SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શે! ફાયદા થાય? જ્યાં વિદ્યાશિસ્તની સાધના મેળી હેય તેમાંથી કયા પ્રકારના દાકતરા, ઈજનેરા, અર્થશાસ્ત્રીઓ, ધારાશાસ્રીઓ વગેરે ઉત્પન્ન થશે? એ રાષ્ટ્રની બૌદ્ધિક સોંપત્તિ કેવી હશે ?... તમારી કારકિર્દીની દષ્ટિએ કે દેશના બુદ્ધિધનની દષ્ટિએ આવાં આંદોલનથી શે। ફાયદે થશે? તમે વિચાર કરો. ઉત્તર મારે નથી જોઈતા, તમારી જાતને આપો ’ : હવે પ્રશ્ન એ થાય છે કે આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું? વર્તમાનપત્રેએ, શિક્ષકોએ તેમ જ અન્ય જનાએ ટીકા કરી છે, પણ કોઈ રચનાત્મક માર્ગ સૂચવ્યું નથી. એક વસ્તુ નોંધપાત્ર છે કે આવી રીતે શિથિલ થયેલી વિદ્યાશિસ્તથી શું પરિણામ આવશે ને પોતાનાં પુત્રપુત્રીનું કેવું ઘડતર થશે તેની ચિંતા માબાપ કે વાલીઓએ કરી હેય તેમ લાગતું નથી. તેઓની આ ઉદાસીનતા હશે કે લાચારી હશે એ કોણ કહી શકે? સમભાવભરી સમજાવટથી તેઓ આમાંથી ઊભી થતી ગેરશિસ્ત ઉપર થોડોક અંકુશ જરૂર લાવી શક્યા હોત. મને એક સૂચન સૂઝે છે. ૧૯૭૫ થી શિક્ષણસૃષ્ટિમાં આખાયે દેશમાં નવા વળાંક આવે છે તેથી જૂની થઈ ગયેલી અને અનેક મર્યાદાઓ વાળી પરીક્ષાપદ્ધતિને બદલાવી નવી પદ્ધતિ દાખલ કરી શકાય. અમુક વિષયેાની સત્રાંત પરીક્ષા પદ્ધતિ (સેમેસ્ટર પદ્ધતિ) તેમ જ આંતરિક કસેપ્ટીના થોડા ગુણ અંતિમ પરીક્ષામાં ગણાય તેવી રીત દાખલ કરીએ તે વિદ્યાશિત અને હાજરી બન્નેના સુમેળ સાય, આ દેાલનના પૃથક્કરણ ને પરીક્ષણ દ્વારા જણાયું છે કે એસી ટકા જેટલા વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ લેવામાં રસ છે. આ "નવી પદ્ધતિથી તેઓ એકત્ર થશે અને શિક્ષણકા કદાચ વધારે સારી પણ થાય. જેઓને રસ ન હેાય અથવા રસ હેય પણ હાજરીની મુશ્કેલી હોય તેમને માટે બાહ્ય વિદ્યાર્થી તરીકેનો પ્રબંધ કરી શકાય ને મુશ્કેલી ટાળી શકાય, સ્ થાય તે પ્રાપ્ત થયેલી અનિષ્ટ સ્થિતિ માંથી ઈષ્ટ માર્ગ મળે. અમૃતલાલ યાશિક પ્રમુખ જીવન જૈન સુભાષિતા ऊचे रामोऽप्युकारं सन्तो दुधति चेतसा ! कदाचि दुःस्वप्नमिव नापकारं स्मरन्ति तु !! હે, ત્રિ. ૮-૧૧-૯૮, विनयः स गुणाधिराजः ! (ભુવન ભાનુ કે કેવલિચરિત્ર, પા. ૬૯) વિનય - નમ્રતા - ગુણમાત્રમાં શ્રેષ્ઠ છે. एकस्य दूषणे सर्वा तज्जातिः नंव दुष्यति ! अमावास्यैव रात्रित्वात् त्याज्येन्दोः पूर्णिमाऽपि किम् !! (ઉદય વીરગણે પાર્શ્વનાથચરિત્ર પા. ૧૫૩) એક માણસના દોષ હોય તેનું એની આખી જાત ઉપર આરોપણ ન કરવું. અમાસ એ રાત ને પૂનમે ય રાત, એમ કરીને ખૂનમનો ત્યાગ કરવા તે ઘટિત લેખાય. अधः पश्यसि कि मात: तव कि पतितं भुवि ! रे रे पुत्र न जानासि गतं तारुण्यमौक्तिकम् !! (જ્ઞાનવિલાસ, પા – ૨૨૬) મા, મા, નીચે કેમ જુએ છે? કાંઈ પડી ગયું કે શું ? અરે દીકરા, તું જાણતા નથી કે મોતી જેવી મારી જુવાની સારાં કામ કર્યા વિના જ વીતી ગઈ?” दिनान्ते च पिबेत् दुग्धं निशान्त च पिबेत् पयः ! भोजनान्ते पिबेत् त कि वैद्यस्य प्रयोजनम् !! વાળુંમાં દૂધ, અને સવારે વહેલા ઊઠીને પાણી તથા જમ્યા પછી છાશ પીવી, પછી વૈદ્યનું શું કામ? (શા. વિ. ૨૪૧) v તા. ૧૬-૩-૭૪ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય શ્રીમુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત શ્રી મ.મેા, શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય છેલ્લાં ઘણાં વર્ષોથી ખાટમાં ચાલી રહ્યું છે, તે ખાટની પુરવણી માટે અને તેના વધાર વિકાસલક્ષી ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળ એકઠું કરવા અંગે ઘણા સમયથી કાર્યવાહકો વિચારતા હતા. આ વર્ષે એવિચાર મૂર્તસ્વરૂપ પામ્યું અને એક ચેરિટી શેાનું આયોજન નક્કી કરવામાં આવ્યું. એ રીતે તા. ૩-૩-’૭૪ ના રાજ ભુલાભાઈ ઓડીટોરિયમનાં, હજુ હમણાં જ મુંબઈમાં જેના પ્રવેશ થયા છે તે, આઈ. એન. ટી. સર્જન “સંતુ ૨ંગીલી” નાટક સંસ્થાના લાભાર્થે રજૂ કરવામાં આવ્યું અને પ્રેક્ષકોને તે ખૂબ પસંદ પડયું. નાટક શરૂ થાય તે પહેલાં જ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ શ્રી કે. પી. શાહે આવકાર આપ્યો હતો. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સંઘના મંત્રી શ↑ સુબોધભાઈ એમ. શાહે કાી યશવંતભાઈને સમારંભનું પ્રમુખસ્થાન લેવાની વિનંતિ કરી હતી. ત્યાર બાદ તિથિઓ તેમ જ પ્રમુખશ્રીને હારતારા કર્યા બાદ વાચનાલય-પુસ્તકાલયના મંત્રી શ્રી શાંતિલાલ દેવજી નંદુએ આભારદર્શન કર્યું હતું આ ચૅરિટી શાના વામાં આવ્યા હતા. અનુસંધાનમાં એકસાવીને પ્રગટ કરકાર્યવાહકોની કલ્પના પ્રમાણેની જાહેરખબરો તેમાં પ્રાપ્ત થઈ અને ડોનેશનમાં પણ કલ્પના પ્રમાણેની જ રકમ પ્રાપ્ત થઈ. એક દર એક લાખ અગિયાર હજાર રૂપિયા પ્રાપ્ત થયા. આ રીતે અમારા લક્ષ્યાંકને અમે આંબી ગયા . આ યશવંત કોપેરેિશનવાળા શ્રી યશવંતભાઈ ચંપકલાલ દાદભાવાળાએ સમારંભનું પ્રમુખસ્થાન શેૠભાવ્યું હતું અને તેઓ પ્રથમ આ વાચનાલય અને પુરતકાલયની મુલાકાત પણ લઈ ગયા હતા. એટલે તેની વ્યવસ્થા વિષેની ઊંચી છાપ તેમના પર પડી હતી. તેમણે સંસ્થાને રૂા. ૧૧૦૦૦ આપવાની જાહેરાત કરી, તેમ જ તેમના વકતવ્યમાં, આમજનતાને આ સંસ્થાની મુલાકાત લેવાની ખાસ ભલામણ કરી. એ રીતે મારી આ પ્રવૃત્તિથી તે ખરેખર પ્રભાવિત થયા. અને શ્રી હીરાલાલ હસમુખલાલ ગાંધી તરફથી સંસ્થાને પાંચ હજાર રૂપિયાનું દાન, સંઘના પ્રમુખશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મારફત સાવ અનાયાસે મળ્યું તેની વિગત પેાતાના વકતવ્યમાં શ્રી ચીમનભાઈએ સમજાવી. આ રીતે સંઘની કાર્યવાહક સમિતિ તેમ જ લાયબ્રેરી સમિતિના સભ્યોએ જે ખંતથી કામ કર્યું અને સમાર`ભને સફળ બનાવ્યો તે નોંધનીય બને છે. પ્રમુખશ્રીના વકતવ્ય બાદ ‘સંતુ રંગીલી” નાટક શરૂ થયું હતું. લગભગ ૨ોક વાગ્યે તે પૂરું થયું, અને આનંદિત વાતાવરણ વચ્ચે સૌ વિખરાયા હતા. શ્રી મ. મે. શાહ સા. વ. યુ. સમિતિ. આપણા સાહિત્યવારસે (સ’પુટ બીજો) ૧૯૭૪ ઉપરનાં પુસ્તકોના સેટ આવી ગયા છે, તે જે અગાઉથી પૈસા ભરીને ગ્રાહકો થયા હાય, તેમને સંઘના કાર્યાલયમાંથી, મૂળ પહોંચ રજૂ કરીને તે મેળવી લેવા વિનંતિ કરવામાં આવે છે. મન્ત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy