________________
તા. ૧-૨-૭૪
પ્રબુદ્ધ જીવન
વકરેલા વિદ્યાથી એ
ચેડાં વર્ષોં પર પેરિસ, કોલમ્બિયા, ઢાકા અને દિલ્હીના વિદ્યાથી ઓ લગભગ સાથે તેાફાને ચઢયા હતા. હાલ ગ્રીસમાં ભારે તોફાનો થયાં અને થાઈલેન્ડમાં પણ વિદ્યાર્થીઓએ જાણે જંગ માંડયો. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે આપે છે તેના પર વિદ્યાથી ઓએ જાણે સવારી કરી હાય એમ લાગે છે. ફ્લુની માફક વિદ્યાર્થીઓનાં તફાનાનું પણ જાણે આંતરરાષ્ટ્રીય મેાજું જ આવી ચઢે છે. એમની બેચેની સતત કોઈ બહાનાની શેાધમાં જ હેાય છે. કમનસીબે ભારતમાં આવ્યું બહાનાં વારતહેવારે મળી જ રહે છે. કર્ષક ફર્નિચર બળે છે, કર્યાંક બારીના કાચ તૂટે છે અને કયાંક કુલપતિને માર પડે છે. અર્લી વિલ્સને એક મમરા મૂકેલા. આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને પછીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. નાના હતા ત્યારે મેટેરને યાન આપવાનું શીખ્યા. હવે મેટા થયા ત્યારે કહેવામાં આવે છે કે નાની વયના વિદ્યાર્થીઓને પણ માન આપે અને એમને સપજવા પ્રયત્ન કરો. સારુ ત્યારે...એવા પ્રયત્ન કરીએ.
૧૯૭૧માં બી. એ., બી. કોમ. અને બી. એસસી. થયેલા બેકારાની સંખ્યા ૩,૮૫,૦૦૦ હતી. દેશના ૧,૬૨,૦૦૦ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ડોકટરો બેકાર હતા. મનુભાઈ પંચાળી કહે છે કે ‘શિક્ષિત બેકાર' એ વદતાવ્યાધાત છે. વાત સાચી છે. આજના શિક્ષણ પર આક્ષેપ તો એવા છે કે તે માત્ર નોકરી મધ્યે વિદ્યાર્થીને તૈયાર કરે છે. નોકરી માટેનું શિક્ષણ નોકરી પણ ન અપાવે ત્યારે શું કરવું ? યાદ રહે કે એક આર્ટ્સ ગ્રેજ્યુએટ પાછળ સરકાર રૂ. ૨૦,૦૦૦ ખર્ચે છે. એક કેમેસ્ટ્રી ગ્રેજયુએટ પાછળ રૂ. ૪૦,૦૦૦ અને એક ડાકટર પાછળ રૂ. ૮૦,૦૦૦ ખર્ચ થાય છે. જૂન ૧૯૭૨ સુધીનાં એસ. એસ. સી.થી માંડીને પીએચ. ડી. સુધીના શિક્ષિત બેકારોની સંખ્યા ૨૩ લાખથી વધારે હતી. આ કતાર ટૂંકી થાય એવી કોઈ જ શક્યતા નથી. ભારતની ૯૨ જેટલી યુનિવર્સિટીઓને આપે એક પાટિયું ચીતરવું જોઈએ: “નેકરી મળશે એવી આશાએ અહીં ભણવા આવ્યા હા તે હજીય પાછા ફરો.”
કયારેક એવું લાગે છે કે જાણે વિદ્યાર્થીઓનું ખમીર જ ખૂટી ગયું ન હેાય ! જ્યોર્જ બર્નાર્ડ શે કંહેતા : હું જુવાન હતો ત્યારે મારાં દસમાંથી નવ કામ નિષ્ફળ જાં; પણ મારે સફળ થવું હતું એટલે હું દસગણાં વધુ કામ કરતે. યુવાનીનું ખીર આવું હાય. ક્રાંતિકારી યુવાનનું જાણીનું સૂત્ર હતું: “મને મુકિત આપે। યા મેત.' (Give me liberty or give me death) આસ હલીએ સુખવાદી યુવાનનું નવું સૂત્ર આ પ્રમાણે ગણાવેલું, ‘મને હેર બર્ગર અને ટીવી આપે; સ્વતંત્રતાની જવાબદારીની પળેાજણ મારે નથી જોઈતી,’ બે સૂત્રે યુવાનીની બે વિરોધાભાસી બાબતે વ્યકત કરે છે. એકમાં સરફરોશીની તમન્નાના અંગારે છે, જયારે બીજીમાંથીજી ગયેલી નિશ્રષ્ટ સંવેદનશીલતાના બરફ છે. જયપ્રકાશજી જેવા નેતા તરુણાને લાકેની સપસ્યાએ ઉપાડી લેવાનું કહે છે ત્યારે આ થીજેલા બરફને લોકાભિમુખ બનાવવાની બાબત અભિપ્રેત છે. વિદ્યાર્થીઓનાં તેફાના પાછળ આવા કોઈ વિચાર હેાય એમ જણાતું નથી. કૅલેજ જઈ રાજરાજ ભણવાનો કંટાળો ખૂબ મેટો ભાગ ભજવે છે. શહેરના ‘બંધ’ને લોકો એક શાંતિપૂર્ણ રજા તરીકે આવકારે તેવી જ કંઈક વૃત્તિ આ બાબતમાં પણ હોઈ શકે.
શિક્ષિત માબાપે એક બાબતમાં કળાય છે. શાળા-કોલેજોમાં પેાતાનાં બાળકો સંસ્કારની દષ્ટિએ ઝંડું પામતાં નથી. ક્યારેક એવું બને છે કે સાબત અને વાતાવરણને કારણે ત્યાંથી ઊલટા નવા ચાળા શીખતા આવે છે. ઘણી વાર આવાં માબાપને પેાતાનાં બાળકો
'
(7)
૨૧૧
વિચિત્ર જણાયા કરે છે. આવી વિચિત્રતાથી એમને ઘણી વાર અસુખ રહે છે. તેઓ બરછટ કડકાઈ બતાવી શકતા નથી અને નિરપવાદ ઉદારતાથી જે હોય તે સહી શકતા નથી. મેટી ઉંમરનાં બાળકોને
પેાતાની વાતે માટે દબાણ કરવામાં ‘બાંધી મૂઠી લાખની' છૂટી પડવાનો ભય રહે છે. આવી મૂંઝવણ અનુભવતા બંધને ખૂબ જ માર્ગદર્શક થાય એવા દસ આદેશે! (Ten Commandments) એક અમેરિકન જર્નલમાં જોવા મળ્યા. આદેશેા નીચે પ્રમાણે છે:
(૧) વિદ્યાર્થીઓ જે વાંચે તે વાંચા અને તેમની સાથે ચર્ચા. (૨) યુવાનેાના સંસ્કાર પર પ્રહાર ન કરે. એમને માટે એ અર્થપૂર્ણ છે. તમારા પ્રતિભાવા વિધાયક રહે એમ કરો.
(૩) પ્રશ્ના વધારે પૂછે અને ઉત્તરો સાંભળો. (૪) નાની લઘુમતીના વર્તન માટે આખા વયજૂથના બુધને નવગેવા અને તે માટે અભિપ્રાય ન બધિા.
(૫) યુવાનની બેચેનીથી બેચેન ન બનો. કંઈક મેળવવા અને કોઈ હેતુઓ માટે તમે જ તે બાબત શીખવી હતી.
જેવી ઉપરછલ્લી બાબતાથી હેરાન ન થાઓ.
(૬) લાંબા વાળ, ઉઘાડા પગ કે જુદા પ્રકારના પહેરવેશ
(૭) મહત્ત્વના અંગ નિર્ણયો લાદવાનો પ્રયત્ન ન કરો. (૮) એનું સંગીત સાંભળે.
(૯) વિદ્યાર્થીઓને અકળાવવા માટે ભણતર બંધ કરવાની કે ફી જપ્ત કરવાની ધમકી ન આપે.
(૧૦) વિજય કે પરાજ્ય કે પછી અપમાનની સ્થિતિમાં તમારું બાળક ઘરને આશ્રયસ્થાન સમજે એવું કરો. એને જાણવા દા કે ત્યાં એને પ્રેમ અને માન મળશે.
વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે એકલા શિક્ષકે કશું નહીં કરી શકે. માબાપે સમજવું જોઈશે કે શિક્ષકે વિદ્યાર્થીઓને કોન્ટ્રાક્ટ બેઝીસ પર નહીં પણ પાર્ટનરશિપ બેઝીસ પર શિક્ષણ આપવા માટે જવાબદાર છે. વર્કશાપમાં સર્વિસ કરાવવા માટે સ્કૂટરને આપી આવીને કામ પતે પૈસા ચૂકવવા જેવી આ બાબત નથી. સવારે અગિયાર વાગે કોલેજ જતો અને સાંજે પાંચ વાગે પાછા ફરતા દીકરા કૉલેજમાં ગયા જ ન હોય એમ બને. અમેરિકન ટીવી પર રાતના માડેથી એક જાહેરાત આવે છે: “તમારાં દીકરા- દીકરી હમણાં કર્યાં છે તે તમે જાણે છે?” પાંચેક વર્ષ પર પર્લ બન્ને આ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
વકરેલા વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે અધ્યાપકો અને વાલીઓએ સહિયારી જવાબદારી સમજીને સક્રિય થવું પડશે. નવી પેઢીના પ્રશ્નો આવતા દાયકામાં હળપતિથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના સૌને પરેશાન કરવાના એ અંગે દ્વિધામાં રહેવામાં ખતરો છે. -ડૉ. ગુણવંત શાહ શ્રી રિષભદાસ રાંકા–અભિનંદ્દન સમારોહ
શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષા શ્રી શાદીલાલજી જૈન જણાવે છે કે જૈન સમાજના સુપ્રસિદ્ધ સેવાભાવી કાર્યકર્તા અને જેણે રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અનેકવિધ સેવાઓ આપી છે એવા વયોવૃદ્ધ નેતા શ્રી રિષભદાસજી રાંકાને અભિનદન આપવાને લગતા એક સમારભ એપ્રિલ ’૭૪ ના પહેલા અઠવાડિયામાં યોજવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક લાખ રૂપિયાનું ફંડ કરવાનું ઠરાવ્યું છે.
આજે ૭૨ વર્ષની ઉમ્મરે પણ તેઓ અનેક સેવાસંસ્થાનાં કામા સાથે પ્રવૃત્ત રહ્યા છે અને એક નવયુવક જેટલા ઉત્સાહથી કામ કરીને બધી જ પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે.
આવા એક નિ:સ્વાર્થ સેવાભાવી શ્રી રાંકાજીનું અભિવાદન એ તેમની સેવા, વિચારો અને તેમનાં કાર્યોનું અભિવાદન છે. સૌ મિત્રો અને પ્રશંસકોને આ કાર્યમાં જોડાવા અને આર્થિક સહકાર આપવા વિનંતિ કરવામાં આવે છે.
આ માટે મોકલવામાં આવનાર ડ્રાફ્ટ અથવા ચેક “ભારત જૈન મહામંડળ” એ નામના મોકલવા.