SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ખુબ જીવન જેમ પાંચ પૂકિત આસ્તિકાયા – જીવ - અજીવ-ધર્મ - અધર્મ-આકાશ-ની ચર્ચા થઈ તેમ મેાક્ષલક્ષી તત્ત્વવિચારણામાં સાત કે નવ તત્ત્વની વિચારણા છે અને આના સંબંધ જીવનસાધના સાથે છે. તે સ્પષ્ટ છે. સાત તત્ત્વો છે – જીવ - અજીવ - જીવ - બંધ - સંવરનિર્જરા અને મેાક્ષ, તેમાં પુણ્ય અને પાપ બે ઉમેરીએ તો નવ તત્ત્વ થાય છે. આ તત્ત્વોનું વિશેષ નિરૂપણ અહીં જરૂરી નથી, કારણ સૌ શ્રેાતા એનાથી પરિચિત છે. પરંતુ અહીં જીવનસાધના આ તત્ત્વોને લક્ષીને જે છે તે વિષે વિશેષ વિચાર કરવે છે. તા. ૧૬-૧૦-૭૩ ભગવાન મહાવીર નિર્વાણુ મહેાત્સવ: કાર્ય માં પ્રગતિ પ્રાચીનકાળથી જ જૈનધર્મ વિષે આક્ષેપ થતો આવ્યો છે કે તેમાં પાપના કારણભૂત મનને મહત્ત્વ આપવામાં આવતું નથી પણ કાય એટલે કે શરીરને મહત્ત્વ આપવામાં આવે છે. તાત્પર્ય એવું છે કે સામાન્ય રીતે પ્રચલિત " मन एव मनुष्याणां कारणं કંધમોક્ષયો : ' આ સિદ્ધાન્ત જૈનોને માન્ય નથી. આ આક્ષેપની તપાસ થવી જરૂરી છે. એ સાચું છેકે જેનાએ વહનુાયું માર્ઝામ ' આ વાત કહી છે અને માની પણ છે પરંતુ વસ્તુસ્થિતિને જરા ઊંડાણથી વિચારવી જરૂરી છે. ભગવાન મહાવીરની જે સાધનાનું વર્ણન છે તે ઉપરઉપરથી જોતાં એમ લાગે કે તેમણે પોતાના શરીરને ઘણું કષ્ટ આપ્યું –અનેક ઉપવાસ કર્યાઅને અનેક પ્રકારનાં શારી રિક કષ્ટો સહન કર્યા. તેથી જાણે કે દેહને કષ્ટ આપવાથી બધું સિદ્ધ થઈ જવું હાય એવી ભાવના થાય. પરંતુ તેમણે જે કાંઈ કષ્ટ સહ્યું તે તે ગૌણ છે. તેમની સાધનામાં પ્રમાદ અને તે પૂર્વક ધ્યાન –નું જે મહત્ત્વ છે તે સૌના ધ્યાનમાં આવતું નથી. વળી અન્ય ધર્મો કરતાં જૈનધર્મનું કડક આચરણ પણ આવી માન્યતા માટે જવાબદાર છે એ ભૂલવું ન જોઈએ. પરંતુ એ કડક આચરણ અથવા તો કષ્ટ સહેવાની તૈયારી અને આવશ્યકતા જે મનાઈ છે તે પાછળ પણ ધ્યાન માટેની અનુકૂળ ભૂમિકા જ, રહેલી છે તે તે તરફ ધ્યાન અપાયું નથી. ચચાથી જ આવા ભ્રમ ફેલાવા પામ્યા છે કે જૈનો તે માત્ર દેહદમનમાં માને છે. ભગવાન મહાવીરની સાધનાના વર્ણનમાં તેમનાં કટીની વાત છે જ પરંતુ તેગ્મા સતત ધ્યાનમાં રહેતા. આ બાબત પણ વિશેષરૂપે જણાવી છે. પરંતુ જૈનપરપરામાં પણ આ એક દોષ દાખલ થઈ જ ગયો કે ધ્યાન સિદ્ધ કરવા દેહકષ્ટા હતાં તેને બદલે દેહકષ્ટોથી જ. જાણે સર્વ સિદ્ધિ હોય એવા બાહ્યાચાર ગઠવાયો. આમ જૈનોના બાહ્ય આચાર જ આવા ભ્રમ ઊભા કરવા માટે જવાબદાર છે. વસ્તુસ્થિતિ ચોથી ઊલટી જ છે. જૈનેની પ્રત્યેક આચારક્રિયામાં કાયોત્સર્ગની જે વાત આવે છે તેનું તો મહત્ત્વ ભુલાઈ ગયા જેવું છે અને બાહ્ય આચરણનું મહત્ત્વ વધી ગયું છે. ભગવાને સ્પષ્ટપણે પ્રમાદને કર્મ કહ્યું છે. તે માનસિક અથવા આંતરિક જ છે, આ રીતે જોઈએ તે બાહ્ય ક્રિયાથી બંધ નહિ પણ પ્રમાદી જ બંધ થાય છે તે તરફ ધ્યાન અપાતું નથી એટલે જૈનાને કાયદંડ મહત્વનો છે અને માદંડ નહિ એવી ખોટી માન્યતા પ્રચલિત થઈ છે. પરંતુ હિંસા આદિની વ્યાખ્યામાં વધ કે હત્યાને કે જીવના મરણને જેટલું મહત્ત્વ નથી અપાયું તેટલું આત્માના પ્રમાદને મહત્ત્વ અપાયું છે તે મૌલિક પ૨પરા છે અને તેની ઉપેક્ષા થવાથી જ બાહ્યાચાર જોઈને આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો આજના જનાનું જીવન જોઈને જ કાઈ નિર્ણય કરવાના હોય તે તે આક્ષેપ સાચે જ ઠરે. એટલી હદ સુધી જૈનોનું પતન થયું છે એમ માનવું જોઈએ. પરંતુ મૂળ માન્યતામાં તો અને સમગ્ર ભાવે કર્મ-વિચારણામાં પણ કર્મબંધનું ખરું કારણ કાયિક પ્રવૃત્તિ નહીં પણ કપાયો જ છેએ વાત આજસુધી પણ માન્ય છે. તેમાં કશે ભેદ કોઈ પણ આચાયૅ પાડયા નથી. આથી કહી શકાય કે જાને મતે પણ માનસિક ક્રિયા જ કર્મબંધનું કારણ છે એ સ્વીકૃત હકીકત છે. આથી જૈનધર્રા ઉપર કાયદંડના મહત્ત્વના જે આક્ષેપ છે તે ઉચિત નથી. [ ક્રમશ: ] -દલસુખ માલવણિયા ['પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૧૦-‘૭૩ના ગતાંકમાં ભગવાન મહાવીર નિર્વાણ મહેાત્સવ અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. અહીં આ કાર્યક્રમને આગળ ધપાવવાના કામમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપવામાં આવ્યા છે. ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણ મહાત્સવ મહાસમિતિની તા. ૧૯મી જૂન ૧૯૭૩ના રોજ મળેલી બેઠકના અહેવાલ વાંચવાથી રાષ્ટ્રીય સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમામાં થયેલી પ્રગતિને ખ્યાલ આવી શકશે. નીચે અમે ૧૯ મી જૂન ૧૯૭૩ની બેઠકની કાર્યવાહીના પૂરેપૂરો અહેવાલ રજૂ કરીએ છીએ: ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહેાત્સવની મહાસમિતિની એક આવશ્યક બેઠક શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખ પદે તા. ૧૯મી જૂન ૧૯૭૩ના રોજ સાહુ જૈન કાર્યાલય, (ટાઇમ્સ હાઉસ), બહાદુરશાહ ઝફર માર્ગ, નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં નીચે મુજબ સભ્યો હાજર હતા: (૧) શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, (૨) શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન, (૩) શ્રી શાંતિપ્રસાદ જૈન, (૪) શ્રી ગોવિંદલાલ સરાવગી, (૫) શ્રી સી. સી. શાહ, (૬) શ્રી પ્રભુદયાળ ડાબડીવાલા, (૭) શ્રી સુંદરલાલ જૈન, (૮) શ્રી રતનલાલ જૈન, (૯) શ્રી શાદીલાલ જૈન, (૧૦) શ્રીઅગરચન્દ નાહટા, (૧૧) શ્રીમતી કુસુમબાઈ મેાતીચંદ, (૧૨) શ્રી દલસુખ માલવણિયા, (૧૩) શ્રી રિષભદાસ રાંકા, (૧૪) શ્રી શ્રી શાંતિલાલ વનમાળી શેઠ, (૧૫) શ્રી પરસાદીલાલ પાટની, (૧૬) શ્રી ચંદુલાલ કસ્તુરચંદ, (૧૭) શ્રી ચાંદમલ સરાવગી, (૧૮) ડૉ. એ. એન. ઉપાધ્યે, (૧૯) પ્રા. કલ્યાણમલ લેાઢા, (૨૦) શ્રી યશપાલ જૈન, (૨૧) શેઠ અચલસિંહ, એમ.પી., (૨૨) શ્રી શ્રીરચન્દ રામપુરિયા, (૨૩) શ્રી ચન્દ્રભાન રૂપચંદ ડાકલિયા, (૨૪) શ્રી ચિયાલાલ બાણા, (૨૫) ડૉ. નથમલ ટાંટિયા, (૨૬) શ્રી દોલતસિંહ જૈન, (૨૭) શ્રાી મોહનલાલ કઠોતિયા, (૨૮) શ્રી મુકુમારચન્દ જૈન, (૨૯) શ્રી લક્ષ્મીચંદ જૈન, (૩૦) શ્રી અક્ષયકુમાર જૈન, (૩૧) શ્રી એલ. એલ. આચ્છા, મહાસમિતિના અધ્યક્ષા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સરકારે રચેલી ‘કોર કમિટી'ની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણ સભ્યોને કરી હતી. આ બેઠક ૧૯મી જૂન ૧૯૭૩ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે શિક્ષા · મંત્રાલયમાં ઉપશિક્ષણ પ્રધાન શ્રી ડી. પી. યાદવના પ્રમુખપદે મળી હતી. પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવેલા ‘કોર કિમટી' ના જુદા જુદા નિર્ણયા પર વિચારવિનિમય કર્યા બાદ બેઠકમાં એ બધા નિર્ણયોના સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતા. ‘કોર કમિટી' ની બેઠકમાં લેવાયેલા નિર્ણયો નીચે મુજબ છે: (૧) ભગવાન મહાવીર વનસ્થલીના વિકાસ ‘કોર કમિટી’એ ‘સાઈટ સિલેકશન કમિટી' દ્વારા વનસ્થલી માટે નિશ્ચિત કરવામાંઆવેલી જમીનને સર્વસંમતિથી માન્ય કરવામાં આવી. આ જમીન 'દક્ષિણ ‘રિજ’ પર ગ્રીન બૅલ્ટ એરિયામાં આવેલી છે. સમિતિએ એ ઠરાવનું પણ સમર્થન કર્યું કે જેની અંતર્ગત ભગવાન મહાવીર મેમોરિયલ વનસ્થલીની પાસે કોઈ અન્ય સ્થાન પર રચવાનું નક્કી થયું છે. આ દૃષ્ટિથી સમિતિએ એવી દરખાસ્ત કરી છે કે ચાણકયપુરીમાં દક્ષિણ કિચનર રોડ પર જમીનના જે એક ટુકડો છે એ વનસ્થલી માટે ખૂબ જ નજીક તથા ખૂબ જ અનુકૂળ છે. બેઠકમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે વનસ્થલી માટે કનપુર રાવે મેપ, જુલાઈની અધવચ્ચે તૈયાર થઈ જશે. રામિતિએ વનસ્થલી માટે ‘તારણદ્વાર’, ‘પાપણ સ્તંભ' તથા ભગવાન મહાવીરના જીવન અને એના ઉપદેશના સમુચિત અભિલેખાની o
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy