________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૭૪
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, ઊપજે ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. અંતરમાં યોગ વિરાગ ન હોય તે જ્ઞાન થતું નથી. ભાગવિલાસમાં રહે, સુખશીલ જીવન ગુજારે અને એમ કહેવું કે આ બધું પુદ્ગલની ક્રિયા છે, આત્માને તેને કોઈ સ્પર્શ થતું નથી, તે ખાટી આત્મવંચના છે. ત્યાગ વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલા માટે જ મુનિંધર્મ વિકટ છે. ગૃહસ્થ પણ અણુવ્રતથી સંયમ અને તપને માર્ગે જવાનું છે.
ભગવાન મહાવીર તીર્થકર ગેત્ર બાંધીને જન્મ્યા હતા. છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે પહેલાં સાડા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરવી પડી. અસહ્ય પરિસહી સહન કરવા પડયા. ઈન્દ્ર અને દે બચાવ કરવા આવ્યા ત્યારે કહ્યું કે તમારી જરૂર નથી, મારાં કર્મ મારે જ ખપાવવાનાં છે. શ્રીમદ્ રાજચંદ્ર તપશ્ચર્યાથી શરીરને હાડપિંજર કરી નાખ્યું. દેહકષ્ટ વિનાને સુંવાળે માર્ગ આકર્ષક છે, પણ ધર્મ નથી.
સામાન્ય માણસ સાધારણ રીતે આટલો ત્યાગ અને તપશ્ચર્યા કરી શકતા નથી. તેને માટે દયાદાનને કાંઈક સરળ માર્ગ છે. સેવાને માર્ગ છે. તે માર્ગે સ્વાર્થ ઓછો થાય છે, બીજા પ્રત્યે મૈત્રીભાવના થાય છે. કામ, ક્રોધ, મદ, મેહ, લાભ, થોડા થોડા પાતળા પડે છે. સૌ કોઈ ઓછાવત્તા અંશે આવું આચરણ કરી શકે છે. એમ કહેવું કે આવા પરમાર્થનાં કાર્યોથી પુણ્યોપાર્જન થાય છે, તેથી કર્મબંધ છે, માટે મેક્ષને માર્ગ નથી, તે મારા નમ્ર મત મુજબ ધર્મની સાચી સમજણ નથી. જૈન પરંપરામાં આવી એક વિચારધારા છે તે હું જાણું છું. તેની ચર્ચામાં નથી ઊતરતો.
હું એમ માનું છું કે પરમાર્થનાં કાર્યો, અતિ નમ્રતાથી અને સાચી કરુણા અને મૈત્રીભાવનાથી કર્યા હોય તે, કર્મની નિર્જરાનું કારણ બને છે. દાન, પરિગ્રહનું પ્રાયશ્ચિત્ત છે. પિતે વધારે પડતું મેળવ્યું હોય, બીજાનું લૂંટી લીધું હોય તે જેનું છે તેને આપી દેવું તેમાં અધર્મ હોય જ નહિ. અંતરમાં કરુણા હોય તો આસપાસ દુ:ખને સાગર ભર્યો છે તે પ્રત્યે, માણસ હોય તેને માટે ઉપેક્ષા શકય નથી. દીનદુ:ખીને ભૂલી, આત્મશાનની વાતો કરવાવાળા, ખોટી ભ્રમણામાં છે. નર્યો સ્વાર્થ છે. અંતિમ કોટિ વિરલ વ્યકિત માટે એમ સંભવે. સામાન્ય માણસ માટે, દયા, દાન અને સમસ્ત પ્રાણીસૃષ્ટિની સેવા, અધ્યાત્મવિકાસનું પહેલું પગથિયું છે. આટલું કરશે તે અંતરમાં કાંઈક પ્રકાશ પડશે, અને બે ડગલાં આગળ જઈ શકશે. શુષ્ક જ્ઞાનની વાતે જ કરશે તે હતા ત્યાં ને ત્યાં જ રહેશે, કદાચ પાછા પડશે.
સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્ય, આ રત્નત્રયીની આરાધના બતાવી છે. સમ્યક્ ચારિત્ર્ય ન હોય તેને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનાં નથી. સમ્યક્ જ્ઞાન અને દર્શનની દિશામાં સમ્યક્ ચારિત્રય પહેલાં પગથિયું છે. સમ્યક ચારિત્રય એટલે અહિંસા, સંયમ, તપ, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. સામાન્ય પ્રામાણિકતા પણ જેના જીવનમાં નથી તેણે આત્મજ્ઞાનની વાત કરવી દંભ છે. એક ડગલું બસ થાય, એટલું જ સામાન્ય માણસ કરી શકે છે. એક ડગલું માંડશે પછી બીજું દેખાશે. સીધા સિદ્ધશીલાએ પહોંચાતું નથી. તેથી જ ગુણસ્થાન કમાયેહ બતાવ્યો છે.
તર્કશાસ્ત્રમાં અનેક નય - દષ્ટિબિન્દુ - બતાવ્યા છે. સત્યને અનેક પાસાં છે. એક જ પાસાને પૂર્ણ સત્ય માની લઈએ તે એકતિકતા આવે અને મતાગ્રહ બંધાય. તેથી જૈનદર્શન અનેકાના
સ્વીકારે છે. આવા નમાં નિશ્ચયનય અને cવહારનય મુખ્ય છે. માત્ર નિશ્ચયનય કે માત્ર વ્યવહારનય અપૂર્ણ છે. કન્ડકદાચાર્યના ગ્રન્થ મુખ્યત્વે નિશ્ચયનયથી લખાયેલ છે. આધ્યાત્મિક વિકાસની ચરમ કોટિએ પહોંચેલ અધિકારી વ્યકિત માટે છે. શ્રીમદ્ રાજચંદ્ર
‘આત્મસિદ્ધિ’ ગ્રન્થમાં મેક્ષમાર્ગ બતાવ્યો છે તેમાં માત્ર નિશ્ચયદષ્ટિ રાખવા સામે ગંભીર ચેતવણી આપી છે, જે નીચેની ચાર ગાથાઓ ઉપરથી સમજાશે.
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સે'ય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તેને આચરે, આત્માર્થી જન એહ. માત્ર નિશ્ચય નયની વાત કરી, સવ્યવહારને લેપે અને સાધનત્યાગ, વૈરાગ્ય, દાન, શીલ, તપ, વ્રત વગેરે- તજી દે તે આત્માથી નથી. નિશ્ચયવાણીના ગ્રન્થ તરીકે સમયસાર’ને શ્રીમદે ખાસ ઉલ્લેખ કર્યો છે.
આગમ–જેમાં ભગવાનની વાણી સચવાઈ રહી છે-સાધનામાર્ગ અને આચારધર્મ ઉપર વિશેષ ભાર મૂકે છે. આચારાંગ, દેશ વૈકાલિક, વગેરે આગમ આચારધર્મનું, સાધનામાર્ગનું નિરૂપણ કરે છે.
દેહકટ વિના, ત્યાગ-વૈરાગ્ય વિના, દેહાધ્યાસ છૂટતો નથી. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. વાસનાઓ અને કથા અતિ પ્રબળ છે. આત્મા પોતાના મિત્ર છે, પોતાને શત્રુ છે, દુર્દમ્ય છે. તેનું દમન અનિવાર્ય છે.
अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य ।
अप्पा मित्तममित्तं च, दुप्पछि सुपढिओ । આત્મા સુખદુ:ખને ઉત્પન્ન કરનાર તથા નાશ કરનાર છે. રાન્ચાર્ગે ચાલતા આત્મા મિત્ર છે, કુમાર્ગે ચાલતો આત્મા શત્રુ છે.
अप्पाचैव दमयन्वो, अप्पाहु खलु दुद्दमो ।
'अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थच ।। આત્માનું (વાસના- કષાયનું) દમન કરવું જોઈએ. આત્મા (કષાયો ખરેખર દુર્દમ છે. દત્ત આત્મા આલોક અને પરલોકમાં સુખી થાય. છે. (ઉત્તરાધ્યયન) on આ અંતરયુદ્ધ નિરંતર ચાલે છે. તેમાં વિજ્ય મેળવવાને છે. તેની સાધના તજી દઈ, માત્ર આત્માના સ્વરૂપની વાત કરવાથી આત્મજ્ઞાન થતું નથી. કટ વિનાને, ત્યાંગ-વૈરાગ્ય વિનાને, સુંવાળા માર્ગ આકર્ષક છે, પણ ખોટો છે.
કાનજીસ્વામી એમનાં વ્યાખ્યામાં વારંવાર શ્રીમદ્ રાજચંદ્રને ઉલ્લેખ કરે છે અને એવો આભાસ પેદા કરે છે કે શ્રીમદ્ ઉપદેશ, કાનજીસ્વામી કહે છે તેવો જ છે, અને જાણે પિાતે શ્રીમદ્ભા અનુગામી છે. આ કારણે શ્રીમદ્ભા કેટલાક અનુયાયીઓ કાનજીસ્વામી પ્રત્યે આકર્ષાયા છે. શ્રીમહ્નાં લખાણોને જેમણે અભ્યાસ કર્યો છે, તે જોઈ શકશે કે શ્રીમદ્ નો ઉપદેશ અને કાનજીસ્વામી જે કહે છે તેમાં આસમાન-જમીનનું અંતર છે. બંનેની કોટિ સર્વથા ભિન્ન છે.
કાનજીસ્વામીના અનુયાયીઓમાં મારા ઘણા મિત્રો અને પરિ. ચિત વ્યકિતઓ છે. મારા પ્રત્યે તેમને આદર છે. બધા સજજ છે. તેમની લાગણી દુભાય એવું લખતાં મને સંકોચ થાય છે. પણ. એક સન્નિષ્ઠ સેવાભાવી ભાઈ ભ્રમણામાં પડી, સાચો માર્ગ તજી ના. દે તે માટે આ લખવાની મને ફરજ પડી છે. મારા મનને લેશ સંદેહ નથી કે કાનજીસ્વામીનો ઉપદેશ લોકોને ખેાટે માર્ગે લઈ જાય છે. આ કંઈ ઉતાવળિયા વિચારે નથી. લાંબા સમયના ચિતનનું પરિણામ છે. આમાં કોઈને અવિનય થયું હોય તો ક્ષમા માગું છું. ૨૦-૪-'૩૪
ચીમનલાલ ચકુભાઈ