SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૭૪ કીમતી લાકડાની જાળવણી માટે પણ પારાના ઉપયોગ કરે છે. આ પારાની ઝેરી અસર ઘણા દેશને જણાવા માંડી છે એટલે પારાની વપરાશ બહુ સાવચેતીપૂર્વક થાય છે. પ્રભુ જીવન ઈરાકના બસરા બંદર ઉપર ઝેરી ઘઉં લઈને સ્ટીમર આવી પહેાંથી ત્યારે ગૂણીઓ ઉપર પારાના ઝેર અંગેની ચેતવણી લખાઈ હતી, પરંતુ તે સ્પેનિશ ભાષામાં લખાઈ હતી. પરદેશથી મોટા જથ્થામાં ઘઉંં આવી રહ્યા છે તે વાતની ઈરાકના ખેડૂતોને ખબર પડી એટલે પેાતાની પાસે બિયારણના જે શુદ્ધ ઘઉં હતા તે પણ ખેડૂતેઓ મેઘા ભાવના લેાભે વેચી નાખ્યા. સરકારે ખાતરી આપી હતી કે મેકિસકન ઘઉં ઘણા સસ્તા અને લગભગ મફતના ભાવે અપાશે, ખેડૂતોએ એવી ૨ાપેક્ષા રાખી હતી કે સરકારને પેાતાની ખાલીખમ કાઠીરા બતાવીને વધુ નેવધુ ઘઉં` મેળવી શકાશે અને અમુક ઘઉં બિયારણમાં વાપરીને બીજા ઘઉં` ખાવામાં વાપરી શકાશે. ‘મેકસીપાક’ ઘઉં ઉપર પારો રઢાવેલો છે અને તે ઝેરી છે તે વાતની ઈરાકના અભણ ખેડૂતને ખબર નહોતી. સરકારને ડર હતા કે કદાચ ખેડૂતા ‘મેકસીપાક’ ઘઉં ખાવામાં વાપરશે એટલે ઈરાકના ગ્રામવિસ્તાર ઉપર હેલિકોપ્ટર ઉડાડીને તેમાંથી ચાપાનિયાં ફેંકવામાં આવ્યાં. બિયારણ ઝેરી છે અને તે ખાવામાં ન વાપરવા તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતોએ માની લીધું કે “સરકાર આપણને ઉલ્લુ બનાવે છે. ઓછા જથ્થામાં ઘઉંની માગણી થાય તે માટે સરકારે ટ્રીક કરી છે.” લાઠાના આ અજ્ઞાનને કારણે બંદરમાં ઘઉંની ગૂણી ઊતરતી હતી ત્યારથી જ ગૂણીમાં બાકોરાં પાડી પાડીને મજૂરો ઘઉં ચારવા માંડયા હતા. ઘણી લારીએ જ ઘઉંની ગૂણીઓ સાથે ગાયબ થઈ ગઈ. સરકારી અમલદારોને લાંચ આપી આપીને ઘઉંના બિયારણના વધુ જથ્થા મેળવવામાં આવ્યું. પારાના પાસ ચઢાવવાને કારણે જવ અને ઘઉંન દેખાવ પણ બહુ જ આકર્ષક બની ગયા હતા. તેની રોટી પણ સ્વાદિષ્ટ બનતી હતી. સરકારી અમલદારા ખેડૂતને વાર વાર ચેતવતા હતા કે “બિયારણના ઘઉં ખાશે! નહિ, તે ખતરનાક છે.” પણ ઈરાકમાં સરકારી અમલદારા બધાને કડવા લાગે છે. જુવાન છે!કરાને લશ્કરમાં ભરતી કરવા લઈ જવા હાય કે વેરે ઉધરાવવા હેાય ત્યારે જ મલદારા ખેડૂત પાસે આવે છે. ખેડૂતે હમેશાં અમલદારોને ‘જૂઠાબાલા' તરીકે જ ઓળખે છે. આમ અમલદારાની ચેતવણી એ ગઈ અને ૭૩,૦૦૦ ટન ઘઉંનુ બિયારણ ઈરાકની જમીનમાં જવાને બદલે તે ઝેરરૂપે ઈરાકના ખેડૂતોના પેટમાં જવા લાગ્યું. પારાની ઝેરની અસર તત્કાળ જણાતી નથી. અર્ગટવાળે બાજરી ખાવાથી પણ ધીરેધીરે અસર થાય છે અને વિપરીત અસર મેડેથી જણાય છે. સ્વીડનમાં ૧૯૫૦ના દાયકામાં પારાને પાસ ચઢાવેલ અનાજ ચણવાથી ઘણાં પંખી મરી ગયાં હતાં. જાપાનમાં પણ પારાના ઝેરથી ઘણા લોકોને હાનિ થઈ હતી. પાકિસ્તાન અને ગ્વાટેમાલાના કેટલાક લેકો પણ ઝેરી ઘઉં ખાવાને કારણે મરણ પામ્યા હતા. આને કારણે ઘણા દેશને અનાજ ઉપર પારાના પાસ ચઢાવવા સામે મનાઈ ફરમાવી હતી. આવી મનાઈ છતાં ઈટાક માટે જે બિયારણ આવ્યું તેના ઉપર પારાને પાસ ચઢી ચૂકયા હુને, ઈરાકમાં મરણેાના અહેવાલે! ધીરધીરે આવવા માંડયા. કેટલાક લેકા ઠડિયા પછી જ અંધ બની ગયા. એક કુટુંબના ૩૦ શાણા એકીસાથે ઢળી પડયા હતા. પારાની ઝેરી અસર રાષ્ટ્રવ્યાપી બન્યાના ખબર ઈરાકની સરકારને ૨૬થી ડિમ્બર ૧૯૭૧માં મળ્યા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૭૧ના રાજ બિયારણ આવી પહોંચ્યું હતું. આમ માત્ર ત્રણ મહિનામાં જ પારાઓ કર વર્તાવવા શરૂ કર્યાં. પારાના ઝેરને મંદ કરવા માટે ડાઈમર કેપ્રોલ’ ૧૮૯ (Dimer Caprol) નામનું ઔષધ વપરાય છે. તે ઔષધ ઓછું પડયું એટલે બ્રિટનથી ચાર્ટર વિમાન દ્વારા મગાવવામાં આવ્યું. તે છતાં ય છ માસમાં તે ૬૦૦૦ માણસ મરી ગયા અને ૧ લાખ જેટલા કાયમી રીતે બીમાર બની ગયા. ઈરાકના આરોગ્ય ખાતાએ ગામડામાં ખેડૂતોને ચેતવવા શરૂ કર્યા. ઈરાકનાં શહેરની ૧૪ હાસ્પિટલેામાં રાજના ૬૦૦ લોકા ઝેરી ઘઉં ખાઈને પછી બીમાર પડીને આવવા લાગ્યા. બાઘી બનેલી સરકારે વર્તમાનપત્રાને ચેતાવી દીધાં કે બહુ હાહા કરશે નહિ. પૂર્ણ ખેડૂતા હજી પણ ચેતવણીને ગાંઠતા નહાતા. પોલીસે મેકસીપાક’ ઘઉંની ગુણીએ કબજે કરવા લાગ્યા ત્યારે ઘણા ખેડૂતોએ જમીનમાં ગૂણીએ દાટીને સંતાડી દેવા માંડી! ચેતવણી મળ્યા પછી પણ ઘણા ખેડૂતે એ બિયારણના આ ઝેરી ઘઉંની રોટી બનાવીને ખાધી હતી. એટલું જ નહિ પણ બેચાર દિવસમાં કોઈ મહેમાન આવવાના હોય તેને માટે પણ એ ‘સ્વાદિષ્ટ રોટીને સાચવીને રાખવા માંડી હતી! કેટલાક ખેડૂતો આ ઘઉં પેાતાનાં ઢેરને ખવરાવવા લાગ્યા હતા. એ પછી જ્યારે ખેડૂતોને ખબર પડી કે ઢાર બીમાર પડયાં છે ત્યારે ઢાર મરી જાય તે પહેલાં તેના પૈસા ઉપજાવવાની ચીવટ કરીને તેમને કતલખાને લઈ જવા લાગ્યા. આ ઢારનું માંસ પણ ઝેરી બની ગયું હતું.! ઈરાકની સરકાર આ અહેવાલ સાંભળીને ત્રાસી ગઈ. છ માસ માટે ઈરાકનાં તમામ કતલખાનાં બંધ કરી દેવામાં આવ્યાં. સમજુ લેકાએ મહિનાએ। સુધી માંસ, ઈંડાં અને દૂધ ખાવાનું છેાડી દીધું. કારણ કે ઘણા ખેડૂતોએ મરઘી, ગાય, બકરી અને ભેસાને ઝેરી ઘઉં" ખવરાવ્યા હતા! ઘણા રેસ્ટારાંવાળાએ ‘ઝેરી' માંસ ખરીઘુ હતું તે લાકોએ રાતેારાત આ માંસને દરિયામાં પધરાવવા માંડયું. પણ તેને કારણે નવી આફત ઊભી થઈ. આ માંસ મચ્છીઓએ ખાધું અને તે મચ્છી પકડીને ખાનારા લેાકેાને પણ ઝેર ચડવા માંડ]! આમ ઝેરી દવાવાળા ઘઉંનું વિષચક્ર ચાલ્યું . ઈરાકની સરકારે મરણના આંકડાઓ ગુપ્ત રાખવા માંડયા. જે લેકને દફનાવવામાં આવતા તેમની ઉપર કબર ન ચણાય અને મરણ ગુપ્ત રહે તેવી કારવાઈ થઈ. એમ છતાંય હાહાકાર તા ફેલાઈ ગયો હતો, ન્યુયાર્ક સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની એક ટુકડીને ઈરાકમાં બેલાવવામાં આવી. ઝેર ચડેલા તમામ લોકોનાં લેાહી તપાસીને પારાના ઝેરની અસર માપવામાં આવી. પારાના ઝેરને નાબૂદ કરનારી સફ્રુટ ઔષધિ હજી સુધી કર્યાંય શેાધાઈ નથી. આ! વિજ્ઞાનીઓની ટુકડી તેવી દવાની શેાધ માટે પ્રાર'ભિક પ્રયાસ કરે છે. તે દરમિયાન વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ઊંચી પેદાવાર આપતાં બિયારણા ઉપર રાસાયણિક ઔષધિને પાસ ચઢાવવામાં પારાના ઉપયોગ ન કરવા. પરતું ભારતી જાહેર જનતાને તે એ વાતને ખ્યાલ રાખવા જોઈએ કે કોઈ પણ સંવર્ધિત જાતના સરકારી બિયારણને ખાવામાં ઉપયોગ ન કરવા જોઈએ. નૈતિક દષ્ટિએ પણ ઝેરી ન હોય છતાં બિયારણ માટેનું અનાજ ખાવામાં વાપરવું ન જોઈએ, કાંતિ ભટ્ટ આવા હીનભાવ રાખશે નહિ જે મનુષ્ય રાત-દિવસ પોતાને ભાગ્યહીન અને નિર્બળ માને છે તેથી કોઈ પણ મહત્ત્વનું કાર્ય થતું નથી. જે મનુષ્ય રાત-દિવસ પેતાને હીન અને નિર્બળ માને છે તેઓ જ હીન અને દુર્બળ થઈ જાય છે. જો તમે નિરંતર શકિતની ભાવના કરશે તે તમારા હૃદય [થી તે શકિતઓ જાગ્રત થશે, વિકાસ પામશે અને તમારા દ્રારા મહાન કાર્યં સાધ્ય થશે, પણ જો તમે એક ક્ષણ પણ એવું વિચાર કરશે કે ‘હું તુચ્છ છું, હીન છું તો તમે ‘તુચ્છ’ અને ‘હીન’ જ થઈ જશે, એ નક્કી માનજો. સ્વામી વિવેકાનંદ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy