SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૭૩ પ્રબુદ્ધ જીવન ખંભાતના અખાતમાંથી કાળુ ખંભાતના અખાતની દક્ષિણે “બામ્બે હાઈ” નામે ઓળખાતા દરિયાનું તળિયું વીંધીને કાળા સાના તરીકે ઓળખાતું ખનિજ તેલ કાઢવાનું કામ હવે શરૂ થાય છે. તેમાં આપણે સફળ થશું તો આપણે આર્થિક રીતે તરી જઈએ એવી સફળતા પણ મળે, જો નિષ્ફળ જશું તે કરોડો રૂપિયા ડૂબી પણ જાય. આપણી પહેલી નિષ્ફળતાની યાદગીરી જેવી ‘રિગ’ અલિયાબેટ પાસે દરિયામાં કાટ ખાય છે. તેમાં આપણા આશરે પોણા કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ સાહસ જ એવું છે કે જેમાં જોખમ ખેડવું જ પડે, ૧૯૬૭માં અમેરિકાએ પેાતાના સમુદ્રમાંથી તેલ કાઢવા માટે સાડા ચાર અબજ ડૉલરની મૂડીનું રોકાણ કર્યું હતું અને ૧૯૭૭માં વધીને ૧૬ અબજ ડોલરનું રોકાણ કરશે. આજે દુનિયાના ઘણા દેશ રામુદ્રમાંથી તેલ કાઢે છે, પણ અમેરિકા, વેનેઝુએલા અને રશિયા જેવી સફળતા કોઈને નથી મળી. બિનસામ્યવાદી દેશે। જે તેલ વાપરે છે તેમાંથી માત્ર ૧૬ ટકા કે તેથી થોડું વધારે તેલ સમુદ્રમાંથી નીકળે છે; અને દુનિયામાં ધરતીના પેટાળમાં તેલના જે જથ્થાના અંદાજ છે તેના માત્ર ૨૫ ટકા સમુદ્રના તળિયા નીચે હોવાનું જાણવામાં આવ્યું છે. પરંતુ સમુદ્રમાં હજી ઘણી ખંડીય છાજલીએ (કાંધી) તથા છીછરા સમુદ્રોનું સર્વેક્ષણ થયું નથી. દા. ત. આપણે ત્યાં હજી ખંભાતના અખાતનું જ ઠીકઠીક સર્વેક્ષણ થયું છે અને ત્યાં દુનિયાના એક સૌથી મેટો તેભંડાર છે એમ સર્વેક્ષણ કરનાર ભારતીય અને રશિયન તજજ્ઞો કહે છે. પણ સમુદ્રમાંથી તેલ કાઢવું એ જોખમી ખર્ચાળ કામ છે. દુનિયામાં ૧૫૦ અઘતન તરતી રિગ (શારડી ધરાવનાર હરતાફરતા તરતા પ્લેટફોર્મ) સમુદ્રમાં નવાં તેલક્ષેત્રે શેાધે છે, અને તે ૩૦૦ મીટર ઊંડે પણ શારકામ કરી શકે તેવી છે, પણ ૩૦૦ ફૂટ કરતાં વધુ ઊંડા સમુદ્રમાં તેલકૂવા ગાળવા વ્યવહારુ નથી, કારણ કે મરજીવાઓ એથી વધુ ઊંડે ડૂબકી મારીને કામ કરી શકતા નથી. ખંભાતનો અખાત ૩૩ મીટરથી વધુ ઊંડો નથી, તેમ છતાં ત્યાં ભરતી - એટના પ્રવાહ અને જોરદાર પવન હોય છે અને વર્ષમાં પાંચ - છ માસ સમુદ્ર તફાની રહે છે. દુનિયામાં સમુદ્રમાં દસ હજારથી વધુ તેલકૂવા છે! એક કરોડ ડૉલરની કિંમત સુધીની તરતી રિંગ બની છે. ધરતી કરતાં સમુદ્રમાં તેલકૂવા ગાળવાનો ખર્ચ ચાર ગણા આવે છે, અને ૩૦ગણા આવ્યાના બનાવ પણ બન્યા છે! તેમ છતાં તેલ કંપનીએ છીછરા સમુદ્રમાં તેલકૂવા ગાળવાના પરવાના મેળવવા માટે પડાપડી કરે છે. અમેરિકાના લુઈસિયાના રાજ્યના જળવિસ્તારમાં સાડા સાત લાખ એકર જળવિસ્તારનો પટ્ટો મેળવવા માટે તેલ કંપનીઓએ ૫૧ કરોડ ૨૦ લાખ ડૉલર આપ્યા હતા! અમેરિકાના કાંઠા પાસેથી તેલ કાઢવું તેના કરતાં પૃથ્વીને બીજે છેડે કુવૈતમાંથી તેલ કાઢી લઈ આવવું સાંબું પડે છે, તેમ છતાં તેલ કંપનીએ સમુદ્રમાંથી કાળું સાનું મેળવવા આટલેા પૈસા અને આટલા શ્રામ વાપરે છે. કારણ કે તેઓ જાણે છે કે દુનિયામાં તેલની માગ વધી રહી છે અને અમેરિકાના પોતાના તેલકૂવા ખાલી થવા લાગ્યા છે. હિમાચ્છાદિત એલાસ્કામાં અને તેના સમુદ્રમાં તેલના નવા ભંડારો મળી આવ્યા તેથી તેને રાહત મળી છે, ખંભાતના અખાતને કાંઠે તેલક્ષેત્રે પણ છે અને ગેસક્ષેત્રે પણ છે. “બામ્બે હાઈ”માંથી તેલ નીકળે તો સારું, કારણ કે ગેસ કરતાં તેલનો ઉપયોગ વધુ છે. તેમ છતાં ગેસ પણ આશીર્વાદરૂપ છે બ્રિટનના પૂર્વ કાંઠે ઉત્તર સમુદ્રમાં ૧૯૬૫માં ગેસ મળી આવ્યો ત્યારે બ્રિટનમાં આનંદનું મોજું ફરી વળ્યું, કારણ કે બ્રિટન ☆ 7. ૨૪૯ સાનુ કે પશ્ચિમ યુરોપની ધરતીમાં તેલ નથી. પછી તે ઉત્તર સમુદ્રના કાંઠાના બીજા દેશોએ પણ ઝંપલાવ્યું. ઉત્તર સમુદ્ર છીછરો છે, પણ ભરતી – એટના પ્રવાહો અને શિયાળામાં તોફાની હવામાન ત્રાસ આપે છે. ૧૯૬૫ના સપ્ટેમ્બર માસમાં બ્રિટનની ‘સી. જેમ’ (સમુદ્રરત્ન) નામની રગે કાંઠાથી ૪૦ માઈલ છેટે પહેલી વાર ગેસકૂવા ગાળ્યો, પરંતુ ત્રણ માસ પછી તેના આઠ પગમાંથી બે પગ બેસી ગયા અને રિગ સમુદ્રમાં ધસી પડી! આપણી પહેલી રિગ અલિયાબેટ પાસે પાણીમાં ઊભી કાટ ખાય છે. તેને બીજે લઈ જવાના ખર્ચ નવી રિંગ બનાવવા જેટલો થાય છે. આથી આપણે જાપાન પાસેથી તરતી રિંગ બનાવડાવી છે, જેથી એક ઠેકાણે તેલ ન નીકળે તો તેને બીજે ઠેકાણે લઈ જઈ શકાય. જે નીવડેલા તેલકૂવા હોય તે બેઠી રિંગ વધુ સગવડભરેલી ઠરે. રશિયા કાસ્પિયન સમુદ્રમાંથી વિશાળ પાયા પર તેલ કાઢે છે તે માટે તેણે છીછરા સમુદ્રમાં અસંખ્ય પાયા નાખી તેલનગર અને તેલ કારખાનાં વિકસાવ્યાં છે, જ્યાં હજારો લોકો રહે છે, ભણે છે, કામ કરે છે, અને તેલને નદી જેવા પ્રવાહ કાંઠે મોકલે છે! ધરતીના તેલકૂવાની જેમ સમુદ્રના તેલકૂવા પણ આગ લાગવાના જોખમ વચ્ચે કામ કરે છે. હમણાં આસામમાં આપણા એક તેલકૂવાને આગ લાગી છે તે અઠવાડિયાથી ભડકે બળે છે. કાસ્પિયન સમુદ્રમાં રશિયાના એક તેલનગરમાં થેડા સમય પહેલાં વડવાનલ સળગ્યા હતા તે મહાયાનક હતા. કાસ્પિયન સમુદ્ર પર વાવાઝોડાં થાય છે, પણ ત્યાં ભરતી - એટ નામની જ કે નહિવત્ થાય છે. ઉત્તર સમુદ્રનું તેલક્ષેત્ર પશ્ચિમ યુરોપને આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ કરશે. ૧૯૭૫ સુધીમાં ત્યાંથી બ્રિટન રોજને એક અબજ ધનફ્ટ ગેસ મેળવવાની આશા રાખે છે! પણ અહીં કામ કરતા લોકોએ બહુ કઠોર અને જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે. કાંઠાની નજીકના સમુદ્રના તળિયા નીચે તેલ હોય ત્યારે કયાંક કાંઠાની ધરતી પરથી જ ત્રાંસા કૂવા ખોદવામાં આવે છે.! તેથી કૂવાની લંબાઈ વધી જાય, પણ સમુદ્રમાં રહીને શારકામ કરવાને વધુ ખર્ચ અને વધુ મુશ્કેલી લાગે તેમાંથી બચી જવાય. આપણે પણ ખંભાતના અખાતમાં આ રીત વિચારી હતી અને ભવિષ્યમાં કદાચ ત્રાંસા કૂવા ખોદવામાં આવે, જેમનું મુખ ધરતી પર હાય પણ છેડો સમુદ્રના તળિયા નીચે હોય. અમેરિકાના કેલિફોર્નિયાના સમુદ્રમાં તેલ છે એવી શોધ થઈ ત્યારે શરૂઆતમાં આવા ત્રાંસા તેલકૂવા ખોદવામાં આવ્યા હતા. સમુદ્રમાંથી તેલ મેળવવાને તેને એ પહેલા પ્રયાસ હતા. હવે તે તેણે પૂર્વ કાંઠે, દક્ષિણ કાંઠે તથા પશ્ચિમ કાંઠે સમુદ્રમાં હજારો તેલકૂવા ગાળ્યા છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં મારાકાઈબા નામનું વિશાળ પણ છીછરું સરોવર સમુદ્રના જ એક ભાગ છે અને તેમાં એટલા બધા તેલકૂવા ગાળવામાં આવ્યા છે કે તે રિગનું જંગલ લાગે છે. એવું જ જંગલ રશિયાના કાસ્પિયન સમુદ્ર પર છે. સમુદ્રમાં તેલકૂવા ધરાવતા બીજા દેશમાં ત્રિનિદાદ (વેસ્ટ ઈન્ડીઝ), લીબિયા, ઈજિપ્ત અને પશ્ચિમ આફ્રિકા; એશિયામાં ઈરાની અખાત, મલયેશિયા, ઈન્ડોનેશિયા અને જાપાનનો સમાવેશ થાય છે. યુરોપમાં ઉત્તર સમુદ્રના ગેસ માટે બ્રિટન, ફ્રાન્સ, બેલ્જીઅમ, નેધરલૅન્ડ, ડેનમાર્ક અને નેવે એ ઝંપલાવ્યું છે. ઉત્તર ધ્રુવ પ્રદેશના છીંછરા સમુદ્રોને તળિયે પુષ્કળ તેલ હોવાનું જણાયું છે. આમ તેલની માગ વધતી જાય છે તેમ નવાં નવાં તેલક્ષેત્રા પણ શેાધાતાં જાય છે. ૧૯૬૯ના આંકડા પ્રમાણે અમે
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy