________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
આબુ જીવ
શ્રી મુંબઈ જૈન યુવક સ`ઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ –૪૦ પૈસા
પ્રશુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૫ : અંક: ૨૧
મુંબઇ, માર્ચ ૧, ૧૯૭૪ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
✩
મુકિતની
મુકિતની ઝંખના માનવીદયમાં અમર છે. માનવી, માનવી ઉપર અકથ્ય અત્યાચારો કરે છે. માનવી તે સહન પણ કરે છે. પણ તેની સહનશીલતાની મર્યાદા છે. તેના આત્મા જાગી ઊઠે છે, મુકિતનું ગાન ગમે તે ભાગે, બુલંદ સ્વરે પુકારે છે. સાલ્ઝનિત્સિન આવા મુકતાત્માઓનું એક પ્રતીક છે. અસહ્ય યાતનાઓ ભાગવ્યા પછી, નિર્ભયપણે આ અવાજ સંભળાય છે.
સાન્ઝેનિત્સિનને રશિયાએ હવે દેશનિકાલ કર્યો છે. મરણભય છતાં સાલ્ઝેનિત્સિનને પોતાનું વતન છેડવું ન હતું. તેને ફરી જેલમાં પૂરવાની અથવા તેના ઉપર કેસ ચલાવવાની રશિયાની હિંમત ન ચાલી. દુનિયાના વિરોધની એટલી અસર થઈ. પણ પોતાના દેશમાં ે તેને વધારે સમય રાખી શકાય તેમ ન હતું. સાલ્ઝેનિત્સિનને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. તેના કેટલાક ગ્રન્થે મે' વાંચ્યા છે. વાંચતાં રૂવાડાં ઊભાં થઈ જાય, મગજ ભમવા માંડે એવા અમાનુષી બનાવાનાં વર્ણન છે. ‘વન ડે ઈન ધ લાઈફ ઓફ ઈવાન ડેનિસેાવિચ’ નાના ગ્રંથ છે. માંડ માંડ પૂરો કર્યો.કેન્સર વાડુ અરધેથી છેાડી દેવા પડયો. આગળ વાંચી ન શકયો. આવા જુલમો થઈ શકે તે કલ્પનામાં નથી આવતું. સાચા હોય તેમ માની શકાતું નથી. છતાં સેલ્બેનિન્સિને અનુભવા જ લખ્યા છે. આવા પાશવી અત્યાચારોને રાક્ષસી કહેવા તેમાં રાક્ષસી શબ્દના દુરુપયોગ છે. રાક્ષસે પણ આવી યાતનાઓ લાદી ન શકે. આ યુગના માનવી જ કરી શકે.
સાલ્બેનિન્સિનને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે તેણે જે પ્રવચન મેકલાવ્યું, ‘સત્યનો એક શબ્દ', તેમાંનાં કેટલાંક અમર વાકયો અહીં ટૂંકું છું :
“આપણી આ વીસમી સદી અગાઉની સદીઓના કરતાં વધુ ક્રૂર સાબિત થઈ છે, વળી તેના બધા ત્રાસના તેના પૂર્વાર્ધનાં વર્ષોં સાથે અંત આવતો નથી. એ જ જૂના આદિમ આવેગો – લાભ, ઈર્ષા, બેફામપણ, પરસ્પર દ્વેષ આપણા જગતને વેરવિખેર બનાવી રહ્યા છે, જો કે હવે તેઓએ લાંબાંલચૂક નવાં ભળતાં નામે! ધારણ કર્યા છે, જેવાં કે – ‘વર્ગવિગ્રહ’, ‘રંગભેદના સંઘર્ષ’, ‘આમજનતાનું આંદોલન ’, ‘સંગઠિત કામદારોનો રંગ ’ ઈત્યાદિ... સદીઓના અનુભવે ઘડાયેલી કાનૂની પદ્ધતિ દ્વારા ઓછા ને ઓછા પ્રમાણમાં નિયંત્રિત રહી શકતાં હિંસાનાં બળે જગતમાં હિંમતપૂર્વક આગળ ધપી રહ્યાં છે ને વિજયી બની રહ્યાં છે; સમગ્ર ઇતિહાસમાં હિંસાની વિફળતા વ્યાપક રીતે પ્રદર્શિત અને પુરવાર થઈ ચૂકી છે એ હકીકતની તેમને રજમાત્ર દરકાર નથી.”
“વાત માત્ર એટલી જ નથી કે પાશવી બળ વિજેતા બની રહ્યું છે; તેને વાચાળરીતે વાજબી ઠરાવવાનું પણ સફળ બની રહ્યું
O
ઝંખના
✩
છે. જગતમાં છડેચેક એવી ખાતરીનાં જાણે પૂર ઊમટયાં છે કે બળ જ સર્વશકિતમાન છે, જ્યારે સત્ય સામર્થ્યહીન છે.”
“મ્યુનિકની (બાંધછેડની) ભાવના એ કોઈ રીતે ભૂતકાળની વાત બની ગઈ નથી, કારણ એ માત્ર એક ઝબકારા જેવી ઘટના ન હતી; હું તો એટલી હદે કહ્યું કે મ્યુનિકની ભાવના એ વીસમી સદીની સૌથી પ્રભાવક ભાવનારહી છે. અચાનક નવપ્રાણિત બનેલી અને ઘૂરકતી પાશવતાના આક્રમણ સામે સભ્ય જગને કંપારી અનુભવી; એ પાશવતાના સામના ક૨વા સભ્ય જગતના હાથમાં કશું જ ન હતું, સિવાય કે છૂટછાટો અને સ્મિતા. શ્યુનિકની ભાવના એ ભદ્ર વર્ગની ઇચ્છાશકિતની એક માંદગી છે; એશઆરામની લાલસાને જે કોઈ પણ ભાગે વશ બની ગયા છે, પૃથ્વી પર આપણા જીવનની મુખ્ય નેમ તરીકે ભૌતિકવાદને જેઓ વશ વર્તીને રહ્યા છે તેમના માનસની એ સહજ સ્થિતિ છે. આવા લોકો અને આજે જગતમાં એ કેટલાં બધાં છે!–રાબેતા મુજબના જીવનની સ્થિતિ થાડા વધુ સમય માટે ટકી રહે અને પાશવતા વિજય એક વધુ દિવસ પાછે ઠેલાય તે અર્થે નિષ્ક્રિયતા અને પીછેહઠને પસંદ કરે છે; કારણ આવતી કાલે, કોને ખબર, બધું બરાબર બની જાય ! (પણ ના, એ બનવાનું નથી. કાયરતાની કિંમત ઊલટાની વધુ ચૂકવવી પડશે. હિંમત અને વિજય । બિલદાનો માટે આપણી તૈયારી હોય ત્યારે જ આપણને વરે છે. )”
એક વાતનું મને આાશ્ચર્ય રહ્યું છે તેના અહીં ઉલ્લેખ કરું છું. સ્ટાલિને ત્રીસ વર્ષ એકચક્રે સર્વ સત્તા ભાગવી, હજારો માણસેાને મારી નાખ્યા, લાખાને વર્ષો સુધી જેલમાં રાખ્યા છતાં તેની હયાતીમાં કોઈ વિરાધ કરી ન શકયું. તેના અવસાન પછી ક્રુક્ષ વે ત્રણ વર્ષ બાદ કાંઈક પડદો ઊંચક્યો. જુલમા કેટલા અને કયાં સુધી પ્રજા સહન કરી શકે? કદાચ એમ ન હેાય કે આ જુલમે સાથે એક બીજું એવું તત્ત્વ હતું જેમાં પ્રજાને આ જુલમોને કાંઈક બચાવ લાગતા હાય અથવા કેટલેક દરજો અનિવાર્ય લાગતા હોય ? સામ્યવાદને જે સિદ્ધિ મેળવવી છે - સમાનતાના ધારણે સમાજનું નવનિર્માણ - તેમાં આવા ભાગ આપવા તૈયાર રહેવું પડે એમ લાગે, જુલમા સાથે બીજાં સારાં પરિણામા ન હોય તે પ્રજા લાંબા વખત સહન નકરે. મરણિયા થાય. ઝારના જુલમેા સદીઓ સુધી સહન કર્યા પણ પહેલા વિશ્વયુદ્ધમાં તક મળી ત્યારે, રશિયાએ શરણાગતિ કરવી પડી તે પણ, ઝારને ઉખેડી નાખી, કાર્તિ કરી. બીજા વિશ્વયુદ્ધમાં રશિયન પ્રજાને આવી જ તક મળી હતી. ૧૯૪૧-૪૨ નાં વર્ષોમાં જર્મનીએ રશિયા પર આક્રમણ કર્યું ત્યારે, પ્રજાનો પૂરો સાથ અને સહકાર ન હોત તો સ્ટાલિન એ યુદ્ધમાં છેવટ વિજયી ન થાત એટલું જ નહિ પણ તેને ઉખેડી નાખવાની તક હતી. છતાં લેનિન