SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૭૩ આજ સમય દરમિયાનમાં આપણા દેશમાં તેલની પેદાશેનું ઉત્પાદન ત્રણગણું વધ્યું છે, જે નીચેના કોષ્ટક પરથી સમજાશે : તેલની પેદાશોનું ઉત્પાદન ૧૯૬૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ન ૫૭,૪૮,૦૦૦ ૯૧,૨૦,૦૦૦ ટન ૧,૬૧,૪૦,૦૦૦ ટન ૧,૭૦,૮૮,૦૦૦ ટન ૧,૮૨,૦૪,૦૦૦ ટન ૧,૮૨,૨૮,૦૦૦ ન હાલ આપણા દેશમાં પેટ્રોલ, ઘાસલેટ, ડીઝલ, નેપ્થા વગેરે તેલની પેદાશોની કુલ લગભગ બે કરોડ ટન જેટલી ખપત છે. આ ખપતને પહોંચી વળવા લગભગ બોતેર લાખ ટન જેટલું, એટલે કે ત્રીજા ભાગનું ખનિજ તેલ દેશમાંથી મળી આવે છે અને લગભગ એક કરોડ અઠ્ઠાવીસ લાખ ટન જેટલા તેલની આયાત કરવી પડે છે. આમ જ્યાં સુધી કુલ કાચા તેલનું વધુ ખનિજ મેળવાય નહિ ત્યાં સુધી તેલની જરૂરિયાતોને પહોંચી વળવાઆપણે પરદેશ પર આધાર રાખવા જ રહ્યો અને આયાત મોંઘી પડે તે તેના પર કાપ મૂકવા પડે. વર્ષ ૧૯૬૦-૬૧. ૧૯૬૫-૬૬ ૧૯૬૯-૭૦ ૧૯૭૦-૭૧ ૧૯૭૧-૭૨ ૧૯૭૨-૭૩ ખુબ જીવન થોડા નિકાસવેપાર દેશમાં તેલના વિશુદ્ધિકરણનાં કારખાના શરૂ થતાં છેલ્લાં દસ-બાર વર્ષથી તેલની આયાતની સામે આપણે થોડીઘણી તેલની પેદાશે'ની નિકાસ પણ શરૂ કરી છે. નિકાસના આંકડા નીચે મુજબ છે : તેલની પેદાશોની નિકાસ કરોડ રૂપિયા ૭.૪૧ ૯,૩૧ ૯.૪૯ ૧૨.૫૮ ૧૧.૫૮ ૩૨.૧૨ આમ તેલના ઉદ્યોગમાં આપણે પરદેશથી તેલ આયાત કરી તેમાંથી બનાવેલી વસ્તુઓ નિકાસ કરવાની પ્રવૃત્તિના હજુ તા આરંભ કર્યો હતો તે અરસામાં જ તેલની કટોકટી આવી પડી છે અને તેની સર્વપ્રથમ અસર તા ખનિજ તેલની બનાવટોના આપણા નિકાસવેપાર પર પડયા વગર રહેવાની નથી. પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગો માત્ર છેલ્લા દાયકામાં જ આપણા તેલઉદ્યોગે સાધેલી પ્રગતિની સાથેસાથે તેલની બનાવટોમાંથી રસાયણે! બનાવવાના આધુનિક પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગનું આપણા દેશમાં મંડાણ થઈ ચૂકયું છે. આ ઉદ્યોગ પર પણ તેલની કટોકટીની પ્રતિકૂળ અસર થયા વગર રહેશે નહિ, તેને તેલની પેદાશોના વધુ દામ ચૂકવવા પડશે તથા પરિણામે પોતાની બનાવટોના ભાવ વધારવા પડશે અને તેના વધેલા ભાવને કારણે એ બનાવટોમાંથી ઉત્પન્ન થતી અનેક ચીજવસ્તુઓના ભાવ વધશે અને એક વિષચક્રની જબરજસ્ત પ્રક્રિયા ખડી થઈ જશે. રાસાયણિક ખાતર, માનવસર્જિત રેસાઓ બનાવવાનાં દ્રવ્યો, પ્લાસ્ટિક વગેરે અનેક ઉદ્યોગા આ પ્રક્રિયામાં સપડાઈ જશે. આ પ્રક્રિયાની દેશના સમગ્ર અર્થકારણ પર કેવી અસર થશે તે તા હજી જોવાનું જ રહે છે, તેના અત્યારથી કાંઈ કયાસ કાઢવાનું શકય નથી. કારણ કે તેલના ભાવ વધારવાની આરબ દેશેાની પ્રવૃત્તિ હજી ગતિમાન છે. તે કેવા વળાંક લેશે કે કયાં જઈ અટકશે તથા ૧૮૧ વુ બેરલના દસ ડૉલર જેટલા ભાવ લેવાના બોલાઈ રહેલા આંકડાને તેઓ કયારના વટાવી ગયા છે. ઈરાનને તાજેતરમાં પેાતાના તેલ ના લિલામમાં સેાળથી સર ડૉલર ઊપજ્યા છે. તેલને કેટલા બચાવ થઈ શકે? આમ છતાં ચોક્કસ પ્રમાણમાં ખનિજ તેલની આયાત તો કરવી જ પડે. મોટરમાં વપરાતા પેટ્રોલના થેોડાઘણા બચાવ થઈ શકે, પણ તેના પર વધુ પડતા કાપ શકય નથી. ઘાસલેટ હજી આપણા દેશમાં ઘરગથ્થુ બળતણના મુખ્ય આધાર છે અને તેના વપરાશમાં પણ વધુ પડતા પ્રમાણમાં બચાવ શકય નથી. દેશમાં તેલની નવ નવ રિફાઈનરીઓ બંધાવા લાગતાં વીજળીનાં કેટલાંક કારખાનાં તથા કાપડની કેટલીક મિલા કોલસાને બદલે બળતણ તરીકે તેલના ઉપયોગ તરફ વળ્યાં હતાં. ખુદ રેલવે તંત્રે પણ એન્જિનોમાં કોલસા બાળવાને બદલે ડીઝલ તેલનો ઉપયોગ સારા પ્રમાણમાં વધારી દીધા છે અને કોલસાથી ચાલતાં વરાળનાં એન્જિના બનાવવાનું જ બંધ કર્યું છે. આ બધાં કારખાનાંઓ તથા કાપડની મિલા ફરી તેલને બદલે કોલસા વાપરવા લાગે તો તેલની ખપતમાં સારો જેવા બચાવ થઈ શકે તેમ છે અને તેલના વધતા ભાવાની આપણા દેશના અર્થકારણ પર પડનારી વ્યાપક અસરને પહોંચી વળવા તેની ખપતમાં બચાવ કરવાની જે જરૂર ઊભી થવાની છે તેને કારખાનાઓ તથા એન્જિનોમાં તેલના બળતણ તરીકે થતા ઉપયોગમાં ઘટાડો કરીને જ પહોંચી શકાશે. ં છેલ્લાં કેટલાંક વર્ષથી આપણા દેશમાં ખનિજ તેલના એક દ્રવ્ય નેપ્થાને આધારે રાસાયણિક ખાતરના કારખાનાનું આયોજન થઈ રહ્યું છે. નેપ્થાને બદલે રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં કોલસા અને ખાસ કરીને લિગ્નાઈટના નામથી ઓળખાતા કાચા કોલસાને ઉપયોગ થઈ શકે છે,અનેરાસાયણિક ખાતરના કારખાનાનું એ રીતે આયોજન કરવાની હિમાયત પણ થયા કરી છે, છતાં એ બાબત પર જોઈએ તેટલું લક્ષ અપાયું નથી. હવે તે અનિવાર્ય બનશે. આમ તેલને સ્થાને મોટા ઉદ્યોગેામાં, વીજળીના કારખાનાઓમાં, કાપડની મિલામાં અને રેલવેનાં એન્જિનમાં ફરી કોલસાનો ઉપયોગ ચાલુ થાય તો ખનિજ તેલની આયાતમાં સારા પ્રમાણમાં બચાવ થઈ શકે તેમ છે. પ્રશ્ન કોલસાની હેરફેરનો છે એટલે તેલની અછતને પહોંચી વળવાના સહેલામાં સહેલા તથા સરળમાં સરળ ઉપાય તેને બદલે કોલસાના ઉપયોગ વધારવાના છે. કોલસાની આપણા દેશમાં અછત નથી, બલ્કે છત છે. આપણે તેનું પૂરનું ઉત્પાદન કરી શકતા નથી અને જે માલનું ઉત્પાદન થાય છે તેને પણ કાર્યક્ષમ રીતે ખસેડી શકતા નથી. આપણા દેશના અર્થકારણના અણઊકલ્યા જટિલ પ્રશ્નોમાં કોલસાની યોગ્ય હેરફેરના પ્રશ્ન અગ્રસ્થાને રહેલા છે. આજે પણ એ જ પ્રશ્ન અગ્રસ્થાને છેઅને માત્ર આ એક પ્રશ્નનું નિરાકરણ થાય તેા બીજા ઘણા દેશ કરતાં આરબ દેશોએ આજે પેાતાના રાજકીય હેતુ માટે ઉગામેલા તેલના શસ્ત્રના પ્રતિકાર આપણે વધુ સારી રીતે કરી શકીશું. મેહનલાલ ગાંધી સૈાના ઉપર પ્રેમ રાખા * સૌના ઉપર પ્રેમ રાખે! અને પછી જેમ ઈચ્છે તેમ કરા. –સન્ત ઓગસ્ટીન. * તારું કાઈ બગાડે તો એ પૈાતાનું હિત સાધવા બગાડે. આમ તારા કરતાં એનુ પેાતાનું હિત એ વધારે પ`દ કરે તે તેમાં એના ઉપર ક્રોધ કરવાનું કારણ શું? બેંકન. * કોઈના ઉપર વેર રાખવું એટલે આપણને વાગેલા ઘાને દુખતા રાખવા.– બેકન,
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy