________________
૧૨૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૭૩
કે ત્રણ-ચાર પસંદગીની આગેવાન વ્યકિતઓ-કૅસ તપાસ સમિતિના પ્રમુખ અને એટર્ની જનરલ જેવા-આ ટેપરેકોડૅ સાંભળે અને દેશનું હિત અને પ્રમુખપદનું ગૌરવ લક્ષમાં રાખી, કેટલી હકીકત બહાર આવવા દેવી તેને નિર્ણય કરેનિકસનને આ માધ્યમ માર્ગ મંજૂર નથી. વાત ફરી અપીલકર્ટ પાસે ગઈ છે અને તેના ચુકાદાની રાહ જોવાય છે. બન્ને પક્ષે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી છે. નિકસન તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટને ચુકાદો તેની વિરુદ્ધ જશે તે નિકસન તેને માન્ય રાખશે નહિ અને ટેપરેકોર્ડો સંપશે નહિ. પરિણામે મોટી બંધારણીય કટોકટી સર્જાય. પછી એક જ માર્ગ રહે. કોંગ્રેસ નિક્રક્સન સામે તહોમતનામું મૂકી (Impeachment) તેને દૂર કરે. નિકસન માને છે કે આવું પગલાં લેવાની કેંગ્રેસ હિંમત નહિ કરે. કેટલાંય રાજકીય તો તેમ થતાં અટકાવશે. કદાચ કોર્ટબાજીમાં ત્રણ વર્ષ પૂરાં થઈ જાય અને તેની મુદત પૂરી થાય. બંધારણીય મુદ્દો એ છે કે ફોજદારી ગુનો કર્યો હોય અને તેના માટેના પુરાવા પ્રમુખના કબજામાં હોય તે પ્રમુખપદને અધિકાર તેમને બચાવી શકે? નિક્સન રાજીનામું નથી આપતા, કારણ કે પ્રમુખ મટી જાય તો આરાધિકાર રહે નહિ અને ટેપરેકોર્ડ તેમની સામેના કેસ માટે ૨જ થાય. નિકસન એમ માનતા હતા કે વૉટરગેટ પ્રકરણમાં છેવટ પ્રજા થાકી જશે અને કંટાળીને છોડી દેશે. કેટલાક મહિના નિફસને આઘાતથી છાભાઈ ગયા હતા. ફરીથી બહાર આવ્યા છે અને પ્રજાને કહે છે કે વોટરગેટની વાત બાજુએ મૂકી, રાજયના મહત્ત્વના પ્રશ્નોના કામે લાગી જઈએ, તેમાં કેટલેક દરજજ સફળ થતાં લાગ્યા. પણ એન્યુ પ્રકરણ શરૂ થયું અને ફરી પ્રમુખ, ઉપ-પ્રમુખ બન્ને સામે. વંટાળા શરૂ થયો છે.
એજ્યુ સામે આરોપ છે કે તેઓ બાલ્ટીમેરમાં કાઉન્સેલર હતા ત્યારે અને મેરીલેન્ડના ગવર્નર થયા ત્યારે મોટા કોન્ટ્રાકટ આપવામાં લાંચ લીધી છે. તેની તપાસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ કરે છે અને બાલ્ટીમેર ગ્રાન્ડ પૂરી સમક્ષ મળેલી માહિતી રજૂ થઈ રહી છે. ગ્રાન્ડ પૂરીને પ્રાથમિક ખાતરી થાય કેપૂરતા પુરાવા છે તે તેમની સામે કેસ દાખલ થાય. એન્યુ ઉપર આ આફત ૨ાવી તેમાં કેટલેક દરજજે નિકસન અને તેના સાથીદારે રાહત અનુભવે છે. નિકસન કરતાં અન્ય પ્રકરણ ઉપર પ્રજાનું લક્ષ દોરવાઈ જાય તે નિસનનું ભુલાઈ જવાય એવી કાંઈક માન્યતા છે. કાંઈક રાજદ્વારી મેલી રમતો ખેલાય છે. નિનના સાથીદાર તરફથી આડકતરી રીતે જોરદાર અફવાઓ ફેલાવવામાં આવી કે એન્યુ રાજીનામું આપવા તૈયાર થયા છે. આ એક ભાગ અપાઈ જાય તે પ્રજા સંતોષ માનશે. દેખીતી રીતે નિક્સન તટસ્થતા જાળવે છે. નિન- ન્યુની મુલાકાત થઈ તેના પણ ભાતભાતના અહેવાલો બહાર આવે છે. પછી કાંઈક સે કરવા જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટે શરૂ થઈ.
ન્યુના વકીલોએ દરખાસ્ત મૂકી, કહેવાય છે કે ન્યુને નિર્દોષ જાહેર કરવામાં આવે અને તેની સામે કોઈ કેસ નહિ થાય તેની ખાતરી આપવામાં આવે તે એન્યું રાજીનામું અાપશે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી એમ કહેવાય છે કે એકાદ ગુને એમણે કબૂલ કરવો જોઈએ અને તેમને હળવી સજા થાય તેવું વલણ લેવાશે. ૨ાવી કોઈ વાટાઘાટે થઇ હોવાનો ઈન્કાર કરવામાં આવે છે. નિકસન અને રો વચ્ચે એકબીજાના પગ ખેંચવાની, રમત ચાલી રહી છે. છેવટ, મરણિયા થઈ એન્યુરો જાહેર કર્યું કે તેઓ કોઈ સંજોગેમાં રાજીનામું આપવાના નથી અને છેવટ સુધી લડી લેશે. - ગ્રાન્ડ જયૂરીની તપાસ અટકાવવા એજ્યુએ એક નવો દાવ અજમાવ્યું. ત્યાંની લોકસભા-જેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ કહે છેતેના સ્પીકરને પત્ર લખ્યો કે પ્રમુખ રાઘવા ઉપપ્રમુખ સામે તપાસ કરવાનો કોંગ્રેસને જ અધિકાર છે, કોઈ કોર્ટને નહિ. ૨ાને લોકસભાને વિનંતિ કરી કે તેણે તપાસ હાથ ધરવી. સ્પીકરે સુરત જવાબ આપ્યો છે કે આ બાબત કોર્ટ સમક્ષ છે અને અત્યારે આ બાબત લેકસભા
પગલાં લેશે નહિ. રોન્યુને એક કાંકરે બે પક્ષી મારવાં હતાં. કોર્ટની તપાસ બંધ કરવી હતી અને લોકસભા તપાસ હાથ ધરે તેને નિષ્ફળ બનાવવાનો માર્ગ તેના વકીલોએ શોધી કાઢયો હતો. ૧૮૭૨માં બનેલ સાવા જ એક કિસ્સામાં ચો અભિપ્રાય વ્યકત થયો હતો કે પ્રમુખ કે ઉપપ્રમુખ સામે તેમના હાદાના સમય દરમ્યાન થયેલ ગુના માટે જ તપાસ થઈ શકે. તે પહેલાં કોઈ ગુન્હ કર્યો હોય તે તપાસ ન થાય. એટલે એજ્યુકોર્ટ ૨ાને કેંગ્રેસ બન્નેમાંથી બચી જાય. પણ ચા દાવમાં ફાવ્યા નહિ. હવે કોર્ટમાં અરજી કરી છે કે ગ્રાન્ડ જયુરીને ઉપપ્રમુખ સામે, તે પદ ઉપર હોય ત્યાં સુધી તપાસ કરવાને કઈ અધિકાર નથી. કોર્ટમાં દલીલો ચાલે છે. ૨ા મામલે પણ સુપ્રીમ કોર્ટ સુધી જશે. આમ કરી ત્રણ વર્ષ કાઢી નાખવાં, રાજીનામું આપે તે ઉપપ્રમુખ તરીકે જે અધિકારને દાવો કરે છે તે રહે નહિ અને સામાન્ય નાગરિક તરીકે તેમની સામે કેસ ચાલે. - અત્યારની સ્થિતિ “ન્યુઝવીકમાં સંક્ષેપમાં સરસ રીતે મૂકી છે:
U.S. could have a chief Executive in outright defiance of the law, a Vice-President refusing to step down even under the cloud of an indictment and an Administration altogether too tarnished to function.
એન્યુને બચાવ કરવા હવે ફંડ શરૂ થયું છે. પાંચ લાખ ડોલર એકઠા કરવા છે. સ્ત્રીઓની સભામાં We want Agnew ના પિકારો થાય છે.
કેટલું સહેલું હશે તેની આપણને કલ્પના ન આવે. આ સૌથી સમૃદ્ધ અને શકિતશાળી દેશની લોકશાહી જે દુનિયાના બીજા દેશોમાં લોકશાહીનું રક્ષણ કરવાનો દાવો કરે છે! ભગવાન ગણે ૨ા બધા કૌભાંડનું શું પરિણામ આવશે !
આશાનું એક જ કિરણ છે કે આવી અનીતિ સામે નીડરતાથી પિકાર ઉઠાવવાવાળા પણ તે દેશમાં છે અને કાર ઉઠાવી શકયા છે. તા. ૮-૧૦-'૭૭
ચીમનલાલ ચકુભાઈ પૂરક બેંધ
આ લખાયા પછી એગપુએ રાજીનામું આપ્યું છે. તે જ દિવસે કોર્ટમાં હાજર થઈ, ૧૯૬૭ માં કરેલ કરચોરીને ગુનો કબૂલ્ય. જજે દસ હજાર ડૉલરનો દંડ કર્યો. ટાઈમ્સને એક સંદેશે જણાવે છે,
"Under an arrangement with the Justice Department he would now be spared investigation of other allegations concerning bribery and extortion" - જસ્ટીસ ડિપાર્ટમેન્ટ સાથે કરેલ સમજૂતી પ્રમાણે હવે એવન્યુ સામે લાંચરુશ્વત અને ધાકધમકીના બીજા આરોપ છે, તેની તપાસ નહિ થાય. છતાં ઓગન્યુ સામે લાંચરુશ્વત અંગે જે જુબાની હતી તેને સાર જસ્ટીસ ડિપાર્ટમેન્ટ પ્રકટ કર્યો છે, જે ઉપરથી જણાય છે કે એગન્યુ નિયમિત રીતે લાંચ લેતા હતા, ઉપપ્રમુખ થયા પછી પણ, જે આ તપાસ શરૂ થઈ ત્યારે જ અટકી.
હવે નીકસનનું શું? બચી ગયા કે તેને પણ જવું પડશે? રોઈટરને સંદેશો જણાવે છે:
Mr. Agnew's departure is now raising the possibility of even greater scrutiny of Mr. Nixon's finances, but there now also seems the country rallying round its chief Executive in a spirit of forgiveness. likelihood of a sadly divided and disillusened
એગન્યુની વિદાયથી નિકસનની આર્થિક લેતીદેતીની બાબતમાં વધારે ઊંડી તપાસ થવા સંભવ છે. સાથે એ પણ સંભવ છે કે દેશ આ બાબતથી થાકી અને કંટાળી ગયો હોય અને પ્રમુખને માફી આપી, વાત ભૂલી જાય.
બીજો વિકલ્પ વધારે સંભવિત લાગે છે. પોતાના દેશના પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા સર્વોચ્ચ અધિકારીઓ ગુનાહિત વ્યકિતઓ છે એવું દુનિયામાં જાહેર કરવું અમેરિકન પ્રજાને પિરસાય તેમ નથી. ૧૨-૧૦-૭૩
ચીમનલાલ ચકુભાઈ શાહ