________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૭૩
>>
ડેન–એક શ્રદ્ધાંજલિ
3.
પંખીની ભાષા મારી આસપાસ કલરવતા પંખીએાના શબ્દોને પામવા જતા હું જે કે સાંભળું છું તેમાં મને ભયસૂચક ઘોંઘાટને અણસાર કળાય છે.
જો કે, હું જાણું જ છું કે આ અવાજોમાંના કેટલીક તેરોષ, ડંફારા, વાસનાને જ પ્રતીક હશે; પણ પંખીઓ જે બીજાં બધા સૂરને પૂજે છે તે બધાં જ આનન્દના પર્યાય જેવા જ લાગે છે.
ઍડેન: અનુ: જગદીશ જોષી
સવારના પહોરમાં જાગીએ છીએ પછી આંખને કેવા કેવા સમાચારને મુકાબલે કરવું પડે છે! ડાક દિવસો પહેલાં જ Auden is dead. એ સમાચાર અખિને વાંચવા પડયા.
ચૌદ વર્ષની ઉંમરથી આ કવિએ કવિતા સાથે સંબંધ કેળવે, તે ઠેઠ મૃત્યુ લગી વિકસતો રહ્યો. મૃત્યુ પહેલાના ડેનના કલાકો પણ એટલા જ કાવ્યમય હતા. કોઈક સભામાં સાંજે કવિતા વિશે એમણે વાત કરી'તી. એમના કાનમાં તે કવિતાની વાતને
સ્વાદ રમત હશે અને એ જ રીતે, કોઈને પણ ખબર ન પડે એમ, ચૂપચાપ આ કવિ નિદ્રાનું ચિરનિદ્રામાં રૂપાંતર કરી ચાલતા થયા.
અંગ્રેજી કવિતાની વાત કરીએ એટલે એલિયટ અને ડેન આ બંને નામે ચોકસાથે યાદ આવે. સમગ્ર દુનિયાની કવિતા પર એલિયટને વત્તાઓછા પ્રતાપ દેખીતે છે. એલિયટની જેટલા ઑડેન એક અસર તરીકે છવાયા નથી એટલું જ, બાકી એની કવિતાને પ્રભાવ પણ પૂરેપૂરે વરતાય એવે છે. એલિયટ જો મળી જાય તો ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણા હાથ અનાયાસે જોડાઈ જાય, પણ ઍડેનની સાથે તે તરત જ હાથ મિલાવી દેવાય. એલિથટની કવિતાને આદર આપ્યા વિના રહેવાય નહીં અને ઑડેનની કવિતાને પ્રેમ કર્યા વિના રહેવાય નહીં. હકીકતમાં એલિયટ અને આડેન બંને કોઈ ઉત્તમ પુસ્તકના આગલા અને પાછલા પૂંઠા જેવા જ છે.
દરેક કવિને પ્રારંભકાળમાં સાચીખોટી ઓળખપટ્ટીએ વિવેચકો તરફથી મળતી હોય છે. ઑડેન પણ આવી છેતરામણ.
જેવી ઓળખપટ્ટીથી અપવાદરૂપ નહોતા રહ્યા. પ્રારંભમાં ડેનની કવિતા માર્ક રા અને ફ્રોઈડના સરવાળાના સંમિશ્રણ તરીકે ઓળખાતી. ઓડેનની માતા નર્સ હતી અને પિતા ડૉકટર હતા. આ બંનેને પુત્ર કવિ કવિતાને કદાચ સમાજ માટેની Psychological therapy તરીકે તે નહીં સ્વીકારતે હોય રોવે પણ વહેમ કેઈને જાય !
લુઈ મેકનીસે ડેનને “શબ્દના બંધ ” તરીકે નવાજ્યા હતા. અને ઑડેનની કવિતા પ્રતીતિ આપે છે કે કવિને અનુભવ કાવ્યમાં અનુભવના ભાર તરીકે રહેતું નથી, પણ આંગળીને એ શબ્દન. સ્વરૂપ પામે છે. આડેનને મન કાવ્ય એ અનુભવનો અન- વાદ જ છે. ઑડેન અનુભવને આત્મસાત કરી શકતા. વીસમી સદીને “The Age of Anxiety” તરીકે ઓળખાવનાર કવિ જાણે કે યુગને પીને પચાવીને બેઠો છે. ડેનની કવિતામાં સાતત્ય, વૈપુલ્ય, વૈવિધ્ય અને એકત્વ એટલું બધું છે કે અમસ્થા પણ એનાં કાવ્યોનાં શીર્ષક પર નજર ફેરવીએ તે એને અવશ્ય ખ્યાલ આવે. એક વિવેચકે કહ્યું છે : “ડેન કવિતામાં કૈ પણ કરી શકે એ જાદુગર છે. કવિતામાં ડેન દિલની વાતો કરે છે, દલીલ કરે છે, ચિતા કરે છે, ચિતન કરે છે, મજાક કરે છે, ચેવટ કરે છે, ગાય છે, પૃથક્કરણ કરે છે, ભાષણ કરે છે, આત્મસંભાષણ કરે છે અને પાસે બેસીને કોઈ નવી વાત કરતું હોય એમ હળવાશથી વાત પણ કરી જાણે છે.”
પણ એંડેની કવિતાને મહિમા એના આ વ્યાપક પરિઘમાં જ નથી. ઓડેનને કવિ માટેને ૨ાદર્શ ૨ા રહ્યો. એ કહે છે: “All I have is a voice”. કવિ પાસે પિતાના અવાજ
હવે જોઈએ. ઉછીના પડઘાઓથી પરપેટા જેવું પદ લખાયકવિતા નહીં.
વાંચતાંની સાથે જ મનમાં વસી ગયેલી ડેનની કેટલીયે કૃતિ અને પંકિતઓને વિસ્તારભથે ઉલેખ નથી કરતેં પણ એનું એક કાવ્ય સજાગ કવિને – કવિના સજાગ કવિ કને ખ્યાલ આપે છે. કહે છે“આજે બે કવિતાએ લખવા માટે રજા માગી મારે તેમને ના કહેવી પડી દિલગીર છું, હવે નહીં, મારી રાખી, વહાલીમાફ કર, હજી નહીં, મારી મિરત !”
કવિતા કવિની મહામૂલી મિરાત છે ! અને છતાંય કવિ એને ના કહે છે. આ ના કહેવાતા સમયસરનો સંયમ જ કવિને કવિ બનાવે છે. કવિને ભૂતકાળના પુનરાવર્તનમાં અને ભવિષ્યની અપરિપકવતામાં રસ નથી. ઍડેન જેવા કસબીને કવિતા હસ્તામલકવત છે, કવિ પાસે એક લખાઈ ચૂકેલી કવિતા આવવા માટે ઉત્થાક છે પણ પિતાની સફળતાની પ્રદક્ષિણા કોઈ સમજુ કવિ કરતે નથી અને બીજી કવિતા – જેની પરિપકવતાની પણ હજી રાવી નથીએ કવિતા કાવવા માટે તત્પર છે, પણ પલાંઠી વાળીને સાધનામાં બેઠેલે કવિ અપરિપકવતા સાથે હાથ મિલાવવા રાજી નથી.
ઈ. એમ. ફેરરસ્ટરને અંજલિ આપવું ઑડેને એક કાવ્ય લખ્યું છે, એની પંકિતરો અત્યારે યાદ આવે છે. કહે છે: '
“અમે બધા તે ભારે રાજીપાથી ધિક્કારને ઢાળ ઉતરતો'તો ત્યાં અમને રોકયા, ધ્યાનચૂક થયેલ પથ્થની જેમ, અમે તે અમારી પગલાઈમાં ચકચૂર હતા. પણ ટેલિફોનની ઘંટડી વાગે અને ખલેલ પડે – અમે તે અમને અધવચ્ચે આંતર્યા.”
ડેનને માટે પણ આપણે આવું જ કહી શકીએ. ઓડેનની કવિતાએ આપણને આપણે ફેટોગ્રાફ નહીં, પણ આપણે એકરારે આખે છે અને એટલે જ યેટ્સના મૃત્યુ વખતે એમણે લખેલા કાવ્યની એક પંકિતને આધાર લઈને આપણે પણ કહીએ”
"Earth, receive an honoured guest" BIL માંઘેરા મહેમાનને સત્કાર કર.”
-સુરેશ દલાલ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪. 2 નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, રારદાર વી. પી. રોડ,
મદ્રપ્રસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-1.