________________
૧૮૮
હતા. આ નિષ્ણાએ આપણે ત્યાં ઘોંઘાટની સામે લોકમત ઊભા કરવા માટે મોટી ઝુંબેશ ઉપાડવી જોઈએ અને પ્રજાના બધા જ સમજદાર વર્ગાએ એને સાથ આપવા જોઈએ. ખાસ કરીને શહેરોમાં વસતા માણસા માટે તા ઘોંઘાટ એ એક અગત્યના પ્રશ્ન બની ગયા છે અને એ રીતે એને હલ કરવા મહાન નગરોની પ્રજાએ કટિબદ્ધ થવું જોઈએ.
પ્રબુદ્ધ જીવન
અમેરિકામાં તા નાગરિકોએ પોતે પોતાના ધોરણે પ્રદૂષણ સામે ઝુંબેશ શરૂ કરવા માંડી છે. રેબર્ટ બેરન નામના એક થિયેટર મેનેજર તે ઠેઠ ૧૯૬૫થી આ દિશામાં પ્રવૃત્તિ આદરી બેઠા છે અને “સિટીઝન ફોર કવાએટર સિટી''-ઘોંઘાટવિહાણા શહેરની તરફેણ કરતા નાગરિકને આવરી લેતી એક દેશવ્યાપી સંસ્થા પણ તેમણે સ્થાપી છે. આ આન્દોલન કેળું સચાટ હતું એ તો એ હકીકત પરથી જ જણાશે કે એ આદોલનને પરિણામે પ્રમુખ નિકસનને ઘોંઘાવિરોધી કાયદા પર હસ્તાક્ષર કરવા પડયા હતા. આ કાયદામાં મોટર, વિમાન, બાંધકામ વગેરે ઉદ્યોગાને ઓછામાં ઓછા અવાજ થાય એવાં સાધનો બનાવવાની અને વાપરવાની ફરજ પાડવામાં આવી છે. જેટ વિમાના ઘણા અવાજ કરે છે. એ અવાજ આછા કરવાની દિશામાં પણ જોરદાર સંશોધન થઈ રહ્યું છે. બ્રિટન તથા ફ્રાન્સે અવાજના કરતાં બમણી ઝડપે ઊડતું જે કોન્કોર્ડ વિમાન તૈયાર કર્યું છે તેની સામે અમેરિકામાં જે વિરોધ ઊઠ્યા તે પણ મુખ્યત્વે કરીને એના અવાજને કારણે જ હતા.
અમેરિકાના ન્યુયોર્કમાં કે બ્રિટનના લંડનમાં જેટલા ઘોંઘાટ છે તેટલો ઘોંઘાટ આપણા મુંબઈ કે દિલ્હીમાં નથી. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે ઘોંઘાટને કારણે જન્મ પામતા પ્રદૂષણ પ્રત્યે બેદરકાર રહી શકીએ. નવી દિલ્હીની નેશનલ ફિઝિકલ લેબારેટરીના સંશાધક ડૉ. પંચાળીએ ૨ાવાજના પ્રદૂષણ અંગે વરસે સુધી સંશોધન કર્યું છે અને તેમણે મુંબઈ તથા દિલ્હીમાં અવાજનું પ્રદૂષણ કેવું અને કેટલા પ્રમાણમાં છે તેનું સર્વેક્ષણ પણ કર્યું છે. જેમ ગરમી માપવાનું એકમ ડિગ્રી છે તેમ ઘાંઘાટની તીવ્રતા માપવાનું એકમ ડેસીબલ છે અને ડૉ. પંચાળીએ પોતાના સર્વેક્ષણમાં જણાવ્યું છે કે મુંબઈ તથા દિલ્હીમાં ઘોંઘાટની માત્રા સરાસરી ૬૦થી ૯૦ ડેસીબલ જેટલી છે. ડાકટરો કહે છે કે ઘોંઘાટનું પ્રમાણ જો ૯૦ ડેસીબલ જેટલું હોય તો તે શરીર તથા મન બન્નેને હાનિ પહોંચાડે છે. આજે આપણે ત્યાં ઔઘોગિક વિકાસ પર ભાર મુકાતો હાવાથી દેશનાં વધુ ને વધુ શહેરોમાં ઘાંઘાટનીમાત્રા ૯૦ ડેસીબલની મર્યાદા સુધી પહોંચી રહી છે; અને ખરેખર ચિન્તાના વિષય છે. પ્રશ્ન એ છે કે આ ચિન્તામાં શાસકોમાંથી અને પ્રજાના વિવિધ વર્ગોમાંથી કેટલા સહભાગી છે? જરૂર તો આ ચિન્તામાં બને એટલા બધુ પ્રજાજનો સહભાગી બને એની છે. જે એમ થશે નહિ અને ઘોંઘાટના પ્રદૂષણના પ્રતિકાર માટૅનાં કોઈ અસરકારક પગલાં લેવાશે નહિ તા આપણા દેશનાં મોટાં શહેરાના નિવાસીઓ પર ઘોંઘાટના પ્રદૂષણની અસર નજીકના ભવિષ્યમાં જ દેખાવા માંડશે..
આપણા વેદમંત્રામાં ‘શાન્તિ’ ને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રાચ્ચાર પૂર્ણ થયે ‘ૐ શાન્તિ: શાન્તિ” શાન્તિ” એવું હંમેશાં આવે છે. શાન્તિની જે પ્રતિષ્ઠા આપણા ઋષિમુનિઓએ કરી છે તેને ફરીથી પરિચય કરવાના સમય આપણા માટે પાકી ગયો છે.
'આકાશવાણી'ના સૌજન્યથી
મનુભાઈ મહેતા
તા. ૧-૧-૭૪
ઝેરી ઘઉં એ કાળા કેર વર્તાવ્યા હતા
ઈરાકમાં લગભગ બે વર્ષ પહેલાં પારો (મર્ક્યુરી) ચઢાવેલા ઝેરી ઘઉં ખાઈને છ હજાર માણસા મરણને શરણ થયા હતા અને એક લાખ માણસા સખત બીમાર પડી ગયા હતા. આ સમાચારોને ઈરાકની સ૨કા૨ે દબાવી દીધા હતા. ભારતમાં ત્રણેક મહિના પહેલાં નેશનલ સીડ્સ કોર્પોરેશન પાસે રૂા. ૧ કરોડની કિંમતનું દવા છાંટેલું ઘઉંનું બિયારણ નકામું ગયું હતું અને માનવભક્ષણ માટે નકામા એવા આ ઘઉં` સ્ટાર્ચ બનાવનારાને વેચવામાં આવ્યા હતા કે તેનું શું થયું એની હજી આપણને જાણ નથી. પરંતુ સસ્તામાં વેચાયેલા આ ઘઉં જો ભૂલથી કોઈ સસ્તામાં ખરીદે અને ખાય તે અવશ્ય મૃત્યુ કે રોગને નાતરે તેવા એ ઘઉં હોય છે. અર્ગટ કે ફ્ગ એ તે કદુદરતે આપેલા છેડના રોગ છે;અને એ રોગ ન થાય તે માટે પશ્ચિમના દેશોએ અનાજના બિયારણને પારાને પાસ ચઢાવવાના ઉપાય અજમાવ્યો. પરંતુ આ ઉપાય ઈરાકના એક લાખથી વધુ માણસ માટે કેવી આપત્તિ ઊભી કરી ગયો તેની આપકા સાંભળવા જેવી છે.
કુદરતની બલિહારી કેવી છે કે ભારત, ઈરાક અને બીજા એશિયન દેશે જે એક વખત અનાજના ભંડાર સમા દેશે! હતા તેને જ અમેરિકા અને બીજા દેનામાંયી નાજની આયાત કરવી
પડે છે. ઈરાકમાં તે ૯૦૦૦ વર્ષ પહેલાં ખેતી થતી હતી, પણ ત્યાં ૧૯૭૦ની સાલથી કારમો દુષ્કાળ પડયા હતા. આ દુષ્કાળ એવા હતા કે ૧૯૭૧ની મેાસન માટે ઘઉં કે જવની વાવણી કરવા માટે ઈરાકના કોઈ ખેડૂત પાસે બિયારણ બચવા પામ્યું નહોતું. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાની સરકારે વિદેશમાંથી ઘઉં અને જવનું બિયારણ માગાવવા વ્યવસ્થા કરી અને અમેરિકાના વૈજ્ઞાનિક શ્રી નોર્મન બેરલા જેણે નેબેલ પારિતોષિક જીત્યું હતું તેમણે ‘મેકસીપાક’ નામનું ઘઉંનું જાદુઈ બિયારણ વિકસાવી કાઢયું હતું; અને આ બિયારણે ભારત સહિત ઘણા દેશોને ઘઉંની ખેતીમાં ન્યાલ કરી દીધા હતા. ઈરાકને બિયારણ માટે ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ ટન ઘઉંની જરૂર હતી. પરંતુ ઈરાના અમલ દારોએ કલ્પના કરી કે જે આ ઘઉં જાદુ કરવાના હોય તે બમણું જાદુ કરીને અઢક પાક કેશન ઉતારવા? એવી કલ્પના કરીને જરૂરિયાત કરતાં બમણા બિયારણની વદી આપવામાં આવી. કુલ ૭૩,૦૦૦ ટન ‘મેકસીપાક’નામના દવા છાંટે ઘઉંની આયાત ગેòવવામાં આવી. ‘કારગીલ' નામની અમેરિકન કંપનીએ ઘઉંની આવડી મોટી વરદી મેળવીને ઘણા નફો કર્યા હતા, એટલે એ કંપનીના એક લદાર તા ખાસ એરોપ્લેન ચાર્ટર કરીને બગદાદમાં ઈરાક સરકારનો આભાર માનવા પહોંચી ગયા હતેા!
મોટા ભાગના ઘઉં મેકિતકોના ખેડૂતો પાસેથી અડધા ભાવે ખરીદાયા હતા અને જવની ખીરીદી અમેરિકામાંથી થઈ હતી. વિધિની ક્રૂરતા પણ જોવા જેવી છે. અમેરિકન કંપનીની નફાવૃત્તિ, સરકારી અમલદારોની અમલદારશાહી અને તે પછી ઈરાકના ખેડૂતેાના લેાભને કારણે અભૂતપૂર્વ કરુણતા સર્જાઈ. જવ અને ઘઉંને ખરીદ્યા પછી અમેરિકન કપનીએ એ બન્ને અનાજના ડને ભવિષ્યમાં ફ્ગના રોગ ન લાગે તે માટે તેને પારાના પાસ (મકર્ક્યુરી ટ્રીટમેન્ટ) ચઢાવ્યો. ઘઉંને ગેરુ ન લાગે તે માટે ઘણાં વરસેથી પારાના પાસ ચઢાવવામાં આવે છે. પારાના જંતુઘ્ન ગુણ સદીઓર્થી જાણીતા છે. ભારતની ઘણી શહિલાએ અનાજમાં ઈયળ ન પડે તે માટે પારાની ટીકડી વાપરે છે. ગ્રીસના ડૅાકટરી ચામડીનાં દર્દી મટાડવા પારાનો ઉપયોગ કરતા હતા. ઈશારતી લાકડાના વેપારીઓ
6