________________
તા. ૧૬-૧૦-૭૪
પ્રબુદ્ધ જીવન
૧૧૫
વાને છે. જૈન સમાજ એક જ એવે સમાજ હશે કે જેના તીર્થકર દેવને દેશ અને દુનિયા વંદન કરવા તૈયાર થઈ છે ત્યારે તેને જ કેટલોક સાધુ અને શ્રાવકવર્ગ આ પ્રસંગને આવકારવાને બદલે વિરોધ કરે.
આ વિરોધ માત્ર ગુજરાતમાં અને મુંબઈમાં જ છે અને તે પણ મુખ્યત્વે શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના એક વર્ગ તરફથી. બીજા ત્રણ ફિરકાઓ, તેના મુનિએ અને શ્રાવકો આ ધન્ય પ્રસંગને આવકારે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના કેટલાક આચાર્યો પણ સમર્થન છે. તેમના આગેવાને રાષ્ટ્રીય સમિતિ અને દરેક રાજ્ય સમિતિના સભ્ય છે. શ્રી કસ્તુરભાઈ લાલભાઈ બધા જૈનેની સમિતિના પ્રમુખ છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદ ગાર્ડ અને આગેવાને પણ સભ્ય છે. છતાં એવું ભ્રામક વાતાવરણ ઊભું કર્યું છે કે જાણે સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજ અને સારી જૈન સમાજ આ મહોત્સવની વિરુદ્ધ હોય.
આટલા બધા વિરોધી પ્રચાર છતાં, તેની અસર નહિવત થઈ છે. ત્યારે વિરેધીઓ હવે ઝનૂને ચડયા છે. વિચારમાં અને વાણીમાં હિંસા ભરી હતી તે હવે વર્તનમાં લાવે છે.
તા. ૧૨, ૧૩ ઓકટોબરે શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને ઈન્દોરમાં અખિલ ભારતીય કાર્યકર્તા રાંમેલન થયું. દેશનાં દરેક રાજ્યમાંથી કેરળથી પંજાબ અને બંગાળથી ગુજરાત સુધીના, કાર્યકર્તાઓ મેટી સંખ્યામાં આવ્યિા હતા. ઈન્દરના સ્થાનિક જૈન સમાજચારે ફિરકાના - એક સંપે સંગઠિત છે અને તેમણે આ સંમેલનનું આયોજન કર્યું હતું. શ્રી રાજકુમાર સ્વાગત સમિતિના પ્રમુખ હતા. આ સંમેલનને વિરોધ કરવા અમદાવાદથી કેટલાક માણસે આવ્યા. શેઠ કસ્તુરભાઈ રતલામ સ્ટેશને આવ્યા ત્યારે આ માણસે તેમને ઘેરી વળા. પછી આ માણસે ઈન્દોર આવ્યા. સ્થાનિક જૈન સમાજ
ખૂબ સંગઠિત હતું એટલે બે દિવસ સંમેલન સુંદર રીતે થયું. દરેક રાજ્યના પ્રતિનિધિઓએ પોતાનાં રાજ્યમાં મહોત્સવ માટે શું કાર્યકમ નક્કી થયેલ છે તેની રૂપરેખા રજૂ કરી. જૈન સમાજને કેટલે ઉત્સાહ છે તે જોવા મળ્યું. જાહેર સભામાં ૩-૪ હજાર ભાઈ-બહેનોની હાજરી હતી. અમદાવાદથી વિરોધ કરવા આવ્યા હતા તે ભાઈઓએ સૂત્રો પોકાર્યા. ' આ બનાવથી ખેદ અને દુ:ખ થાય છે. જે સમાજને અને જૈન ધર્મને કેટલી મેટી હાનિ થાય છે તેની કલ્પના કરતાં વેદના થાય છે. દેશમાં હાંસીપાત્ર બનીએ છીએ. જૈન સંસ્કૃતિના રાક હોવાને દાવો કરનારા આટલા ઝનની બને, અહિંસાનું નામ લેવાવાળા હિંસક તોફાને માટે માણસે મેક્લે તેને જૈન સમાજે ગંભીરપણે વિચાર કરવો જોઈએ. તામ્બર મૂર્તિપૂજક સમાજના મુનિગણ અને આગેવાન ભાઈએને મારી વિનતિ છે કે હવે મૌન સેવવું યોગ્ય નથી. આવા બનાવને વખેડવા એ તેમની ફરજ છે. વેતામ્બર મૂર્તિપૂજક સમાજનું હીણું દેખાશે, અન્ય સંપ્રદાય સાથે અંતર વધશે. જ્યારે એકતાનું વાતાવરણ સર્જવા પ્રયત્ન થાય છે, ત્યારે આવાં વિઘાતક તને બધી સમજદાર વ્યકિતઓ અને મુનિઓએ વિરોધ કરવો જોઈએ. આ મહોત્સવ જેને માન્ય ન હોય તેઓ તેમાં ભાગ ન લે, તેમની રીતે ઊજવે એ સમજી શકાય, પણ અન્ય સંપ્રદાય અને સમુદાયને તેમ કરવામાં વિ નાખવાં તે અક્ષમ્ય છે. ભગવાન મહાવીરને એ માર્ગ નથી. કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર
લાંબા વખતથી જેની રાહ જોવાતી હતી અને જેને વિષે ઘણી અફવાઓ આવતી હતી તે કેન્દ્રીય પ્રધાનમંડળના ફેરફારો થેડા દિવસ પહેલાં જાહેર થયા. ફેરફાર ઘણા થયા છે છતાં કોઈ નવી
પ્રભાવશાળી વ્યકિત દાખલ થઈ હોય તેમ નથી. એક રીતે જોતાં એમ લાગે કે ખુરશીઓની ફેરબદલી થઈ છે. છતાં તેમાં હેતુ હોય છે. પ્રધાનમંડળના ફેરફારોને મુખ્ય હેતુ પ્રધાનમંડળને વધારે કાર્યક્ષમ અને એકરાગી બનાવવું એ હવા જોઈએ. પણ આ હેતુ ઉપરાંત બીજા કેટલાંય કારણે અને બળે તેમાં કામ કરે છે. છેવટ તે રાજકીય મંડળ છે અને સત્તાની તાણીતાણી રહે . વધારે વગદાર અને સત્તાવાળું ખાતું લેવા દરેક ઈંતેજાર હોય. આગેવાન વ્યકિતઓનાં ખાતાઓની ફેરબદલી કરવી સહેલી નથી. વડા પ્રધાનને જેટલે પ્રભાવ અને હિંમત તેના ઉપર આધાર રાખે છે. ઈન્દિરા ગાંધી આ શેતરંજની રમતમાં કુશળ છે. ચવ્હાણને નાણા ખાતામાંથી વિદેશ ખાતામાં મૂક્યા, સ્વર્ણસિંહને વિદેશ ખાતામાંથી સંરક્ષણમાં, જગજીવનરામને સંરક્ષણમાંથી કૃષિ ખાતામાં, સુબ્રહ્મણ્યમને પલાદ ખાતામાંથી નાણા ખાતામાં અને પાઈને ઉદ્યોગ ખાતું સૈપાયું, ઉમાશંકર દીક્ષિત પાસેથી ગૃહ ખાતું લઈ બ્રહ્માનંદ રેડીને સોંપ્યું અને દીક્ષિત પાસે અત્યારે કોઈ ખાતું નથી. આ બધાં અગત્યનાં ખાતાઓ છે અને તે દરેકમાં ફેરફાર કર્યા તેના પ્રત્યાઘાતે સારા-નબળા રહ્યા છે. છેવટ તો નીવડે વખાણ. સ્વર્ણસિહ વિદેશ ખાતામાં ઘણા સફળ થયા હતા છતાં કેમ બદલ્યા? ચહાણ નાણા ખાતામાં સફળ થયા ન હતા અને બદલવાની જરૂર હતી છતાં વિદેશ ખાતામાં સફળ થશે એવી ખાતરી નથી. દીટિત ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ માણસ લેખાય છે. ગૃહ ખાતા જેવું અગત્યનું ખાતું તેમની પારોથ લઈ લીધું; જો કે ગૃહ ખાતાને માટે તે યોગ્ય વ્યકિત હતા તેમ ન કહેવાય. બ્રહ્માનંદ રેડી કુશળ અને બાહોશ વહીવટકર્તા છે. સુબ્રહ્મણ્યમ નાણાંમંત્રી તરીકે ચવ્હાણ કરતાં કદાચ વધારે સફળ થશે. જગજીવનરામ સૌથી પીઢ અને અનુભવી છે. ઈન્દિરા ગાંધીને કોઈ હરીફ નથી છતાં કોઈને હરીફ ગણવા હોય તે જગજીવનરામ ગણાય. લશ્કર તેમના હાથમાં ન રહે એવો કોઈ હેતુ હશે? જો કે અત્યારના સંજોગોમાં કૃષિખાનું ઘણું અગત્યનું છે; અને એવું કારણ આપીને જ જગજીવનરામ જે કૃષિ ખાનું લેવા રાજી ન હતા, તેમને આ ખાતું સોંપ્યું છે. આવા મેટા ફેરફાર થવાના હોય ત્યારે દરેક પ્રધાનને જીવ ઊંચા રહે. પતે રહેશે કે નહિ અથવા કયા ખાતામાં એવી. વિમાસણ છેલ્લી ઘડી સુધી રહે. 81 બઆને કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા તેમાં પણ ઉદ્દામવાદીઓને રાજી રાખવાને હેતુ છે. કોંગ્રેસપ્રમુખ તરીકે શ્રી શંકરદયાળ શર્મા નિષ્ફળ ગયા હતા. પણ કોઈને કાઢી શકાય નહિ એટલે મંત્રીમંડળમાં લીધા. કેટલાક કાઢવા જેવા હતા તેમને કાઢી નથી શકયા. ગુજરાતનું કોઈ નથી, મુસ્લિમ કંઈ નથી તે ઉપરથી લાગે છે કે હજી કેટલાક ફેરફારો થશે. એલ. એન. મિશ્રાને છૂટા કરી શકાયા હોત સારું ' થાત. એવું કમલાપતિ ત્રિપાઠીનું. પણ પ્રજાને આવા ફેરફારોમાં બહુ રસ નથી. અંતે તે પરિણામ ઉપર આધાર રાખે છે. ૧૪-૧૦૭૪
ચીમનલાલ ચકુભાઈ સંયુકત રાષ્ટ્રસંધ : સફળતા-નિષ્ફળતા
આગામી તા. ૨૩ ઓકટોબર બુધવારને દિવસ સંયુકત રાષ્ટ્રસંસ્થા દિન તરીકે આખા દેશમાં ઉજવવામાં આવનાર છે. તેના અનુસંધાનમાં ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે એ જ દિવસે સાંજે ૬-૧૫ વાગ્યે સંઘના ‘શી પરમાનંદ કાપડિયા સભાગૃહ માં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે શ્રી રામુ પંડિત “સંયુકત રાષ્ટ્રસંસ્થા: સફળતું - નિષ્ફળતા’ એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ