________________
તા. ૧-૧૧-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૪૬
જૈન દર્શન અને જીવનસાધના
૨ ]
[ ગતાંકથી ચાલુ) જીવનસાધનામાં તપનું મહત્ત્વ છે. ભ. મહાવીર પૂર્વે તપ એટલે શરીરકષ્ટો સહેવા એ માત્ર અર્થ હતું. પણ ભ. મહાવીરે ત૫નો અર્થ વિસ્તૃત કર્યો છે. બાહ્ય અને આન્તર એવા સપના બે વિભાગ કર્યા છે અને બાહ્યને તો માત્ર આરતપનું સાધન માન્યું. છે, જેને આન્તરતામાં ધ્યાન અને સમાધિનું વિશેષ મહત્ત્વ સ્વીકાર્યું છે. આવી સ્થિતિમાં અનશન વગેરે કરવા જરૂરી ખરા પણ તે જો સમાધિ કે ધ્યાનમાં બાધક ન બનતા હોય તે- આ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. પરંતુ આજે તે આંતરતપનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, માત્ર બાહ્ય તપસ્યાનું મહત્ત્વ વધી ગયું છે. આ જોઈ કોઈ કોપ કરે તો તેમાં તેને દોષ નથી પણ જેનેના આચરણને દોષ છે. આ વસ્તુમાં વિવેકની જરૂર છે અને બાહ્ય આચરણની જે મર્યાદા છે તે સમજી લેવી જરૂરી છે. તે ન સમજવાથી તપસ્યા કર્યા છતાં મેહ-મમતા રાગ ઓછા થતા નથી અને છતાં ધર્મ કર્યાને સંતોષ લેવાય છે તે અવિવેકની પરાકાષ્ટા છે.
બૌદ્ધોમાં જેને વિપશ્યના કહેવામાં આવી છે તેની સિદ્ધિ જૈનમાં ચાનુપ્રેક્ષાથી થાય છે. પણ અનુપ્રેશાની સમગ્ર પદ્ધતિ જીવનવ્યવ હારમાંથી લુપ્ત થઈ ગઈ હોય તેવું દેખાય છે. આથી, જૈનપરંપરામાં ધ્યાનપ્રક્રિયાને પુનરુદ્ધાર કરવાની જરૂર છે.
બૌદ્ધ વિપશ્યનામાં મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યશ્મની સાધના જરૂરી મનાઈ છે. તે જ પ્રમાણે જૈનસાધનામાં પણ તેને સ્થાન અપાયું જ છે. વળી હિંસા અાદિ દે આ લેક અને પરલોક બન્ને માટે હિતકર નથી એવું ચિંતન અને વર્તન બને ધર્મમાં સમાન ભાવે સ્વીકૃત છે. તે જ પ્રમાણે જગત અને સ્વશરીરના સ્વભાવ વિશે. ચિતન પણ, અને તદનુરૂપ વ્યવહારનું પણ મહત્ત્વ બન્ને ધર્મોમાં સરખું છે. જેમાં અનુપ્રેક્ષાને ઉપદેશ છે તેમાંની અનિત્ય ભાવના, રાશરણભાવના, એકત્વભાવના અને અશુચિભાવના પણ બન્નેમાં એક જેવી જ છે. આમ જીવનસાધનાને ક્રમ, જ્યાં કયાંય સાધનાની વાત હોય ત્યાં એક જેવો જ હોઈ શકે, ભલે દર્શનવિચારણામાં ભેદ છે. આની પ્રતીતિ ગીતાનિર્દિષ્ટ સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જૈન-બૌદ્ધમાં સાચા શમણના લાણાની તુલના કરવાથી સહેજે થઈ જાય છે.
સંસાર અનિત્ય, અશુચિ અને અશરણ છે, એ તાત્ત્વિક વાત સાચી હોય તે પણ વ્યવહારમાં ખાન-પાન, નિવાસ ૨ાને વસ્ત્ર વિના ચાલતું નથી. સુખ-સગવડ વિના ચાલતું નથી અને તે માટે જીવનનો સમગ્ર પ્રપંચ આપણે ઊભો કરીએ છીએ એ હકીકત છે, વૈરાગ્ય માટે સંસારને અનિત્ય, શુચિ કે અશરણ માનીએ એ એક વાત છે પણ વર્તન તેથી સાવ જ હોય છે તે હકીકત છે. આવી સ્થિતિમાં આ બાબતમાં આપણે આ ટાણે વિચાર કરવો જરૂરી છે. જીવનને વ્યવહાર બધું જ ૨ાનિન્ય માનવાથી ચાલી શકે છે કે નહિ, એ વિચારણાને મુદ્દો છે. જેન આચાર્યોએ જ કહ્યું છે કે જો એકાંત નિત્ય બધું માનવામાં આવે તે વવ્યહાર ચાલી શકે જ નહિ. આ મુદ્દા ઉપર તે જૈનોએ બૌદ્ધોનું ખંડન કર્યું છે અને ક્ષણિકવાદનું નિરાકરણ કર્યું. છે, અને છતાંય અનિત્યની ભાવના ભાવવાની વાત આગળ ધરવામાં આવે છે તે આ વસ્તુ વિચારણીય બની જાય છે. અનિત્યનું તાત્પર્ય માત્ર સંબંધ અનિત્ય છે એટલું જ છે. જન્મજન્માનિતેરમાં આપણે માનીએ છીએ અને જો બધા જ સંબંધોને નિત્ય માનીએ તો આપણું જીવન જ દુર્દાટ બની જાય. આ જન્મની પત્ની કદાચ પૂર્વ જન્મની માતા પણ હોય ! આ જન્મને પુત્ર પૂર્વ જન્મમાં પિતા પણ સંભવે
૨ાને શત્રુ-મિત્રના સંબંધ વિશે પણ આમ જ છે. અને જો આ બધા જ સંબંધોને વિચાર કરીને આ જન્મમાં વ્યવહાર કરવાનું હોય તે વ્યવહાર કેમ ચાલે એ વિચારો. આથી જ સમજવું જોઈએ કે સંબંધ માત્ર અનિન્ય છે; પછી તે શરીરનો હોય કે કુટુંબીજનેને. એટલે મમત્વની માત્રા એટલી તે ન જ વધારવી કે તે આપણા વિકાસમાં આડે આવે. ૨ાત્મિવિકાર. મુખ્ય ધ્યેય છે તે તરફ આગળ વધવાનું છે. સંસારની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જેથી કમે કરી વિકાસ પણ થાય અને સંસારચક્ર પણ સુચાર ચા. પતિપત્નીના સંબંધ પણ અનિત્ય તો છે જ, પણ પરણીને તરત કોઈ એ સંબંધની અનિત્યતા વિચારી ત્યાગ કરે તો તેના તે કર્તવ્યને આપણે સારું ન માની શકીએ. કોઈ પણ કૃત્યમાં વ્યવસ્થા હોવી જોઈએ. અને કયું કામ કયારે ઉચિત ગણાય તે વિચારી લેવું જરૂરી છે. રાંસારમાં રહ્યાં છતાં સંસારની ઉપેક્ષા નહિ પણ તે સુંદર કેમ બને, સંવાદી કેમ બને, ૨ીને જ વિચાર કરવો જોઈએ, નહિકે તેને તિરસ્કાર. જયારે છેડા હોય ત્યારે પણ તેમાં એક જાતની પૂરી સમજ માત્ર પોતાની નહિ પણ સમગ્ર રાંબંધીઓની સંમતિ પણ જરૂરી છે. જવાબદારી ઊઠાવ્યા પછી તેમાંથી ભાગવાનો પ્રયત્ન તે કાયરતા છે. ઘરમાં રહીને પણ ત્યાગ-તપસ્યાને પૂરે અવકાશ છે. ખરી રીતે તે સાધનાની ખરી પરીક્ષા તે ઘરમાં જ થાય છે, ઘર છોડ્યા પછી નહિ. એટલે જો ઘરની પરીક્ષામાં પાસ થવાય તે જ ઘર છોડીને નીકળે તે સાર્થક થાય. અન્યથા બેજવાબદારી જ ઉત્તરોત્તર વધે. આ પ્રક્રિયા સચવાતી નથી તેને લઈને જ સમગ્ર શમણવર્ગમાં અવ્યવસ્થા ઊભી થઈ છે, અને સંવાદ જોવા મળતા નથી.
'એક મૌલિક પ્રશ્ન એ પણ છે કે સાંસારિક સામગ્રીને એટલે કે વિજ્ઞાને ઊભી કરેલી સામગ્રીને ત્યાગ કરવો એ એક વાત છે પણ તે સામગ્રીના વિકાસમાં સંસારી જીવે કોઈ રુચિ ન દાખવવી એ બીજી વાત છે. સંસારી જીવ સાંસારિક સામગ્રીના વિકાસથી જો વિમુખ થાય તો પરિણામે જે સંસારમાં બધી બાબતમાં વિકાસ થઈ રહ્યો છે તે થાય નહિ અને પરિણામ એ આવે કે આદિtળના મનુષ્ય જેવું જીવન જીવવાનું પસંદ કરવું પડે, આઅશકય છે. આથી વૈજ્ઞાનિક દષ્ટિ તે અપનાવવી જ પડે અને તે એ કે મનુષ્યના જીવનમાં બધી જ સુખ-સગવડ ઊભી કરવી. એક વૈજ્ઞાનિક રાત-દિવસ સમાધિ લગાવી નવી શોધમાં તત્પર છે અને તેનું ધ્યેય તો એક માત્ર બે જ હોય છે કે તેને લાભ દુનિયાને મળે, પોતાને જ લાભ મળે તે નથી હોતો. આ પ્રક્રિયાને અટકાવવાની જરૂર નથી. પરંતુ મનુષ્યના મનને જ માત્ર સુધારવાની જરૂર છે. તે સ્વાર્થી ન થાય- જે કાંઈ હોય તે વહેચીને ભોગવવાની ભાવનાવાળા થાય. આવું કરવાની જરૂર છે. બધા જ કાંઈ સંસારત્યાગી થઈ શકે નહિ, તો પછી સંસારને ભયંકર બનાવી ત્યાગ કરાવવાને કાંઈ રાર્થ નથી. પણ પ્રાપ્તિ છતાં તેમાંથી વૈરાગ્ય જન્મ અને વહેંચીને ખાતો થાય એ કરવાની જરૂર છે. સંસારમાં અત્યારે હવે વિશ્વકુટુંબની ભાવનાને વિકસાવવાનો પૂરો પાવરાર છે, અને તે ભાવના વિકસે તો સંસારના જે દોષ દેખાય છે તે દૂર થાય. પછી સંસાર શા માટે છોડવો પડે?
શરીરને અશુચિને ભંડાર માની વૈરાગ્ય કેળવવાની વાત પણ વિચારણીય છે. અશુચિ છે માટે છોડવું એમ શા માટે? તેને શુચિ બનાવવા પ્રયત્ન કેમ ન કરવો? અને જીવનમાં જુઓ તો જણાશે કે અશુચિ તાત્ત્વિક રીતે માન્યા છતાં વ્યવહારમાં શુચિતા લાવવા આપણે પ્રયત્ન નથી કરતા? જો શુચિતા માટે પ્રયત્ન ન કરતા હોત તે આજે જે સુઘડતા દેખાય છે- શરીરની કે ઘરની કે શેરીની કે ગોમની તે શકય હતી? અને વસ્તુત : શરીરને અશુચિ માનવા છતાં પણ તેને નિરોગી બનાવવા શકય તેટલાં બધાં પ્રયત્ન માપણે નથી કરતા?