SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MA, By South 54 Licence No.: 37 પબદ્ધ જીવન યુદ્ધ જૈનનુ નવસ સરલ લવ ૩૮: : ૧૧ મુંબઇ, ૧ ઓકટોબર, ૧૯૭૬, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિ'ગ : ૩૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાષ્ટ્રીય ચારિત્ર અને રાષ્ટ્રનું ઘડતર દરેક રાષ્ટ્રને અને પ્રજાને પોતાનું વ્યકિતત્વ હોય છે. તે તેનું ચારિત્ર્ય છે, તેની લાક્ષણિકતા છે, તેની વિશિષ્ટતા છે. હજારો વર્ષના ઈતિહાસ અને પરંપરાથી તે ઘડાયેલું છે. સમયે સમયે તેનું સ્વરૂપ પલટાનું રહે છે. છતાં તેમાં કેટલાંક તત્ત્વો એવાં હોય છે જે સ્થાયી અને ચિરકાલીન છે, સનાતન છે. આ તત્ત્વો એની સંસ્કૃતિ છે, તેનો આત્મા છે. કેટલાક દેશેશમાં, તેની પુરાતન સંસ્કૃતિ સાથેનો સંબંધ એવા વિચ્છિન્ન થઈ જાય છે કે તે માત્ર ભૂતકાળની સ્મૃતિરૂપે જ અવશેષ રહે છે. જ્યારે કેટલાક દેશોમાં તેનું સાતત્ય જળવાઇ રહે છે અને ભૂતકાળ અને વર્તમાનકાળને સાંકળે છે એટલું જ નહિ પણ ભવિષ્ય માટે માર્ગદર્શક રહે છે. ગ્રીસ, રોમ, મીસરની સંસ્કૃતિઓ ભૂતકાળની સ્મૃતિરૂપે જ રહી છે. સદ્ભાગ્યે આપણા દેશને પાંચ હજાર વર્ષના સાતત્યની જીવંત સંસ્કૃતિ સાંપડી છે. વેદો અને ઉપનિષદોમાં જે આત્મદર્શન થયું તે આજે પણ આપણે માટે એટલું જ જાગ્રત છે. રામાયણ – મહાભારતમાં જે લેાકજીવનનું નિરૂપણ થયું અને જે આદર્શો મૂર્તિમંત થયા તે આપણા દેશની સમગ્ર પ્રજામાં રગેરગમાં વહે છે. તેમાં ભારતનું હૃદય ધબકે છે. આપણી આ સંસ્કૃતિ ઉપર અનેક આક્રમણા આવ્યાં. કાંઇક ઝંઝાવાતમાંથી તેને પસાર થવું પડ્યું. પણ આ બધા આક્રમણો અને ઝંઝાવાતોના તેણે સફળતાપૂર્વક સામનો કર્યો. કાંઈક વિદેશી પ્રવાહો · આવ્યા. બધાને ચમત્કારિક રસાયણથી પેાતાનામાં સમાવી દઇ એકરસ કરી લીધા. છેલ્લું વિદેશી આક્રમણ પશ્ચિમનું આવ્યું. તેની માહિતીમાં કેલેાક વખત આપણે અંજાયા. રાજકીય ગુલામીને કારણે ક્ષુભિત થયા આત્મવિશ્વાસ કાંઇક ઓછા થયો. લઘુતાગ્રં’થિથી પીડાયા. તેમાંી પણ બહાર આવ્યા. રાજા રામમેાહન રાયથી માંડી, રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી વગેરેએ ફરીથી આપણા આત્મા જાગ્રત કર્યો. છેવટે આવ્યા ગાંધીજી. રાજકીય ગુલામીમાંથી છૂટયા એટલું જ નહિ, ગાંધીએ માત્ર ભારત વર્ષને જ નહિ પણ જગતને નવા સંદેશ આપ્યો. યુગપુરુષ હતા. યુગને પીછાન્યો, યુગની માગ પીછાની, તેની ગુરુચાવી બતાવી. ફરી સત્ય - અહિંસાનો સંદેશ ભારતને અને જગતને આપ્યો. શ્રી મુંબઈ જૈન યુવક સ’ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક ના ૫૦ પૈસા ગાંધીના સંદેશનું હાર્દ હતું સ્વમાન, સ્વપુરુષાર્થ, આત્મનિર્ભરતા આત્મવ આત્મના બન્ધુ : આત્મવ આત્મના રિપુ: દુશ્મન કોઈ બહાર નથી, અંદર છે. તેને જીતવાનો છે. ગીતાનો કર્મયોગ જીવી બતાવ્યો. આપણી સંસ્કૃતિના સનાતન તત્ત્વોને ફરી પ્રાણવાન બનાવ્યા. રાજકીય એકતા આપણી ન હતી ત્યારે પણ આવી સાંસ્કૃતિક એકતા કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વથી પશ્ચિમ સુધી દેશને 茶 વ્યાપી રહી હતી. એ સાંસ્કૃતિક એકતા જ આપણું સાચું બળ છે. હવે રાજકીય એકતા સાંપડી છે ત્યારે આ સાંસ્કૃતિક એકતા વધારે સબળ થવી જોઇએ. પણ આપણામાં રહેલી નિર્બળતાઓ, વિધાતક બળા અને સ્વાર્થી વૃત્તિએનું જોર ઓછું નથી. ભારતીય સમાજમાં એકતાના બળા છે તેમ ‘ભેદ' પાડતા બળા પણ પ્રબળ છે. જાતિવાદ, ઉચ્ચ - નીચના ભેદ વગેરે આપણા સમાજમાં જડ ઘાલી બેઠા છે. જાતિ - જ્ઞાતિના વાડાઓ હજી આપણા મનનો કાબૂ રાખી બેઠા છે. હિન્દુધર્મ અને સમાજમાં ઘણાં સુધારકો થયા. ગાંધીજી સૌથી ક્રાન્તિકારી સુધારક હતા. હજારો વર્ષનું આપણા સમાજનું મોટું કાંક અસ્પૃશ્યતાને પાયામાંથી હચમચાવી નાખ્યું. સ્ત્રીઓ અને શુદ્રોને આપણે સદા દબાયેલ રાખ્યા હતા, તેમને ગૌરવભર્યું સ્થાન આપ્યું, જીવનમાં નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું. શ્રમ અને સંયમને જીવનના કેન્દ્રમાં મૂક્યાં. અન્યાય અને અસમાનતાઓના અહિંસક પ્રતિકાર કરતાં શીખવ્યું. ભ્રાતૃભાવ અને સમાનતામાં જ માનવતા છે એ સૂત્રને જીવનમંત્ર બનાવ્યો. All men are brothers ગાંધીજીએ યુગ – ધર્મ બતાવ્યો, તેને આપણે વિસારી રહ્યા છીએ એવા પ્રશ્ન થાય તેવી પરિસ્થિતિ પાછી નિર્માણ થતી દેખાય છે. પશ્ચિમનો પવન જોરથી ફૂં કાય છે. આપણા સાંસ્કૃતિક વારસાને ભૂલી જઇ જીવનની દિશા પલટાતી હોય તેવો ભાસ થાય છે. આપણે સદા ત્યાગ, તપ અને સંયમનો આદર કર્યો છે. લક્ષ્મીવાન કે સત્તાધિશાને નહિ પણ સંત અને જ્ઞાનીને પૂજનીય માન્યા છે. આપણી સંસ્કૃતિનું બીજું એક પ્રધાન લક્ષણ સહિષ્ણુતા છે. અનેક જાતિઓના બનેલા આ દેશમાં પરસ્પર સહકાર અને આદરથી સૌ રહેતા આવ્યા છીએ. આક્રમકતા--ધાર્મિક, સામાજિક કે અન્યપ્રકારની, આપણી પ્રકૃતિમાં નથી. સહન કરવું એ ધર્મ માન્યો છે. પણ હવે પરિસ્થિતિ પલટાતી જાય છે. ફરજ કરતાં હકનું વધારે ભાન છે. બીજાના મતો અને વિચારો પ્રત્યે અસહિષ્ણુતા વધતી જાય છે. મતાગ્રહો અને પૂર્વગ્રહોને સત્યનો આગ્રહ માનીએ છીએ. પરિણામે જુદા જુદા વર્ગો કે દેશના વિભાગ વચ્ચે સંઘર્ષ જન્મે છે. આપણા આદર્શ રહ્યો છે સવૅઅે જના: સુખિનો ભવન્તુ: ગાંધીજીએ એને સર્વેદિય નામ આપ્યું. આવેશ માનસિક અભિગમ ફ્રી જાત કરવાની જરૂર છે. રાષ્ટ્રના ચારિત્ર્યનું ઘડતર, દંડ, ભય કે માત્ર ઉપદેશથી ન થઇ શકે. આપણી પરંપરા છે—મહાજન: યેન ગત: સપન્થા: - આગેવાનો અથવા સંતપુરુષોને અનુસરવા આપણે ટેવાયેલા છીએ. સમાજમાં એક અથવા બીજી રીતે અગ્રસ્થાન ભાગવતા હોય તેમનું વર્તન લોકોને દષ્ટાંતરૂપ બને છે. ગાંધીજીએ લોકહૃદય જીત્યું કારણ કે જે કહ્યું તે પહેલાં પોતે કરી બતાવ્યું. રાષ્ટ્રના ચારિત્ર્ય ઘડતર માટે
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy