________________
તા. ૧૬-૯-૭૪
જુદ્ધ જીવન
ગાંધીવાળાએાના પેટનું પાણી હાલનું નથી એ ભારે ખેદજનક બિના છે. પ્રચારનાં બધાં સાધને શાસક કેંગ્રેસીઓના હાથમાં હોવાથી શાસક વગેનિા પ્રચાર રાતદિવસ છાપાં, રેડિયો, ભાષણો ઈત્યાદિ વાટે દેશમાં પ્રકાશજી તથા તેમના આંદોલન સામે ધોધમાર ચાલી રહ્યો છે.
પ્રકાશજી રાજકારણમાં પડયા'. હિંસાને માર્ગે ચઢયા', લોકશાહીની ઘોર ખોદવા નીકળ્યા' વગેરે જાતનો પ્રચાર કરી તેમને દેશદુનિયામાં વગેવવાને અને આમજનતાની આંખે પાટા બાંધવાનો પ્રયત્ન શાસક કેંગ્રેસવાળા કરવા મંડી પડયા છે. જૂને કાળે એકપણ નીચલા કહેવાતા થરને પ્રજાજન તપ કરવા મંડે તો અધિકારની મેનોપોલી ધરાવનારા બ્રાહ્મણો ફફડી ઊઠતા અને ઈન્દ્રનું ઈન્દ્રાસન ડોલવા લાગતું એવી કથાઓ પુરાણમાં આપણે વાંચીએ છીએ. તે પ્રમાણે આજે ઈતિહાસની પુનરાવૃત્તિ થઈ રહેલી જણાય છે.
એપ્રકાશજીના આંદોલનમાં હિંસા નથી, બલકે શક્ય તેટલી તમામ જોગવાઈઓ હિંસા ન થવા દેવા માટે છે, એ બિના જગજાહેર છે. અને એપ્રકાશજીને જાણનાર આ દેશના લાખો-કરોડે પ્રજાજને એ હકીકત બહુ સારી રીતે જાણે છે. ખુદ બિહાર સરકારે પોતે એ વસ્તુ કબૂલ કરી છે કે પ્રકાશજી પ્રજાને હિંસાને રસ્તે જતી અટકાવનારું મોટામાં મોટું બળ છે. એ ન હોત તો બિહારમાં ભયાનક હિંસા ફાટી નીકળી હોત. તા. ૫મી જૂને પટણામાં જે પ્રકાશજી તરફથી ગોઠવવામાં આવેલું કસરઘસ નીકળતું અટકાવવા બિહાર સરકારના શાસક વર્ગે વાહનવ્યવહાર, ગાડીઓ, સ્ટીમર, ટ્રક કલાક સુધી બંધ કરી અને પટણા ભણી જનારા લોકોને પેરે પેરે કરીને અટકાવ્યા, આગલે દિવસે શહેર આખામાં શસ્ત્રોને દેખાવ તેમ જ લશ્કરીઓની કૂચ ફેરવીને, ધાક ઉપજાવવાની પેરવી કરી અને તેમ છતાં સવારને બદલે બપોરે નીકળેલા લેસરઘસમાં જ્યારે હજાર • લાખ લેક સામેલ થયા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યા. અનેક જુવાને જખમી થયા . છતાં સરઘસ પછીની જાહેર સભા થઈ જ, જ્યાં જખમી જવાને હાજર થયા હતા. આ બધું લોકોના પુણ્યપ્રકોપનો એ ભડકો કરે એમ હતું કે પટનાના સેંકડે. મકાને અને સરકારી મિલકત મેટી સંખ્યામાં ભસ્મીભૂત થાત અને મારામારી, ખૂનામરકી, આગ અને લૂંટફાટને હદ ન રહેત. પણ આ બધું પેલી જંગી જાહેર સભામાં બે ક્લાક સુધી શાંતિ તેમ જ સંયમની તરફેણમાં પોતાની વાણીને ધોધ વહેવરાવીને પ્રકાશજીએ થતું અટકાવ્યું.
આ ૫મી જૂનના બનાવની અગાઉ પણ પટણાના જૂના “સર્ચલાઈટ” છાપાએ જે પ્રકાશજીના આંદોલન અંગે સરકારના વલણની ટીકા કરેલી તે કારણે શાસક વર્ગોના મળતિયા કે ભાડૂતી ટેળાએ “સર્ચલાઈટ”ના મકાન ઉપર હુમલો કરી આગ ચાંપી મેટું નુકસાન કરેલું. તે પ્રસંગે જે પ્રકાશજીએ થોડાક ચુનંદા જુવાનને પસંદ કરી તેમની પાસે અહિંસક તેમ જ સંયમી રહેવાની પ્રતિજ્ઞાપત્રો પર સહી લઈ સ્વેચ્છાપૂર્વક મોઢા પર પટ્ટી બાંધીને, તેમ જ બન્ને હાથ પછવાડે બાંધી લઈને ખભે - , “હમલા ચાહે જિતના હોગા
હાથ હમારા નહીં ઉઠેગા” ના સૂત્રનાં પાટિયાં બાંધી એક નાનકડું સરઘસ કાઢેલું. આ સરઘસ ઉપર હજારો લોકોએ પટણાના રસ્તા ઉપર ફૂલે વરસાદ વરસાવેલે અને હજારે બહેને એ એ વીરેનાં એવરણ લીધેલ!
અગાઉ વર્ણવેલા લોકસરઘસ ઉપર ગોળીબાર થયે ત્યારે પણ “હમલા ચાહે જિતના હે ગા, હાથ હમારા નહીં ઉઠેગા”વાળાં સૂત્ર સેંકડો લોકેએ ઉચ્ચાર્યા હતાં અને ૨૨ જુવાને ગાળીબારથી જખમી થયા છતાં કોઈ પણ જાતની હિંસાના બનાવ વગર લાખ લોકોનું સરઘસ સભાસ્થાને પહોંરયું હતું. '
ત્રીજો તે જ પ્રજાકીય અહિંસાને સુંદર પ્રસંગ જેલમાં
અયો. છાત્રસંધની સંઘર્ષ સમિતિના એક આગ શ્રી બેને મરણતોલ માર જેલની અંદર મારવામાં આવ્યો. સોળસત્તર જગ્યાએ ડામ દેવામાં આવ્યા. ફરી ફરી બેશુદ્ધ થતા પોતાના આગેવાનને આ કારણે માર પડતો હોવા છતાં બેરેકમાંના સાથી જવાનેએ તેની ચીસે સાંભળતાં એ જ શૌર્યના નારા પોકાર્યા હતા –
હમલા ચાહે જિતના હોગા - હાથ હમારા નહીં ઉઠેગા”
આ બધા બનાવોને પરિણામે જ બિહાર સરકારને જે પ્રકાશજી હિંસક બળને રોકનારા મેટામાં મોટા શાંતિમય બળ છે એવી પાછળ જણાવી ગમે તે બૂલાત કરવી પડેલી. . આજે હવે વિનોબાજીએ પણ પ્રકાશજીના આંદોલનને—મારે મને મળી છતાં–અસંદિગ્ધ સંમતિ આપી છે. તેથી હવે
પ્રકાશજીના આ આદેલન અંગે શાસક વર્ગોમાં તેમ જ કેંગ્રેસીઓમાં પ્રવર્તત ફફડાટ અનેકગણો વધી ગયો છે. અને તેમના મેવડીએ તેમ જ ખાંધિયા જેપ્રકાશજીના આંદોલન વિરુદ્ધને પ્રચાર બમણા જોરથી કરવા લાગ્યા છે. - આ સ્થિતિમાં ગાંધીજીનાં મૂલ્યને માનનારા તેમ જ તેને યોગ્ય અવસરે અમલી બનાવવાનું કર્તવ્ય સમજનારા આ દેશના એકે એક ગાંધીવાળાનો ધર્મ છે કે જયપ્રકાશજીના અદલનને દેશ આખામાં ઉપાડી લેવું અને બારડોલીની લડત વેળાએ જેમ દેશ આખાએ પિતાને તમામ ટેકે એક બારડોલીની જ લડતના મુદ્દા ઉપર કેન્દ્રિત કરીને સરદાર વલ્લભભાઈને જાનજીગરથી આપ્યો હતો તે જ ટેકે જે પ્રકાશજીના બિહારના પ્રસ્તુત આંદોલનને આપ. ,
જે પ્રકાશજીનાં વ્યકિતત્વ અને વિભૂતિમવની સામે આ બધા પોતપોતાના સ્વાર્થના માર્યા આજે આમ છાંટા ઉડાડી રહ્યા છે, તે જેપ્રકાશજી માટે અલબત્ત, ગૌરવરૂપ છે. કેમ કે પ્રજા પ્રકાશેજીને પૂરી પિછાને છે.
અહીં દાદા ધર્માધિકારી જેવા મહાન વિચારકે સર્વ સેવા સંઘની તાજેતરની પવનાર ખાતેની બેઠકમાં નીચેની મતલબના જે ઉદ્ગારે પ્રકાશજી માટે કાઢયા હતા એ તરફ ધ્યાન ખેંચવાનું પ્રસ્તુત ગણું છું. ગાંધીજી એમના ઘણાખરા આંદોલનમાં મોટે ભાગે અંત:પ્રેરણાથી કામ કરતા, જે તેમના સાથીઓને ઘણી વાર ગળે ન ઊતરતી. દાખલા તરીકે ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશ સલ્તનતને સામનો કરવાની દરખાસ્ત. આ અંત:પ્રેરણા એ માણસની શુદ્ધ હેય છે, જેને પિતાને કોઈ પ્રકારના સ્વાર્થ નથી હોતે. જે પ્રકાશજી પણ ગાંધીજીની જેમ જ પ્રસંગે પાન નરી અંત:પ્રેરણાથી કામ કરતા હોય છે. કોઈએ એમને કહ્યું કે અમુક જગ્યાએ નકસલવાદીઓ આપણા બે કાર્યકરોને મારી નાખવાના છે. જે પ્રકાશજીએ એક ક્ષણ માટે પણ વિચાર ન કર્યો, ને શાસ્ત્રચર્ચા કરી, અને તત્કાળ તે જગ્યાએ દેડી ગયા. થોડા વરસની વાત પર દુષ્કાળ વખતે બિહારમાં જ્યારે લોકો ભૂખથી મરવા લાગ્યા ત્યારે પણ his pity gave before charity began સખાવત શરૂ થાય તે પહેલાં તેમની કરુણાએ દોટ મૂકી, એમનું હૃદય દેડી ગયું. આ રીતની પ્રેરણા, એક શુદ્ધ
હૃદયની પ્રેરણા આ માણસની છે. તેથી તેની સાથે ભૂલ કરવામાં કે હું મારી જાતને ધન્ય માનું છું.
બીજા તેવી જ મટી યોગ્યતા ધરાવનારા સર્વોદય આગેવાન શ્રી મનમોહન ચૌધરીએ એ જ બેઠકમાં આમ કહ્યું : “જે. પી. આ કામ ન ઉપાડયું હતું તે ત્યાં બિહારમાં કરોડોની સંપત્તિની બરબાદી થઈ હોત, સેંકડોના જાન ગયા હતા અને યુવાન પેઢીની પરિ... વર્તનની ભાવના કચડી નાખવામાં આવી હોત..તટસ્થ ચિંતન પરથી મને એમ લાગ્યું છે કે જે. પી.ના આ કામનું સમર્થન કરીને આપણે આપણી પોતાની જ શોભા વધારીશું.” કેસબાડ હિલ, ૮-૮-'૭૪
સ્વામી આનંદ ભૂમિપુત્ર'માંથી સાભાર