમને ધર્મ, પછી લેનાર લે કે ન લે, ઓછું છે કે અધિકું લે, પ્રવચનમાં ધનવાન આવે કે ગરીબ આવે, એમને કશો જ ફેર નહોત; પરન્તુ આજે મેટા શહેરોમાં એ આવ્યાં, એમના સંગને રંગ આપણને લાગ જોઇને હતા, પરન્તુ દુર્ભાગ્યે ઊંધું થયું છે. આપણા સંગને ઘેડે રંગ એમને લાગ્યો છે. એમને નામની પડી નહોતી, સંસારની પડી નહોતી, કીર્તિની પડી નહોતી, એમને તે આત્માની પડી હતી. એ હતા ઊંચ આત્માની કોણી પર, પરતું આપણે એમને નાદ લગાડ નામને. છાપામાં જાહેરાત આપીઆપીને, એમના નામ આગળ મોટાં મોટાં વિશેષ લગાડીને, એમના વ્યાખ્યાને કે જે કોઈ ભાગ્યે જ વાંચતા હશે તે છાપીને એમનામાં અહંકાર જગાડયો. હુંપદ આવ્યું અને જ્યાં “હું” આવ્યું ત્યાં મેળવવાનું બધું જ ગુમાવ્યું. એમના સંગે આપણે એક સપાન ઊંચે ચડવાને બદલે એમને જ બે સપાન નીચે ખેંચી આપ્યા છે અને પાપના ભાગીદાર બની રહ્યા છીએ.
આશા છે કે આ દિશામાં સૌ કોઇ વિચાર કરીશું અને આપણા સમાજને, ધર્મ, સંસારીને અને સાધુને શોભે એ રીતે સૌ આપીશું
અને લઇશું અને જે રાહ ખોટો છે ત્યાંથી પાછા ફરીશું. .
- રંભાબહેન ગાંધી કણિકાઓ...
તેં આ શું કર્યું? ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે એક દિવસ બહારથી આવી, પગ ધોવા માટે પાણીની રાહ જોઇને આંગણામાં ઊભા રહ્યા, પણ નોકર કામમાં હોવાથી તેને એ વાતને ખ્યાલ ન રહ્યો. થોડીવારે નેકરને ખબર પડી કે એના શેઠ બહાર પાણીની રાહ જોઈને ઊભા છે, એટલે એ એકદમ રસોડામાં ગયો અને ગરમ પાણી લઈને દોડી આવ્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં તે બાપ ગરમ પાણીમાં ટાઢું પાણી ઉમેરવાનું ભૂલી ગયેલે. બહાર આવીને તેણે તે રાનડેના. પગ ઉપર એ ગરમ પાણી રેડતાં તેમના પગ દાઝી ગયા અને ચામડી એકદમ લાલચેળ થઈ. ગઇ! પરંતુ રાનડેજી જરાયે રાય કર્યા વિના શાંતિથી બોલ્યા: ‘અલ્યા, આટલી બધી શી ઉતાવળ! મારા પગ દાઝી જાય એવું ગાંડા જેવું તે આ શું કર્યું?'
રોટલે ર - લોકમાન્ય ટિળકને ઇ. સ. ૧૯૦૮ માં અંગ્રેજ સરકારે પકડયા હતા અને તેમને સજા કરી. સ્પેશિયલ ગાડીમાં અમદાવાદ લાવવામાં આવતા હતા. રસ્તામાં એક સ્ટેશને સાથે આવેલા એક યુરોપિયન પોલીસ અમલદારે તેમને રોટલો અને પાણીને પ્યાલ આપ્યા અને લોકમાન્ય તે સહજભાવે લઈને ખાવા માંડયું. જે જોઇને અમલદારે કહ્યું: ‘મિ. ટિળક, તમારા જેવા મેટા વિદ્વાન માણસને પણ આવી સ્થિતિમાં રહીને રોટલો અને પાણી ઉપર ગુજરાન ચલાવવું પડે એમાં તે શું સુખ છે?” લોકમાન્ય શાંતિથી જવાબ આપ્યો: ‘અરે, ફકત રોટલે પણ જેમને બે વખત પેટભરીને ખાવા મળતો નથી, એવા મારા કરોડો દેશબાંધવ આ દેશમાં ભૂખે મરે છે, તે મને આ રોટલાને ટુકડે પણ મળે છે તે વધારે