________________
૧૫૦
પ્રબુધ્ધ જીવન
આપણા સુધરેલા ને પ્રગતિશીલ જમાનામાં એ બધા ભેદ ઓછા થવાને બદલે તીવ્ર બનતા જાય છે. માટે એ ભેદ મટાડવાજે કઈક કરી શકીએ એ સાચી સેવા કહેવાય. અને પૂર્વગ્રહ મટાડવાને રસ્તે એક જ છે: વ્યકિતગત સંપર્ક. સપર્કને યા માનતાના યજ્ઞ છે. હવે જે લોકોની પાસે હું ઘેરઘેર રહું છું એ બધા જાણે છે કે હું એક પરદેશી ખ્રિસ્તી પાદરી છુ, તોય મને કુટુંબના સભ્ય તરીકે જ રાખે છે. હું એમને આના પૂરો યશ આપું છું. મારે એમને પ્રેમ જ પામવાના રહ્યો.
中
આ પ્રયોગ શરૂ કરતી વખતે મારા મનમાં એક અગત્યની બાબતમાં શકા હતી એ મે નિખાલસતાથી મારા ઉપરીઓ અને સાથીદારોને જણાવી. લેખનકાર્ય ને હું મારા કામના અગત્યનો ભાગ સમજું છું. વીસ પુસ્તકો છપાયાં છે, ને બીજા પ્રેસમાં છે—ને બીજા મનમાં છે. હવે લેખનકાર્ય માટે અત્યાર સુધી તે મારે એકાંત, શાંતિ, સગવડ જોઈતાં હતાં. પાળમાં તે મળવાનાં નથી. તે મારું લેખનકાય અટકી જાય તે? એ મારે માટે એક સાચા અને ભારે પ્રશ્નાર્થી હતા. મેં મારા ઉપરીઓને એટલું જ કહ્યું કે, “પ્રભુ મને આ જાતના જીવન માટે બાલાવે છે, એની મને ખાતરી છે, એટલે વિશ્વાસ પણ છે કે મારું લેખનકાર્યાં એ નવા સંજોગામાં આગળ ચાલે એ માટે એ રસ્તો કાઢશે. વધારે હું ન કહી શકું.” એ શ્રાદ્ધા સાથે હું ગયો, અને જ્યાં જે કોઈ સગવડ મળે એ લઈને હું ઘેર ઘેર લખવા લાગ્યા. પેાળજીવનને મારા પહેલા મહિના પૂર થયા ત્યારે મેં એમાં થયેલા લેખનકાર્યના હિસાબ કાઢયા. મારી પહેલાંની સામાન્ય ગતિ અઠવાડિયામાં બે લેખા લખવાની હતી, તા પાળના આ પહેલાં ચાર અઠવાડિયાંમાં સાળ લેખ લખાયા હતા! મેં એને અહેવાલ મારા ઉપરીને આપ્યો, અને ઉમેર્યું: આ નવી જીવનશૈલીથી મારા લેખનકાર્યને આંચ આવવાની નથી એવા હું આમાં ભગવાનના સકેત જોઉં છું.
કષ્ટ તે। પડે છે એની ના નથી. હું તો ખાનગી ચોરડીમાં બંધ બારણે જીવનારા જીવ હતા, અને પાળનાં મકાનોમાં તે ખાનગી આરડી પણ નથી અને બંધ બારણું પણ નથી. એક ખૂણામાં બેસીને કામ કરવાનું, પછી ઘરનાં ને બહારનાં છેાકરાંઓ આવે, જાય, દોડે, રમે; ઘર આંગણે તે ક્રીડાંગણ હાય, અને ‘વિવિધ ભારતી'ની પ્રસાદી પણ ચાલુ હોય. પણ મારું લખવાનું પણ ચાલુ હાય. એક વાર ઘરના એક નાના છેકરા હું લખતા હતે ત્યાં આવીને ઠીક સમય સુધી જોઈ રહ્યો, અને છેવટે પેાતાની બાની પાસે જઈને આશ્ચર્યની સાથે પરિસ્થિતિના અહેવાલ સંભળાવ્યો: “ફાધર મેડે બેઠા બેઠા લખ્યા જ કરે છે, અને કોઈ પણ પુસ્તકમાં જોયા વગર મેઢેથી લખે છે!” મને સતત લખતા જોઈને લેાકા વિસ્મય પામે છે, અને સાથે સાથે રાહત પણ અનુભવે છે કે ઘેર મને સાથ આપવાની જરૂર નથી, મારે માટે કોઈ કાર્યક્રમ વિચારી રાખવાની જરૂર નથી. મારા સાથી પહેલા યજમાને પહેલા ચેવીસ કલાક મારું બારીક નિરીક્ષણ કર્યા પછી મને કહ્યું : “મે તમારું કામ જોયું છે, અને એ પણ જોયું છે કે તમને સાચવવાની ને તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, માટે મારે ઘેર તમને ફાવે ત્યાં સુધી રહી શકો. ” એ પ્રમાણપત્ર પામીને મને ખૂબ સાષ થયા.
તા. ૧-૧૨-૭૪
ઘર મળ્યું ન હોય. છેવટે મળી જ જાય, પણ થોડી અસ્વસ્થતા તે રહે. લાકો એટલા પ્રેમથી રાખે કે કોઈ ખોટ વર્તાવા દેતા નથી. પણ યાદ તા રહે છે કે આખરે આ આશિયાળું જવન છે. હાલ તો પૂરતાં આમંત્રણા મળતાં પણ નથી, શોધવાં પડે છે. મારો સ્વભાવ ટેકીલા છે, અને કોઈની પાસેની ઉપકાર માગવા ગમતા નથી. તાય હવે ઉપકારવશ થઈને જીવવાનું છે. જીવનની લીલા છે.
લોકોના આટલા પ્રેમ છતાં મને ભાન તા રહ્યા કરે છે કે આખરે હું ભિખારી છું, અને એના સૂક્ષ્મ ડંખ રહે છે. એકાદ વખત એવું બન્યું છે કે એક ઘેર રહેવાના સમય પૂરો થયેા હોય, બીજે દિવસે ત્યાંથી નીકળવાનું હાય, અને હજી જવા માટે બીજું
વિશેષ કસાટી થઈ હતી ગુજરાત આંદોલનના દિવસેામાં, મારી વિહારયાત્રાને માંડ બે મહિના થયા હતા એમાં એ શરૂ થયું. અમદાવાદમાં સાથી પહેલી દુકાન તૂટી એ મે” નજરે જોઈ. અશુ વાયુને પ્રસાદ અનેકવાર ખાધા. પથ્થરમારાની વચ્ચે પણ ત્રણચાર વખત સપડાયો. પણ સતષ એ વાતને રહ્યો કે શહેરની કસેાટી થતી હતી ત્યારે હું શહેરમાં જ હતા. દુ:ખ વેઠવાથી આત્મી તા બંધાય છે.
મારી ખરી લાચારી એ છે કે લોકો મારે માટે આટલું બધું કરે છે તેના બદલામાં હું એમને કશું આપી શકતા નથી. કેટલાક લાકોની એ અપેક્ષા હાય છેકે હું બીજું કઈ નહિ તે કોઈ બાધ આપ્યું, ઘરના યુવાનોને નીતિપાઠ સમજાવું, કુટુંબના પ્રશ્નાની એમની સાથે ચર્ચા કરું. પણ કુટુંબના અંગત પ્રશ્નોમાં હું માથું મારતા નથી અને યુવાનને ઉપદેશ આપવામાં પણ માનતા નથી. ખરા ઉપદેશ તે। જીવન જ છે. મારું નિયમિત જીવન જોઈને કેટલાક ઘરમાં યુવાને વહેલા ઊઠતા થયા છે અને રીતસર વાંચતા થયા છે એમ કૃતા માબાપે કોઈક વાર કહ્યું છે. હશે. પણ મારા મનમાં એ વાત તે સ્પષ્ટ છે. અને બધાને પણ એ સ્પષ્ટ કહું છુ કે હું કોઈને પણ સુધારવા માટે કોઈને ઘેર જતા નથી: મારી જાતને જ સુધારવા માટે જાઉં છું.
લેાકાને માટે એક જ વાત હું કરી શકુ છું, અને એ દિલથી કરું છું, ભગવાનની પ્રાર્થના. હું જેકોઈ પણ ઘેર હાઉ એમાં સવારે પરવારીને પહેલા કલાક પ્રાર્થનાને, અને રાત્રે સૂઈ જતાં પહેલાં દિવસને છેલ્લા કલાક પણ પ્રાર્થનાના રાખું છુ. હમણાં હુ એક ઘરમાં હતા એમાં પહેલે દિવસે ઘરની એક નાની છેાકરીએ
મને પૂછ્યું : “સવારે તમે આંખા બંધ કરીને નીચે બેઠા હતા એમાં શું કરતા હતા?” મેં જવાબ આપ્યો: “તું એક સારી અને ડાહી અને સુખી છેકરી બને એ માટે હું પ્રભુને પ્રાર્થના કરતા હતા.” મારી પ્રાર્થનાના મેાટા ભાગ હું જે ઘેર હાઉ” એ કુટુંબના બધાં સભ્યોને માટે એકએક કરીને અને નામ દઈને ભગવાનને પ્રાર્થના કરવામાં જાય છે. પછી ઘેરથી વિદાય થતાં એમને સહજ ભાવે પણ કહું છું : “તમે મારા માટે આટલું બધું કર્યું, આટલા દિવસ મને રાખ્યો, રોજ બે ટંકે જમાયો, મારાં કપડાં ધોઈ આપ્યાં, મારી સાઈકલ રોજ લૂછી આપી, ઘરની સૈાથી સારી જગ્યા મને આપી... એના બદલા હું તેા ન આપી શકું, પણ મેં પ્રભુને પ્રાર્થના કરી છે કે બદલા એ જ તમને આપે. તમારા આતિથ્યનું બિલ મેં ભગવાનને ચડાવ્યું છે. એ ચૂકવશે. ભગવાનને નામે તમે મને આવકાર્યા, તે ભગવાન એના બદલેા આપશે.” શ્રાદ્ધા છે કે પ્રભુ લાજ રાખશે.
ઘણા લોકો હજી માનતા નથી કે મારી આ વિહારયાત્રા કાયમ માટે છે. મને પૂછે છે: “તમે કયાં સુધી આ પ્રયોગ કરવાના છે?” જવાબ આપું છું: “પ્રભુની કૃપાહશે અને લોકોના સહકાર હશે તો જિંદગી સુધી આ રીતે વિહાર કરતા રહેવાના સંકલ્પ છે.”
આજે મને એવા જ આશીર્વાદ આપો.
ફાધર વાલેસ