SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 90, ખુબ જીવન ભારતનું અર્થતંત્ર અલ્પ્ય ફુગાવામાં ફસાયું. અર્થશાસ્ત્રી વકીલ અકળાયા. પ્રો. સી. એન. વકીલે જે પુસ્તકો લખ્યા છે તેમાં તેમનું સૌથી મેટું અર્પણ ફુગાવા વિષેના પુસ્તકોનું છે. એ ખરું કે એમણે પહેલું પુસ્તક ત્રીસ વર્ષની ઉમ્મરે ૧૯૨૪ માં ‘ફિનાન્શિયલ ડેવલપમેન્ટ ઈન મૉડર્ન ઇન્ડિયા લખેલું. પણ તેમનું ખરું અર્પણ ૧૯૪૩ માં પ્રસિદ્ધ થયેલું ‘ધ ફૅૉલિંગ રૂપી' હતું. (આ ગુજરાતી અનુવાદ ‘આસરતા રૂપિયો ' નામે પ્રસિદ્ધ થયો હતો ) સરકારની આર્થિક ગેરશિસ્તને કારણે જે ફ્ગાવા રાય છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે તેથી સામાન્ય માણસને કેટલું બધું સહન કરવું પડે છે તે વકીલ સાહેબ ૧૯૪૩ થી કહી રહ્યાં છે. આ પુસ્તકે અંગ્રેજ રાજકર્તાઓને એટલા બધા અપ્રસન્ન કર્યા કે વકીલ સાહેબ ઉપર યુદ્ધકાળ દરમિયાન મુક। ચાલે એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ. એ વખતે ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓએ એક સંયુકત નિવેદન કરી ‘ ધ ફોલિંગ રૂપી' ની ચેતવણીને ટેકો આપ્યો. સરકારે આખરે એમના સૂચના સ્વીકારી ફુગાવાવિરોધી આર્થિક નીતિ ઘડી. સ્વતંત્ર ભારતની સરકારને વકીલ સાહેબે સરકારસર્જિત ફુગાવા સામે સતત ચેવતણી આપી. ૧૯૭૩-૭૪ માં ભાવા ૩૦ ટકા કરતાં યે વધારે વધ્યા. તે અરસામાં વકીલ સાહેબના જીવનની શ્રેષ્ઠત્તમ ઘડી હતી. પાંચ અર્થશાસ્ત્રીએ પણ એક અભિપ્રાય નીચે સહી ન કરે. પણ વકીલ સાહેબે ભારતના ૧૪૦ અર્થશાસ્ત્રીઓને એકઠાં કરી ‘ એ પૉલિસી ટુ કન્ટેઈન ઈન્ફ્લેશન ’(ફુગાવાને નાથવાની નીતિ ) નામનું એક મેમોરેન્ડમ ઘડયું. ભારતના અર્થશાસ્ત્રીઓ વતી વડા પ્રધાનને તે વકીલ સાહેબે ૧૯૭૪ ના ફેબ્રુઆરીમાં સુપરત કર્યું. ભારતીય અર્થતંત્રની શકિત અને મર્યાદા વિષેનું આવું સુગ્રથિત લખાણ પહેલી જ વાર જોવા મળ્યું. તેમાં ફુગાવાને કાબુમાં લેવા માટે જે નક્કર સૂચના થયા હતા તે એટલા સબળ હતા કે કોઈ સરકાર તેને ઉવેખી શકે નહિ. વકીલ સાહેબ આટલેથી જ અટકયા નહિ. ભાંગી ગયેલી તબિયતે, ૭૮ વર્ષની ઉંમરે તેમણે ઠેર ઠેર ફરી આ મેમેરેિન્ડમ વિષે લેાકમત જાગ્રત કર્યો. અત્યારે દેશમાં ફુગાવા કાબુમાં આવ્યો છે તે આર્થિક વિશ્વની અજાયબી છે. આ અજાયબીમાં વકીલ સાહેબના પડછાયો કદી ભૂંસાશે નહિ. વાડીલાલ ડગલી મૃત્યુ-અમૃત મંગલ વીશેક દિવસ અગાઉની આ વાત છે. તે દિવસે શનિવારની સાંજથી રવિવારની સવાર સુધીમાં મૃત્યુ વિષેના માનવીના અભિગમ ત્રણ જુદી જુદી રીતે જોવા મળ્યા . શનિવારે સાંજે સ્વ. મહેન્દ્ર ભગત સ્મારકનિધિ ટ્રસ્ટ તરફથી યોજાયેલાં એક વિશિષ્ટ પ્રકારનાં સાહિત્યિક કાર્યક્રમમાં હાજરી આપવાનું બન્યું. મહેન્દ્રભાઈ મારા મિત્ર હતાં. એમનું અવસાન થયે એક વર્ષ પૂરું થયું. ભલભલા મોટા માણસાની શાકસભામાં પચીસ માણસા પણ હાજર હોતા નથી એવું કેટલી ય વાર જોયું છે. પણ આ તો એક વર્ષ થઈ ગયું હોવા છતાં વિશાળ હૉલ મિત્રાથી ચિક્કાર ભરાઈ ગયો હતો. પણ આ કાંઈ શોકસભા ન હતી. ફોટો, હાર અગરબત્તી, ધૂપ કાંઈ જ ન હતું. અને છતાં શાકનું વાતાવરણ પથરાયું હતું. બાલનારા સમર્થ સાહિત્યકારો હતા. રાજેન્દ્રના અવાજમાં શાકની છાયા હતી. શિવકુમાર તો જાણે હમણાં રડી પડશે. બાલી શકશે જ નહિ એમ લાગતું હતું. શ્રોતાઓમાં કર્યાંક ડૂસકાં સંભળાતાં હતાં. કુમુદબહેન પટવા ભરાઈ આવ્યાં . આ માણસમાં એવું શું હતું? ન લેખક કે કલાકાર, માત્ર હતો માનવી – રસિક, કવિતાનો આશક, સંગીતના પ્રેમી ભૂખ્યો. આ બધું તો ખરૂ પણ જીવનનાં છેલ્લા દિ એણે કેવી રીતે ઝીલ્યો એ વાતનું ગૌરવ કરવા મહિનાથી વધુ રામય થયાં તેઓ પથારીવશ રહ્યાં. જાત સ્ટીગેશનો, જાતજાતનાં એક્ષ-રે, ઘડીમાં ઘર તેા ઘડીમાં હાિ છેલ્લે ોટ જ્યામાં ઓપરેશન કરાવવું પડયું ત્યારે નીકળ્યું કે પોતે જાણતા છતાં કદી અરેરે, હાયવાય કરતાં કોઈએ એમને જો નથી. એ જ સાહિત્ય - સંગીતને પ્રેમ, મિત્રાને મળવાનો ઉમંગ. મૃત્યુના બે દિવસ અગાઉ એમણે પોતે જ લખ્યું: “હું મરી જાઉં તે મારાં દેહને નવડાવશો નહીં, માત્ર ખાદીની ચાદર ઓઢાડજો. મરતાં પહેલાં મારું ભાન જો ચાલી જાય તો મારી આગળ ખૂબ સરસ સંગીતનાં રાગની ટેપ વગાડજો. રામધૂન કે એવું કાંઈ નહીં. જે કોઈ શોક પ્રદર્શિત કરવા આવે તેને ગુલાબનું ફૂલ આપજો.” આવા ગુલાબી મિત્રની આવી વિલક્ષણ શોકસભામાં સાહિત્યના જે આસ્વાદ માણ્યો તેને વાગાળા સૂઈ ગયો હતો. ને રવિવારે સવારે ફોન આવ્યો કે, બોમ્બે હાસ્પિટલમાં મારા મિત્ર શંકરભાઈ રાત્રે ગુજરી ગયા છે. શંકરભાઈ સાથે મારે મૂળ ધંધાકીય સંબંધ, પણ ક્રમે ક્રમે ધંધાથી વધારે એવા માનવીય સંબંધ બંધાયેલા, તેલુગુભાષી હતાં પણ વરસાથી મુંબઈમાં કામટીપુરામાં રહેલા, નાનકડું કારખાનું ચલાવે. અને માંડ માંડ પેાતાના કુટુંબનો નિભાવ કરે. છએક મહિનાથી લિવરની કાંઈક ફરિયાદ છે એમ કહ્યાં કરતાં. ને બે મહિનાથી અલ્સરનું આપરેશન થયું પણ નીકળ્યું કેન્સર, પત્ની તથા બાળકો મળીને ૭-૮ જણના કુટુંબને નિરાધાર કરીને મૃત્યુ એમને ઊંચકી ગયું . મૃત્યુએ પ્રશ્નો ઊભા કર્યા. એમનું ઘર હવે કેમ ચાલશે? એમનું કારખાનું કોણ સંભાળશે ? અને ઉમરલાયક થયેલી એમની બે પુત્રીઓને કોણ પરણાવશે? માંદગીના કારણે થઈ ગયેલા દેવાના કરબાજ ક્યારે મટશે? બે પ્રસંગાની ઘેરી છાયા મન પર હતી. સ્મશાનેથી પાછો આવ્યો ત્યાં એ જ રવિવારની સવારે એક મિત્ર પાસેથી વાતચીતમાં એક ત્રીજો, જ પ્રસંગ જાણવા મળ્યો. હિમાલયની તળેટીમાં કોઈ એક સાધનાશ્રમમાં એક યુવાન સાધકના દેહાંત થઈ ગયો . યુવાન સૌને પ્રિતીપાત્ર હતો. અને તેના મૃત્યુથી આશ્રમના રહેવાસીઓમાં શાકની ઘેરી છાયા પથરાઈ ગઈ હતી. મૃતદેહને અગ્નિદાહ માટે લઈ જવાની તૈયારી હશે, ત્યારે સૌએ નક્કી કર્યું કે, આવા ઉચ્ચ કોટિના સાધક આત્મા માટે કોઈએ શાક.ન કરવા. સ્રીએ - પુરૂષો બધાં નાચતાં, કૂદતાં ને ગાતાં ગાતાં મૃતદેહને આશ્રામથી નદી કિનારે લઈ ગયાં. ત્યાં પણ થાક લાગ્યો ત્યાં સુધી સૌ નાચ્યાં. જ્યારે જલતી ચિંતાની કેસરી જવાળાઓ આકાશમાં ઊંચે જવા લાગી ત્યારે આજુબાજુ નાચતાં, કૂદતાં ભગવા વસ્ત્રો સાથે એકાકાર થઈને મૃત્યુનો કોઈ મહોત્સવ ઉજવાતા હોય એવું વિરલ દશ્ય ઊભું થયું. આપણે મન મૃત્યુ એટલે રોકકળ; મૃત્યુ એટલે વિરહ, મૃત્યુ એટલે ગમગીની, આપણે કોઈ વાર પણ મૃત્યુને અમૃતમંગલ રૂપમાં જોવાનું વિચાર્યું છે? -સુબોધભાઈ એમ. શાહ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy